Ek Saḍayantra - 98 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 98

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 98

(સુધાબેન અને બાકીના બધાને સિયા કહે છે કે તમે મને છોડીને જતા રહો. દિપક અને સંગીતા પણ રોવે છે પણ સિયા ના માનતાં તે જતાં રહે છે. સિયા કનિકાને કહે છે કે મારે એક વાત કરવી છે. હવે આગળ.....)
"આ પોઝિશન કેમ કરીને આવી?"
"આ પોઝિશન પણ એટલા માટે જ આવી હતી કે જ્યારે મેં માનવના અબ્બા જોડે સંબંધ બાંધવાની ના પાડી અને એમના પર જનૂન સવાર થઈ ગયું. અને એના માટે મને પહેલા એક વાર તો ખૂબ મારી હતી, એ પછી પણ મેં મચક ના આપી અને મજાક ના મળતાં જ એમને મને ફરીથી મારવાનું ચાલુ કર્યું.'
સિયા કનિકાને જવાબ આપતાં બોલી,
આ વખતે એમની સાથે સાથે માનવ અને એનો મોટાભાઈ પણ મને મારવા લાગ્યા હતા. મારી ઈચ્છા નથી છતાંય તેમની સાથે મને અનિશે એકવાર તો રૂમમાં મોકલી પણ દીધી હતી, પણ હું ત્યાંથી ભાગી નીકળી અને બહાર આવતી રહી હોલમાં. અને એ જ વાત પર ગુસ્સામાં આવી બધાએ મારા ઉપર ઘાસલેટ છાંટી દીધું અને મને બાળી દીધી હતી."
"પણ એવું કેમ?"
"એમના મતે તો માનવ બસ ફકત માનવ હિન્દુ બનીને તે હિન્દુ છોકરીઓની ફોસલાવે છે, અને એને ફોસલાવ્યા પછી એને આવી રીતે ઉપભોગ અને ઉપયોગ કરી અને પછી બાળી નાખે છે. અને એના મતે તો આવી છોકરીઓનો ઉપયોગ અને ઉપયોગ કરવામાં એમને કોઈ શરમ પણ નથી આવતી. એ તો તેમનો હક માને છે."
"શું.... આવું પણ હોય અને આવુ થઈ પણ શકે!"
"એટલે તો હું કહું છું કે મારા ઉપર એક પણ ના છોડતા. જે વ્યક્તિએ મારી સાથે જબરદસ્તી કરી છે અને એને તો ખાસ ક્યારે ના છોડતા જે એક સ્ત્રીને એની ચારિત્ર્ય ઉપર આંગળી ઉઠાવી. પાછો આંગળી પણ ઉઠાવી છે, જયારે એનો મન ફાવે એમ ઉપયોગ કરીને. એને આંગળી ઉઠાવી છે, એટલું જ નહીં મને વેશ્યા પણ કહેતા વાર નથી કરી. બસ આજ મારાથી સહન નહોતું થયું. તમે એને સજા અપાવજો."
કનિકાએ કહ્યું કે,
"તને ખબર છે ને, તું શું બોલી રહી છે અને તું આ પહેલા કેમ ન બોલી?"
"મને ખબર છે કે તમે મને આ જ પ્રશ્ન કરશો કે હું પહેલા કેમ આ ના બોલી? પણ સાચું કહું મને એવું લાગતું હતું કે મારું આ બધું જણાવવાથી મારા મા બાપ દુઃખી થઈ જશે અને તેમનું શરમથી માથું નીચું થઈ જશે. એ સમાજમાં મ્હોં દેખાડવા લાયક પણ નહીં રહે. પાછા એ વખતે અહીં જ હતા, એ કેમ કરીને સહન કરતાં એટલે મેં મારું બ્યાનમાં એક પણ શબ્દ ના બોલી.'
"પાછું મારા મનમાં એ વાત પણ હતી કે મારી જેવી દીકરીને આ દુનિયામાં જોવા મળશે ખરા કે તેને શરમ નથી આવતી. પણ મા-બાપને એમની હરકતો પર શરમ આવે છે, એટલે મેં કશું જ નથી કહ્યું. પણ જ્યારે મારી તકલીફ જોઈને મારા માં બાપ જ દુઃખી થઈ ગયા અને એમના દુઃખનું કારણ જ હું બની ગઈ તો હવે હું એને પૂરેપૂરી સજા મળી એ માટે.... આટલી પણ સજામાંથી એ બચવો ના જોઈએ. ગમે તેમ થાય પણ તમે એને સજા કરાવજો તો જ મને શાંતિ મળશે. મારે બીજું કંઈ નથી જોઈતું. ના મને જીવન જોઈએ છે કે ના મને કોઈની હમદર્દી, પણ શાંતિ જોઈએ છે જે ફક્ત એને સજા અપાવીને મળશે. અને તમે મને પ્રોમિસ આપ્યો...."
"ઓકે ગમે તે થશે તો પણ એને હું સજા આપીશ અને એમાં હું પાછી પાણી પણ નહીં કરું. એ માટે મારે જેટલું કરવું પડે એટલું કરી લઈશ પણ બસ તું હવે બોલ બોલ ના કર અને હિંમત ના હાર. એક વાત પૂછું કે તું મને આ વાત કેવી રીતે બની, એ ફરીથી ડિટેલમાં કહીશ."
"કેમ?"
"એટલા માટે કે તારી વાત શું છે, એ જાણ્યા વગર મારે રેકોર્ડ નહોતું કરવું. પણ હવે મારે રેકોર્ડ કરવું પડશે, જેથી હું કોર્ટમાં એ પેશ કરી અને એ પરિવારને બરાબર બને એટલી સજા આપવી શકું. એમાંથી એક પણ વ્યક્તિ છટકી ના શકે એ માટે તો તું બોલીશ ખરા ફરીથી?"
"હા બોલીશ ને, એકે એક વાત રજૂ કરીશ, મારા ગુનેગારોને સજા અપાવવા માટે તો ચોક્કસ કહીશ. જેને મને એક શરમમાં નાખી દીધી. સ્ત્રીની અસ્મિતા સાથે, મારા ચારિત્ર્ય સાથે ખેલવાડ કર્યો. એ વ્યક્તિ વિશે હું જરૂર બોલીશ તો... તમે ફરીથી રેકોર્ડ કરી લો."
'મારા સસરા એટલે કે માનવના અબ્બા એવું ઈચ્છતા હતા કે હું એમની જોડે સંબંધ બાંધું, પણ એ માટે હું તૈયાર નહોતી એટલે એ વાત ના માની તો એમને મને ખૂબ મારી. છતાંય મેં વિચારી કે મેં કંઈક કરવું જોઈએ એટલે ગમે તે થાય આ વખતે હું બળવો કરીને મારા મમ્મી પપ્પા જોડે આવવા માંગતી હતી. પછી ફરી એ જ માંગણી કરતા મેં આ વખતે બળવો કર્યો અને એ બળવો કરતાં જ એના નિર્ણય રૂપે એમને મને બાળી નાખી."
આ બધું બોલી અને કનિકાએ રેકોર્ડિંગ કરી દીધું. આ આ સાંભળી સંગીતા અને સુધાબેન વધારે રોવા લાગ્યા. દિપકની આંખમાં ગુસ્સો આવી ગયો એમાં તેને મુઠ્ઠી જોશથી વળાઈ ગઈ અને એના નખ હાથમાં થી લોહીના ટશર ફૂટી નીકળ્યા. કનિકા બહાર આવી અને તેને રાણાને કહ્યું કે,
"રાણા જલ્દી કોર્ટમાં લઈ લો, આપણે આ સબૂત હાલ જ કોર્ટમાં રજૂ કરવો છે."
"પણ મેડમ એકદમ ઉતાવળ કરીશું એનાથી શું થશે?"
"ભલે કંઈ ના થાય પણ મારે જણાવવું તો છે જ અને એ બને એટલી ઝડપથી પકડી લેવા છે, જેથી એ લોકોએથી ભાગી ના જાય. નહીંતર જો એક વાર તે જતા રહેશે ને, તો પછી હાથમાં નહીં આવે."
"હા મેડમ આપણે ઝડપથી કોર્ટમાં જતા રહીએ. આ બાજુ દિપક અને સંગીતા, સુધાબેન સિયાને જોયા કરતા હતા કે,
'મારી દીકરી કેટલું બધું સહન કર્યું?"
સુધાબેન બોલ્યો પણ ખરા કે,
"કેમ આપણી દીકરી આટલું જ સહન કરવું પડ્યું. આ કરી શકશે, એ જ નવાઈ લાગે છે કે હું તેને ફૂલ જેવી કોમળ સમજતી હતી, તેવી મારી દીકરી આટલું બધું સહન કર્યું."
સંગીતા પણ બોલી કે,
"જે દીકરીને મેં આટલી લાડકોડ થી ઉછેરી અને એને બધાએ મારી પીટી અને એના પર રેપ પણ કર્યો. દિપક તમે ગમે તે થાય પણ એ મારા દીકરીને તકલીફ પહોંચાડનાર ને એને સજા આપવજો. હું હવે પોતે આવીશ એને પૂછી કે તે મારી દીકરી પર આટલા જુલામ કેમ કરીને કર્યા."
"સજા આપવા માટે એક વાર મળે તો ખરા,પછી હું તેને બતાવીશ કે દીકરીનો બાપ વીફરે એટલે શું થાય? એને શું કરી નાખીશ, એ જ મને ખબર નથી પણ તેને જોયા પછી મારી શું હાલત સશે એ પણ મને ખબર નથી, પણ ગમે તે એન્ગલથી મારી દીકરી એટલે દુખી કરે તો હું ક્યારેય નહીં છોડું, એવા હરામીઓ ને? એમના માટે આ દુનિયાની બધી સજા આપું તો પણ ઓછી પડે...."
(શું કનિકા કોર્ટ પહોંચશે? એ રેકોર્ડિંગ રજૂ કરી તેને રેડ પાડવાની પરમિશન મળશે? તે માનવને પકડી શકશે? તે પકડવા જશે તો શું થશે? કનિકા કેવી રીતે માનવને જેલના હવાલે કરશે? દિપક અને એના પરિવારની શું હાલત થશે? એ કેમ કરીને સહશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૯)