Ek Saḍayantra - 94 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 94

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 94

(કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેકોર્ડિંગ સાથે તેનું બ્યાન લઈ લીધું. આ બધું સાંભળી બધાની આંખો ભીની થઈ જાય છે. એમના ગયા બાદ કનિકા પાછી સિયાને એના મમ્મી પપ્પા મળવા માંગે છે, એમ કહેતાં જ તે ના પાડે છે. હવે આગળ.....)
“દાદા... મારા જીવનમાં સૌથી વધારે મહત્ત્વની વ્યકિત, જેની જોડે હું હંમેશા રમતી હતી અને એમને મારી બધા જ મનની વાતો કરતી હતી, જે આજ સુધી મેં ક્યારે પણ કોઈને નથી કરી. બસ કંઈપણ વાત હોય તો એમને જઈને જ મારા મનની લાગણીઓ વ્યક્ત કરી. એ મારા દાદા નહીં પણ મારા ફ્રેન્ડ જ હતા. એમને મારા માટે અનહદ લાગણી પણ હતી અને એ પણ મારા એટલા જ ફેવરેટ દાદા હતા. છતાં હું એમની સાથે ઘણી અલ્હડતા કરતી.’
“પપ્પાની ના હોય, મમ્મીની ના હોય અને દાદીની પણ ના પાડતાં હોય, તો પણ મારે જો કોઈ વાત મનાવી હોય તો મારે દાદા જોડે જ જવાનું અને દાદા મારી બધી જ વાત સાંભળે અને દાદા બધી જ વસ્તુ, મારી ફરમાઈશ પૂરી કહી દેતા.’
આટલી સુંદર મજાની મારી જિંદગી હતી. મારા કોલેજમાં જ આવ્યા પછી મને મારા પપ્પા તો હંમેશા એમ જ કહેતા હતા કે,
“બેટા તું કેરિયર બનાવી દે, જેથી તારી જિંદગી બની જાય. અમે તો આજે છે અને કાલે નથી, પણ તારી પાસે તારી કેરીયર સારી સેટલ થયેલી હશે ને, તો તારી જિંદગી એકદમ સુખરૂપ જશે. તું આરામથી તારું જીવન ગુજારી શકીશ. પણ હું એક એવી છોકરીઓ માની છોકરી નીકળી છું કે તેને તેના મા બાપની વાત માનતા શરમ આવતી હતી. પછી જયારે તે દુઃખી થાય ત્યારે એ જ વાત માને છે. મેડમ હું સાચી જ છું ને?’
“આમ પણ મા બાપની જોડેની જિંદગી જેટલી સુંદર હોય છે ને કે તેની વાત પૂછવા જેવી નથી અને એટલી ખરાબ દીકરીની પરણ્યા પછી ની હોય છે. જેમાં એની ખુશીઓ પર પણ દાવ લાગી જાય છે.”
સિયા આમ લગાતાર બોલે જતી હતી, એ ચૂપ થઈ એટલે કનિકા બોલી કે,
“સિયા તું તો ખરું ખરું બોલે છે, તારા જેવી પહેલી છોકરી મેં જોઈ જે એના મમ્મી પપ્પાને મળવા નથી માંગતી. બાકી આવા સમયે તો સૌ કોઈ પરિવાર જ ઝંખે છે, અને આટલું બધું ડહાપણ છે, તો તું તારા મમ્મી પપ્પાને કેમ મળવા નથી માગતી?”
“તમને ખબર છે કે મારા પપ્પા પણ મને આવું જ કહેતા હતા કે હું ખરું ખરું બોલું છું અને કરું પણ છું.... કંઈ પણ સમજયા વિચાર્યા વગર. મારા પપ્પાના કહ્યા મુજબ કંઈ પણ કામ કરવાની જગ્યાએ જેમ મનમાં આવે એમ ગાંડપણ જ જીવનમાં કર્યા છે. બસ આ જ એનું ફળ કહો કે ભુગતાન છે. કોઈએ પણ મારા જેવી ભૂલ ના જ કરવી જોઈએ અને ના કરે.’
“તમને ખબર છે આ શબંદો કયારે યાદ ના આવ્યા.... પન જયારે આ જ શબ્દો મને ત્યારે યાદ આવ્યા જ્યારે હું ભડભડ આગની જવાળાની વચ્ચોવચ્ચ લપટાયેલી ઊભી હતી. જયારે મારી આંખોના આસું અને હોઠ પરના શબ્દો પણ બળવા લાગ્યા. જીવનની કોઈ કોલેજ એવી નથી કે એનું ભણતર કંઈ જ કામ નથી લાગતું. જીવનની આ વાસ્તવિકતા આગળ ના કોઈનું ચાલ્યું છે કે ના કોઈનું ચાલવાનું હતું.’
“હું કેવા વમળમાં ફસાઈ ગઈ. હું ક્યાં હતી અને ક્યાં આવી ગઈ. જીવનમાં મારું એક પગલું મને ભારે પડશે, એ મને નહોતી ખબર. કેવી મારી સુંદર મજાની, નિર્દોષ જીંદગી હતી મારી અને એ જીંદગી છોડી, હું હાથે જ કરીને દુઃખના વમળમાં પહોંચી ગઈ. મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે, હું આવી જીંદગી જીવવી પડશે.”
આ સાંભળી કનિકા હસી પડી અને કહ્યું કે,
“અમે માબાપ જોડે જે જિંદગી હોય છે ને, એટલી બધી આઝાદ પણ. જ્યારે જ્યારે એને યાદ કરીએ ત્યારે આપણે ચહેરા પર હસી આવી જાય, જ્યારે આપણે એને યાદ કરીએ ને મા બાપના પ્રેમનું અને લાગણીઓ નું ઝાડ આપણા પર જ વરસી જાય. એને ત્યારે પણ એના હેતના વહેણમાં આપણા આંખના આંસુ આવે તો પણ વહી ના શકે. અને એમાં પણ છોકરીને તો ખાસ કરીને બને.”
“હા એવું જ હોય ને, એ યાદ કરીએ એટલે આપણું જીવન આપણને જીવવા લાયક લાગે, બાકી ક્યાંય ના લાગે, સિવાય કે બોજ જેને આપણે વેઢરવું પડે. એ પળે પળે પણ યાદ કરું છું, મા બાપ સાથે જે જીવન હતું એ ગુલાબ જેવું હતું. જેની આજુબાજુ તો કાંટા છે એને દૂર કરનારા પણ એટલા બધા હતા, એ એમની જાતે ને વાગવા દે. પણ આપણને અડવા પણ ના દેતા. મારા મમ્મી પપ્પાએ પણ મને ક્યારેય વાગવા નથી દીધું કે મને નુકસાન થવા દીધું નથી.”
“એ તો મા બાપની ખાસિયત હોય છે બેટા, અને એ ખાસિયત વગર મા બાપ બની જ ન શકાય. મા બાપથી પણ લડે પણ ખરા અને લાડ પણ કરે ખરા.”
“હા પણ આજે છોકરીઓ એને લાયક નથી હોતા. એ લાયક હોતા નથી ને, એટલે તો દરેક છોકરીના જીવનમાં કંઈકને કંઈક તકલીફો પડતી જ હોય છે અને મારા જેવી ને તો ખાસ, જે ક્યારે ના એનામાં કહ્યામાં રહે. એક વ્યકિત જીવનમાં આવે અને આપણે એની વાતો સાંભળવા લાગીએ પછી ના ભરવાનું પગલું ભરી દઈએ. પણ એ વ્યકિત મા બાપના પ્રેમના તોલે તો ના આવે કે ના એનામાં એ પ્રેમનો અંશ પણ ના હોય. છતાંય આપણને એનો જ પ્રેમ સાચો લાગે.”
કનિકા સિયાને ચૂપચાપ જોતી રહી,
“ખબર છે તમને, હું મારા મમ્મી પપ્પાની રાજકુમારી હતી, મારા દાદા દાદીની પણ રાજકુમારી હતી એમ કહું તો ચાલે કે મમ્મીની દુલારી, પપ્પાની રાજકુમારી અને દાદા અને દાદીની વહાલની કયારી. જ્યારે દાદા તો મારા મિત્ર પણ હતા અને અને બધી જ લાગણીઓની મેં ઠોકર મારી દીધી અને ફસાઈ ગઈ. મારા જેવું કમનસીબ તો કોઈ નહીં હોય. આપણે આપણા મા બાપનો પ્રેમ ભૂલી જઈએ છીએ. માનવના કહ્યા મુજબ તો હું ખરેખર એ મુજબ એમના માટે લાયક જ નથી. પણ મારી નજરે એ મારા માટે લાયક નથી, એટલે એના પ્રેમમાં પણ સ્વાર્થ માટે હોય છે. મારા જેવી કોઈ પણ છોકરીની ફરીથી કોઈની કન્ડિશન ના થાય, એ માટે એને પકડીને ચોક્કસ સજા કરજો. અને એ પણ ના કરી શકો તો કંઈ નહીં, પણ મારી વાતો તો બધાને ખાસ કહેજો કે, ‘જે રાજકુમારની જેમ મોટી થયેલી છોકરી અને એની છેલ્લી મોત કેવી કન્ડિશનમાં હતી. હોસ્પિટલના બેડ ઉપર આખી બળી ગયેલી.
આવી જિંદગી મારા જેવી કલેક્ટરની દીકરીની પણ થાય તો, સામાન્ય છોકરીને શું થાય?”
કનિકાએ એને કીધું કે,
“તું તો ખરું ખરું બોલે છે, અને આજ સુધી મેં ક્યારે આવી છોકરી નથી જોઈ. હંમેશા જે નસીબનું જ રોતી હોય છે. જેને પોતાના દર્દની જ પડી હોય છે. પણ તારા જેવી પહેલી છોકરી જોઈ કે
(કનિકા હવે શું કરશે? સિયાને ડૉક્ટર બચાવી શકશે કે નહીં? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? શું માનવ પકડાશે કે છટકી જશે? એના બ્યાન બાદ પોલીસ શું એક્શન લેશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? કનિકા સિયાને કેમ કરી સમજાવશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૫)