જીવનમાં આવેલા આ અણધાર્યા વળાંકથી તાજુબ જરૂર થતું હતું.મેં ક્યાંક ઉતાવળીએ નિર્ણય તો નથી લીધો ને !મારે ઋત્વિ ને પૂછવું ....સલાહ લેવી જોઈતી હતી .....સમજણ પડતી નહોતી ....ગરવી ગુજરાતના જે માલિક હતા તે મુસલમાન હતા એટલે મન સંકોચાતું હતું.બીજી તરફ એ પણ વિચાર આવતો હતો કે,મારે આગળ વધવા માટે કૂદકો મારવો પણ એટલો જ જરૂરી છે.દેશદાઝ પણ જરૂરી છે .....પણ જો હું આ તકને ગુમાવીશ તો પછી મારે ઋત્વિ સાથે આગળ વધવું હશે તો વધી નહીં શકાય.આ એકવીસમી સદીમાં .....ના ....ના....મેં મારૂ કાળજું કઠણ કરી લીધું .....હવે આ પાર કે પેલે પાર ....સાગર ખેડવો છે તો બહાદુર બનવું જ રહ્યું ....એમાં પણ જો ઋત્વિને પામવી હોય તો કઠણ કાળજું રાખીને પણ આ જોબ સ્વીકારવી જ રહી....વિચારોના ચક્રવ્યૂહમાં ફસાયેલા મારા મનને બસની બ્રેક વાગતા જ તેની પણ બ્રેક વાગી ગઈ.મેં બારીમાંથી ડોકિયું બહાર કાઢીને જોયું તો ઉસ્માનપુરા બસસ્ટેન્ડે બસે બ્રેક મારી હતી અને તે પછીનું સ્ટેન્ડ મારુ હતું,એટલે મેં મારી બેગ અને મમ્મીએ બાંધી આપેલો સામાન લઈને આગળના સ્ટોપ પર ઉતરવા તૈયાર થઈ ગયો.આમ પણ હવે અમદાવાદ મારે માટે અજાણું નહોતું ...મને કોઈ કહે પણ નહીં કે તું ઉત્તર ગુજરાતનો રહેવાસી છે,એટલો તો હું ભોમિયો બની જ ગયો હતો.એવામાં એક...બે...ને....ત્રણ.......બ્રેક....બસસ્ટોપ આવી ગયું.હું સામાન લઈને ફટાફટ ઉતરી ગયો.નીચે ઉતરતા જ મારી આજુબાજુ રીક્ષાના ડ્રાઈવરોએ મને ઘેરી લીધો. ક્યાં જવું છે સાહેબ,થલતેજ,બોપલ....કાંકરિયા ...બોલો સાહેબ ક્યાં જવું છે ....ક્ષણિક તો રિક્ષા ડ્રાઈવરોથી ઘેરાયેલા મનને રીક્ષામાં બેસવાનું મન તો થઈ ગયું,પણ પાછા એ વિચારે મને રોકી લીધો કે જો હું અત્યારથી મારા પર કંટ્રોલ નહીં કરું તો,હું ક્યારેય બે કાંકરે થઈશ નહીં,અને આમ હું ઋત્વિને મેળવી પણ નહીં શકું ....સાલુ અત્યારે પણ મારા વિચારો પર ઋત્વિનો જ કાબૂ ન ચાલતો હોય એવું મને લાગી રહ્યું હતું.
ઋત્વિ માટે પૈસા બચાવવા ખાતર હું ફરી પાછો બસસ્ટેન્ડે જઈને લાઇનમાં ઊભો રહ્યો.શિયાળાની મોસમ જામી રહી હતી અને ચંદ્રરૂપી માં ખોબે ખોબે આશીર્વાદ આપતી હોય અને અનંતના આનંદનો જે અનુભવ થાય તેવી જ અનુભૂતિ અત્યારે મને થતી હતી.કદાચ આવો અહેસાસ થવો એની પાછળનું કારણ હું માની હૂંફમાથી નીકળીને હમણાં નવો-નવો જ બહાર ન આવ્યો હોય ...એ પણ હોય શકે ....મારે આંબાવાડીની બસમાં બેસવાનું હતું ....અડધો કલાકથી લાઇનમાં ઊભો હતો.....એવામાં બસ આવી ગઈ.લાઇનમાં એકદમ શિષ્ટ સાથે ઉભેલા લોકો બસ આવતા જ ટોળામાં ફેરવાઇ ગયા....એવું લાગતું હતું કે શિષ્ટ ....બિષ્ટ ...બધુ મૂકો બાજુમાં ને બસમાં ચઢવા અને સીટ મેળવવા માટે ટોળાને મારો એક ધક્કો .... પછી આપણે પણ પાક્કા અમદાવાદી બની ગયા હતા એટલે આપણે પણ ઘૂસી ગયા ટોળાની અંદર ....એક કોણીએ ધક્કો આ બાજુ તો બીજી કોણીએ ધક્કો પેલી બાજુ ....મને તો ખૂબ મજા આવતી હતી,પણ ટોળામાંના કેટલાક લોકો બરાડવા લાગ્યા,એટલે પછી હૂઁ પણ થોડોક શાંત બન્યો,,,ટોળામાંથી સરકીને હું બસમાં ચઢી ગયો.ખાલી સીટ પર જઈને બેઠો ....
હજુ બસમાં પેસેન્જરો ભરાતા જતાં હતા.મેં કાંડા ઘડિયાળ તરફ નજર કરી.6 વાગી રહ્યા હતા.મારે ખૂબ જ ઝડપથી ગરવી ગુજરાતની ઓફિસે પહોંચવાનું હતું.એક તો બસ સમયસર આવી નહીં અને એમાં હજુ પેસેન્જરો ભરાયે જાય છે.AMC ની બસો ક્યારેય સમયસર પહોંચતી નથી.આ બાજુ મને અંદર ના અંદર ચિંતા સતાવે રાખતી હતી.એક વખત તો એવો પણ વિચાર આવ્યો કે ઉતરીને રિક્ષામાં બેસી જઉં,પણ કેમ જાણે કોઈ અદ્રશ્ય શક્તિ મારા પગને બાંધી દીધા ન હોય એવી પ્રતીતિ મને આ ક્ષણે થતી હતી.મેં પણ સંઘર્ષ કરવાનું છોડ્યું નહીં.અત્યારે મારી સામે પરિસ્થિતી જટિલ હતી.મને આ ક્ષણે ઋત્વિએ કહેલા શબ્દો યાદ આવ્યા," એ કહેતી કે,પ્રથમેશ સમસ્યા ગમે તેટલી કઠિન કેમ ન હોય,પણ ધીરજ રાખવાથી અને વિનમ્રતા રાખવાથી બગડેલા કામો પણ સુધરી જતાં હોય છે."આ અહેસાસે મને શાંત કરી દીધો.બારીની બહાર નજર ફેરવતો હું શાંતિથી બેઠો હતો.ખૂબ ઊંડા ગહનમાં એવો ડૂબી ગયો હતો કે બસ ક્યારે ઉપડી તેનો આભાસ પણ ન થયો.જ્યારે બહારથી ઠંડી હવાએ બારીની અંદરથી ડોકિયું કર્યું ત્યારે હું ગહનમાંથી બહાર આવ્યો.
ઝાંખુ -ઝાંખુ અંધારું જામતું હતું.હું એકદમ શાંત ચિત્તે અભ્યાસ કરતો હતો.અભ્યાસ જ મને મારા લક્ષ સુધી પહોંચડાવાનો છે,એની મને સમજણ છે....સરખેજ બસ સ્ટેન્ડે બસે બ્રેક લગાવી.બસમાંથી નીચે ઉતરીને મેં આજુબાજુ નજર ફેરવી.બસ સ્ટેન્ડની બાજુમાં એક ગલીની અંદર મારી સામે જ નજર પડી.ચમકતું ગરવી ગુજરાતનું બોર્ડ જોયું.મેં એ તરફ પગ ઉપાડ્યા.ગરવી ગુજરાતની ઓફિસના પરિસરમાં હજુ દાખલ જ થતો હતો ત્યાં ઝાંપા પર ઉભેલા સિક્યોરેટીએ મને રોક્યો અને પૂછ્યું "સાહેબ કોને મળવું છે ?" મેં પણ એક પળનો વિલંબ કર્યા વિના જવાબ આપ્યો મિસ્ટર રાવલ ...છે તેઓ ઓફિસમાં ?હા ....આપ અહીં ઊભા રહો,હું સાહેબને સૂચિત કરીને આવ્યો ....બહાર આવીને સિક્યોરેટીએ મને કહ્યું,સર આપ અંદર જઇ શકો છો.અહીંથી લેફ્ટ ટર્ન લઈને સીધા જતાં ત્રીજી કેબિન છે