Nitu - 11 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નિતુ - પ્રકરણ 11


પ્રકરણ ૧૧ : પરિવાર




નિતુના પરિવારે તેઓનો સારો એવો પરિચય મેળવી લીધો અને વ્યવહારિક બધી જ વાતો થઈ ગઈ. જીતુભાઈના પરિવારને ભટ્ટ પરિવારે જાણી લીધો અને તેમને જીતુભાઈના પરિવારે. બંને પરિવારે એકબીજાને પસન્દ કરી પોતાની વાત આગળ વધારવાનું મનોમન નક્કી કરી લીધું. કૃતિ અને સાગર નીચે આવ્યા એટલે જીતુભાઈએ ઈશારો કરી તેની ઈચ્છા જાણી પણ સાગરનો ઈશારો નિરાશા ભરેલો હતો. તેના ઘરમાં સૌથી વધુ જીતુભાઈનું ચાલતું. એટલે સાગર કે મધુબેનની ઈચ્છા શું છે? એ જાણવામાં એને વધારે રસ નહોતો. તેને શારદાનો પરિવાર હૈયે લાગ્યો. કૃતિ થોડીવારમાં શરબત લઈને આવી અને બંને બહેનો ત્યાં બધાની સાથે બેસી ગઈ. છેલ્લા ઉત્તરની સૌને રાહ હતી. શારદા અને ધીરુકાકાને તો જીતુભાઈનો પરિવાર ગમી ગયેલો અને બધાની મરજી હા ભણવા તરફ હતી. પણ કૃતિની કરેલી વાતે સાગરને વિચારવા મજબુર કરી દીધેલો.

બાબુએ શારદા અને ધીરુભાઈને પૂછ્યું, "તો બોલો, કાકી, ધીરુકાકા તમને બનેંને કેમ લાગ્યું?"

ધીરુભાઈ બોલ્યા, "હવે મારુ માનો તો મને કોઈ વાંધો નથી. જીતુભાઈને અને એના પરિવારને મળી લીધું એટલે મને તો હારું લાઇગુ છે. પણ નિર્ણય તો ભાભીને અને એ લોકોને લેવાનો છે."

શારદા બોલી, "ભાઈ તમારી વાત અમને ગળે ઉતરે છે. અમને તો હારુ દેખાય છે. અમને સાગર ગઇમો."

આ સાંભળી જીતુભાઈ એકદમ ખુશ થઈ ગયા. તેને તો પહેલવાર જોતા જ કૃતિ ગમી ગયેલી. એને રાહ માત્ર ભટ્ટ પરિવારની 'હા' આવવાની હતી. તે બોલ્યા, " આ તો એવી વાત થઈ કે દડવું હતું ને ઢાળ મળ્યો. અમને તો કૃતિ દીકરી પહેલી નજરે જ પસંદ આવી ગઈ. અમારા તરફથી પણ તમે હા જ સમજો."

બાબુ ખુશ થતા બોલ્યો, "લ્યો થઈ ગ્યા કંકુના. બંને પરિવારની હા આવી છે. હવે તો ગોળ ધાણા વહેંચવાના બાકી રહ્યા."

બંને પરિવાર ખુશ થઈ ગયા કે તેમને એક સારું ઘર મળવા જઈ રહ્યું છે. કૃતિને મન હતું કે સાગર તેની વાત સાંભળીને ના કહેશે. સાગરને પણ એવું લાગ્યું કે તેણે કૃતિની વાતને માન્ય ગણવી જોઈએ. આજ સુધી તે કોઈ દિવસ પોતાના પપ્પા સામે બોલ્યો નથી અને આજે પણ એવું જ થયું. જીતુભાઈએ તેની વાત પર વધારે ધ્યાન ન આપીને હા કહી અને શારદા અને ધીરૂભાઈએ પણ કૃતિની ઈચ્છાને જાણવાની વધારે કોશિશ ના કરી. પરંતુ ખુલ્લા મન વાળી કૃતિથી આ ન જોવાયું.

તેઓની વાતમાં વચ્ચે પડતા તે બોલી, "માફ કરજો અંકલ, પણ તમે સીધી હા કહી દીધી. તો શું તમને તમારા દીકરાની ઈચ્છા જાણવાનું જરૂરી ના લાગ્યું?"

જીતુભાઈ બોલ્યા, "તારી વાત દીકરા સાચી છે હું માનું છું. પણ હું મારા દીકરાને ઓળખું છું. એના મનમાં હા જ છે."

"ઠીક છે. જેવી તમારી મરજી. પણ આ તમારા પોતાના વિચાર છે. ઘેર જઈને એકવાર તમારા દીકરાને પૂછી જોજો. બાકી અમે વિચારીને તમને જવાબ આપીશું. નમસ્તે." કહી તે તેને પ્રણામ કરી ઉભી થઈને અંદર ચાલી ગઈ.

કૃતિના આ શબ્દો પછી જીતુભાઈને કે બાબુને કશું કહેવાનું વધ્યું નહિ. તે પણ બધાની રજા લઈને જવા લાગ્યા.

ધીરૂભાઇએ હાથ જોડીને તેઓને કહ્યું, "અમારી દીકરીની વાતનું તમને ખોટું લાગ્યું હોય તો અમને માફ કરજો."

જતા જતા જીતુભાઈએ કહ્યું, "જુઓ ધીરુભાઈ હું સમજુ છું. એને એના જીવનનો નિર્ણય લેવાનો છે. શારદાબેન, અમારા તરફથી તો હા જ છે. બાકી જો તમારી દીકરીને હજુ કોઈ સવાલ હોય તો જણાવજો. લગ્ન પહેલા બધી ચોખવટ થાય એમાં જ મજા છે."

કૃતિ બોલવામાં થોડા ખુલ્લા મનની છે એ બધાને જાણ હતી. પરંતુ જીતુભાઈના પરિવાર સાથે આ રીતે વાત કરવી કોઈને પસન્દ ના આવ્યું. તેઓના ગયા પછી આખો ભટ્ટ પરિવાર સાથે બેઠેલો. શારદાએ નિતુને પૂછ્યું, "નિતુ તને હુ લાગે છે? જીતુભાઈ જોડે વાત આગળ હાંકવી કે નય?"

નિતુ કહે, "મમ્મી મને તો છોકરો સારો લાગ્યો. જીતુભાઈનો પરિવાર પણ સારો જ છે. તમને કોઈ વાંધો ના હોય તો વાત આગળ વધારવામાં વિચાર કરી જોવાય."

ધીરુકાકા બોલ્યા, "ઈ હાચુ છે બેટા. પણ કૃતિને જો પસંદ ના આવે તો આપણે આ વાત રહેવા દઈએ. એને ભણેલું જોઈએ તો આપણે એવું ગોતીશું."

શારદાએ કહ્યું, "ભાઈ, ભણેલું ગોતવું કે ના ગોતવું એ તો હવે પછીની વાત છે. પણ પેલા ગુણ જોવાય અને સાગર કાંય મોળો છોકરો નથી! એના ગુણ અને સંસ્કાર બિલકુલ આપડા ખાનદાનને સોહે એવા છે."

"હા મમ્મી. ઈ પેલા આપડે જરા આપડી પાંખ પણ જોવી જોઈએ કે કેટલી સક્ષમ છે અને ક્યાં સુધી ઉડી શકે એમ છે. મને આ મંજુર નથી. મારે મારી લાયકાત પ્રમાણે છોકરો જોઈએ." કૃતિએ પોતાનો નિર્ણય બેધડક કહી સંભળાવ્યો.

શારદા એને જવાબ આપતા બોલી, "અરે હુ એકધારી મંડાઈ છે? તને ખરા ખોટાનું ભાન છે ખરું? તું ભણેલી છે ઈ વાત બરોબર. પણ તારે ક્યાં નોકરી લેવી છે. તે તો ધારી લીધું છે કે નોકરી નઈ કર. તો પછી ઓછા ભણેલા છોકરા હારે લગન કરવામાં તને હુ વાંધો છે?"

"મમ્મી વાત ખાલી નોકરીની નથી. પણ મારી તો અપેક્ષા હોય કે હું મારા લાઈફ પાર્ટનરથી એવું એક્સ્પેકટ કરું કે એ મને સમજે."

નિતુએ તેને કહ્યું; "તને એવું કેમ લાગે છે કે એ તને નહિ સમજે?"

"દીદી! તમે પણ ફોર્સ કરો છો?"

"ના. હું તને ફોર્સ નથી કરતી. હું તને ખાલી પૂછું છું કે તને એવું કેમ લાગે છે?"

કૃતિએ જવાબ આપતા કહ્યું; "દીદી હું માસ્ટર ડિગ્રી મેળવી ચુકી છું અને સાગર ખાલી બાર પાસ છે. તમને લાગે છે કે એ મને અને મારા વિચારોને સમજી શકે એમ છે? દીદી હું કંઈક કામ કરું અને એને ના સમજાય તો? શું હું દરેક વસ્તુનું એક્સપ્લેનેશન આપવા બેસીશ? તેના કરતા જો કોઈ મારી સરખો હોય, તો એને મારે કહેવું ના પડે, એ જાતે જ સમજી જાય. આ તો આદિકાળથી ચાલ્યું જ આવે છેને કે ડોક્ટર હોય તો એ ડોક્ટર સાથે જ લગ્ન કરે. વકીલએ વકીલ સાથે. આમ જો મને પણ મારી સમોવડીયો મળશે તો મારી લાઈફ આસાન થઈ જશેને!"

"કૃતિની વાત હાચી છે. હું એની વાતમાં સહમત છું." કહી ધીરુભાઈએ તેને સાથ આપ્યો. કૃતિની તમામ આશા પોતાની બહેન નિતુ પર હતી. તેણે અપેક્ષા ભરેલી નજરે તેના તરફ જોયું. તેને એ નહોતું સમજાતું કે વાત મમ્મીની માનવી કે પોતાની લાડકી બહેનની. તેણે પોતાની મા તરફ જોયું, કે શું જવાબ આપવો?

શારદા કહેવા લાગી, "દીકરા, તું જે કે' ઈ અમે માનીશું. તારી બહેન માટે હવે તું પાક્કો વિચાર કરજે. મને તો છોકરો અને એનું કુળ બેઉ હારા લાઈગા છે. જો કૃતિને સુખી કરવી હોય તો હમજી વિચારીને કે'જે."

માનાં આ શબ્દોએ નિતુના મનમાં રહેલા તમામ વિચારને સુન્ન કરી દીધા. અત્યાર સુધી તેના મનમાં કૃતિની વાતને માન્ય ગણવાનો વિચાર હતો પણ વાત શારદાનીયે ખોટી નહોતી. તેણે એક ધીરજ ભર્યો ઊંડો શ્વાસ લીધો અને કૃતિને સમજાવતા કહેવા લાગી, "કૃતિ, મમ્મીની અને તારી, વાત તો બંનેની સાચી છે. હું કોઈને નકારી ના શકું. જો તું થોડીવાર તારી ઈચ્છાને બાજુએ રાખી વિચારે તો સમજાશે કે મમ્મીની વાત સાચી છે. પણ તને લાગતું હોય કે સાગર તને સમજી શકે એમ નથી તો શું પહેલીવારમાં તને એ વાતની ખાત્રી થઈ ગઈ કે એ સાચે તને સમજી શકે તેમ નથી?"

"ના દીદી. બસ પાંચ-દસ મિનિટ કોઈ સાથે વાત કરી એને પુરેપુરી રીતે હું કેમ સમજુ કે એ શું વિચારે છે? અને એનો સ્વભાવ કેવો છે?" કૃતિએ કહ્યું.

નિતુ બોલી, "તો પછી ઠીક છે. એક કામ કર, કાકા જો બાબુકાકાને વાત કરશે એટલે તે સાગરને મોકલશે. તમે બંને બહાર કોઈ જગ્યાએ મળી એકબીજા વિશે વધારે જાણી લ્યો. જો એ પછી પણ તને એવું લાગે કે સાગર તારે લાયક નથી તો આપણે તેને ઇન્કાર કરી દઈશું."

આ વાત શારદાને થોડી અજુગતી લાગી. તે કહેવા લાગી, "અરે બેટા, આ હુ બોલે છે? આમ પારકા પોતને મળવા જવાતું હશે?"

ધીરુકાકાએ તેને જવાબ આપ્યો; "ભાભી. અમને તો નિતુની વાત બરોબર લાગી. ને પારકો હોય તો હૂ થયું? આપડે એને દીકરી દેવાની છે. આપડી દીકરીને મન જેવો જોયે એવો છોકરો છે કે નય? એ તો જાણવું જ પડેને! તમ-તમારે ભલે જાય. હું બાબુ જોડે વાત કરી સાગરને બોલાવી લઈશ."

કૃતિ કહે, "ઠીક છે. પણ દીદી જો આ વખતે એ મને પસન્દ નહિ આવે તો?"

"તો કશો વાંધો નહિ! એમાં શું? તારી જે ઈચ્છા હશે એ અમે માન્ય ગણશું." નિતુએ પોતાની માની ઈચ્છા માટે કૃતિને ખુબ સમજી વિચારી વાત કરી અને મનાવી લીધી. કૃતિને મન આ યોગ્ય નહોતું થઈ રહ્યું. કારણ કે તેના મનમાં પહેલાથી જ આ વિચાર આવી ગયેલો કે સાગર તેને કયારેય નહિ સમજે. તે ઉભી થઈ અને કશું બોલ્યા વિના જતી રહી. ધીરુકાકાએ બાબુ સાથે વાત કરી સાગર સુધી આ મુલાકાતની વાત પહોંચાડી દીધી. તેઓ પણ સાગર અને કૃતિની મુલાકાત માટે માની ગયા. હવે તમામ નિર્ણય બંનેની મુલાકાત પર નિર્ભર હતો.

પાણીનો જગ લઈને તે નિતુ સુવા માટે જઈ રહી હતી. જતા જતા તેને કૃતિની રૂમમાંથી કોઈના બોલવાનો અવાજ સંભળાયો.

"અત્યારે આ કૃતિ કોની સાથે વાત કરે છે?" તે વિચાર કરતી તેના રૂમ તરફ ગઈ. તેણે હળવેથી ડોકિયું કર્યું તો કૃતિ ખોળામાં ઓશીકું મૂકીને એકલી એકલી બડબડ કરતી હતી. તેને નવાય લાગી અને તે ધીમેથી અંદર ગઈ.

તે બબડી રહી હતી, "પોતાની જાતને સમજે છે શું? દસમી ફેઈલ!"

"કોની ભડાસ કાઢવામાં આવી રહી છે?"

નિતુએ કહ્યું તો કૃતિનું ધ્યાન ગયું કે તે એની રૂમમાં આવી અને તેની વાત સાંભળી ગઈ. તે ઉભી થતા બોલી, "દીદી! તમે અત્યારે અહીં."

"હા તો એમાં નવાય પામવા જેવું શું છે? શું હું તારી રૂમમાં ના આવી શકું?"

"આવી શકાયને. તમે તો ગમે ત્યારે આવી શકો. પણ અત્યારે અચાનક જોઈને થોડું આશ્વર્ય થયું."

"અચ્છા. એ બધું છોડ, મને એમ કે' કે આ કોનો ગુસ્સો ફૂટી રહ્યો હતો?"

"દીદી, આ... પેલો ચીપકું છેને? ...એનો."

"કેમ? વળી પાછું શું નવું થયું?"

"દરેક વખતે ખોટા ટાઈમે એન્ટ્રી મારે છે, દસમી ફેઈલ. તમને ખબર છે? હું ઉપર અગાસીમાં સાગર સાથે વાતો કરતી હતી અને અચાનક ખાંડનો વાટકો લઈને પ્રગટ થઈ ગ્યો. બોલો!"

નિતુ હસતા બોલી, "હા તો એને થોડીને ખબર હોવાની કે તમારા બંનેનું આટલું ઈમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલતું હશે."

"હા પણ કોઈ સેન્સ તો હોય કે ના હોય? ડફોળને વાત કરવાની જ ભાન નથી. ટેન્થ ફેઈલ."

"તેના પર ખોટી આળ ના ચડાવ કૃતિ."

"તો શું કરું? મેં તો બસ જેવું છે, તેવું કહ્યું. એમાં ખોટું શું છે?"

નિતુ તેની પાસે ગઈ અને તેને સમજાવતા બોલી, "બસ આ વાત જ તારે સમજવાની છે કૃતિ. તું ગ્રેજ્યુએટ છે તો એનો મીનિંગ એ નથી કે તું બીજાને માન આપવાનું ભૂલી જાય. સામેનો માણસ કેટલું ભણેલો છે? એ જોવાને બદલે તું પહેલા એમ વિચારતા શીખ કે એ પણ એક માણસ છે. તને ખબર છે? બીજા બધાને સાગર ગમ્યો અને તને કેમ નહિ? કારણ કે તું તારા ગ્રેજ્યુએશન પર અભિમાન કરે છો. નહીતો હરેશ જેવો માણસ પણ તને ચીપકું ના લાગેત. હોપ કે કાલે સાગરને મળવા જઈશ તો તારું આ અભિમાન ઘરે મૂકીને જઈશ."

સલાહ આપીને નિતુ ફરી પોતાનો જગ ઉપાડી જતી રહી. કૃતિ ત્યાં જ ઉભેલી. તેની સામે રહેલા કાચમાં કૃતિને પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું. બહેનના કહેલા શબ્દો સાથે તે કાચ પાસે જઈને પોતાને જ જોતી બોલવા લાગી, "શું સાચે મારામાં અભિમાન આવી ગયું છે? કે... હમમમ.... કાલે સાગર અને હરેશ, બંનેને મળવું પડશે. શું લાગે છે કૃતિ?"