Ek Saḍayantra - 86 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 86

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 86

(માનવ સિયાને ખૂબ માર્યા પછી પણ તે એકની એક વાત રટે જતાં રૂમની બહાર કાઢી દે છે. છતાં સિયા એને કગર્યા જ કરે છે. અડધી રાતે કોઈ તેને જોઈ રહ્યું છે, એ ફીલ થતાં જ માનવના અબ્બા દેખાય છે અને તે તેમની સાથે સંબંધ બાંધવા આગ્રહ કરે છે. હવે આગળ.....)
“જબરજસ્તીથી બાંધેલો સંબંધ. એવો કહેવાય કે જેમાં કોઈ છોકરીના હાથમાં ના હોય, ના એમાં મરજી હોય. અને અને એના પર આ જે વીતે એ તમારા સમજમાં પણ આવે શું?’
“અને તમે તમારી દીકરી સાથે પણ આવું જ કરી શકો કે અને એમનો મોટો ભાઈ એની બહેન સાથે આવું વર્તન કરી શકે, શરમ આવી જોઈએ. એક દીકરી સાથે આવો સંબંધ બાંધવાનો તમને યોગ્ય લાગે છે, ખરા? તમે લોકો તો કસાઈ છો, જેમાં તમે એક છોકરીને હલાલ કરતાં વાર નથી કરતાં....’
“તમે મારા બાપની ઉંમર છો અને તો તમે કેવી રીતે આવું કરી શકો. મોટા ભાઈ પણ મારા ભાઈ જેવા છે, તો એ બધાએ મારી મરજી વિરુદ્ધ મારે સંમતિ વગર પણ જો સંબંધ બાંધી દે, તો એનો મતલબ શું થયો? આ બળાત્કાર જ કહેવાય. અને જો એવું જ કરવું હોય તો, તમે તમારી દીકરી સાથે કરો અને મોટાભાઈ પણ એની બહેન સાથે કરે.? મને શું કામ આવા ગિલ્ટમાં ફસાવો છો?”
સિયાનું આવું બોલેલું સાંભળી માનવના અબ્બા જેમ મનમાં આવે એમ બોલે છે કે,
:તારા જેવી સ્ત્રીઓ જે અમારા જેવા દીકરાઓ ના વાંક કાઢે છે, પણ એ પહેલા તારા ગેરબાનમાં તો જો. પહેલાં એની સાથે ફરે. પછી કંઈક આઘું પાછું થાય એટલે તરત કેસે કરી દે?”
“મેં આવું કંઈ વિચાર જ નહોતું કર્યો અને તમારા દીકરાએ તો મને દગો આપ્યો પણ. મેં એને થોડો દગો આપ્યો હતો. ત્યારે મને માનવના સાથ માટે આટલી મોટી કિંમત ચૂકવવી પડશે. એ ખબર નહોતી.”
“બહુ બોલે છે, મેં પણ સાંભળી લીધું, હવે એની સજા પણ તને મળશે.”
એમ કહી તે લાકડી લઈને આવ્યા અને લાકડી થી તેનેમારવા લાગ્યા. સિયા આમ પણ માર ખાઈ ખાઈને ઢીઢ થઈ ગઈ હતી એટલે તેને તો એ ચૂપચાપ સહન કરી લીધો અને એમાં જેમ જેમ એના શરીર પરના સોળ છાપ છોડતા ગયા. આ જોઈ માનવના અબ્બા બોલ્યા કે..
“તું આટલો બધો માર ખાય છે, એના કરતા તું મારી સાથે સંબંધ બાંધે તો તને શું વાંધો આવે. આમ પણ તારા જેવી છોકરીઓ અમારા માટે તો રખૈલ સમાન જ હોય છે, તો એને.... તો ગમે તેટલા જોડે સંબંધ બાંધવાનાં જ હોય ને, તો તું પણ ચૂપચાપ મારી જોડે સંબંધ બાંધ.”
“હું નહીં બાંધું એટલે નહીં જ બાંધું, તમને એનો વધારે શોખ હોય તો તમે તમારી દીકરીને સંબંધ બાંધવા માટે બોલો.”
એટલે એમને ફરી વધારે જોશથી તેમને લાકડી પાછી લઈને ફટકારવાની શરૂ કરી દીધી. ખૂબ બધી વાર સુધી ફટકાર્યા પછી તેમને થાક લાગવાથી, તેને મૂકીને ત્યાંથી જતા રહ્યા પણ સાથે ધમકી આપતાં કહ્યું કે,
“તું એમ ના સમજતી કે વાત છોડી દીધી, આજે નહીં તો કાલે તારે મારી સાથે સંબંધ બાંધવો જ પડશે. યાદ રાખી લે જે.”
આટલું બોલી તે જતાં રહ્યા અને સિયા હવે બળવા પર ઉતરી આવી અને તેને થયું કે,
‘આજે નહિ તો કાલે મારે મારી જાત માટે બોલવું પડશે જ. જો હું નહીં બોલું ને તો આ લોકો એક પછી એક મારા પર જુલ્મ કર્યા જ કરશે. આ રીતે તો નહીં ચાલે અને જો હું આ બધું નહીં કરું ને તો મારે મારા જીવનમાં જેટલી પણ તકલીફો છે, એનાથી પણ વધારે તકલીફો મારે ભોગવવી જ પડશે.
“આમ પણ આ લોકોને ઈરાદો મને અહીંથી કાઢવાનો જ છે. કાં તો મને મારી નાખવી છે કે પછી હું મારી જાતે જ આત્મહત્યા કરી લઉં એવું જ ઈચ્છે છે. એના માટે જ તે આમ કરે છે, તો બસ એ પણ ભલે પણ હવે તો હું આ લોકોને એક પણ જુલમ સહન નહીં જ કરું. એ માટે ભલે મારે પોલીસમાં જવું પડશે તો પોલીસમાં પણ જઈશ અને એમને નહીં છોડું. એ પહેલાં હું મારા દાદા દાદી અને મારા મમ્મી પપ્પાને મળવા જઈશ. આમ તો મેં જ એમને પણ હોસ્પિટલમાં પહોંચાડી દીધા પછી પણ જો હું ના મળી શકું તો એ વ્યક્તિઓ સાથે છાવરવાનો મતલબ શું?”
આમ વિચારી તેને નક્કી કરી લીધું કે,
‘બસ હવે હું કંઈ નહિ કરું, પણ હવે હું કોઈ જુલ્મ સહન પણ નહીં કરું. એવું કરવાની કોઈ તાકાત પણ મારામાં નથી અને હવે કરીશ પણ નહીં.’
એટલામાં જ દિવસ ઊગી ગયો, બીજા દિવસે ફરી પાછા માનવ ના અબ્બા એની પાસે આવ્યા અને કહ્યું કે,
“તો પછી તે શું વિચાર્યું મારી સાથે સંબંધ બાંધવો છો કે નહીં? તો આજે રાતે આવી જજે.”
સિયા પણ બોલી કે,
“નથી બાંધવો?”
“કેમ નથી બાંધવો, તું આજે રાતે મારી રૂમમાં આવી જજે. તારી મમ્મી પણ બહાર નીકળી જશે, બસ તારે મારી સાથે સંબંધ બાંધવો પડશે. નહીંતર તને મારી નાંખતાં વાર હું નહીં કરું.”
“નહીં બાંધું... મેં કહ્યુંને એક વાર, એવું હોય તો તમે તમારી દીકરી સાથે સંબંધ બાંધો ને...”
આવું બોલતાં જ માનવના અબ્બા એને લાકડી હાથમાં લઈને તેને મારવા લાગ્યા. માર ખાતા ખાતા સિયાને એ જ વિચાર આવ્યો કે,
“બસ હવે હું કંઈ જ સહન નહીં કરું.”
એ માટે મન મક્કમ કરીને તેને અબ્બાનો હાથ પકડી લીધો. આ નજારો જોઈ રહેલા માનવ પણ એને કહેવા લાગ્યો કે,
“તું એક તો અમારી વાતો માનતી નથી અને પાછી પણ બૂમાબૂમ પણ બહુ કરે છે. અને હવે તે મારા અબ્બાનો હાથ પકડીને, એમને તે રોકી રહી છે. તું સમજે છે શું તારા મનમાં? તું તો એક નંબરની રખૈલ છે. અને એ પણ એવી રખૈલ કે જે બધાની સાથે સૂઈ શકે, હવે તું જો તે આ કાંડ કર્યું છે ને, તો તારી કેવી ખરાબ હાલત થશે?”
આ સાંભળીને તો ઘરના બધા લોકો ત્યાં આવી ગયા? સિયાએ માનવના અબ્બાનો હાથ પકડયો છે, એ જોઈને જ બધા ગુસ્સે થઈ ગયા અને મને ફાવે તેમ બોલવા લાગ્યા કે,
“કેવી છોકરી છે, જે પોતાના સસરાનો પણ હાથ પકડે છે. ખબર નથી પડી રહી તારા જેવી છોકરીઓ તો અમારા ઘરમાં કયાંથી લાગુ પડી ગઈ અને માનવ તું પણ જોઈ લે, આવી બધી છોકરીઓના ઘરને ખરાબ કરવાના વિચાર વાળી જ છે. અને તું કંઈક વિચાર....”
સિયા એ કહ્યું કે,
“તમે મને આમ ગમે તેમ બોલો છો, એ પહેલા એક વાર પૂછો તો ખરા કે એમને મારી સાથે શું કર્યું છે?”
“આવું કેવી રીતે તમે બોલી શકો છો કે મેં શું કર્યું છે? કેમ તમે કંઈ જ નથી કર્યું?”
“કેમ કંઈ નથી કર્યું? એમને મારી જોડે સંબંધ બાંધવાની માંગણી કરી છે કે નહીં?
(એના પર હજી કેટલા જુલ્મ થશે? કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૭)