Dream - To Become A Doctor - 2 in Gujarati Motivational Stories by Happy Patel books and stories PDF | Dream - To Become A Doctor - 2

Featured Books
Categories
Share

Dream - To Become A Doctor - 2

નમસ્કાર... સ્ટોરી ના બીજા ભાગ માં તમારું સ્વાગત છે મને આશા છે કે તમને પ્રથમ ભાગ ગમ્યો હશે ...
તો શરૂઆત કરીએ જ્યાં થી વાર્તા અધૂરી મૂકી હતી....
વાર્તા ના અંત માં કાજલ પાસે 3 ઓપ્શન હતા જેમાંથી પેલો હતો કે સપનું હંમેશા માટે ભૂલી જવું પણ તે બઉ મુશ્કિલ હતું કેમ કે હવે એ તેનાથી ભૂલાય તેમ નહતું અને એ હાર માનવા વાડી નહોતી..
બીજો ઓપ્શન હતો ડોનેશન ભરી ને ડોક્ટર બનવું પણ તેના ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહતી કે ડોનેશન ભરી ને તેને ભણાવી શકે...
તો હવે એની પાસે 1 માત્ર રસ્તો વધ્યો હતો કે તે ડ્રોપ લે...
અને કાજલ એ જ કરે છે તે નીટ માટે તૈયારી કરાવતી એક ઇન્સ્ટિટ્યૂટ માં પ્રવેશ લે છે એલન જે neet ની પરીક્ષા ની તૈયારી માટે બેસ્ટ ગણવામાં આવે છે...
પરંતુ તે સમયે corona virus ના લીધે ઘરે થી ઓનલાઇન જ તૈયારી કરવી પડે છે અને ઓનલાઇન ભણવું થોડું અઘરું તો છે જ કેમકે ટેસ્ટ પણ ઓનલાઇન આપવાના હોય તો ટાઈમ મેનેજમેન્ટ માં તકલીફ પડે જ છે અને neet જેવી પરીક્ષા જેમાં દરેક સેકંડ ની value હોય ત્યારે તકલીફ તો પડે જ છે પણ કાજલ હાર માનવા વાળા માંથી તો હતી નહિ તે તેનું 100% આપે છે
Covid ના લીધે તેને તકલીફો તો પડે છે પણ એ સમયે ડોક્ટર જ ભગવાન બની ને આગળ આવે છે અને પોતાના જીવ ને જોખમ માં મૂકી ને પણ લોકો ને નવું જીવન આપે છે....
જે કાજલ ને વધુ ને વધુ inspire કરે છે ડોક્ટર બનવા માટે...
હવે તેની એક્ઝામ આવામાં એક મહિના ની વાર હોય છે અને એ દિવસ રાત એક કરી દે છે..
પણ એટલા માં એક દિવસ તેના પિતા ના પેટ માં દુખાવો થાય છે અને હોસ્પિટલ માં દાખલ કરે છે ત્યારે રિપોર્ટ કરાવતા જાણવા મળે છે કે તેમને પિત્તાશય માં પથરી હોય છે જેથી પિત્તાશય નું ઓપરેશન કરવાનું ડોક્ટર કહે છે.
તો તેના પિતા નું ઓપરેશન કરાવે છે અને થોડા દિવસ પછી તેની exam હોય છે તે પૂરી કોશિશ કરે છે....
પણ કદાચ ભગવાન પણ તેની પરીક્ષા લેતા હોય છે તે પરીક્ષા આપે છે પણ આ વખતે પણ તે નાકામયાબ રહે છે
તેને B.a.m.s એટલે કે આયુર્વેદિક ડોક્ટર માટે એડમીશન મળે છે પણ કાજલ ને તો એમબીબીએસ કરવું હોય છે જે એને નથી મળતું ...
કેમકે તે જનરલ કેટેગરીની છે જો બીજી કોઈ કેટેગરી હોત તો મળી જાત તે ખૂબ જ નિરાશ થઈ જાય છે કેમકે એક તરફ ડોક્ટર બનવાં માટે પરીક્ષા આપે છે જે સારવાર કરતી વખતે કઈ જ જોતા નથી એ બનવા માટે પણ કેટેગરી જોવી એ તો યોગ્ય નથી ને....
હવે ફરીથી એની સામે બે ઓપ્શન આવી ગયા હોય છે 1. કાજલ એનું એમબીબીએસ નું સપનું ભૂલી ને આયુર્વેદિક ડોક્ટર બની જાય...
2.ફરી થી ડ્રોપ લઈ ને neet ની પરીક્ષા આપે...
એના માટે નક્કી કરવું બઉ જ મુશ્કિલ બની જાય છે કેમ કે હવે બધા એને કેવા લાગ્યા હોય છે ભૂલી જા અને જેમાં મળે એમાં લઈ લે...
તારા પિતા ના પૈસા ના બગાડ હવે તારા થી નઈ થાય ....
પણ એ સપના નું શું જે હવે એને જીવવા નથી દેતા જે હવે એવી જીદ બની ગયા છે કે એમબીબીએસ નઈ તો બીજું કંઈ જ નઈ...
તો હવે આવી સ્થિતિ માં કાજલ શું કરશે હાર માની જશે લોકો ની વાતો ના કારણે યા એનું સપનું પૂરું કરશે..?
હવે ની પરિસ્થિતિ વધારે ખરાબ થવાની છે તમને શું લાગે છે એને શું કરવું જોઈએ ..?
તમે તમારા મંતવ્ય કૉમેન્ટ માં જણાવજો જરૂર ...
આગળ ની કહાની બઉ જલ્દી તમને જણાવીશ ....