(સિયા માનવના અબ્બાની માંગણી ના સ્વીકારતા, માનવ અને ઘરના લોકો ગુસ્સે થાય છે પણ સિયા હવે બળવા પર ઉતરી આવતા બધાનો ગુસ્સો વધારે ફૂટી પડે છે. કંઈક નિર્ણય લઈ માનવ અને તેનો મોટાભાઈ લાકડી લઈ આવે છે. હવે આગળ....)
માનવના મોટાભાઈએ અને અનિશે તેને એક એક લાકડી મારી અને મારી મારી હોલની વચ્ચોવચ લાવી દીધી.
આ બાજુ સિયા શું કરવું એ નક્કી જ નથી કરી શકતી અને માનવનો મોટોભાઈ અને માનવ બંને તેને લાકડી થી મારવા લાગ્યા. ખાસ્સી વાર તેને માર ખાધા પછી થોડી ઘણી બેહોશ થવા લાગી. અને તે માંડ માંડ પોતાની જાતને સચાવતી બોલી કે,
“તમે આ શું કરો છો? તમારો ઈરાદો શું છે?”
તેઓ કંઈ બોલ્યા તો નહીં પણ માનવની અમ્મી અને બબીતા ઘાસલેટ નાખવા લાગ્યા, એનાથી સિયા બિલકુલ ગભરાઈ ગઈ. અને તે ત્યાંથી છટકવા માટે રસ્તો શોધવા લાગી અને માંડ માંડ થોડીક હિંમત એકઠી કરીને આગળ વધી તો માનવના મોટાભાઈએ તેને એક લાકડી મારી અને હોલની વચ્ચોવચ લાવી દીધી.
આ બાજુ તે શું કરે એ સિયા નક્કી જ નથી કરી શકતી અને મોટો ભાઈ અને માનવ બંને તને લાકડીથી મારવા લાગ્યા. તે ખાસ્સો માર ખાધા, પછી થોડી ઘણી બેહોશ થવા લાગે છે. અને એ જોઈ માનવ એના ઉપર માચીસ કાઢી સળગાવી અને એના ઉપર ફેંકે છે.
જેવો જ દીવાસળી અને ઘાસલેટનો સંગમ થયો અને તરત જ તે આગ પકડાઈ ગઈ. સિયા સળગવા લાગી એની કંઈક બળ્યાની સ્મેલ આવતાં તે જાગી ગઈ, બળતરા થવાથી તેને ચીસાચીસ કરી મૂકી. પણ તેની ચીસો સાંભળનાર કોઈ નહોતું કારણ કે બધાના કાન બહેરા થઈ ગયા હતા. તે બહાર નીકળવામાં માટે, એમાં પણ તે ઘરની બહાર નીકળવા માટે પ્રયત્ન કરવા લાગી, એટલે એ બંને જણા તેને લાકડીથી મારી મારી અને ઘરની વચ્ચોવચ્ચ જ રાખી રહ્યા હતા. આમ કરતાં કરતાં ધીમે ધીમે આગ તેને વધારે બળવા લાગી.
તેનાથી એ બળતરા સહન ન થતા ખૂબ ચીસો પાડી રહી હતી પણ ના તો આ લોકો એને બહાર જવા દીધી કે ના એને કંઈ બચાવવા વચ્ચે પડ્યું. બબીતા પણ આરામથી બધું જોઈ રહી હતી તો સિયા બોલી કે,
“બબીતા તું પણ એક છોકરી છે, કાલ ઉઠીને તારી પણ આવી હાલત થશે તો... તો તું શું કરીશ. તું પણ... તું પણ એક છોકરી છે,જો તારી સાથે આવું થશે તો શું કરીશ. થોડુંક તો સમજ, આ રીતે કરવાથી તમને શું મળશે.”
બબીતા એ તેની સામે જોઈને કહ્યું કે,
“આમ પણ અમારા ધર્મ મુજબમાં આવું કંઈ થઈ શકે જ નહીં, તારા જેવી છોકરીઓ જ આવી હાલતને પામે એટલે કે અમારામાં તો અમને કોઈ આવી હાલત કરે જ નહીં.”
“અમ્મી તમે તો સ્ત્રી છો ને, આવું તમે કેવી રીતે કરી શકો?”
“હું કોઈ સ્ત્રી નથી અને એવી પણ નથી અને હું તો માનવની અમ્મી છું. મારા દીકરાની ખુશી માટે તને બાળી નાખવી પડે ને, તો પણ મને મંજુર છે. ભલે તું બળે, પણ એટલું સમજી લે કે બીજા બધાને તો કોઈ કહેવાનો અર્થ એટલે કે ચૂપચાપ પડી રહે.”
સિયાએ માનવની સામે જોયું અને માનવની તરફ રૂખ કરીને કહ્યું કે,
“મેં તમને પ્રેમ કર્યો હતો, તો તમે મારી આવી હાલત કરી નાખી. શું તમારો પ્રેમ આટલો જ છે?”
“પ્રેમ આટલો જ હોય અને એમાં તારી જેવી છોકરીઓ સાથે તો પ્રેમ જ ન થાય. જો તું તારા મા-બાપના પ્રેમને ઓળખી ના શકે કે તું માની ન શકે. એમાં પણ એમને સમજા કર્યા વગર મારા જેવાની જોડે ભાગી શકે, તો તું થોડી મારી જોડે પ્રેમ કરે. જે મા બાપને પ્રેમ ના કરી શકે તો બીજા કોઈને પણ પ્રેમ ના કરી શકે. પણ એવી છોકરીઓ પર ભરોસો ના કરાય. જે છોકરી મા બાપને દગો આપી શકે તે અમારા જેવાને તો બિલકુલ આપી શકે. માટે એ વાત તો કરતી જ નહીં.”
આમ કહી તેને એક લાકડી ફટકારી અને સિયા પડી ગઈ, સિયાની બળતરા વધવા લાગી અને એ જોઈ અમને કહ્યું કે,
“આ દસ વીસ ટકા જેવી બળી ગઈ છે, હવે આપણે જતા રહીએ. જો તે આપણું નામ બોલે તો ફસાઈ જશું એટલે જતા રહીએ.”
“હા અમ્મી નહીંતર કયાંક ફસાઈ જઈશું તો હવે આપણે જતા રહેવું જોઈએ. આમ પણ હવે તે ભડકે બળી જ રહી છે, તો તે આપોઆપ મળી જશે અને મરી પણ જશે.”
સિયાની આંખો બંધ થઈ રહી હતી અને આ શબ્દો સાંભળી તે વધારે ગભરાઈ ગઈ. હવે માનવ પોતે જ,
“ચાલો ફટાફટ સામાન બાંધી લઈએ.”
એમ માનવને બોલતાં જ બધા ફટાફટ પોતાની રૂમમાં ગયા અને સામાન બાંધી દીધો. છેલ્લે બધા તેની પાસે ત્યાં આવ્યા, સિયા હજી પણ ચીસો પાડી રહી છે અને તેના અવાજ તરફ કે બીજા કોઈ વાત સાંભળ્યા વગર અનિશે એની તરફ અવગણીને કહ્યું કે,
“તારી જેવી છોકરીઓ આવી હાલત માટે જ લાયક હોય છે અને આવું કરવા માટે તો મને પૈસા પણ મળે છે. જેટલી છોકરીઓને પટાવી અને આ રીતે કોઈ આવા સ્થાન પર પહોંચાડી દઈએ ને અમને ઘણા પૈસા અને માન મરતબો મળે છે. તારા જેવી મૂર્ખ છોકરીને તો એમ ખબર નથી પડતી અમે તમે બધી પ્રેમમાં પાગલ થઈ જાવ છો.
તમે છોકરીઓ ક્યારે વિચારતા નથી કે તેમને આ વાતથી શું ફાયદો અને આમ પણ જે મા-બાપને પ્રેમ ના કરી શકે એ થોડી એવી બીજા કરી શકવાના છે. જો એ તો મા બાપના પ્રેમની કદર પણ નથી કરી શકતી, તો પછી થોડું સ્વાર્થી બનીને વિચારતી એવી છોકરી જ આવા એક ષડયંત્ર માં ફસાઈ જાય છે. ચાલો અમ્મી, ચાલો બબીતા, ચાલો ભાઈજાન.”
“ચાલ...”
એમ કહી અને બધા ત્યાંથી નીકળી ગયા. આ બાજુ સિયા પોતાના શરીર પર થતી પીડા વિશે વિચારતા જ,
“આમ તો માનવ તેને સાચું જ કહે છે કે હું કેવી છોકરી છું. જે છોકરી મા-બાપની સગી ના થઈ શકે કે એ બીજાકોઈની સગી ક્યાંથી થવાની હતી. મારા જેવી છોકરી જો એના મા બાપને દગો કરે છે તો એ કયા મોઢે એમની પાસે જઈ શકે. મેં તો વળી મારા દાદાને મોતના મુખમાં જ મોકલી દીધા છે, તો મને બસ મારા કર્મોની સજા જ મળી રહી છે.’
“મમ્મી પપ્પા, દાદા દાદી મને માફ કરજો. મેં તમારી વાત ના માની અને હવે આજે સજા મને મળી ગઈ. મને ખબર છે કે તે ભોગવા વગર મારો છૂટકો જ નથી અને હવે હું એક શબ્દ પણ બોલ્યા વગર આ દર્દ સહન કરી લઈશ. જો તમને મારા વિશે કંઈ પણ ખબર પડે તો માનજો કે એ છોકરી તમારા પ્રેમ અને તમારી પરવાની લાયક જ નહોતી.”
તેને ચીસો પાડવાની બંધ કરી અને પોતાની પીડા સહન કરવાના માટે આંખો બંધ કરી દીધી. માનવ અને તેનો પરિવાર ઘરને બહારથી તાળું મારી દીધું અને જતા રહ્યા.
(કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? શું તે બળીને મરી જશે કે કોઈ તેને બચાવવા ઝંપલાવશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૯)