Ek Saḍayantra - 95 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 95

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 95

(સિયા અને કનિકા વાત કરે છે અને તેના જીવનની મીઠી પળો યાદ કરે છે. માતા પિતાનો પ્રેમ તરછોડી તે માનવ જેવા માણસના પ્રેમમાં પડી અને એની સજા આ રૂપે જ મારી આવી હાલત છે. એટલે હું એ લોકોને મારું મ્હોં દેખાડવા પણ લાયક નથી. હવે આગળ.....)
“આવી જિંદગી મારા જેવી કલેક્ટરની દીકરીની પણ થાય તો, સામાન્ય છોકરીને શું થાય?”
સિયા આવું બોલી તો કનિકાએ એને કીધું કે,
“તું તો ખરું ખરું બોલે છે, અને આજ સુધી મેં ક્યારે આવી છોકરી નથી જોઈ. હંમેશા જે નસીબનું જ રોતી હોય છે. જેને પોતાના દર્દની જ પડી હોય છે. પણ તારા જેવી પહેલી છોકરી જોઈ કે જે તારા પર જે રીતે વીત્યું ,એના પરથી બોધપાઠ બીજાને લેવાનું કહે છે. નહી તો ઘણા બધા લોકો ડરના માર્યા ભાગી જતા હોય છે. તું તો બહુ હિંમતવાળી છોકરી છે.”
“હા પણ એ તો મેં નથી શીખ્યું, આ બધું તો મને એ શીખવાડ્યું હતું કે, ‘પરિસ્થિતિ જેવી હોય પણ તેનાથી લડવું તો પડે જ અને બસ હું હવે એ જ કરી રહી છું. મેં જેટલું પણ સહન કર્યું છે ને, એટલું બીજું કોઈ છોકરી ના સહન કરે એટલી જ મારી ઈચ્છા છે.”
આ સાંભળી કનિકાએ પણ કહ્યું કે,
“બસ હવે તું બહુ બોલ બોલ ના કર અને આરામ કર. હું બહાર જાવ છું.’
“અને હા, અત્યારે તું ડાહી ડાહી વાતો કરે છે, તો તું તારા મમ્મી પપ્પાને કેમ નથી મળતી, એમનો કેટલો જીવ બળતો હશે? એમાં તારી વાતો સાંભળ તે તો વગર મોતે મરી જશે.”
આ સાંભળી સિયા,
“મારે મળવું તો છે, પણ એમને કેવી રીતે મળું અને કયા મોઢે મળું. એમના પ્રેમને લાયક નથી તો હું કેવી રીતે એમને ફેસ કરી શકું. એમને મળીને મારા જીવનની આ પીડા વધારે તકલીફમય થઈ પડશે. પણ મારા પપ્પાને એટલું કહેજો કે, ‘તે મને માફ કરી દે. મારી ભૂલને માફ ના કરે તો કંઈ નહીં પણ મારી જૂની વાતો યાદ કરીને દુઃખી ક્યારેય ના થાય.’
“તે આવું કેમ કહ્યું, અને પપ્પાને જ કેમ?”
“એટલા માટે કેમ કે મને ખબર છે કે પપ્પા જે કંઈ કરતા હતા એ મારા સારા માટે જ હતું. એમણે ક્યારે મારી સાથે પ્રેમથી વાતો કરી નહિ હોય, પણ મને યાદ હંમેશા કરતા
હતા. એ હંમેશા બહારથી કડક અને અંદરથી નરમ હતા. મને પડતી કોઈ જ તકલીફ એ સહન નહોતા કરી શકતા. બસ તમે આટલા સમાચાર કહેશો ને?”
કનિકા બોલી કે,
“હું શું કામ પણ... આ બધું પણ તું જ કહી દે ને?”
“ના મેડમ એ લોકો દુઃખી થઈ જશે, મારા માટે જેટલો પણ પ્રેમ છે ને, એ ઉભરાઈ આવશે અને હું તો
એમની નફરતને જ લાયક છું. અને મને પણ એમની નફરત જ વ્હાલી છે અને મારે એ નફરત સાથે જ જીવવું છે. અને મોત આવે તો એ લઈને જ મરવું છે.”
આ સાંભળી સિયાનો પરિવાર જે બહાર ઉભો રહી. કનિકા અને એની વાતો સાંભળતો હતો તે ધ્રુસકે ધ્રુસકે રોવા લાગે છે. સંગીતા તો બોલી પણ પડી કે,
“ આ કેમ આવું સિયા કેમ બોલે છે, કહો ને ના બોલે. નહીંતર મારો જીવ જતો રહેશે. કહોને તમે મારી દીકરી આવું ના બોલો. એ મારી લાગણી આમ નફરતનું નામ ના આપે.”
દિપક પણ રડે જ જતો હોય છે અને સુધાબેન તો વાત જ પૂછવા જેવી નથી તે તો એકીટશે બસ સિયાને જ જોયા કરે છે.
રાણા આ બધું જોઈને એમને સમજાવે છે કે,
“મેડમ આ રીતે રોવાથી કંઈ નહીં મળે, એની જે પોઝિશન છે એ પ્રમાણે સાચી છે, કારણ કે એને આખી જિંદગી તમારી વાત તો સાંભળવી હશે પણ એને આ વાત ના માની એમાં એને જે પણ ભોગવવાનું ભાગમાં આવ્યું એનાથી ડરે પણ છે અને દુઃખી પણ છે. તે નથી ઇચ્છતી કે તમે પણ એ દર્દમાંથી ગુજરો. એટલે તમે સિયાના બોલવા પર ના જાવ, બસ એટલું જ વિચારો કે ‘દીકરીની જે કંઈ થયું, એમાં શું સાચું તો શું ખોટું હતું? એ કરતાં પણ દીકરી આપણી પાસે રહેલ એ ઘણું જરૂરી છે. બાકી તો બીજું તો હું શું કહું સાહેબ, મેડમ તમે તમારા મનને કાઠું કરજો. કયાંક સિયા આગળ તમે રડશો તો એ વધારે ભાગી પડશે.”
બધા ચૂપ થઈ ગયા, એટલામાં કનિકા બહાર આવી અને એને એમ કહ્યું કે,
“સર તમારે અને મેડમને જો થોડીવાર મળવા જવું હોય તો જઈ આવો.”
“એ તો ના પાડે છે, બાકી તમારી સાથે વાત કરવાની કન્ડિશનમાં એટલા માટે નથી કેમ કે એનું મન તૈયાર નથી કે તમને ફેસ કરવા પણ તૈયાર નથી. મેં પ્રયત્ન કર્યો પણ એની વાતો પરથી એવું લાગે છે કે તમને ફેસ નહીં કરી શકે. છતાંય કહું છું કે તમે મા બાપ છો એટલે તમારે એકવાર એને મળવા જવું હોય તો જાવ.”
કેશવે સંગીતાની સામે જોયું, સંગીતાએ સુધાબેનની સામે જોયું, સુધાબેન દિપકની સામે, આમ બધા એકબીજાની સામે જોઈ રહ્યા પણ અંદર કોઈ જવા તૈયાર નથી. કનિકાએ પૂછયું કે,
“તમે કેમ અંદર જવા તૈયાર નથી?”
બધા રડી પડ્યા, માંડ માંડ દિપક બોલ્યો કે,
“કેવી રીતે જવું, જે દીકરી આટલી લાડકોડમાં ઉછેરી અને જીવન જેનાથી ભરેલું હતું. આવા સુંદર જીવનમાં એક મોટી તકલીફ આવી પડી, આજે એ હોસ્પિટલના બેડ પર પડેલી જોવાની, એ પણ આવી બળેલી હાલતમાં કેમ કરી જોવાય.”
“અને અંદર જઈને કરવું તો પણ શું કરવું? એને કેવી રીતે આશ્વાસન આપવું કે એની સાથે કેવી રીતે વાત કરવી, અમને કંઈ સમજ જ નથી પડી રહી. અને અમારી હિંમત પણ નથી. અમારે નથી મળવું જો તમે અમારું કામ કરો તો તારો ઉપકાર નહીં ભૂલીએ. તમે એને જઈને મળો અને તમે જ એની સાથે વાત કરો. આ રીતે તો એ પણ અમને જોઈને પણ ભાંગી પડશે, એ અમારે નથી જોવું. અમારે તો અમારી દીકરી હસતી રમતી જોવી છે, નહીં કે આવી મરણ પથારી પર પડેલી.”
કનિકાએ કહ્યું કે,
“મેડમ તમારી વાત બધી જ સાચી, પણ આમ હિંમત હારે થોડી ન ચાલે. હું માનું છું કે તમે મા છો, એટલે તમારા માટે સહન કરવું મુશ્કેલ છે, પણ એક મા જયારે પોતાના બાળકો પર કોઈ તકલીફ આવે કે કોઈ મુસીબત આવે તો તમારે તો હિંમત કરવી જ પડે ને. એમ થોડી હિંમત હારી થોડી ચાલે. અને તમે પહેલ નહીં કરો તો બીજું કોણ કરશે.”
સંગીતા દિપક સામે જોઈ બોલી કે,
“એ તો મારા બસની વાત છે જ નહીં, પણ તમારા પાસે તો છે ને કે, તો તમે જ મળવા જાવ. એની સામે રોયા વગર તમે હિંમત રાખીને એને જીવવાનું શીખવાનું કહેજે. આ વાત ભૂલીને આગળ વધવાનું કહો. તમારે નથી રોવાનું પણ હિંમત તમારે સિયાને આપવાની છે, જેથી એ આ દુનિયામાં જીવી શકે.”
(કનિકા હવે શું કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? શું માનવ પકડાશે કે છટકી જશે? એના બ્યાન બાદ પોલીસ શું એક્શન લેશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? કનિકા સિયાને કેમ કરી સમજાવશે? શું સિયા અને દિપક સંગીતા એકબીજાને મળશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૬)