" ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ નથી. બસ તું માની લે કે તે પાંચ છ કલાક માટે સુઈ ગયો છે. " જોનીએ હર્ષિતને સમજાવતાં કહ્યું.
" પણ કોઈ આપણને બેભાન કેમ કરે ? આપણી અહીંના કોઈ લોકો સાથે શું દુશ્મની છે કે તેઓ આપણને બેભાન કરી પકડવા ઈચ્છે છે ?" હર્ષિતે પૂછ્યું.
" આપણી તેઓ સાથે કોઈ દુશ્મની નથી માન્યું. પણ અહીં પ્રજા આપણને નવા વિદેશી સમજી આપણા પર આક્રમણ કરે. કેમકે તેઓને પણ પ્રશ્નો તો થતાં હશે ને કે આપણે કેમ તેમનાં પ્રદેશમાં આવ્યાં છીએ ? તેઓને ડર હોય કે આપણે તેઓની સત્તા, રાજ્ય છીનાવવા આવ્યાં હોઈએ તો...! આવું હું માનું છું."
" એ બધું છોડો મિત્રો..! આપણે જવાનું કઈ દિશામાં છે ? આપણે દરિયાની વચ્ચે આવી ગયા છીએ અને ચારેય બાજુ પાણી જ પાણી છે સમજાતું નથી કે કઈ દિશામાં જહાજ લઈ જાઉં. ?" લિઝાએ પૂછ્યું. જોની અને હર્ષિત આમથી તેમ જહાજમાં કંઇક શોધવા લાગ્યા.
" શું કરો છો તમે બન્ને..? "
" અહીં આપણે આવ્યાં છીએ તો એમનેમ તો નહીં જ આવ્યા હોઈએ..! કોઈ તો નકશો હશે જેના આધારે આપણે અહીં સુધી પહોંચ્યા હોઈશું. બસ તે નકશો શોધું છું." જોનીએ કહ્યું.
" જોની આ જો તો..! આ નકશો તો નથી ને જેના આધારે આપણે અહીં આવ્યા હોઈએ ?" હર્ષિતે જોનીને નકશો બતાવતાં કહ્યું.
" હા, આ જ નકશો હશે દોસ્ત..! પણ સાલું સમજાતું નથી કે આપણે ક્યારે અહીં આવ્યાં..? કેટલી સફર પુરી કરી ? કેટલા દિવસથી ઘરેથી નીકળ્યા છીએ ? શા માટે નીકળ્યા છીએ ? કંઈ જ યાદ આવતું નથી. તને કે લિઝાને આ નકશો જોઈ કંઈ યાદ આવે છે?" હર્ષિત અને લિઝાને નકશો બતાવતાં જોનીએ કહ્યું.
હર્ષિત અને લિઝા નક્શાને ધ્યાનથી જોવા લાગ્યાં. બન્ને યાદ કરવાની કોશિશ પણ કરવા લાગ્યાં પણ બેમાંથી કોઈનેય કંઈ યાદ આવ્યું નહિ. નકારમાં માથું ધુણાવી નકશો તેઓએ જોનીને આપ્યો.
" ઠીક છે. યાદ નથી જ કોઈને તો શું કરીએ ? લિઝા..! એક કામ કર હોકાયંત્રની મદદથી જહાજ ઉત્તર દિશા તરફ લઈ જા. દરિયાના કિનારે કિનારે જઈશું તો સારું રહેશે."
રાનીએ જોનીનાં કહેવા મુજબ જહાજ ઉત્તર દિશામાં ફેરવ્યું. સાંજ થઈ ગઈ હતી. સૂરજ તેના સોનેરી કિરણો ફેલાવી આથમવાની તૈયારી કરી રહ્યો હતો. ખુલ્લા આકાશમાં છુટા છવાયાં વાદળો સૂરજનાં સોનેરી કિરણોથી ચમકી રહ્યાં હતા. ચારેય કોર દરિયાનાં ઉછળતા મોજાઓનો અવાજ આવતો હતો. હર્ષિત કુદરતના આ સુંદર દ્રશ્યોને તેના કેમેરામાં કેદ કરી રહ્યો હતો. એવામાં પાછળથી કોઈએ તેના ખભે હાથ મુક્યો.
" અરે, સુશ્રુત..! તું..? હું તો ડરી જ ગયો." પાછળ વળીને હર્ષિત બોલ્યો પણ સુશ્રુત સાંભળે તે પહેલાં તો તે ઢળી પડ્યો.
" ઓહ..નો..સુશ્રુત..! ઉઠ..! શું થયું તને ?" ગાલ થપથપાવાતા હર્ષિત બોલ્યો. જોની પણ તેની પાસે દોડીને આવી ગયો. પડી જવાથી તેના માથે વાગવાથી લાહી વહેતુ હતું. લોહી જોઈ બંને મિત્રો ગભરાઈ ગયા. જોની પ્રાથમિક સારવાર પેટી લઈ આવ્યો. ઘા ને સાફ કરી ક્રીમ લગાવી જોનીએ સુશ્રુતના માથે પાટો બાંધ્યો.
“થેન્ક્સ ગોડ વધારે વાગ્યું નથી. સામાન્ય ઘા છે. થોડા દિવસમાં સારું થઈ જશે."
" પણ તેને આવું કેમ થયું ? તેને ભાન આવ્યું, તે મારી પાસે આવ્યો અને ઢળી પડ્યો. પાંચેક કલાક થઈ ગયા. તોપણ તે ફરી બેભાન કેમ થઈ ગયો ?" નવાઈ સાથે હર્ષિત એ જોનીને પૂછ્યું.
To be continue...
મૌસમ😊