Ek Saḍayantra - 91 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 91

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 91

(કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથી તેના બ્યાનના આધારે ગુનેગાર છટકી ના જાય. રોમા આવી તેને ઓળખે છે કે આ જ સિયા છે. માનવ ઈરાનીની વાઈફ. પછી કનિકા દિપકને સીટી હોસ્પિટલ બોલાવે છે. હવે આગળ.....)
“સર હું તમને કહી દઈશ બસ, પણ હાલ તમે આ વિન્ડોમાંથી જુઓ.”
કેશવે એ વિન્ડોમાં જઈને જોયું તો તેમને ખબર પડી ગઈ અને બોલી પડયા કે,
“આ તો મારી દીકરી સિયા છે, હે ને?”
“હા સર...”
કનિકા પરાણે બોલી.
માંડ માંડ તે બોલી તો કેશવે પાછું વિન્ડોમાં થઈ એને જોવા લાગ્યો. આખા શરીરનાં અડધા ઉપરનો ભાગ બળી ગયેલો, અડધા ઉપર ચહેરો દાઝી ગયેલો, જેમાં માંડ માંડ એકાદ આંખ તેની ખૂલતી હોય એવું લાગ્યું હતું. એક આંખ તો બળી ગયેલી હતી એ જોઈને જ તે એને જોતા જ રહ્યા. એટલે રોમાએ,
રોમા બોલી કે,
“અંકલ એ સિયા જ છે, અને એ જણાવવા તમને અહીંયા બોલાવ્યા છે.”
“એને શું થયું છે? આમ કેવી રીતે?”
“એ તો અમને પણ નથી ખબર, સર. પણ ડોક્ટરના કહ્યા પ્રમાણે 70% ઉપર બળી ગઈ છે.”
“એવું તો ના બને, એ એમ કેવી રીતે... એકદમ કેવી રીતે બળી ગઈ? એ તમને પણ ખબર નથી.”
કનિકાએ એમને હિંમત આપતાં બોલી કે,
“હિંમત રાખો સર, પણ આ વસ્તુ તમારે સંભાળવી તો પડશે? તમે જાણશો ત્યારે તમે તમારા ઘરના લોકોને જણાવી શકશો?”
“કેવી રીતે જણાવું, એ મને નથી ખબર પડતી. જણાવો તો પડશે અને તમારે હિંમત પણ રાખવી પડશે કેમ કે ઘણું બધું જાણીશું જ તો જ ખબર પડશે. અંદર જ્યારે સિયા ભાનમાં આવશે તો એનું બ્યાન પણ લેવું પડશે અને તમારે હાજર પણ રહેવું પડશે?”
“હું નહીં લઈ શકું.”
“લેવું તો પડશે સર, કંઈ નહીં, હાલ તો તમે એવું હોય તો તમે પરિવારને બોલાવી અને જણાવી દો પ્લીઝ.”
“પછી જણાવી દઈશ.”
“સોરી સર, આગળની કોઈને ખબર નથી હોતી કે શું થશે, પણ આપણને એટલી ખબર નથી કે તે સાજી થશે કે નહીં? એ પણ અમને ખબર નથી. અને પડશે પણ નહીં, પ્લીઝ સર. તમે ઘરના લોકોને એકવાર બોલાવી લો...”
દિપક ચૂપ રહ્યો એટલે કનિકાએ,
“સર... શું વિચારો છો?”
દિપક મનથી ભાંગી પડ્યો અને કહે કે,
“હું એ લોકોને કેવી રીતે બોલવું? એમના પર શું વીતશે એ બધું જોઈને કે એમને દીકરીની હાલત આવી? અત્યારે મને એને જોઈ જો આટલી એરારટી છે તો એ બંનેનું શું થશે?”
“હા જે થાય તે, પણ જણાવું તો પડશે કેમ કે સર એક એની મા છે અને એક એની દાદી છે. અને એમનો પૂરેપૂરો હક છે કે એમની દીકરીની પોઝિશન શું છે એ જાણવાનો. અત્યાર સુધી આપણે કંઈ નથી કીધું પણ હવે તો કહેવું જ પડશે, પ્લીઝ સર જણાવો....”
કેશવે મન કાઠું કરી સંગીતાને ફોન કર્યો અને કહ્યું કે,
“તું અને મમ્મી સીધી સીટી હોસ્પિટલમાં આવી જાવ.”
“પણ શું કામ? અહીં પપ્પાજીને...”
“હા, હું ત્યાંના ડોક્ટરને વાત કરી લઉં છું, એ હોસ્પિટલમાં પપ્પાની કેર કરવા માટે કોઈ વ્યક્તિ એરેન્જ કરી દેશે. અને આમ પણ તે આઈસીયુમાં જ છે, તો તમે બંને આવી જાઓ.”
“પણ એવું અર્જન્ટ શું છે?”
“હું કહું છું એટલે આવી જા, મમ્મીને પણ લેતી આવજે.”
સંગીતા અને સુધાબેન બંને જણા સીટી હોસ્પિટલ પહોંચ્યા તો સીટી હોસ્પિટલમાં જઈને તે કંઈ પૂછે, એ પહેલાં દિપક એમને પોતાની જોડે બોલાવે છે અને કહે છે કે,
“આ બાજુ આવી જાવ.”
અને એમને પણ દિપકને થઈ એવી જ એમની પણ પોઝિશન થઈ પણ કંઈ પણ પ્રશ્ન પૂછ્યા કર્યા વગર એમની પાછળ ચાલવા લાગ્યા. બંનેને એક આઈસીયુ રૂમ આગળ લઈ જઈને, ઉભા રહીને વિન્ડોમાં થી દેખવા કહ્યું કે,
“આપણી દીકરી?”
“એની હાલત આવી છે...”
સંગીતા આટલું આટલું બોલતા જ તે રડી પડી અને સુધાબેન એમની જોડે જઈને કહ્યું કે,
“શું થયું ખરેખર આપણી સિયા છે?”
“હા મમ્મી આપણી જ સિયા છે, એની આવી હાલત કેમ અને કેવી રીતે?”
“એ તો કોઈને નથી ખબર, બસ પોલીસને ફોન આવ્યો હતો અને પોલીસે ત્યાં પહોંચી. તે ઘરમાં આગની જવાળાઓ વચ્ચે લપટાયેલી અને એને બચાવી લીધી. બસ એટલી જ ખબર પડી છે.”
“તો એ... જેની સાથે એના લગ્ન થયા હતા.”
“એની તો એ લોકોને કશી જ ખબર નથી. આ છોકરીની આવી હાલત થશે એ મને ખબર નહોતી? કાશ મેં પપ્પાની વાત ના સાંભળી અને તેને બચાવી લીધી હોત કેવું સારું થાત.”
સુધાબેન એની પાસે ગયા,
“એટલે બેટા તું સાચો છે, તારા પપ્પા પણ સાચા હતા અને તમારા બંનેમાં થી કોણ ખોટું કે કોણ સાચું જ નક્કી કરવા કરતા, આપણે બધા એને બચાવવા માટે પ્રયત્ન કરીએ.”
સંગીતાએ પૂછયું કે,
“સિયા કેટલા દિવસમાં સાજી થશે, ડોક્ટરે શું કહ્યું?”
“એ સાજી થશે કે નહીં, એ પણ ખબર નથી.”
“એટલે...?”
“બસ એ જ કે એ લગભગ 60 થી 70% ઉપર બળી ગઈ છે, અને એને સાજી કરવી બહુ સહેલી વાત પણ નથી. અને એ સાજી થશે તો પછી પણ કંયાક તો ડાઘ રહી જ જશે. એવું ડૉક્ટરનું કહેવું છે.”
“ભલે એ ઘરે રહેશે, એ આપણી સાથે રહેશે, છતાં પણ આપણી દીકરી આપણી જોડે હશે ને, એટલું જ ઘણું થઈ ગયું.”
સંગીતા તો બસ એને જોઈ જ રહી હતી અને રડે જતી હતી. એમને તો કાપો તો લોહી પણ ના નીકળે એવી હાલત થઈ ગયેલખ. એમને જેવી કનિકાને જોઈ તે એનો હાથ પકડી કહેવા લાગી કે,
“મારી દીકરીને બચાવી તો લીધી, પણ હવે મારે મળવું છે. મને મળવા જવા દો... મારી દીકરી આટલી મોટી મુસીબતમાં છે, મને મળવા જવા દો....”
ડૉક્ટરને પણ કહ્યું કે,
“પ્લીઝ ડોક્ટર મને એકવાર જવા દો. હું એ પછી તમે કહેશો એમ કરીશ તો હું તેને દૂરથી જોઈશ અને બોલાવીશ પણ નહીં. મેં એને દેખવી છે કે એને દેખે ઘણો સમય થઈ ગયો છે.”
કેશવે પણ કહ્યું કે,
“હા મારે પણ દેખવી છે.”
સુધાબેનએ પણ એ જ વાત રજૂ કરતા એટલે કનિકાએ એ રોકતા કહ્યું કે,
“એક મિનીટ આંટી, એક મિનિટ અંકલ. તમે આમ અંદર ના જઈ શકો. એકવાર એ ભાનમાં આવે અને અમે બ્યાન લઈએ, પછી જ તમારા થી જઈ શકાશે.”
“હું એની મા છું, જો હું ના મળી શકું તો બીજું કોણ મળશે અને એવો આ કયો લો છે. હોય તો પણ હું એને મળીશ જ.”
“મેડમ હું તમારી ભાવના સમજુ છું, પણ તમે આમ કેવી રીતે મળી શકો. હાલ ડૉક્ટર અને મારા સિવાય આ રૂમમાં જવાની પરમિશન નથી.”
“તો હું પણ જોવું છું કે કયો લૉ મને મારી દીકરીને દેખવા માટે કે મળવા માટે પણ રોકી શકે છે, મારું એનજીઓ બોલાવતાં વાર નહીં કરું.”
સંગીતા થોડી ગુસ્સે થઈને બોલી તો, કનિકાએ દિપકની સામે જોયું....
(કનિકા હવે શું કરશે? સિયાને ડૉક્ટર બચાવી શકશે કે નહીં? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? શું માનવ પકડાશે કે છટકી જશે? સિયા શું બ્યાન આપી શકશે? એના બ્યાન બાદ પોલીસ શું એક્શન લેશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૨)