Ek Saḍayantra - 105 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 105

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 105

(કનિકાને એ સાંજે પણ ભાનમાં ના આવી. એના વિશે રાણાએ ડૉકટર જોડે વાતચીત કરી અને જજ એમને ફોન કરીને પૂછતાછ કરી અને જ્યુડિશિયલ કોર્ટ બેસાડશે એવું કહ્યું અને એ કેસ ચલાવી ગુનેગારોને સજા આપવામાં આવી. હવે આગળ....)
માનવને સખત આજીવન કેદ અને કાસમને ફાંસીની સજા આપવામાં આવી જયારે માનવના અબ્બા, અમ્મી અને બબિતા આ કામમાં સપોર્ટ કરવા બદલ એ બધાને એક વર્ષની સાદા કેદની સજા આપવામાં આવે છે.
જજે ચુકાદો સંભળાવી અને એને ફોલો કરવા પોલીસને કહી પણ દીધું.
તરત જ એ વાત પર અમલ કરતાં જ એ લોકોને જેલમાં મોકલી દીધા અને જેને એરેસ્ટ નહોતા કર્યા એ બધાને પણ.
દસેક દિવસ બાદ કનિકાનું શરીરમાં હલનચલન શરૂ થઈ ગયું હતું. ધીમે ધીમે તેને ભાન આવવા લાગ્યું. ડૉકટરે પણ રિપોર્ટ જોઈ પ્રોગ્રેસ ચેક કરતા હતાં. ફાઈનલી તેને જ્યારે ભાન આવ્યું ત્યારે પહેલું જ નર્સને એ પૂછ્યું કે,
“હું અહીંયા કેટલા વખતથી છું?”
“મેડમ હું તમને કંઈ પણ જવાબ નહીં આપું, હાલ જ હું ડૉક્ટરેને બોલાવું છે.”
ડૉકટરે પણ તેમને જોઈને કહ્યું કે,
“હાય આજે આપણે ફાઈનલી વાત કરી શક્યા...”
કનિકા એમની સામે હસીને કંઈ કહે તે પહેલાં જ,
“મને ખબર છે કે તમારા મનમાં સવાલો છે, પણ એ પહેલા હું તમને ચેક કરી લઉં, પછી આપણે વાત કરીએ.”
ડોક્ટર એને ચેક કરી પછી નર્સને કીધું કે,
“રાણાસરને ફોન કરી કહી દો કે, મેડમને ભાન આવી ગયું છે.”
નર્સ ફોન કરવા બહાર જતી રહી અને ડોક્ટરે એને કહ્યું કે,
“મેડમ કોન્ગ્રેચ્યુલેશન... તમે કોમાંથી તો બહાર આવી ગયા અને તમારા જેવી આટલી બહાદુર સ્ત્રી મેં આજ સુધી જોઈ નથી.”
“થેન્ક યુ સર, પણ મને કહેશો તમે કે હું કેટલા વખતથી કોમામાં હતી?”
“આજે 15 મો દિવસ છે અને તમને કોમામાં થી ઉઠેલા જોઈને બહુ આનંદ થાય છે. તમારા જેવી બધા જ બહાદિર ઓફિસર તો હોવા જ જોઈએ અને દરેકે આવા જ બનવું જોઈએ.”
“થેન્ક યુ... પણ તમે મારી ખોટી તારીફ કરી રહ્યા છો.”
કનિકા ડોક્ટર જોડે વાત કરી હતી, ત્યાં જ રાણા પણ આવી ગયા અને રાણા એમણને જોઈને કહ્યું કે,
“મેડમ તમને વાતો કરતાં જોઈ મને એની ખુશી સૌથી વધારે મળે છે.”
આવું કહેતાં જ કનિકા પાંચ મિનિટ તો ચૂપ રહે છે, પછી પૂછ્યું કે,
“માનવ કે તેના ભાઈનું શું શું થયું?”
“મેડમ માનવને તો સજા મળી છે અને જોડે જોડે કાસમને પણ સજા મળી ગઈ છે.”
“શું સજા મળી અને આટલી જલ્દી કેવી રીતે?”
“માનવને આજીવન કેદ અને કાસમને તમારા પર હુમલો કર્યો એના માટે થઈને ફાંસીની સજા આપવામાં આવી છે. આ બધું જજસાહેબની મહેરબાનીથી.”
એમ કહી બધી વાત કરી.
“ચાલો એક કામ મેં બરાબર કર્યું, એ વ્યક્તિઓને તો ખરેખર સજા થવી જરૂરી હતી. જો ના થઈ હોત ને તો કેટલી છોકરીઓની જિંદગી બરબાદ થઈ જાય કેમ? તમે કામ સંભાળ્યું એ બદલ પણ થેન્ક યુ વેરી મચ.”
“મોસ્ટ વેલકમ મેડમ પણ તમારા હિંમત વગર હું આગળનું કામ કેમ કરી શકતો. નવ્વાણું ટકા તમે કરી દીધું, મેં તો એક ટકા જેટલું પણ નથી કર્યું.”
“બસ આમ બોલી બોલીને મને ચણાના ઝાડ પર ચડાવશો. અને સિયાને હવે કેવું છે?”
“બસ મેડમ સિયાને તો સારું છે, અને કદાચ અઠવાડિયું કે દસ દિવસ પછી એની પ્લાસ્ટિક સર્જરીની પ્રોસેસ પણ સ્ટાર્ટ થઈ જશે.”
“એ સાંભળીને મને આનંદ છે કે એક પીડિત છોકરી જીવનમાં આગળ વધે એ જરૂરી છે. મારે જે જોઈતું હતું એ મુજબ થયું એ બધામાં મને જેટલી ખુશી છે ને એ હું તમને નહીં કહી શકુ”
“હા મેડમ પણ એ બધું તમારા કારણે જ છે અને તમારી મહેનતનું જ આ ફળ છે. હું પોલીસ કમિશનરને ફોન કરું એમને મને કહ્યું હતું કે તમે જેવા ભાનમાં આવો એવા જ મારે એમને તમારા વિશે ફોન કરીને જણાવવાનું છે. એટલે જણાવી દઉં.”
રાણા એ પણ પોલીસ કમિશનરને કનિકા વિશે જણાવતા જ કમિશનરે કહે કે,
“હું હમણાં જ આવું છું, મારે પણ એ મેડમને મળવું જ જોઈએ.”
એમ કહી તે ત્યાં ઝડપથી આવ્યા અને કનિકાને કહ્યું કે,
“કોંગ્રેચ્યુલેશન મેડમ, તમે બહુ હિંમતનું કામ કર્યું. નહિંતર માનવ જેવો અને કાસમ જેવો ગુનેગાર ક્યારે પકડમાં ના આવતાં?”
“બસ સર, એમાં કઈ એવું નવું નથી, આ તો આપણી પોસ્ટ જ એવી છે કે જેમાં આપણે આવા બધા કામ કરવા જ પડે.”
“હા પણ મારા જેવા કોઈ ગભરાઈ પણ જાય અને જેમ મેં તમને એ જગ્યાએ જવાના નામ પર ગભરાવીને તમને ત્યાં જવાની પરમિશન ના આપી એમ.”
“મને ખબર છે, તેમ ત્યાં જવાની મને પરમિશન નહોતી આપી. પણ સર... હું સાચું કહું મારામાં હિંમત તો હતી પણ સપોર્ટ નહોતો ને એટલે હું ડર્યા કરતી હતી કે હું આ છોકરીને કેવી રીતે બચાવું? કાશ પહેલા તમે મને પરમિશન આપી દીધી હોત ને, તો આ છોકરીને આટલું દર્દ સહેવું ના પડતું.”
“એ તો મને પણ ખબર છે અને મને મારી ભૂલ પણ સમજાય છે, હવે આગળથી ચોક્કસ ધ્યાન રાખીશ.”
“હા એ તો તમારે રાખવી જોઈએ સર કારણ કે આપણી પોસ્ટ એવી છે ને તો એમાં ના ચાલે. તમને ખબર છે આ વર્ધીં જ આપણને એટલા માટે આપવામાં આવી છે કે આપણે દરેકની રક્ષા કરી શકીએ. આપણને શપથ પણ એના માટે એટલા જ લેવડાવવામાં આવ્યા છે, એ માટે આપણે કોઈના જાત કે વગ નથી જોવાની હોતી. કોઈની પોસ્ટ જોવાની નથી હોતી. જોવાનું હોય છે તો ફકત એ જ કે સામેવાળો વ્યક્તિ કેટલા દર્દમાં છે અને એને બચાવવા શું કરવાનું છે?
બાકી આ વર્ધી પહેરવા માટે પોસ્ટની આપણાને જરૂર છે, તો પોસ્ટ માટે એ હિંમતની આપણા માટે જરૂર છે. એ વર્ધીનું સન્માન સાચવવા માટે તો આપણે કાંઈક ને કંઈક તો કરવું જ પડશે. એ માટે પછી ભલે ગોળી સામે બાથ ભીડવી પડે કે બીજું કંઈ કરવું પડે, એ બધું કરવાની છૂટ આપણને આપવામાં આવી છે.”
“હા.... પણ હું તમારી જેમ નહતો વિચાર કરતો. મને ડર લાગતો હતો ગમે તેમ તો એ એમએલે નો હાથ હતો અને એવા એમએલએ ના હાથે ચડી કે તેના કુંડાળામાં પગ ભેરવી હું મારી સ્ટેડી લાખફને છંછેડવા નહોતો માંગતો. બસ હવે મારી જીંદગી એકધારી જ રાખીને કરવા માંગતો હતો. પણ આ મારી ભૂલ હતી એ મને તમે સારામાં સારી રીતે સમજાવી દીધી છે.”
“પણ હા આ બધા વચ્ચે પણ તમારી હિંમતને દાદ આપવી પડે કે, તમે એ છોકરીના ગુનેગારોને સજા આપી શક્યા અને અપાવી પણ શક્યા.”
પોલીસ કમિશનર જોયું તો પાછળ જજ ઉભા હતા. તે બોલ્યા કે,
“બરાબરને પોલીસ કમિશનર...”
“હા સર મારી જે ડ્યુટી હતી, એ આ છોકરીએ નિભાવી એ બદલ તો હું બીજું કંઇ ના કહી શકું, ફક્ત તેને કોન્ગ્રેચ્યુલેશન જ કરી શકું.”
(સિયાના દાદાને ખબર પડશે ત્યારે એમના પર શું વીતશે? કનિકા કયારે ડયુટી જોઈન કરશે? એની કેર કોણ કરશે? દિપક અને એના પરિવારને કનિકાને ભાન આવી ગયું છે એ ખબર પડશે એટલે મળવા આવશે?
શું માનવ દયાઅરજી કરી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૬)