Khajano - 12 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 12

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ખજાનો - 12

" જોની..! તું પહેલાંથી કહે કે તું દરિયામાં ગયો ત્યારે શું થયું અને તે જલપરીને કેવીરીતે જોઈ.!" લિઝાએ પૂછ્યું.

" હું દરિયામાં ગયો. કિનારાથી થોડે દુર અને ઊંડો ઉતર્યો. મને એમ કે ત્યાં જઈશ તો ખાવા માટે નવા જીવ મળી રહેશે. પણ ત્યાં એક મોટી માછલી મને ખાવા મારી પાછળ પડી. તેનું સ્વરૂપ રાક્ષસી હતું. મને એમ કે આજ તો હું ગયો જીવથી. પણ અચાનક શું સુજ્યું કે મેં તે માછલીને બરાબર જોવા તેની સામે ટૉર્ચ કરી. તો માછલી ત્યાં જ અટકી ગઈ. તે મારી નજીક નહોતી આવતી, પણ મારાથી દૂર પણ નહોતી જતી. મને થયું હવે અહીંથી બહાર કેમ નીકળવું..? હું ગભરાઈ ગયો. આ દરિયા કિનારાની બિલકુલ નીચે થોડે ઊંડે એક ગુફા જેવું હતું. માછલીથી બચવા હું તેમાં સંતાયો. થોડીવાર ત્યાં જ રહ્યો. મારી પાછળ માછલી આવી નહિ. આથી હું થોડો નિશ્ચિંત થયો. આથી હું ગુફામાં જ ખોરાક શોધવા લાગ્યો. ત્યાં મારી નજર સામેથી સોનેરી રંગનું કંઇક સરરર..! કરતું કોઈ ગયું. હું સમજી ન શક્યો કે તે શું હતું..? પણ મને તેના વિશે જાણવાની ઉત્સુકતા જાગી. હું તરતો તરતો તે જ દિશામાં ગયો. ત્યાં પથ્થરની એક દીવાલ આવી. તે દીવાલની બખોલમાંથી મેં જોયું તો મારી આંખો પહોળીની પહોળી રહી ગઈ. ત્યાં જલપરીઓની એક અલગ જ દુનિયા હતી. એક નહિ ઘણીબધી રંગબેરંગી, નાની મોટી ને ખૂબ સુંદર કહી શકાય તેવી જલપરીઓ મેં ત્યાં જોઈ. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો, પણ મેં જે જોયું તે સત્ય હતું. તેઓ આપણી જેમ વાતો પણ કરતી હતી." જોનીએ નવાઈ સાથે કહ્યું.

" ખરેખર..! તું સાચું બોલે છે..? અહીં જલપરીઓની દુનિયા છે..?" સુશ્રુતે પૂછ્યું.

" પણ તું દરિયામાં ગયેલો તો બહાર કેવીરીતે આવ્યો ? " હર્ષિતે પૂછ્યું.

" સામે પર્વત દેખાય છે ને.. ત્યાં એક પોલાણ છે. જે કિનારાની ગુફાને જોડે છે. હું પહેલા તો જ્યાંથી આવ્યો હતો ત્યાંથી જ પાછો ફર્યો. પણ હું તે રાક્ષસી માછલીને જોઈ ગયો. જો તેની નજર મારી પર પડશે તો હું જીવતો નહિ બચુ. એમ વિચારી હું બહાર નીકળવાનો બીજો રસ્તો શોધવા લાગ્યો. હું પાછો ગુફા તરફ ગયો. ત્યાં બહારથી પ્રકાશ આવતો જોઈ હું એ તરફ આવ્યો. દરિયાની ગુફામાંથી બહાર પર્વત તરફ આવવાનો રસ્તો સાંકળો હોવાથી ઘણી મુશ્કેલીથી હું બહાર નીકળ્યો. આથી મારે વધુ સમય થઈ ગયો. સૉરી મિત્રો..આ બધામાં હું કોઈ ખોરાક ન લાવી શક્યો." જોનીએ કહ્યું.

" મારે જલપરીને જોવી છે..!" લિઝાએ કહ્યું.

" મારે પણ જોવી છે..!" સુશ્રુતે કહ્યું.

" મિત્રો આપણે ચારેય સાથે તે ગુફામાં જઈશું..? જ્યાંથી જલપરી દેખાય છે..?" હર્ષિતે કહ્યું.

" થોડું જોખમ છે ત્યાં જવામાં પણ અહીં આપણે વાંરવાર નહિ આવીએ. આજ જલપરી નહિ જોઈ તો આખી જિંદગીમાં આપણને આવો ફરી જલપરી જોવાનો મોકો નહિ મળે. મને પણ ફરીથી જલપરીની ખૂબસૂરત દુનિયા જોવાનું મન થાય છે કેમ કે તે રાક્ષસી માછલીના ડરથી હું તેને બરાબર જોઈ ન શક્યો." જોનીએ કહ્યું.

" પણ ફ્રેન્ડ્સ..! ભૂખ્યાં પેટે મારાથી કોઈ ખૂબસરતી માણી નહિ શકાય. પહેલાં થોડું જમી લઈએ. પછી જઈએ તો..?" સુશ્રુતે કહ્યું.

" પણ ખાઈશું શું..? ખાવા માટે આપણી પાસે કંઈ જ બચ્યું નથી. કાલનું કંઈ ખાધું નથી તો હવે મને પણ સખત ભૂખ લાગી છે." લિઝાએ કહ્યું.

" અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર જ જંગલ હશે. જંગલમાંથી કંઇક તો ખાવા લાયક મળી રહેશે." હર્ષિતે જંગલ તરફ નજર કરતાં કહ્યું. જહાજને બરાબર લાંગરી ચારેય જંગલ તરફ ગયા. ગાઢ જંગલમાં વૃક્ષોમાં ઘણી અજાયબીઓ હતી. વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળ્યા.ઘણાબધા એવા વૃક્ષો હતા કે જેને નાના મોટા ફળ આવેલ હતા. સુશ્રુત તો ફળોથી લચેલા વૃક્ષોને જોઈ ગાંડોતુર બની ગયો અને દોડ્યો ફળ ખાવા. તેણે જેવું ફળ હાથમાં લીધું ને જોનીએ બૂમ પાડી.

" સૂસ..! તે ફળ ખાતો નહિ...! જલ્દી તેને નીચે ફેંકી દે ..!"

To be continue...

ખુશ રહો..ખુશહાલ રહો..🙂😃
મસ્ત રહો..સ્વસ્થ રહો..🤣😂

🤗 મૌસમ 🤗