Khajano - 29 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 29

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 29

" સોમાલિયાના રાજાને કેમ મળવાનું છે ? એ જણાવવા કે આફ્રિકાનાં જંગલોમાં ક્યાંય ખજાનો નથી..! " સુશ્રુતે કહ્યું.

" ના, સૂસ..! તેઓને ખજાનાં વિશે કંઈ જ નથી કહેવાનું."

" તો કેમ તેમને મળવાનું છે ? "

" મારાં ડેડને બચાવવા માટે તેમની મદદ લેવા માટે મળવાનું છે. આદિવાસીઓનું ટોળું મોટું હશે. તેઓ પાસે તીક્ષ્ણ હથિયારો હશે. આપણે ચાર વગર હથિયારે મારા ડેડને આદિવાસીઓનાં હાથમાંથી કેવીરીતે છોડાવી શકશું ? આ માટે આપણે સોમાલિયાના રાજા પાસેથી લશ્કરી મદદ લેવાની છે " લિઝાએ કહ્યું.

" લિઝા..! તને શું લાગે છે ? આપણા કહેવાથી તે આપણને મદદ કરવા તૈયાર થઈ જશે ? " જોનીએ કહ્યું.

" આપણે તેમની સામે કારણ રજૂ કરીશું કે તમારા બે જાસૂસનો જીવ બચાવવા મારા ડેડ મદદે આવ્યાં હતાં. આદિવાસીઓએ તે બંને જાસૂસને તો મારી નાખ્યા ને મારા ડેડને કેદ કર્યા છે." લિઝાએ કહ્યું.

" લિઝા..! તું માને છે એટલું સરળ નથી. રાજા આસાનીથી આપણી વાતો પર વિશ્વાસ નહિ મૂકે. તેના બે જાસૂસ તો મરી ગયા છે. તો તે આપણને શા માટે મદદ કરે ? આપણે રાજાને વિશ્વાસમાં લેવો પડશે. સાથે કોઈ લાલચ પણ આપવી પડશે. તો કદાચ કંઈ વાત બને." જોનીએ કહ્યું.

" હા, ત્યાં જઈએ, રાજાને મળીએ, તેનો સ્વભાવ જાણીએ પછી જ ખબર પડે કે શું કરવું ને શું ન કરવું.!" લિઝાએ કહ્યું.

તેઓ લાફિંગ ટાપુમાંથી ફટાફટ કેટલાક ફળો લઈ તેઓ આગળ નીકળ્યા. ચાર દિવસમાં જ તેઓ સોમાલિયા પહોંચી ગયા. જોનીએ તેનું જહાજ લાંગર્યું.ચારેય મિત્રો નીચે ઉતર્યા. ત્યાં જ સુશ્રુત આમથી તેમ ડાફેરા મારવા લાગ્યો.

" સૂસ..! તું ડાફેરા કેમ મારે છે ? સીધો ચાલને !" હર્ષિતે કહ્યું.

" મને ડર છે કે કોઈ આપણી પર સોય જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો ન કરે. નહિતર આપણે ચારેય એક સાથે બેભાન થઈ જઈશું તો ઉપાધી થશે."

" વાત તો તારી સો ટકા સાચી છે સૂસ...! જો કોઈએ આપણી પર આવો કોઈ હુમલો કર્યો તો પતી જ ગયું સમજો. બેભાન થવાથી આપણો ઘણો સમય બગડી શકે છે." લિઝાએ કહ્યું.

દરિયા કિનારાથી ઘણે દૂર રહેણાક વિસ્તાર દેખાતો હતો. ચાલતા ચાલતા ચારેય મિત્રો સાચવી સાચવીને સોમાલિયાના નગર તરફ જવા નીકળ્યા.

“ચાલી ચાલી ને હુ તો થાકી ગયો..! જોની હવે કેટલું ચાલવાનું થશે..? આપણા જહાજમાં એક બે ઘોડા પણ સાથે લઇ લેવા જેવા હતા. આવા સમયે કેટલા કામ લાગે..!” ચાલતા ચાલતા ઉભા રહી જતાં સુશ્રુતે પોતાનો પરસેવો લૂછતાં જોનીને સંબોધીને કહ્યું.

“વાત તો તારી સાચી છે પણ ઘણા દિવસો સુધી આપણે તેને ઘાસચારો ન ખવડાવી શકીએ. મુશ્કેલીમાં જેમ તેમ કરીને આપણે તો બચી જઈએ પણ તે અબોલા જીવને બચાવવો મુશ્કેલ થઈ પડે. હજુ તો શરૂઆત છે. હજુ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઘણી જરૂરિયાતો વગર જીવવું પડશે. સુશ્રુત બેટા..! થોડા દિવસ માટે આ રીતે જીવવાની આદત પાડી દે..!” જોનીએ કહ્યું.

“હવે કદાચ એકાદ કલાકનો રસ્તો જ બાકી હશે. સોમાલિયા નગરને સ્પષ્ટપણે જોઇ શકાય છે.” હર્ષિતએ કહ્યું.

“ આપણે હવે વધારે સાવચેત થઈ જવું પડશે. એક રાજા નું નગર છે તો આપણા જેવા અજાણ્યા લોકો માટે નગરમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ હશે.”

“લિઝા..! માઇકલ અંકલ કે ડેવિડ અંકલની આ રાજા સાથે કોઈ ઓળખાણ છે કે નહીં..? જો રાજા સાથે કોઈ ઓળખાણ હોય તો નગરમાં પ્રવેશ કરવું અને રાજા ને મળવું થોડું સરળ થઇ જાય.” હર્ષિત બોલ્યો.

To be continue...

🤗 મૌસમ 🤗