Me time in Gujarati Women Focused by ︎︎αʍί.. books and stories PDF | હળવાશ

Featured Books
Categories
Share

હળવાશ




વાચક મિત્રો મને આશા છે કે આપ સૌને મારી લખેલી વાર્તા પસંદ આવે છે. અને તેથી મને વધુ લખવાનું પ્રોત્સાહન મળે છે..

thank you.........😊
હું તૃપ્તિ.....
આજે સવારથી હું ઘરમાં એકલી હતી. પતિ
તેજશ ઓફિસના કામે બહાર ગયા હોવાથી તે સાંજે મોડા ઘરે આવવાના હતાં. બાળકો પણ સાસુ-સસરા સાથે નળંદ પલ્લવીના ઘરે ગયા હોવાથી તે લોકો પણ મોડા જ આવાના હતા.. આજે ઘરમાં સમય જતો ન હતો. આમ તો ઘરમાં બધાની આગળ પાછળ સમય કયાં નીકળી જતો ખબર જ ના પડતી. માંડ કરીને સાંજે 5:00 વાગ્યા સુધીનો સમય પસાર થયો. પછી થયું કે બહાર થોડો આટો મારી આવું. ને હું ઘર બંધ કરી નીકળી.. રસ્તામાં ચાલતી હતી અને ધીમો ધીમો વરસાદ વરસતો હતો. પછી હું ઘરથી થોડે નજીક એક મંદિર છે. હું મંદિર ગઇ ભગવાનના દર્શન કરી બહાર આવી. મંદિરની નજીક તળાવ છે. હું તળાવ અને તેની આસપાસનો નજારો જોઈ જાણે મંત્ર મુગ્ધ થઈ ગઈ. એક તો સાંજનો સમય ને એમા પણ આછો આછો વરસાદ વરસતો હતો. કુદરતે જાણે ખુદ ધરા પર ઉતરીને પોતાની કળા બતાવી હોય તેમ ચારેબાજુનુ વાતાવરણ ખુબ સુંદર લાગતુ હતુ. ચારે તરફ હરીયાળી જ હરીયાળી હતી. એટલી શાંતિ હતી વાતાવરણમાં. પક્ષીઓનો મધૂર અવાજ કંયાક મોર બોલે કંયાક કોયલ.. જાણે કાનમાં સુમધુર સંગીત ગોળાતુ હોય તેમ બે ઘડી બસ આંખ બંધ કરીને સાંભળયા કરું. તેમ મન થતું હતું. તળાવનુ પાણી આજુબાજુના ઝાડપાન ફૂલોના છોડ અને તેમા ભરાયેલા .. આહહા ... વરસાદી પાણીના ટીપા જે પાંદડામાંથી ધીરેથી લસરીને નીચે ટપકી રહ્યા હતા. ને એવી જ એક બૂંદ અચાનક મારા ગાલ પર પડી... જાણે પહેલી વાર મને મનથી ``હળવાશ´´ની અનુભુતી થતી હતી. ઠંડા ઠંડા પવનથી મારા વાળ લહેરાઇને મારા ચહેરાને સ્પશૅતા હતા. ને હું ધીમેથી વાળને ચહેરા પરથી હટાવી રહી હતી. અહી પહેલા પણ ઘણી વખત આવી છું. પણ હમેંશા પરિવાર સાથે આવતી હતી તો આમ એકાંત જેવી ``હળવાશ´´ ની અનુભુતી થઈ શકી ન હતી. જાણે આજે પહેલીવાર પોતાની સાથે થોડો સમય વિતાવી રહી હતી. એકદમ શાંતિ લાગતી હતી. ને ઊંડો શ્વાસ લઈને.... આછા આછા વરસાદને હું બાહો ફેલાવીને માણવા જતી હતી. ત્યાંજ અચાનક મારા ફોનની રીંગ વાગી અને જાણે હું જબકીને જાગી હોય તેમ ચમકી ગઈ. અને તેજશનો ફોન હતો.

તેજશ : કયાં છે તું ને ઘર બંધ કરીને કયાં ફરે છે.
હું : આવી આવી બસ પાંચ-દસ મિનિટમાં આવી.

તેજશ : જલ્દી આવ.

એટલુ કહી ફોન કટ કરી દીધો.
પછી જડપથી ત્યાંથી ઘરે જવા ચાલી. મનમાં વિચારતી 7:00 વગવા આવ્યા.ખબર જ ના પડી. અને તેજશ તો મોડા આવવાના હતાને.! ને અચાનક વરસાદને પણ તાન ચડી હોય તેમ વધવા લાગ્યો. હું ઉતાવળા પગલા ભારતી ઘરે જતી હતી. પણ જાણે રસ્તો પણ લાંબો થઈ ગયો તેમ..

અને તેજશનો ફરી ફોન આવ્યો. ને હવે થોડા અકડાઇને..

તેજશ : કયાં છે તૃપ્તિ કેટલી વાર ? આટલા વરસાદમાં
અમે ઘરની બહાર ઊભા છીએ ને છે કયાં તું ?
હું : બસ આવી જ ........... ત્યાં તો બોલતા બોલતા ગુસ્સામાં ફોન કટ કરી દીધો.

આજે તો તેજશ ગુસ્સે થઈ ગયા છે. ખબર નઈ કેવો મીજાજ હશે. મનમાં હલકો ડર લઈ હું ઘરે પહોચી. અને પહોચીને જોયું તો .. આખો પરિવાર ઘરની બહાર ઉભો હતો. ને હું જલ્દીથી ચુપચાપ ઘર ખોલીને અંદર પ્રવેશી..

તેજશ ગુસ્સામાં ઘરમાં આવ્યા. બાળકો અને સાસુ-સસરા પણ આવી ગયા ઘરમાં. બધા ઘરની આગળ અગાસીની છત નીચે ઊભા હતા. જેથી કોઈ પલળિયું ન હતું. મારા કારણે બધાને બહાર ઊભું રહેવું પડ્યું. તેથી હું માફી માંગવા જતી હતી ત્યાંતો તેજશ ગુસ્સામાં મારા પર વરસી પડ્યા...

તેજશ : કયાં હતી અત્યાર સુધી ? ઘરમાં નથી રહી શકતી ?
હું : મંદિર ગઈ હતી. ને મને શું.. ( ત્યાં મારી વાત કાપતા )
તેજશ : આ ટઇમ છે મંદિર જવાનો અહીં અમે બધા ઘરની બહાર....

( ત્યાં તેજશની વાત કાપતા મમ્મી બોલ્યા. )
મમ્મી : અરે મંદિર જ ગઈ હતીને ભલે ગઈ આગળથી
કોઈ ભુલ નહી કરે.

અને તરત તેજશ રૂમમાં ફ્રેશ થવા જતા રહ્યા.

મમ્મી: જા હવે જલ્દી રસોઈની તૈયારી કર.

( ત્યાં જ મારી દીકરી પ્રિન્સી બોલી )
પ્રિન્સી : મમ્મા તું ચેંજ કરી આવ બીમાર થઈ જઈશ.
હું જલ્દીથી ચેંજ કરીને રસોઈમાં લાગી ગઈ. સારુ થયુ કે હું સાંજે જ રસોઈની તૈયારી કરીને ગઈ હતી એટલે બહુ વાંધો આવે તેમ ન હતો. ને થોડીવારમાં જમવાનું તૈયાર ગયું. એટલે મેં બધાને બોલાવી દીધા. બધા જ આવી ગયા અને જમવા બેસી પણ ગયા. હું ગરમાગરમ રોટલી બનાવીને બધાને પીરસતી હતી ને તેજશની રાહ જોતી વારંવાર બેડરૂમના દરવાજા સામુ જોતી પણ તેજશને બોલાવા છતા પણ ના આવે. તેથી ( મમ્મીજીએ કડક અવાજથી પૂછ્યું મને )

મમ્મી : તેજશને જમવાનુ નથી ?

હું : ના એ થોડીકવાર પછી જમશે તેમની અત્યારે ભૂખ નથી.

મમ્મી : ઠીક છે.

મમ્મી સમજી ગયા હતા કે તેજશ મારાથી થોડા નારાજ
હતા. પણ એ પણ જાણતા હતા કે હું તેજશને વધુ સમય પોતાનાથી નારાજ નહી રહેવા દઉ.

પછી બધાએ જમી લીધુ અને મમ્મી પપ્પા પણ સુવા માટે જતા રહયા. અને બાળકો પણ પોતાના રૂમમાં ભણવા માટે ગયા.

અને હું તેજશ પાસે જમવાની ડીશ તૈૈયાર કરીને લઈ ગઈ. તેજશ રૂમની અંદર લેપટૉપ પર કઈક કામ કરી રહ્યા હતા. હું તેજશની નજીક જઈને બેઠી. તેજશે મને જોઈ છતા જાણે અનદેખી કરી. તેજશની આ હંમેશાની આદત છે કે નાની નાની વાતમાં નારાજ થઈ જવું કારણકે હું મનાવી લઉ છું. તેની જાણે અમે બંનેને આદત પડી ગઈ હતી. પછી મે ધીરેથી તેજશનો હાથ પકડીને કહ્યું.
હું : તેજશ `I am sorry´ હવે હું ફરીથી ભુલ નહી.......
(ત્યાં મારી વાત કપતા તેજસ બોલ્યા)
તેજશ : તૃપ્તિ કેટલીવાર તુ કેટલીવાર ભુલ........
( ત્યાં મે તેજશનો ફરી હાથ પકડી )

હું : તેજશ તમે જ તો બપોરે ફોન કરીને કહ્યું હતુને કે
સાંજે આવતા મોડુ થશે. અને એટલે તો મમ્મી પપ્પા અને બાળકોને આપણે કાલે જઈને લઈ આવીશું આમ પણ કાલે રવિવાર જ છે ને..!

તેજશ : અં... હા એ મીટીંગ કેન્સલ થઈ ગઈ એટલે... { પોતાની હળવી ભૂલ સમજાતા }
વહેલા ઘરે આવતો હતો ત્યાં રસ્તામાં થયું કે "અંશુ-પ્રિન્સી અને મમ્મી પપ્પાને લેતા જવ. આમ પણ કાલે સન્ડે જ છે
આરામ કરી શકાય.( ને બંને હસી પડ્યા.)

હું : હં તો ચાલો જમી લઈએ જમવાનું ઠંડુ થઈ ગયુ છે.
ગરમ કરી લાવું છું
તેજશ : તું પણ જમી નથીને ?
( તેજશે પ્રેમથી મારો હાથ પકડીને )

અને મે ગરદન હલાવીને જરા ગુલાબી ગાલ જેવી હસી સાથે ના કહી.
તેજશ : તો ચાલ આજે આપણે બંને સાથે બેસીને જમીશું. અને અમે બંનેએ પ્રેમથી એકબીજાને બાથમાં ભરી લીધા. અને આજે ઘણા સમય પછી અમે સાથે બેસીને જમ્યા.
બસ , આમ જ લગ્નજીવનમાં ખાટી મીઠી બાબતો
બનતી રહે છે ને આમાથી કયાંકથી પોતાના માટે
``હળવાશ´´ નો સમય મેળવી લેવો જોઈએ..
પૂણઁ....😊

`` અમી ´´