A daughter's letter to her father in Gujarati Motivational Stories by HARPALSINH VAGHELA books and stories PDF | એક દીકરીનો પિતા ને પત્ર

Featured Books
Categories
Share

એક દીકરીનો પિતા ને પત્ર

વ્હાલા પિતાજી
હું તમારી ઢીંગલી .

આજે તો મારા પિતાજીનો જન્મ દિવસ છે તો તેમના માટે મારો સા પત્ર જે હમેશાં છાયો આપે છે જેના માથે હાથ મૂકવાથી જાણે સ્વર્ગ ની અનુભૂતિ થાય એક દીકરીને જ્યારે ખૂબ જ પ્રેમ સ્નેહ આપે એ છે સા ઘટાદાર ઘરનું વૃક્ષ છે એવું ઘટાદાર જે હમેશા પ્રેમરૂપી છાયો આપે છે .
પણ જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે વૃક્ષની છાયા ઓછી થાય છે પણ આંખો માં એ પ્રેમ જાણે વારે વારે છલકાય જ કરે પિતા નો પ્રેમ,વ્હાલનું સરનામું .
જ્યારે હું નાની હતી તો રોજ રાત્રે રડતી પણ ત્યારે પપ્પા તમેજ હતા જે મને રાત્રે ૨ વાગે પણ ઊંટ જોવા લઇ જાય અને પછી હું શાંત થવું નાની એટલે નટખટ પણ જ્યારે મમ્મી કાઈ કે એટલે તરત હું તો તમારી પાસે આવી જાઉં ડેરી એ ને ગલ્લો ખોલી એમાં થી ૫ રૂપિયા લઈ ને જતી રહું પછી એની ચોકલેટ લાવતી તમને તો ખબર જ હશે ને યાદ છે જ્યારે મને તમે હોસ્ટેલ મૂકવા આવ્યા ત્યારે તમારું પણ મન નોહતું માનતું કેમ કે હું તો તમારા દિલની એક અંગ છું ને તો તમારા થી દુર કેમ જવાય પણ મન મક્કમ કરી ને તમે મને હોસ્ટેલ મૂકવા આવ્યા પણ જ્યારે તમે ઘરે ગયા ને મને બોલાવી પણ હું ના આવી તો કેટલું રડ્યા તા અને તમારી સામે જ્યારે ગવાર નું શાક આવે તો તરત કહેતા આ તો મારી વ્હાલ છોયી દીકરીનું મન પસંદ છે . તમે મને નાને થી મોટી કરી પણ ક્યારેક એક પળ પણ એમ નથી થવા દીધું હંમેશા હું જીદ કરી દઈ એટલે તમે તે મારી સામે લાવી મૂકી દેતા અને મને જ્યારે બહુ યાદ આવે તમારી તમે હોસ્ટેલ આવો એટલે પેલા ચશ્મા ના ડબ્બા માં ચોકલેટ સંતાડી ને લાવતા.ક્યારે મારી આંખો ભીની નથી થવા દીધી. જ્યારે મારા લગ્ન ની વાત આવી ત્યારે તો હું એમ વિચારી ને રડતી કે મારા ગયા પછી મારા પપ્પા ને કોણ સંભાળ છે એ તો તૂટી જશે પણ ત્યાં તો એક ક્ષણ વિચાર કર્યું પછી તમે મારા માંથે હાથ મૂકી ને કીધું દીકરી તો વ્હાલનો દરિયો છે એમાં તો ક્યારેક ભરતી ને ક્યારેક ઓટ આવ્યા કરે એક પિતા તરીકે એક જ સપનું હોય કે મારી દીકરી ના લગ્ન હું એટલા ધામ ધુમ થી કરાવું.પેલી કહેવત છે ને જ્યારે ગમે તેવા અમીર લોકો હશે પણ જ્યારે એક દીકરી માટે તેના પિતા ના ખિસ્સા માં હાથ નાખી ને જોજો સાહેબ એનાથી અમીર તો આ દુનિયામાં કોઈ નથી. એક દીકરી માટે તો એક પિતા તેના જીવનની આંખી પુંજી પણ જો દેવી પડે તો હસતા હસતા આપી દે એટલે જ તો પિતા થી મોટું કોઈ નહિ.
મારી વિદાય પછી જો કોઈ ના મુખ પર હરખ ના આંશુ આવ્યા હશે તો તે તમારા જ હશે કેમ કે એક પિતાનું તો આ સપનું જ હોય કે તેની દીકરી હંમેશા ખુશ રહે જ્યારે હું લગ્ન પછી પેલી વખત આવી તો તમે મને ગળે લગાવી ને ખૂબ રડ્યા પણ તમે ચિંતા નો કરતા તમે ખાલી યાદ કરશો ને જો હું ના આવું એવું ક્યારેય બનશે નહિ.
હું તો તમારી ઢીંગલી છું. હું તો તમારી લાકડી છું જે તમારો ટેકો બની જાઉં છું. તમારા વ્હાલ પ્રેમની એટલો મળ્યો કે શબ્દો નથી મારી પાસે .હંમેશા આમ જ હસતા રહેજો હજુ તો તમારે ૧૦૦ વર્ષ સુધી જીવવાનું છે.મારા વ્હાલા પપ્પા તમને જન્મ દિવસની શુભ કામના.
પપ્પા તમારું સ્મિત કાઇક કહી રહ્યું છે. નાનકડી મુસ્કાન મારી જોઈને મન તમારું હરખાઈ જાય.
વ્હાલ કેરો દરિયો છો તમે
ઝરણું જેમ મંદ મંદ કરી એક જ ઢાળ મા વહી ગયું
એમ તમારું સ્મિત જાણે કોઈ શબ્દ ના કહી શકીએ
તેજ એવું કે જાણે સ્નેહની વર્ષા કર્યા વગર ના રહી શકાય .
પપ્પા તમારું આ સ્મિત હંમેશા આમ મહેકતું રહે.
દીકરીનાં વ્હાલ પ્રેમનો દરિયો એવા મારા વ્હાલા પિતાજી તમે આમ જ વ્હાલ વરસાવતા રહેજો અને હંમેશા ખુશ રેહજો .
લી.તમારી ઢીંગલી