Ek Saḍayantra - 99 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 99

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 99

(સિયા દાદાને મેજર એટેક આવ્યો છે, એ જાણી પોતાને દોષી માને છે અને તે કનિકાને એના પર થયેલો રેપ વિશે કહે છે અને તેને કેમ બાળવામાં આવી અને કેમ અનિશે તેને પ્રેમમાં ફસાવી એ વિશે કહે છે. આ સાંભળી દિપક, સંગીતા કે સુધાબેનને પણ એરારટી થઈ જાય છે. હવે આગળ.....)
દિપકની વાત પર સુધાબેન બોલ્યા કે,
"તું તો શું ખુદ ભગવાન પણ એને નહીં છોડે. આવા લોકોને તો આમ પણ આપણા ભગવાન હોય કે એમનો ખુદા પણ આવા ગુનાની એવી સજા કરે છે કે એ કોઈને મ્હોં દેખાડવા લાયક ન હોય અને એવા નાલાયક કોઈ જીવનમાં વિચારી નહીં હોય એવી સજા મળશે એ લોકો ને પણ."
"પણ નહીં... મારા મનમાં તો કંઈક કેટ કેટલા વિચારો આવે છે, પણ મારે કઈ એના વિશે બોલવું નથી. પણ મારી દીકરી તકલીફ આપનારને બરાબર તકલીફ પડે એ જ ભગવાનને પ્રાર્થના કરું છું."
કનિકા ઝડપથી કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટના જજ ની સામે તેની સિયા નું લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું આ રેકોર્ડિંગ પણ રજૂ કરી દીધું. અને સાથે સાથે તેને ભલામણ કરી કે આ રેકોર્ડિંગ જેટલું ગુપ્ત રહે એટલું સારું. એ સિયા માટે જરૂરી છે તો તમે એને ગુપ્ત જ રાખો. જજે જ્યારે એ સાંભળ્યું ત્યારે એમનો પણ પરસેવો છૂટી ગયો કે,
'એક છોકરી આટલું બધું સહન કરી શકે અને આટલી બધી એના પર વીતે. આ તો માણસ છે કે જનાવર છે. આવા બધા જનાવરોને તો જેલમાં જ પુરાય."
પણ તેમને કનિકાને પૂછ્યું કે,
"હવે તે શું કરવા માંગે છે?"
એટલે કનિકાએ કહ્યું કે,
"સર મારે બીજું કંઈ નથી કરવું, પણ તમે હાલ ને હાલ મને એના ઘરે જવા માટેનો મંજૂરી આપો."
"એ મંજૂરી તમને કેવી રીતે આપું."
"એ મને ખબર નથી, મને એટલી ખબર છે કે તમે મંજૂરી આપો, અનુ કમિશનરને પણ હુકમ કરો કે તે બધા જ પોલીસ સ્ટાફને પણ હુકમ કરે અને જેથી એ લોકો મારી સાથે આવે. હું એને પકડીને લાવી શકું અને જેલમાં નાંખી શકું."
"તે કયાં છે, એ ખબર છે?"
"એ મને ખબર છે..."
એમ કહી તેને એક ફોટો અને એડ્રેસ એમને બતાવ્યું.
"આ જે એરિયામાં એકલ દોકલ માણસે જવું હિતાવહ નથી."
"એટલે જ કહું છું કે ત્યાં જો જવું હિતાવહ નથી એટલે જ મારે આટલું બધું પોલીસ સ્ટાફ લઈ જવો પડશે, મારા માટે નહીં પણ તેને સાજો નરવો જેલમાં નાંખવા માટે."
"ઓકે, હું પરમિશન આપું છું."
એમ કહીને એમને એનું રિમાન્ડ અને એરેસ્ટ કરવાના પરમિશન લેટર આપી દીધા. કનિકાને જે જોઈતું તે મળી ગયું એટલે તેને જજની પરમિશન લઈને કહ્યું કે,
"તો સર શું હું જાવ હવે અને એને એરેસ્ટ કરી જેલના હવાલે કરી દઉં."
"હા ચોક્કસ તમે જાવ અને એના માટે તમારે જેટલો પણ સ્ટાફ જોઈતો હોય તે લઈ જાવ. મારો
આ લેટર બતાવ્યા પછી ના કમિશનર બોલી શકશે કે ના બીજો કોઈ પોલીસ સ્ટેશન વાળા તમારું વિરુદ્ધ. એ લોકો તમને મદદ કરવાનો ઈન્કાર તો નહીં જ કરી શકે. બધાને તમારી જોડે આવવું જ પડશે. પણ ધ્યાન રાખજો તમે..."
"સર એ તો હું કરી લઈશ અને મને એ પણ ખબર છે કે મારે કોને નહીં જણાવવાનું અને મને પરમિશન અપાવી એ બદલ થેન્ક યુ."
"વેલકમ પણ હું એ જ મતનો છું કે એક છોકરી પર આવો અત્યાચાર કરનારને તો પૂરેપૂરી સજા મળવી જોઈએ."
કનિકા ત્યાંથી નીકળી અને તેની પોલીસ સ્ટાફને બધાને ભેગા કરવા લાગી. રાણાએ પૂછ્યું કે,
"ક્યાં જવાનું છે મેડમ?"
કમિશનરે પણ તેને ફોન કરીને પૂછ્યું કે,
"કનિકા મેડમ તમે ક્યાં જાવ છો?"
તો તેને જવાબમાં એ બંનેને કહ્યું કે,
"સોરી સર મને જજે એવું કહ્યું છે કે એ ગમે તેમ થાય, કોઈને પણ જાણ કરવાની નથી. એ કામ થાય પહેલાં હું તમને નહીં કહી શકું. આ તો તમે બરાબર નથી કરી રહ્યા."
"સોરી સર, જજનો આદેશ તમારે પણ ફોલો કરવો જ પડે ને, એ કેસમાં મેં તમને રિક્વેસ્ટ કરી હતી પણ તમે તૈયાર નહોતા. હવે મેસેજ આતનાર તમારા પરથી ઉપરી છે, એટલે એમની વાત માનું છું."
પોલીસ કમિશનર બોલ્યા કે,
"તમને એવું નથી લાગતું કે તમે વધું પડતું બોલી રહ્યા છો. તમને આ વખતે જજની પરમિશન મળી, પણ દર વખતે નહિ મળે. દર વખતે મારી જ લેવી પડશે."
"હા સર મને ખબર છે અને મને એ પણ ખબર છે કે તમે પણ સાચા હશો પણ તમે જો ઋ છોકરીનું જ્યારે પણ બયાન સાંભળશો ને ત્યારે તમારા રૂંવાટા ઊભા થઈ જશે અને તમે જ કહેશો કે આવા લોકોને તો પનીશમેન્ટ જ આપવાની હોય, પણ બાકીનું હું હાલ તમને કંઈ જ નહીં જણાવી શકું. થેંક્યુ વેરી મચ સર ફોર યોર કોલ..."
એમ કહીને તેને ફોન મૂકી દીધો એટલે રાણાએ,
"મેડમ તમે આ રીતે કરશો તો કમિશનર ગુસ્સે થશે, પછી..."
"પછી મારી ટ્રાન્સફર કરશે એમ જ ને, ભલે કરતા. મને કોઈ ફરક નથી પડતો. મને તો પરમિશન મળી ગઈ છે, તો બસ તમે તૈયારી કરો. આપણે કલાકમાં ત્યાં પહોંચવું છે."
એમ કહી અને તે પણ તૈયાર કરવા લાગી, નાછૂટકે રાણાએ પોલીસ સ્ટાફ બધો ભેગો કર્યો. એ થઈ જતા કનિકાએ કહ્યું કે,
"હું લીડ કરું છું એટલે હું જ્યાં લઇ જાવ ત્યાં મારી પાછળ બધાની ગાડીઓ આવવા દો. કોઈ પણ કોઈને ફોન કરવા નથી એટલે ફોન તમે રાણાસર પાસે જમા કરાવી દો."
રાણાએ બધાના ફોન લઈ લીધા અને બધા ત્યાં ગયા ગાડી એક પછી એક ટર્ન મારતાં મારતાં શહેરથી દૂર એક વિસ્તારમાં પહોંચ્યા તો બાજુમાં બેસેલા રાણાએ કહ્યું કે,
"આ વિસ્તાર મેડમ.... આ જગ્યા તો બરાબર નથી. આપણે આ જગ્યાએ આવ્યા તો છીએ, પણ આ તો પેલી જગ્યા કરતા પણ આ જગ્યા ખરાબ છે. અહીં આવનાર પોલીસ ક્યારે જીવતો પાછો નથી આવ્યો એટલે જ તો કોઈ પોલીસ આવવા તૈયાર નહીં થાય."
"એ તો મને પણ ખબર છે, એટલે જ આટલો પોલીસ સ્ટાફ લીધો છે."
"આપણે અને આપણે ક્યાં જવાનું છે?"
"હજી તમને ખબર નથી ને રાણા, તો બસ બોલો નહીં અને ચૂપચાપ જોયા કરો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?"
એ વિસ્તાર જોઈ બધા ગભરાઈ ગયા અને પાસ થઈ ગયેલો જોઈ બધો જ પોલીસ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો. પણ તે લોકો શહેરથી ખાસ્સા દૂર, કદાચ 30 40 કિલોમીટર દૂર આવી ગયા હતા. તો રાણાએ પૂછ્યું કે,
"મેડમ હજી જ્યાં જવાનું છે, ત્યાંની પ્લેસ નથી આવી? કોને ત્યાં જવાનું છે એ તો હવે કહો."
"નથી આવી, હવે આવશે... ઓકે, આ શું થયું છે તમને કે આમ પૂછ પૂછ કરો છે કે કોણ છે? ક્યાં જવાનું છે? એ બધી પછી ખબર પડી જશે તમને. અને દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? હવે ચૂપચાપ બેસી રહો અને મને ડ્રાઈવ પર મારું પર ફોકસ રહેવા દો."
(કનિકા માનવને પકડી શકશે? તે પકડવા જશે તો શું થશે? કનિકા કેવી રીતે માનવને જેલના હવાલે કરશે? દિપક અને એના પરિવારની શું હાલત થશે? એ કેમ કરીને સહશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? દાદાને દિપક કે પરિવારનો વ્યકિત કેવી રીતે સંભાળશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૦)