ત્રણ-ચાર કલાક આમ જ વીતી ગયા. ત્યાં અચાનક જ જોર જોરથી કોઈ અવાજ સંભળાવા લાગ્યો. ધીમે ધીમે તે અવાજ નજીક આવતો હોય તેવો ભાસ થતો હતો. એક એક કરી ફટાફટ ચારે મિત્રો ઉઠી ગયા. અવાજની દિશા તરફ જોયું તો તે જોઈને ચારેય મિત્રો ચોંકી ગયા. ચારેયની આંખો ફાટી ગઈ. ચારેના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું, “ઓહ માય ગોડ..!”
ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું તેઓની તરફ એક સાથે દોડીને આવતું હતું. એક સાથે આવતા પક્ષીઓના ટોળાને જોઈ ચારેય મિત્રો ઊભા થઈ ગયા અને દોડીને દરિયાના પાણીમાં ભાગી ગયા. ક્ષણભરમાં તો ટોળું ક્યાંય દૂર સુધી ચાલ્યું ગયું. પણ ગભરાયેલા આ ચારેય મિત્રોના ધબકારા હજુય શાંત થયા નહોતા. ધીમે ધીમે એક એક કરીને તેઓ દરિયાના પાણી માંથી બહાર આવ્યા. કિનારાની રેત પર બેસીને સૌએ રાહતનો શ્વાસ લીધો. ત્યાં અચાનક જ કંઈક ઝબકારો થયો હોય તેમ સુશ્રુત બોલ્યો.
“આ પક્ષીઓનું ટોળું પહેલા પણ આવી ગયું હતું. તમને સૌને યાદ છે..? મારો વેજ પુલાવ આ પક્ષીઓએ વેરવિખેર કરી નાખ્યો હતો. કેટલા ઉત્સાહથી મેં ભેજ પુલાવ બનાવ્યો હતો. હા થોડા દિવસો પહેલાં જ આ ઘટના બની હોય તેવું મને લાગે છે.”
“હા હા મને પણ યાદ આવ્યું. આ ટાપુ પર પહેલા આપણે આવ્યા હતા. અહીંના જંગલો અને અજીબ પ્રકારના વૃક્ષો પણ જોયા હતા. મને બરાબર યાદ છે.” હર્ષિતએ કહ્યું.
“છેલ્લા પાંચ દિવસથી આપણે જાણે બધું જ ભૂલી ગયા હોય એવું લાગતું હતું..? ધીમે ધીમે કરી બધું યાદ આવતું હોય તેવું મને લાગે છે. આનું શું કારણ હશે..?” જોનીએ કહ્યું.
“કારણ જે હોય તે પણ મને બરાબર યાદ આવી ગયું છે કે આપણે મારા ડેડને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવવા માટે આ સફર શરૂ કરી હતી. અહીંથી આપણે સોમાલિયા ગયા હતા. ત્યાંથી આપણે પાછા કેમ આવ્યા ? એ નથી સમજાતું. મને મારા ડેડની ચિંતા થાય છે. આપણે જલ્દીમાં જલ્દી તેઓ સુધી પહોંચવાનું છે. સોમાલિયાના રાજાને પણ મળવાનું છે. હવે આપણે ક્યાંય પણ સમય બરબાદ કરવાનો નથી.” લિઝાએ કહ્યું.
"પણ મને એ નથી સમજાતું કે છેલ્લા પાંચ દિવસથી આપણે બધું કેમ ભૂલી ગયા ? ચારમાંથી કોઈ એક વ્યક્તિ ભૂલી જઈએ તો સમજ્યા પણ ચારેય એક સાથે સાવ બધું ભૂલી ગયા એ તો ખૂબ નવાઇની વાત છે." જોનીએ કહ્યું.
" જે થયું એ થયું. હવે આપણને બધું યાદ આવી જ ગયું છે તો વીતેલી વાતોને છોડો. ફરીથી યોગ્ય રીતે આયોજન કરીએ અને મારા ડેડ સુધી જલ્દીથી જલ્દી પહોંચીએ." લિઝાએ કહ્યું.
" માઈકલ અંકલ સુધી પહોંચતા સમય તો લાગશે કેમકે આપણી અને તેઓની વચ્ચે બહુ અંતર છે. પણ આપણે એ ધ્યાન રાખવું પડશે કે આપણા જે આ પાંચ દિવસ બગડ્યા તેવાં બીજા ન બગડે." જોનીએ કહ્યું.
" હા, જોની..! તારી વાતથી હી સહેમત છું. હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે અને ત્યાં જઈને શું કરવાનું છે તે નક્કી કરી દો." હર્ષિતે કહ્યું.
" અહીંથી આપણે સીધા સોમાલિયા જવાનું છે. માર્ગમાં લાફિંગ ટાપુ આવશે. જો જરૂર જણાશે તો ત્યાં ફ્રૂટ લેવા માટે થોડો સમય રોકાઈશું.બીજે ક્યાંય રોકાઈશું નહિ. આમ,કરતાં આપણે પાંચ દિવસમાં જ સોમાલિયા પહોંચી જઈશું.ત્યાં આપણે રાજા ફારોહ સહુરેને મળવાનું છે." લિઝાએ કહ્યું.
" સોમાલિયાના રાજાને કેમ મળવાનું છે ? એ જણાવવા કે આફ્રિકાનાં જંગલોમાં ક્યાંય ખજાનો નથી..! " સુશ્રુતે કહ્યું.
" ના, સૂસ..! તેઓને ખજાનાં વિશે કંઈ જ નથી કહેવાનું."
" તો કેમ તેમને મળવાનું છે ? "
To be continue...
મૌસમ😊