Bas ek pal - 3 in Gujarati Love Stories by યાદવ પાર્થ books and stories PDF | બસ એક પળ - ભાગ 3

Featured Books
Categories
Share

બસ એક પળ - ભાગ 3

મારી હજારો લાગણી ઓ એ દિવસે એક પળમાં શુન્ય બની ને ધરા પર પડી હતી. મારો પ્રેમ, મારુ જીવન ખબરજ નહતી કે એક પળનુ મોહતાજ બનીને રહી જાશે. એ સમયે એક બાપે પોતાની દિકરી, એક માતા એ એનુ મમત્વ એક ભાઈએ પોતાની બેન, દાદા એ એનો ટેકો અને મે મારુ સર્વસ્વ ખોયુ હતુ. હોસ્પિટલ ની બહાર કીંજલના ઘરના સભ્યો ઉભા હતા, હુ ઉતાવળથી ત્યાં પહોચ્યો, બહાર બધાના ચહેરા પર હતાશા ન હતી, મને થયુ કે કીંજલ ને કઈજ નથી થયુ. હુ હોસ્પિટલની અંદર દાખલ થયો. જેમ જેમ મારા ડગલા આ.ઇ.સી.યુ. તરફેણ જતા હતા એમ એમ મારા હ્દય ના ધબકારા વધતા જતા હતા. શ્વાસ પણ એકદમ ઝડપી લેવાવા લાગ્યા, અંદરની પરીસ્થિતિ થી હુ હજી પરિચીત નોતો. છતા આ.ઇ.સી.યુની બહાર ઉભેલા વયોવ્રુધ્ધ ની આંખમા મે આશા જોઈ. મારા જીવને થોડી રાહત મળી,

હુ ભારે મન સાથે આ.ઇ.સી.યુ તરફ ચાલતો રહ્યો. ત્યાં એકદમ હતાશ ચહેરા સાથે કીંજલના પીતા ઉભા હતા. મે એમના ખભા પર હાથ મુક્યો,આટલામા એ મારા તરફ ફર્યા, અને મારા ગળે વળગી ને કહેવા ઇચ્છતા હતા કે. હુ કેમ કહુ તને કે તારી આશા, તારુ જીવન અંદર છે, જે મૃત્યુ સાથે આપણા માટે ઝઝુમી રહી છે. પણ મે એમના અશ્રુઓ ના શબ્દ ખુબ સારી રીતે ઓળખી કાઢ્યા, ત્યાં પરીસ્થિતી એવી હતી, જ્યાં બધાને એક બીજાની સાંત્વના ની, આધારની જરૂર હતી. હુ ત્યાં મુક દર્શક બની ને ક્રમીક ધટના જોઈ રહ્યો. મારી અંદર એટલી તાકાત ન હતી કે હુ એક પણ ડગલુ ચાલી શકુ. બધાની સામે રડવાથી કદાચ એ લોકો પણ પોતની હિંમત ખોઇ બેસે એમ સમજી હુ, મારા મનના વંટોળ ને શાંત કરી એક બાજુની રુમમાં જતો રહ્યો.

ત્યાં જઈ હુ ખુબ રડ્યો, મે મારુ જીવન, પ્રેમ બુધુ એક સાથે એક પળ વાર માજ ખોયુ હતુ, થોડી વાર પછી મારી આંખો સામે અંધકાર છાવા લાગ્યો. મારા હાથ, પગ ભારે હતા, શ્વાસ એકદમ ઠંડો અને હ્દય હળવુ થતુ હતુ, બસ થોડીજ ક્ષણો મા આછા અંધકારે પોતાના વિકરાળ રુપમાં મને ઘેરી લીધો. પછી અચાનક બહાર થી રડવાનો અવાજ વધ્યો અને હુ ઝડપથી ત્યાં દોડી ગયો. હતાશ અને આશાવાન ચહેરા પોતે નુર ખોઈ ચૂક્યા હતા. રુદનનો પ્રલાપ હ્દય ના કટકા કરી રહ્યો હતો. અને હુ મને વારંવાર રોકી રહ્યો હતો. ત્યાંર પછી હુ હીંમત કરી આ.ઇ.સી.યુ ની અંદર દાખલ થયો, સામે નિર્જીવ શરીર અને મારુ સર્વસ્વ પડ્યું છે. મારા મનના રોકેલા ભાવ એકસાથે બહાર આવી ગયા, હુ કીંજલના શરીર ને પકડી રડવા લાગ્યા, આટલાંમા કીંજલનો અવાજ મારા કાને અથડાયો, એ મારા સામે હતી, હજી પણ મને અટકાવતી, સમજાવતી, બોલી કે "જીવન ને મૃત્યુ જ કીંમત આપે છે", એમ નથી કે, હુ મૃત્યુ પછી તમને નહી મળું તમારો શ્વાસ, તમારી ઇચ્છા હુ જ છુ. અત્યારે મને ખોવાના વિલાપને છોડો ઉભા થાવ કહી ને એ જતી રહી.

કીંજલના જવાથી મે આંખો ખોલી, આ.ઇ.સી.યુની બહાર એજ દ્રશ્ય હતુ જે મે જોયુ હતુ. હુ ફરી આ.ઇ.સી.યુ મા અંદર ગયો, કીંજલનો હાથ પકડ્યો એને તેને ગમતી મે લખેલી શાયરી સંભળાવી. ભારે મન સાથે હુ ઉભો થયો. મને દુઃખ હતુ, ફરીયાદ હતી, પણ ફરી કીંજલના અવાજ સાથે બધુ પુરુ થઈ ગયુ, આજે પણ એ મને યાદ છે. મારી દરેક કવીતા, મારા લખેલા હજારો શબ્દમાં એ અહેસાસ છે. હુ જ્યાં પણ હીંમત હારી જાવ ત્યારે કીંજલનો અવાજ હંમેશા મને
પ્રેરણા આપે છે.

કોપી રાઇટ્સ

"CURSE WORLD"


By parth yadav (એશ્તવ્)
prajapatiparth861@gmail.com
8530040624

copy right © content 2020
all rights reserved


Special one


તારી સાથે વિતાવેલી ક્ષણો કઈક ખાસ લાગે છે.આપણી બંને વચ્ચે કાઈક વાત લાગે છે.