Dhup-Chhanv - 137 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 137

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 137

અપેક્ષા મારાથી કંઈ છૂપાવી રહી હોય તેમ મને ઘણાં સમયથી લાગ્યા કરતું હતું...
લક્ષ્મી બા અસમંજસમાં મૂકાઈ ગયા હતા...
હકીકત શું છે તે કશું જ સ્પષ્ટ સમજાઈ રહ્યું નથી...
પરંતુ હકીકત જો આ હશે તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે તેનો તેમને અંદાજો હતો..
કારણ કે ઈશાન માટેનો અપેક્ષાનો પ્રેમ અનહદ છે તે વાત તે જાણતાં હતાં...

એક નર્સ લક્ષ્મી બા પાસે આવીને ઉભી હતી અને જાણે તેમને ઢંઢોળી રહી હતી...
"આન્ટી, વંશમને હવે ઘણું સારું છે... તમને ડૉક્ટર સાહેબ અંદર બોલાવે છે.."
"હા આવી..." કહીને લક્ષ્મી બા ઉભા થયા અને ડૉક્ટર પરેશભાઈની કેબિનમાં પ્રવેશ્યા...

"આન્ટી, વંશમને હવે ઘણું સારું છે તે ઓલરાઈટ છે તમે હવે તેને તેની મા પાસે લઈ જઈ શકો છો... અને તમે એકલા જ છો, ધીમંત શેઠ..?"

"જી, એ અપેક્ષાની પાસે ગયા છે... હું તેમને બોલાવી લઉં છું.."

"ઓકે આન્ટી નો પ્રોબ્લેમ..અને વંશમને કંઈ પણ તકલીફ થાય કે તમારે મને ગમે તે પૂછવું હોય તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો.."
"જી,ઓકે સર.."
લક્ષ્મી બા ડોક્ટર પરેશભાઈની કેબિનમાંથી બહાર નીકળ્યા અને તેમણે ધીમંત શેઠને ફોન લગાવ્યો...

ધીમંત શેઠ ડોક્ટર પરેશભાઈની હોસ્પિટલે આવવા માટે નીકળી ગયા...

લક્ષ્મી બા તેમની રાહ જોતાં પોતાના દિકરા વંશમની રૂમમાં બેસી રહ્યા હતા અને ફરીથી પાછું તેમનું મગજ ચકરાવે ચડી ગયું હતું...

તે વિચારી રહ્યા હતા કે, ઈશાન માટેનો અપેક્ષાનો પ્રેમ અનહદ છે અને ઈશાનનો અપેક્ષા માટેનો પ્રેમ પણ અનહદ છે...
બંને જાણે એકબીજાને માટે જ સર્જાયા હતા...
'મેઈડ ફોર ઈચ અધર..'
તો પછી અચાનક જાણે શું થઈ ગયું...?
જિંદગી અપેક્ષા પાસેથી રિસાઈ ગઈ અને તેણે કોઈ બીજો માર્ગ પકડી લીધો...

અને લક્ષ્મી બાએ એક ઊંડો નિસાસો નાખ્યો...

ધીમંત શેઠ ડોક્ટર પરેશભાઈની હોસ્પિટલે પહોંચી ગયા અને ડિસ્ચાર્જની બધી જ પ્રોસેસ પૂરી કરી લીધી અને પોતાના લાડકવાયા દિકરા વંશમને લઈને અપેક્ષા પાસે પહોંચી ગયા...

અપેક્ષા પણ જાણે પોતાના લાડકા દિકરા વંશમની રાહ જોઈને જ બેઠી હોય તેમ તેને જોતાં જ તેને પોતાના હાથમાં લઈ લીધો અને તેને હ્રદય સોંસરવો ચાંપી લીધો અને તેને પપ્પીઓ કરવા લાગી...

અપેક્ષાની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી...

ધીમંત શેઠ પોતાના મનમાં ઉદ્ભવી રહેલા અનેક પ્રશ્નોનો ઉકેલ મેળવવા ઈચ્છતા હતા પરંતુ અપેક્ષાની નિસ્તેજ આંખો, રુંધાયેલો અવાજ અને ચકરાવે ચઢેલું મન જોઈને તેમનું મન પાછું પડી રહ્યું હતું...

લક્ષ્મી બા પણ પોતાની દીકરી અપેક્ષાની સામે જોઈને દુઃખી થઈ રહ્યા હતા....
તેમનાથી પણ પોતાની દીકરીની આ દયનીય સ્થિતિ જોવાતી નહોતી...

ચાર પાંચ દિવસ બસ એમ જ પસાર થઈ ગયા હતા..

ધીમંત શેઠે પોતાના મનમાં રહેલા પ્રશ્નનો જવાબ અપેક્ષાને હોસ્પિટલમાંથી રજા આપીને પોતાના ઘરે લઈ જવામાં આવે પછીથી જ મેળવવાનું વિચારી લીધું હતું...

અપેક્ષા પોતાના દિકરા વંશમમાં એટલી બધી તો ઓતપ્રોત થઈ જવા માંગતી હતી કે ઈશાનના મૃત્યુના હાયકારા ને તે ભૂલવા માંગતી હતી...

પણ છતાંય તેનું મન ઉદાસ ઉદાસ રહ્યા કરતું હતું.. અને ઈશાનની વાતો..ઈશાનની યાદો.. તેનો જાણે સતત પીછો કરી રહી હતી...

તે મનોમન ઈશ્વરને પ્રશ્ન કર્યા કરતી હતી કે હે પ્રભુ ઈશાને તારું શું બગાડ્યું હતું તો તે તેની પાસેથી જરાક અમથું મુઠ્ઠી ભર સુખ તેને મળ્યું હતું તે પણ છીનવી લીધું...??
અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડતી હતી...

લક્ષ્મી બા કે સુખી કે પછી ધીમંત શેઠ કોઈ જોઈ કે જાણી ન જાય તેમ છાનાં માના છાનાં માના છૂપાઈને તે રડી લેતી હતી...

અને પછીથી તેના વિચારોમાં ડૂબી જતી હતી... તેને થતું હતું કે.. હવે મારે ઈશાનને ભૂલી જવો જોઈએ.. હવે જ્યારે એ આ દુનિયામાં જ નથી તો એને યાદ કરીને કે એની પાછળ આંસુ વહાવીને શું ફાયદો...??
અને પાછી આવું વિચારતાં વિચારતાં પણ તે રડી પડતી હતી...!!

એક વ્યક્તિ માટે જ્યારે તે કોઈને પોતાનું માની લે અને તેને ખોઈ બેસે પછી પણ તેને ભૂલી જવું કેટલું અઘરું હોય છે..??

અપેક્ષાને હવે હોસ્પિટલમાંથી રજા લેવાની હતી..
બસ ડોક્ટર સુધાબેન આવે તેની જ રાહ જોવાતી હતી...

થોડી વારમાં ડોક્ટર સુધાબેન હોસ્પિટલમાં આવી પહોંચ્યા એટલે અપેક્ષાની ડિસ્ચાર્જ માટેની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને લક્ષ્મી બાના ઘરે લાવવામાં આવી...

ધીમંત શેઠની ઈચ્છા તેને પોતાના બંગલે લઈ જવાની હતી પરંતુ લક્ષ્મી બાએ તેમ કરવાની ના પાડતાં કહ્યું કે, "મારી છોકરીને હું મારા ઘરેથી જ ભરેલે ખોળે વિદાય કરીશ..."

લક્ષ્મી બાના પ્રેમભર્યા આગ્રહનો ધીમંત શેઠ અનાદર ન કરી શક્યા અને અપેક્ષાને લક્ષ્મી બાના ઘરે લઈ જવામાં આવી...

આજે લક્ષ્મી બાનો હરખ માય તેમ નહોતો...

કેટલાય વર્ષો પછી તેમના ઘરમાં નાના બાળકનું આગમન થયું હતું...

લક્ષ્મી બાએ પોતાના ઘરે કામ કરતી સુખીની મદદથી તેમનું આખું ઘર શણગાર્યું હતું...

અને આરતીની થાળી અને નજર ઉતારવા માટે પાણીનો લોટો ભરીને તૈયાર રાખ્યો હતો...

અપેક્ષા ફૂલોની પથારી ઉપર પગ મૂકતાં મૂકતાં હરખભેર પોતાના વ્હાલસોયા વંશમને લઈને પોતાની મા લક્ષ્મીના ઘરમાં પ્રવેશી...
આજે જાણે લક્ષ્મીને પોતાની દીકરી હવે ખુશ છે તેવો પૂરેપૂરો અહેસાસ થયો અને મનને ખૂબ જ શાંતિ થઈ...

આ બાજુ અક્ષતનો વિડિયો કોલ ચાલુ હતો... અક્ષત અને અર્ચના પણ મામા અને મામી બની ગયા તેથી ખૂબ જ ખુશ હતાં...
તેમણે તો પોતાના ભાણેજ માટે એક બેગ ભરીને કપડા અને રમકડાં પણ ઈન્ડિયા મોકલાવી દીધા હતા...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
7/5/24