Khajano - 8 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 8

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 8

" મિત્રો સાંજ થવા આવી છે આપણે ચર્ચા કર્યા વિના પહેલા અહીં ફરીને થોડું જાણી લઈએ. જો કોઈ જોખમ ન લાગે તો રાત્રી રોકાણ અહિ કરીશું. નહિતર આપણું જહાજ તો છે જ ને..!" જોનીને ટેકો આપતા કહ્યું.

ચારેય મિત્રો ટાપુનું ભ્રમણ કરવા લાગ્યા. દરિયા કિનારા થી થોડે દુર નાના નાના છૂટાછવાયા પર્વતો હતા. થોડું થોડું ઘાસ ઊગેલું હતું. ક્યાંક વિચિત્ર પ્રકારના વૃક્ષો જોવા મળ્યા. હર્ષિત તો તેના ફોટા પાડવા લાગ્યો.

“આતે કેવા પ્રકારનું વૃક્ષ છે..? આવુ વૃક્ષ તો મેં પહેલીવાર જોયું.બિલકુલ છત્રી જેવું જ લાગે છે.” સુશ્રુતે કહ્યું.


" આ વૃક્ષનું નામ 'ડ્રેગન બ્લડ ટ્રી' છે. આ વૃક્ષ આ દ્વીપની મુખ્ય વિશેષતા છે. મારા ફાધર અને માઈકલ અંકલ અહીં ઘણીવખત આવેલા છે. પણ ક્યારેય રોકાયા નથી. તેઓ કહેતા હતા કે ટાપુની મધ્યમાં નાનું જંગલ છે અને ત્યાં પક્ષીઓ અને પ્રાણીઓ પણ જુદા જ પ્રકારના છે. અહીંના કેટલાક પ્રાણીઓ,પક્ષીઓ તથા વનસ્પતિની કેટલીક જાતિઓ વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતી." જોનીએ કહ્યું.

" વાઉ..ગ્રેટ..! તો આપણે તે જોવા જંગલમાં જવું પડે." હર્ષિતએ કહ્યું.

" જંગલ એટલું નજીક નથી કે આપણે ચાલતાં જઈ શકીએ. કિનારા પર જ રહેવાય. રોકાવું હોય તો અહીં જ ટેન્ટ બાંધી રહીએ. મને અહીં કોઈ જોખમ લાગતું નથી. અહીં રોકાવામાં કાંઈ વાંધો નહિ આવે.ચાર પાંચ કલાક આરામ કરી સવારે વહેલા નીકળી જઈશું." લિઝાએ કહ્યું.

" લિઝાએ કહ્યું એટલે ફાઇનલ..આપણે અહીં કિનારે જ ટેન્ટ બાંધી રહીશું. " સુશ્રુતએ કહ્યું.

" ઓકે..! તો ચાલો, ઉતારો ટેન્ટ અને રસોઇનો સમાન..!" લિઝાએ કહ્યું.

" જુઓ..! હું માત્ર જમવાનું બનાવીશ. વાસણ સાફ કરીશ..બીજા કામ હું નહિ કરું..અને મને ફાવે પણ નહીં..!" સુશ્રુતે કહ્યું.

" ઠીક છે..તું માત્ર કિચન ડિપાર્ટમેન્ટ સંભાળ..! બાકીનું અમે સંભાળી લઈશું. શરત માત્ર એટલી કે જમવાનું ટેસ્ટી હોવું જોઈએ." લિઝાએ કહ્યું.

" ટેસ્ટમાં તો કહેવું નહિ પડે..! આંગળા ચાટતા રહી જશો.. એવી રસોઈ બનાવીશ." સુશ્રુતએ કહ્યું.

હર્ષિતે બધો સામાન જહાજમાંથી નીચે ઉતાર્યો. લિઝા અને જોનીએ ટેન્ટ બાંધ્યો. સુશ્રુત રસોઈ બનાવવા લાગ્યો.

" સૂસ..! તું રસોઈ બનાવ.. ત્યાં સુધી અમે ત્રણેય આંટો મારી આવીએ. તું ડરીશ તો નહિ ને..?" હર્ષિતે મજાક કરતાં કહ્યું.

" ઓકે.. તમે જાઓ.. એમ તો હું બહાદુર છું. સામાન્ય બાબતોથી હું ડરતો નથી હો..!" સુશ્રુતે હસીને વળતો જવાબ આપ્યો. ટેપ રેકોર્ડરમાં મોટા અવાજે ગીતો ચાલુ કરી તે પોતાના કુકિંગના કામમાં પરોવાઈ ગયો.

બાકીના ત્રણેય ચાલતાં ચાલતાં ટાપુની સફરે ઊપડ્યા. આસમાની રંગના દરિયામાંથી સુંદર, રંગબેરંગી જીવસૃષ્ટિ પાણીની આરપાર જોઈ શકાતી હતી. કિનારાના પર્વતો દરિયાના મોજાના ઘસારાને કારણે ગુફાઓમાં ફેરવાઈ ગયા હતા. થોડે દુર ઘણા બધા ડ્રેગન બ્લડ ટ્રીઝ દેખાતાં હતા. આ સિવાય ત્યાનું આહ્લાદક વાતાવરણ સૌમાં નવી તાજગી ભરતું હતું.

" ખરેખર..કેટલું વન્ડરફુલ છે..આ બધું..? લિઝા..! થેન્ક્સ યાર..! તારા લીધે હું અહી આવી શક્યો. નહિતર ક્યારેય હું અહી આવી ના શકતો." હર્ષિતે ફોટા લેતાં લેતાં કહ્યું.

" થેન્ક્સ તો મારા ડેડને કહેવાનું...તેઓના લીધે જ આપણે સાથે આજ અહીં છીએ. બાકી મેં અને જોનીએ પણ આવો દ્વીપ પહેલીવાર જોયો છે." લિઝાએ કહ્યું.

"લિઝા..! એક મિનિટ..! આ અવાજ શાનો આવે છે..? હર્ષિત તને સંભળાય છે..?" ચાલતાં ચાલતાં અચાનક ઊભાં રહી જોનીએ કહ્યું.

" હા, મને પણ સંભળાય છે..ધીમે ધીમે અવાજ વધતો જાય છે.તેઓએ આજુબાજુ નજર ફેરવી..પણ કોઈ દેખાયું નહિ. પછી ત્રણેયને પાછળ ફરી જોયું તો ત્રણેયની આંખો પહોળીની પહોળી રહી ગઈ.

ત્રણેયને એકસાથે બૂમ પાડી, " સુશ્રુત...ત...!"

To be continue...

ખુશ રહો ..ખુશહાલ રહો..🤣😂
મસ્ત રહો..સ્વસ્થ રહો..😃🙂

🤗 મૌસમ 🤗