Khajano - 20 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 20

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 20

" માફ કરજો માનવમિત્રો..!આના સિવાય અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી..!" આટલું કહી મહાજલપરીએ તેની કાળીભમ્મર આંખોમાંથી ગુલાબી રંગનો પ્રકાશ છોડ્યો. તે પ્રકાશથી ચારેય મિત્રોની આંખો અંજાઈ ગઈ. ચારેય મિત્રોને આંખે અંધારા આવી ગયા. તેઓને સમજાતું નહોતું કે તેઓ સાથે શું થઈ રહ્યું હતું. મહામુશ્કેલીથી તે ચારેય મિત્રોએ આંખો ખોલી. દરિયાકિનારાની રેતીમાંથી ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ ચારેય મિત્રોએ આળસ મરડી અને બેઠા થયા.

" કોઈ ભયાનક સ્વપ્ન જોયું હોય તેમ મારુ હૃદય ડરનું માર્યું ઝડપથી ધબકી રહ્યું છે." પોતાના હૃદય પર હાથ મૂકી સુશ્રુતે કહ્યું.

" મને પણ કંઈક એવું જ ફીલ થાય છે." લિઝાએ કહ્યું.

" પણ આપણે અહીં ક્યાંથી..? આપણે ક્યાં આવી ગયા છીએ..? કંઈ યાદ કેમ નથી આવતું..?" જોનીએ પોતાના જ મગજને ટપલી મારતા મારતા કહ્યું.

" હા, યાર..આપણે અહીં કેવીરીતે આવી ગયા..? અને શા માટે આવ્યા છીએ..? કંઈ સમજાતું નથી. અને સુશ્રુત..હું તો તને મળવા આવેલો તો અહીં આપણે ક્યાંથી, ક્યારે આવીને સૂઈ ગયા ? સાલું કંઈ યાદ નથી આવતું." હર્ષિતે ઉભા થઇ આમથી તેમ નજર ફેરવતાં કહ્યું.

" સામે આ બોટ કોની છે..? આપણી સાથે બીજા લોકો પણ આવ્યા છે કે શું..?" આશ્ચર્યથી સુશ્રુતે બોટને જોતાં કહ્યું.

" અરે આ બોટ તો મારા ડેડીની છે લિઝા..! મતલબ આપણે જ આ બોટ લઈને આવ્યાં છીએ." જોનીએ કહ્યું.

“જે કંઈ પણ હોય, અહીંનું વાતાવરણ કેટલું આહલાદક અને ખુશનુમા છે. ચિંતા છોડો મિત્રો..! અહીં આપણે ફરવા માટે જ આવ્યા છીએ. ચાલો ઊભા થાઓ અને આ રોમાંચક જગ્યાની મજા માણો.” લિઝાએ ચારે બાજુ નજર ફેરવી પોતાના હાથ ફેલાવતા કહ્યું.

જોની, સુશ્રુત અને હર્ષિત ઉભા થઈ ચારે બાજુ જોવા લાગ્યા. દરેકને અહીં કેવી રીતે આવ્યા..? શા માટે આવ્યા..? તે અંગે વિમાસણ હતી. પણ કોઈને કઈ યાદ આવ્યું નહિ. વધુ વિચારવા કરતાં સુંદર જગ્યાની મજા માણવામાં જ સમજદારી છે એમ વિચારી ચારેય મિત્રો દરિયાકિનારાની આજુબાજુ ફરવા લાગ્યા અને જોવા લાગ્યા.

" અરે યાર ભૂખ બહુ લાગી છે. કંઈક ખાવું પડશે." સુશ્રુતે પેટે હાથ ફેરવતા કહ્યું.

" ભુકકખડની ભૂખ જાગી ગઈ. હવે કંઈક તો ખાવું પડશે અને ખવડાવવું પણ પડશે." લિઝાએ હસીને કહ્યું.

" તો ચાલો મિત્રો ખોરાકની શોધમાં..! " હર્ષિતએ જંગલ તરફ જવાનો ઇશારો કરતાં કહ્યું.

" એક મિનિટ..! પહેલા બોટમાં તો જોઈ લઈએ..! કાંઇ ખાવાનું પડ્યું હોય તો..!" જોનીએ લિઝાને રોકતા કહ્યું.

" હા યાર એ તો યાદ જ ન આવ્યું..! જોની તું બોટમાં જઈ આવ..! કંઈ ખાવાનું ન પડ્યું હોય તો જ જંગલમાં જઈએ. જોની અને હર્ષિત બોટ પર ચડ્યા. ત્યાં તેઓને થોડો સુકોમેવો અને થોડા અનાજ-કઠોળ મળ્યા.

" સૂસ..! આ સામગ્રીમાંથી તો તું ઘણું સારું ખાવાનું બનાવી શકીશ. એક કામ કરીએ. હું અને હર્ષિત જંગલમાં જઈએ. જે મળે તે લેતા આવીએ. લિઝા સુશ્રુત ને જમવાનું બનાવવામાં મદદ કર." જોની એ કહ્યું.

જોની અને હર્ષિત જંગલમાં ગયા. જ્યારે સુશ્રુત અને લિઝા બોટ પાસે દરિયા કિનારા પર જ રહ્યા. લિઝાએ જમવાનું બનાવવા માટે વ્યવસ્થા કરી દીધી. સુશ્રુતે ફટાફટ દાળ રાઈસ બનાવવાનું શરૂ કરી દીધું. રસોઈ બનાવવામાં લિઝા સુશ્રુતને સહકાર આપતી. લિઝાનો સાથ સુશ્રુતને ગમતો.

સુશ્રુત તેના ટેપમાં રોમેન્ટિક ગીતો વગાડતો અને લિઝા સાથે વાતો કરે જતો. લિઝા પણ સંગીતના તાલે ઝૂમતી ઝૂમતી સુશ્રુતને રસોઈમાં મદદ કરતી.

" ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતાં આ કેટલી સુંદર પળ છે લિઝા..! આ સમય મને હંમેશાં યાદ રહેશે." સુશ્રુતે કહ્યું.

To be continue...

મૌસમ😊