Ek Saḍayantra - 107 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 107

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 107

(સિયા ભાનમાં આવી જતાં, એના ચોથા દિવસે તેને ઘરે લઈ જવાની પરમિશન આપે છે. રાણા એમને ઘરે લઈ જવા આવે છે અને પોલીસ કમિશનર તેમની મહિનાની રજા મંજૂર કરી છે. કનિકા સિયાને મળવાની ઈચ્છા કરે છે અને રાણા ત્યાં લઈ જાય છે. દિપક અને સંગીતા તેનો ઉપકાર માને છે. હવે આગળ.....)
સંગીતા બોલી કે,
“એ માટે મારું એનજીઓ હંમેશા ખુલ્લું રહેશે અને છે જ, હું તો મારી દીકરીને મારા ઘરે લઈ જઈશ. પણ કોઈ એવી હોય તો મને કહેજે હું એના માટે એની મદદ કરવા તૈયાર છું અને રહીશ.”
કનિકાએ પણ વાતને આવકારતાં કહ્યું.
“એ બહુ જરૂરી છે મેડમ, તેના પર થયેલા અત્યાચાર માટે દુનિયાની સામે કદાચ એક છોકરી હિંમત કરી લડી પણ લે છે, પણ એને જ્યારે એના જ મા બાપ અને પોતીકા નથી સાચવતા કે એને નકારી દેતા વાર પણ નથી કરતાં... બસ તે વખતે...એ જ સૌથી વધારે એને હર્ટ કરે છે. અને ત્યારે જ સૌથી વધારે એની ખરાબ હાલત હોય છે.... અને એ ખરાબ હાલત થાય ત્યારે એની પાસ પડખે ઉભું રહેનાર કોઈ નથી હોતું. એટલે હું તમને એટલી ચોક્કસ કહીશ કે જો તમારા એનજીઓ થી થાય ને તેવું કરજો, જેથી એ દીકરીને માને બાપનો પ્રેમ મળી જાય ને. તો એ કદાચ આવતા તકલીફમાંથી જલ્દી ઉભરીને બહાર આવી જાય અને આરામથી પોતાનું જીવન વ્યતીત કરી શકે.”
“એ માટે તો તમારે કહેવાનું જ ના હોય મારી એનજીઓ ના દરવાજા અને મારા ઘરના દરવાજા એવી દરેકે દરેક દીકરીઓ માટે ખુલ્લા જ રહેશે.”
સંગીતા આવું બોલતા જ કનિકાએ કહ્યું કે,
“થેન્ક યુ વેરી મચ મેડમ, બાકી ઘણી કોમલો આવી સુધા સાથે ઊભી થઈ જશે અને એમાં હું ચોક્કસ મદદ કરીશ. મારાથી થશે એટલું બધું જ. ડયુટી કર્યા બાદ, હું પણ તમારા એનજીઓમાં પણ મદદ કરવા આવીશ.”
“ના... ના બેટા, તું જ્યાં કામ કરે છે ને, એના જેવું કોઈ જ ના કરી શકે અને એ કાર્ય માટે તે તો જેટલી હિંમત જોઈએ ને, એ તારી પાસે તો છે જ. પણ એના સપોર્ટ માટે જે કંઈ પણ જોઈ તો એ માટે મારી ઓફિસ અને મારું ઘર ખુલ્લું છે.”
દિપક આવું કહેતા જ તેની આંખમાં આંસુ આવી ગયા.
“બસ સર, આ સપોર્ટ અને આ હિંમતની જરૂરિયાત દરેક છોકરીને છે અને એ મળે એનાથી આનંદ મને કોઈ દિવસ વધારે નહીં હોય. સિયાની હું મળી લઉ.”
“હા જા અંદર, બેટા. સિયાને હોશ આવી જ ગયો છે અને બહુ જલ્દી એની પ્લાસ્ટિક સર્જરી પણ થઈ જશે.”
“એ જ મારા માટે પણ આનંદની વાત છે.”
કનિકા સિયાને મળવા ગઈ,
“સોરી હું આટલા દિવસ તને મળવા ન આવી એટલે.”
“મને ખબર છે, તેમ મને કેમ મળવા ના આવ્યા, મને મમ્મીએ વાત કરી હતી અને મારે તમને થેન્ક યુ કહેવાનું હોય એટલે કે તમે મારા સાથે ખરાબ કરનાર દરેકે દરેકને સજા કરાવી. હું તમારો તો જેટલો ઉપકાર માનું એટલો કોઈનો નહીં માની શકું.”
“બસ બસ તમે બધા મને ચણાના ઝાડ પર ચડાવી દેશો. બસ તું તારી હિંમત પાછી લાવ અને જીવન જીવતા શીખ.”
“પહેલાં આવી મરી મરીને જિંદગી નથી જીવવી, પણ હું તમારા જેવી બોલ્ડ બની ના શકું. પણ એટલું ચોક્કસ
કરીશ કે હું તમારા જેવા કામ કરનારની મદદ કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરું.”
કનિકા હસી પડી અને,
“આટલું બધું કરીશ, એ પહેલા ભણતો ખરી. હાલ એ બધું કરવાની જરૂર નથી, એ માટે હું અને તારા મમ્મી પપ્પા કાફી છીએ. જ્યારે તારી જરૂર પડશે ને ત્યારે હું તને ચોક્કસ બોલાવીશ. એ પહેલા તારા પપ્પાની વાત માનીને એક સારી કેરિયર બનાવી દે.”
“ના મારે તમારી જેમ આઇપીએસ જ બનવું છે.”
“એ તો મને સૌથી વધારે ગમશે. જો તું આઈપીએસ બની જઈશ તો... એ માટે તારાથી થાય એટલી મહેનત કરી લે અને જ્યાં મારી જરૂર હોય એ મદદ માટે પણ મને કહેજે. એ સિવાય તો હું તારા માટે ચોવીસ કલાક અવેલેબલ છું. તું ગમે ત્યારે મને ફોન કરીને બોલાવી શકે છે.”
“થેન્ક યુ... હું તો તમારી જેટલી ઉપકારમાં નું એટલો ઓછો છે. છતાંય તમે કહ્યું છે ને, એ પ્રમાણે હું હિંમત તો રાખીશ અને ભણીશ પણ ખરા.”
કનિકા પણ તેના માથા પર હાથ ફેરવીને અને બહાર નીકળી ગઈ. તેને દાદાની તબિયત વિશે પૂછ્યું તો,
“દાદા હજી આઈસીયુમાં જ છે.”
“કેમ? વધારે કંઈ...”
કેશવે કહ્યું કે,
“હા મેડમ જ્યારે પપ્પાને આઈસીયુની બહાર લાવ્યા અને સિયા સાથે જે બન્યું છે તે કોઈના મોઢે સાંભળ્યું કે શું મને પૂછવા લાગ્યા. મેં વાત ટાળી પણ એમની જીદ આગળ ઝૂકી ગયો અને બધી વાત કરી દીધી. એ સાંભળી તે પોતાની જાતને ગુનેગાર માનતાં, તે પોતાની જાતને જ કોસવા લાગ્યા અને તેમને છાતીમાં દુખાવો થયો.’
“હોસ્પિટલમાં જ હતા એટલે ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ અને માઇલ્ડ એટેક આવ્યો છે, એવું ડૉક્ટરે કહ્યું. એટલે એમને આઈસીયુમાં રાખ્યા છે. એકાદ બે દિવસ પછી આઈસીયુની બહાર લાવશે.”
હવે અઠવાડિયા જેવા દિવસોમાં વીતી ગયા હશે. એક દિવસ કનિકા માસીના ખોળામાં માથું મૂકી આરામ કરી રહી હતી. માસી પણ તેના વાળ સહેલાવી રહ્યા હતા. એને એકદમ જ હોસ્ટેલનો સમય યાદ આવતાં જ તે બંને હોસ્ટેલની વાતો કરવા લાગ્યા કે,
“માસી તમે હોસ્ટેલમાં મને કેવી રીતે લડી લડીને ખવડાવતા હતા, નહીં?”
“હા કારણ કે તું તો ખાતી જ નહોતી. દરેક વખતે તારો ખાવાનો પ્રોબ્લેમ જો હતો. નાના છોકરા જેવા તારા નખરાં જો હતા. તારા જેવી કોઈ છોકરીને મેં જોઈ નહી હોય કે જેને ખાવા પીવા વિશે કોઈ ભાન નહીં હોય કોઈ મોજ શોખ નહીં હોય. ખાવામાં પણ આ નહીં ને તે નહીં. એટલે પછી કરવું શું, એટલે તારા માટે તો મારે એ જ કરવું પડે ને.”
“હા માસી તમે હતા ને એટલે જ હું હોસ્ટેલમાં ટકી શકી, નહીંતર હું ક્યારેય ના ટકી શકત. બાકી બધા તો મારો ચહેરો જોઈને તો કોઈ કોમેન્ટ કરતું કે ટોન્ટ મારતું. પછી કેમ કરી રહેતી.”
“એ બાબતને... એમાં તો તને એવું લાગે છે, પણ મને એવું લાગે છે કે તું ટકી જાત ખબર છે કેમ, જે રીતે તે આ બધી વસ્તુમાં કે વાતમાં હિંમત દાખવી છે ને, તો એવી હિંમત તો એ વખતે બાકી કોઈ જ નથી. તારી હિંમત કોઈ દાદ આપી શકે એમ નહોતું.”
કનિકાએ નારાજ થતાં જ બોલી પડી કે,
“માસી તમે પણ ચાલુ પડી ગયા, આ બધી વાત નથી કરવી.”
“કેમ? આ તો તારા વખાણ જ છે.”
“આ વખાણ હોય તો પણ શું ને, ના હોય તો પણ શું? સૌથી વધારે જરૂરી છે કે જીવનમાં આગળ વધુ કેવી રીતે છે, એ તને ખબર છે. તું જે રીતે હિંમત કરી શકે છે, એ પ્રમાણે જોઈને તો મને એવું લાગે છે કે તને કોઈનો સહારો ના મળે તો પણ તું આરામથી આ બધું કરી શકત.”
(હોસ્ટેલવાળા માસી કાયમી કનિકા જોડે રહેશે? કનિકાના જીવનમાં હવે શું થશે? સિયાની સર્જરી થશે ખરા? દાદા ઠીક થશે અને સિયાને માફ કરી દેશે? સિયા શું માનવ દયા અરજી કરી શકશે? સિયા એના ઘરે પહોંચી શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૮)