(સિયા હજી એની યાદોમાં જ ખોવાઈ છે, કેવું સુંદર જીવન જીવનારી આ હાલતમાં પહોંચી ગઈ અને તે કનિકાને અનુરોધ કરે છે કે તેની આ હાલત વિશે જણાવજો, જેથી કોઈની પણ જીંદગી બચી જાય. કનિકા દિપક અને સંગીતાને સિયાને મળવા જવા કહે છે. હવે આગળ.....)
કનિકાની વાત સાંભળી સંગીતા દિપક સામે જોઈ બોલી કે,
“એ તો મારા બસની વાત છે જ નહીં, પણ તમારા પાસે તો છે ને કે, તો તમે જ મળવા જાવ. એની સામે રોયા વગર તમે હિંમત રાખીને એને જીવવાનું શીખવાનું કહેજે. આ વાત ભૂલીને આગળ વધવાનું કહો. તમારે નથી રોવાનું પણ હિંમત તમારે સિયાને આપવાની છે, જેથી એ આ દુનિયામાં જીવી શકે.”
“હા, તમે જ તો જીવવાનું શીખવાડશો નહીં તો કોણ શીખવાડશે? નહીંતર તમને પણ ખબર છે કે આ સમાજ કેટલો ખરાબ છે, કોઈ છોકરીને આવી જિંદગી નહીં જીવવા દે અને આ તો ફક્ત હજી તો હોસ્પિટલના ચાર દિવાલોની જ વાત છે. કાલ ઉઠી સમાજમાં જશે તો એનાથી પણ એની ખરાબ હાલત થશે. તમે હિંમત નહીં રાખો તો બીજું કોણ રાખશે? મા બાપની ફરજ એ પણ આવે છે ને કે બાળકને પ્રોત્સાહન આપી અને એને આગળ વધવાની પ્રેરણા કરવાની નહીં તો તે પોતે જ ભાંગી પડશે. તમે આવા કેટલાય કિસ્સા જોયા હશે ને સર, પ્લીઝ આવી રીતે તમે ના કરો અને તેને આમ તરછોડી ના દો.”
સંગીતા આ બધું સાંભળવા પછી પણ દિપકની સામે
જોયું અને કહ્યું કે,
“તમે તો એને કહી દેજો કે તે સોરી ના કહે, એકવાર તે કહી દીધું છે અને મને માથ કરે કેમ કે હું તો નહીં જઈ શકું. મારી દીકરીની આવી હાલત મારાથી જોવાની બિલકુલ તાકાત નથી.”
કેશવે પણ પરાણે બોલ્યો કે,
“એ તો મારું પણ એવું જ છે. હું કેવી રીતે મારી દીકરી આવી હાલતમાં જોઈ શકું, મારું જ લોહી છે એ, મારી જ દીકરી છે, મારું જીવન છે અને મારો કાળજાનો કટકો અત્યારે હોસ્પિટલમાં અને આવી પોઝીશનમાં, મારાથી નહીં થાય. સોરી મેડમ પણ અમે બંનેમાંથી કોઈ પણ નહિ જઈ શકીએ.”
કનિકા આગળ હજી કંઈક કહે તે પહેલા જ સુધાબેન એની પાસે જવા તૈયાર થઈ ગયા અને ઝડપથી એની પાસે પહોંચી પણ ગયા. તેમને સિયાના માથા પર હાથ રાખીને અને કહ્યું કે,
“સિયા... બેટા સિયા...”
સિયાએ એક આંખ ખોલીને જોયું તો દાદી સામે જ ઊભા હતા. તે રડી પડી અને રડતાં રડતાં બોલી કે,
“દાદી તમે મારી આવી હાલત જોવા તમે કેમ આવ્યા? તમે ના આવો. તમે જતા રહો... કોઈને પણ મારી પાસે ના મોકલો. મારે નથી કોઈને મળવું નથી. હું તમારા બધાની માફી માંગવા માગું છું પણ તમે અહીં ના આવો, કેમ કે તમે લોકો આ મારી સ્થિતિ નહીં જોઈ શકો. દાદી મને માફ કરી દો.”
સુધાબેનનું આવું રૂદન જોઈ મન ભાંગી પડયું છતાં પોતાની ભાવના કાબૂમાં કરીને કહ્યું કે,
“બેટા તને તારા દાદાએ શું શીખવાડયું છે, જ્યારે પણ તારી પાસે તમારી હિંમત હોય ને તો એને કોઈ છીનવી ના શકે. પણ એ વ્યક્તિ પાસે એની હિંમત હોવી જોઈએ, નહીં કે બીજા ઉપર હિંમત રાખવાની હોય. તને ખબર છે કે તારા કરતાં પણ વધારે તારા મમ્મી પપ્પા ફેઈસ કરવું વધારે અઘરું છે. કેમ કે એ મમ્મી પપ્પા છે, તો એમનું કાળજું કપાઈ જાય અને એ કાળજું કપાય છે એટલે કેવી પોઝીશન થાય, એ હું સારી રીતે સમજી શકું છું. આ લાગણી તો ત્યારે જ તું સમજી શકીશ જયારે તું મમ્મી બનીશ અને ત્યારે જ આ લાગણી, આ વાતો તને સમજાશે એટલે હિંમત રાખ.’
“તારે ખુદને લડવાનું છે, આ પોઝિશનથી પણ અને આવનારી પોઝિશનથી પણ. હિંમત તારે ખોવાની બિલકુલ નથી. તારા દાદા દાદી મમ્મી પપ્પા બધા તારી સાથે રહેશે, પણ બધા આગળ હિંમત તો તારે જ રાખવી પડશે. તારે જ જીવન જીવવા માટેની તૈયારી કરવી પડશે અને એવી જ ઈચ્છા પણ તારે જ રાખવી પડશે.”
આ સાંભળી સિયા બોલી કે,
“મારે નથી જીવવું... મારામાં એવી કોઈ હિંમત નથી. દાદી હું હવે આમ નહીં રહી શકું.”
“જો બેટા તું આવું ના કહી શકે, કેમ કે તારા જીવન પર જેટલો તારો હક છે ને, એટલો જ તારા મમ્મી પપ્પાનો પણ છે. અને એ હકને તો તું ના છીનવી શકે, આમ પણ એ તને હસતી રમતી જોવા માંગે છે, એટલું જ ને? એ માટે તે ગમે તેવા દુઃખ સહન કરવા તૈયાર હશે, પણ જો તને હસતી રમતી ના જોવે, તો તે કોના માટે દુઃખ સહન કરશે? કદાચ એમનું જીવન પણ આપોઆપ ઓછું થઈ જશે, કારણ કે માબાપ દુનિયા સામે લડી શકે પણ જ્યારે દીકરા દીકરી જ ભાંગી પડે ને ત્યારે એમનામાં લડવાની હિંમત નથી હોતી.’
“અને એમાં પણ દીકરી આવું વર્તન કરે, પછી તો બિલકુલ તે હિંમત હારી જાય છે. માટે તું શાંતિથી રાખ અને આરામ કર, આમ નાસીપાસ ના થા. આ રીતે હિંમત હારે તો થોડી એમ ચાલે, હજી તો આપણે ઘણી લાંબી લડાઈ લડવાની છે અને આપણે લડીશું પણ ખરા, પણ બસ તું હસતી રમતી રહે એટલી જ તો ઈચ્છા છે. એ તો લડી શકશે, તારી હિંમત જો તું નહિ છોડે ને તો જ એ લડી શકશે, એના માટે તમારી જ એમને જરૂર છે. બાકી મારામાં પણ તાકાત ભેગી કરી શકીએ, એ માટે પ્રયત્ન તો કર.”
“દાદી દાદા ક્યાં ગયા? એ કેમ ના દેખાયા.”
“દાદા ને.... બેટા શું કહું તને, મને પણ નથી ખબર.”
સુધાબેને વાત ટાળતાં કહ્યું તો સિયાએ,
“કહોને દાદી કે દાદા ગયા ક્યાં? એ જ મારા માટે સૌથી વધારે હતા. હવે એ જ કેમ મને દેખાઈ નથી રહ્યા.”
“તારા દાદા તો હોસ્પિટલની આઈસીયુ માંએડમિટ છે.”
“શું થયું દાદાને?”
“દાદાને મેજર એટેક આવ્યો છે.”
“હા મને યાદ આવ્યું કે રોમાએ મને આ વાત કરી હતી અને હું તો ઘરે આવવા જ માંગતી હતી અને તે મોકલવા તૈયાર નહોતો.”
આ સાંભળી સિયા એમને યાદ કરતી જાય છે, રોતી જાય છે અને બોલતી જાય છે કે,
“આ બધું મારા કારણે જ થયું છે. કાશ હું માનવ સાથે ના ભાગી ગઈ હોત ને, તો આજે દાદા હોસ્પિટલ નહીં પણ ઘરે હોત. મારા દાદાની જિંદગી મેં મારા હાથે જ લેવાનો પ્રયત્ન કર્યો.... મારા કારણે દાદાની જિંદગી જોખમમાં આવી ગઈ ને?’
“દાદી, તમે કહો ને કે તેવી કંડીશનમાં છે? જો દાદાને કંઈ થઈ જશે, તો દાદા વગર તો હું પણ કેવી રીતે જીવીશ. દાદા હતા એટલે જ હું હિંમત કરતી હતી અને હિંમત થતી પણ હતી, હવે કોના માટે હિંમત કરવાની.... મારા જેવી કોઈ ખરાબ પૌત્રી નહિ હોય, મારા જેવી છોકરીઓને તો કશું કહેવું જ ન જોઈએ.... બસ મારા જેવું ગુનેગાર જ કોઈ નહીં હોય, જેને પોતાના દાદાને હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે.’
(કનિકા હવે શું કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? શું માનવ પકડાશે કે છટકી જશે? એના બ્યાન બાદ પોલીસ શું એક્શન લેશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? સુધાબેન સિયાને કેમ કરી સમજાવશે? શું સિયા અને દિપક સંગીતા એકબીજાને મળશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૭)