A revolution in Dadi in Gujarati Motivational Stories by Amit vadgama books and stories PDF | દાદીમાં એ કરી ક્રાંતિ

Featured Books
Categories
Share

દાદીમાં એ કરી ક્રાંતિ

21મી સદીમાં ટેકનોલોજી સાથે માણસ માણસથી નજીક આવ્યો છે અને સાથે સાથે સમય પણ બચત કરી ટૂંકા સમયમાં ઘણું કામ કરતા થયા છે. ખેતી હોઈ કે ખાન પાન, મર્યાદા હોય કે માન પાન દરેકની માહિતી આંગળીઓના વેઢે મળી આવે છે. પણ ક્યાંક હજી એક વાત ખટકે છે કે આમાં માણસ એક બીજાની નજીક તો આવ્યો છે પરંતુ નજીક રહેલા માણસથી દુર થતો ગયો છે. એવા સમયમાં એક શિક્ષિત વ્યક્તિ દીક્ષિત થઈને સમસ્યાઓનો ઉકેલ કઇ રીતે લાવે છે એની આ વાર્તા છે. સમયની મારામારીમાં કોણ કોનું છે એ કોઈને ખબર નથી પણ આ વાર્તા ક્યાંક આપણને આપણાંથી રૂબરૂ કરશે એવી હું આશા રાખું છે.

દેશના એક છેવાડાના ગામડાની આ વાત છે વર્ષોથી સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક અને પછી આચાર્ય તરીકે નોકરી કરતાં ગંગાબહેન હવે ટુંક સમયમાં નિવૃત થવાના હતા. ઘર સંસાર કઈં હતું નહીં પરંતુ એ ગામને જ પોતાનું ઘર માનતા અને વિદ્યાર્થીઓને પોતાના બાળકો સમજીને પ્રેમ અને હૂંફ આપતા હતા. એટલે બાળકો તેમણે પ્રેમથી દાદીમાં કહેતા. ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય એટલે પુરુષો અને મહિલાઓ કામ પર જાય અને બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે અને વૃદ્ધ લોકો ઘરે રહે . એ ગામ વસતી રીતે તો સક્ષમ પણ અભ્યાસ અને વ્યવસાય રીતે થોડુંક પાછળ રહેતું શહેર ત્યાંથી 100 કિલોમીટર દૂર એટલે કોઈ ધંધાર્થે જવું હોય તો ત્યાં જવું પડે. એટલે સમય અને સંસાધન બંન્નેનો વેડફાટ થતો.એટલે ત્યાં ગામમાં લોકોને મુખ્ય વ્યવસાયમાંથી મૂડી કઈં રીતે મેળવવી તેનું માર્ગદર્શન પણ ગંગાબાહેન કરતાં. કહેવામાં આમ તો તે નિવૃત્ત થવાના હતા પણ ખરા અર્થમાં ખૂબ પ્રવૃત્ત. શાળામાં ઉનાળુ વૅકેશન આવ્યું, એ સમયે ગંગાબહેને વિચાર કર્યો કે ગામના લોકોને સધ્ધર કઈ રીતે બનાવી શકાય?. એમને શાળામાંના પ્રાર્થના ખંડમાં એક મિટિંગ યોજી. જેમાં ગામના સરપંચ અને અન્ય લોકો પણ હાજર રહ્યા. એમને જણાવ્યું કે, પશુ પાલનમાંથી ઉત્પન્ન થતું દૂધ, ખેતીમાંથી ઉત્પન્ન થતું અન્ન યોગ્ય જગ્યા એ વહેચવામાં આવે તો આર્થિક રીતે ઘણો ફાયદો અને જો શાળાના પરિસરમાં દીકરીઓ માટે કોઈ સિલાઈ કામ, ગૃહ ઉદ્યોગ વગેરે શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને જે વસ્તુઓ બને એને શહેરમાં વેચવાનો નિર્ણય લીધો એના માટે ગામના અમુક લોકોને એની જવાબદારી સોંપી. આવી રીતે ગામની અંદર એક નવી ક્રાંતિ અને નવો વિચાર ગામના લોકોને મળ્યો, સર્વાનુમતે બધાએ નિર્ણય લીધો કે ઉનાળુ વૅકેશનમાં આ નાની યોજના શરૂ કરી. ગંગા બહેનને આ યોજનાઓના અધ્યક્ષ બનાવ્યા.

સૌથી પહેલું કામ ગંગા બહેને ગામની અંદર વ્યસન મુક્તિ માટે લોકોને ભેગા કર્યા. જે ઘરમાં વ્યસન હોય એ ઘરના સભ્યોને સમજાવી અને પ્રતિજ્ઞા લેવડાવી વ્યસન મુક્તિનું કાર્ય ચાલુ કર્યું. સાથે સાથે સીવણ ક્લાસ અને ગૃહ ઉદ્યોગ જેવી યોજનાઓ પણ લાગુ કરી. મોટી સંખ્યામાં બહનો જોડાઈ ગયા, બાળકો માટે પેઇન્ટિંગ, કરાટે જેવી અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. ધીમે ધીમે ગામના લોકો આ સદ્કાર્યમાં જોડાતા ગયા. એટલું જ નહિ બાજુના ગામના લોકો પણ આ કાર્યનો લાભ લેવા જોડાઈ ગયા. આમ એક વિચાર ધીમે ધીમે ક્રાંતિમાં પરિવર્તિત થઈ ગયો. લોકોએ લાભ લીધો ખાસ કરી બહેનો અને દીકરીઓએ. ગંગા બહેને બીજા ક્લાસ પણ ખોલ્યા જેમકે કમ્પ્યુટર ક્લાસ, ક્લે-પેઇન્ટિંગ ક્લાસ, ભરત ગૂથણ ક્લાસ વગેરે વગેરે.

ગંગા બહેનના આવા વિચારોથી ગામમાં પરિવર્તનનો દોર શરૂ થયો. પછી ગામના લોકોએ ભેગા થઈને ગંગા બહેનને ગામના વિકાસના કાર્યોના પ્રભારી અને સરપંચ બનવાની રજૂઆત કરી. પણ ગંગાબહેને સરપંચ બનવાનું તો ન સ્વીકાર્યુ પણ ગામના વિકાસના કાર્યોના પ્રભારી બનવાનું જરૂર સ્વીકાર્યું. ભલે ગંગા બહેન ગામના સરપંચ ન બન્યા પણ લોકોના મનમાં તે સરપંચની જેમ જ રહેવા લાગ્યા. ગામની અંદર ફરજીયાત શિક્ષણનો અમલ કર્યો. આમ ગંગાબહેને પોતાની સારસ્વત શક્તિથી લોકોને ઘણા કાર્યો આપ્યા અને હજીએ આવા કાર્યો ગંગાબહેન નિવૃત્ત થયા પછી પણ કરી રહ્યા છે અને આમ ગંગા બહેન આજના સમયની પેઢી માટે એક મિસાલ બની ગયા.

એક શિક્ષીત વ્યક્તિ જ્યારે દીક્ષિત બને ત્યારે લોકહિતમાં કેટલું સરસ મજાનું પરિવર્તન આવી શકે છે એ આપણને આ વાર્તા કહી જાય છે. જ્યારે લોકોના જીવનમાં પરિવર્તન આવે છે ત્યારે મનુષ્ય જીવન સાર્થક બને છે અને બીજા માટે આદર્શ રૂપ બની જાય છે.