“હજી પણ તારે જવું હોય ને, તો સમજી લેજે આનાથી પણ બદતર હાલત તારી હું કરી દઈશ. વધારે નાટક કર્યા વગર કે ચીસો પાડયા વગર પડી રહે. અમ્મી ખાણું ના દેતી, છો એકવાર ભૂખી તરસી પડી રહેતી એટલે એની અક્કલ ઢેકાણે આવી જશે.”
“હા બેટા, આ એના લાયક જ છે.”
સિયાને પણ આ સાંભળી વિચાર આવ્યો કે,
‘મારી મમ્મી અને મારા પપ્પા બધાએ મને કહ્યું હતું કે જીવનમાં જીવનસાથી એવો હોવો જોઈએ કે આપણને પ્રેમથી રાખે. એની પાસે બહુ પૈસા ના હોય તો ચાલે પણ એનું મન મોટું હોવું જોઈએ. પૈસા તો આજે નથી તો કાલે થઈ જશે, એમાં કંઈ નવું નથી. પણ મન નાનું હશે એટલું જ નાનું જ રહેશે. હશે મારા નસીબ...’
વિચારી તેને મન કાઠું કરી લે છે.
એના શરીરમાં સોળ હવે ઉપસેલા દેખાઈ રહ્યા હતા. એ જોઈ તે ડઘાઈ ગઈ હતી અને દેખાતા એ નિશાન જોઈ તે વધારે રડી પડી. તેને એનું દર્દ થતું હતું અને એ દર્દ કરતા વધારે દર્દ તેની આંખમાં હતું કે જેને પ્રેમ કર્યો એ જ વ્યક્તિ એની સાથે આવું વર્તન કરે છે. તે પૂરેપૂરી તૂટી ચૂકી હતી અને હવે તો તેનામાં રહીસહી હિંમત પણ જીતી રહી હતી કે તે ઘરના કોઈપણ વ્યક્તિ કે વાતનો વિરોધ કરી શકે. તેને ખબર હતી કે જો તે કંઈ કરશે તો ફરી પાછી પણ એની આવી હાલત થઈ જશે અને કદાચ આના કરતાં પણ વધારે ખરાબ કરે. ધીમે ધીમે આ બધાથી તે ટેવાતી ગઈ અને હવે તો તેની આંખના આસું પણ સુકાઈ ગયા હતા.
ગમે તે વાત પર ઝઘડો કરી અને તેમાં વાંક ગમે તેનો હોય પણ પીટવામાં તેને જ આવતી અને તેને વાંક વગર પણ રૂમની બહાર રહેવું પડતું. આજે પણ નાની એવી વાત પર ફરીથી ઝઘડો થયો અને તેને ફરીથી અનિશે પીટવામાં આવી. તે આજે મનથી તૈયાર જ હતી કે રૂમની બહાર રહેવાનું છે. રાતનો સમય થતાં માનવ રૂમમાં આવ્યો, પણ તેને સિયાની રૂમની બહાર જવા ના કહ્યું કે, ના એ માટે એને રૂમની બહાર ધક્કો ના મારી કાઢી, એટલે નવાઈ લાગી. તેને વિચાર આવ્યો કે,
‘આજે કેમ ઊંધું તેને બહાર નથી કાઢવામાં આવી, પણ નહીં તો જરૂર મને કાઢી જ મૂકવામાં આવે.હું ગમે તેટલી કગરૂં તો પણ તે મને રૂમમાં તો રહેવા નથી દેવામાં આવતી.’
તે આગળ વિચાર કરે એ પહેલાં તો માનવ એના ઉપર ચડી ગયો છે. સિયા ના નુક્કર કરવા લાગી અને કહેવા લાગી કે,
“આ રીતે હેરાન ના કર. અહીંથી જતો રહે.”
“આ તારું ઘર છે? જો મારું છે ને કે હું કહું એમ જ કરવાનું હોય. મને સપોર્ટ નહીં કરે તો તું આ રૂમમાં રહીશ પણ કેવી રીતે?”
“બસ આજે નહિં.... મને બહુ દુખે છે, તે મને કેટલી બધી મારી છે.”
“એ માટે મજબૂર પણ તું જ કરે જ છે. બસ આજે મને તારી નજીક આવવા દે, આજ પછી ક્યારે આવું નહીં કરું.”
કહીને તે સિયાના કપડાં કાઢવા લાગ્યો એટલે સિયાએ તેને ધક્કો મારી દીધો. તો સામે અનિશે પણ લાફો મારી દીધો,
“ખબર નથી પડતી... તને એકવાર કહ્યુંને કે મારી નજીક આવવાનું તો આવવાનું જ. આમ તો તું ગમે તેમ કહે પણ તું તો એક કઠપૂતળી છે, જેને પોતાની કોઈ ઈચ્છા ન હોય. જેમ કહે તેમ કરવાનું, જેમ કહે તેમ નાચવાનું.”
“કેમ નાચવું પડે, કેમ તમારા ઇશારા મુજબ જ જીવવું પડે? એટલી તો મને ખબર પડે છે કે નહીં. તમે મારી સાથે દગાથી લગ્ન કર્યા. મને તમે લોકો ખોટી ખોટી વાતો કરી, મને ખોટા ખોટા સપના દેખાડયા અને ખોટી ખોટી તમારી જાળમાં ફસાવી લીધી. તો એ સમજી લો કે હું તમને મારી નજીક તો નહીં જ આવવા દઉં.”
“તો પછી તું પણ જો...”
એમ કહેતાં એ સિયાની નજીક આવ્યો અને તેને બીજા ગાલ પર બે હાથની ઝાપટ મારી અને હાથ પકડી લીધા, પટકી દીધી. એના ઉપર ચડી એની સાથે જબરજસ્તી કરવા લાગ્યો. તેને ચીસો પાડી, પણ તેની ચીસો બધાએ સાંભળી હોવા છતાંય કોઈએ તેને આ અત્યાચાર થી બચાવવાની કોઈએ ઈચ્છા ના રાખી. તે હેવાનની જેમ એના ઉપર તૂટી પડયો અને સિયા ચીસો પાડતી રહી. તેની ચીસો સંભાળતી હોવા છતાં બધા પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. અનિશે જબરજસ્તી કરી, અને પોતાની ઈચ્છા પૂરી કરી લીધી. એમની એમ જ સિયા પડી ગયા અને પોતે બેજ પર જઈ સૂઈ ગયો.
સિયા આખી રાત આસું સારતી રહી. આજ સુધી માર પડતો હતો, હવે આને તો બીજી રીતે મને પરેશાન કરવાની રીત શોધી લીધી. એમને ખબર છે કે ઘરના કામમાં કરતી થઈ ગઈ છે, મારની જોઈએ એવી અસર થઈ નથી રહી તો હવે એમને મને બીજી રીતે હેરાન કરવાનું ચાલુ કર્યું. છતાં મારે તો સહન કરવું જ પડશે. આજે હું જે ભોગવવું પડે છે, એ મારા જ કર્મોની સજા છે, હું લવ મેરેજ કરીને મારા પરિવારના વિરુદ્ધ જઈને ભાગી ગઈ. એટલે મારે હવે ભોગવ્યા વગર છૂટકો જ નથી.
સિયા ફરી પાછી તેની યાદોમાં ખોવાઈ જાય છે કે મમ્મી પપ્પા કેટલી વાર કહ્યું હતું કે, ‘લવ મેરેજની જગ્યાએ એરેન્જ મેરેજ લગ્ન કરીએ, તો ત્યારે કોઈ તકલીફ નહીં થાય અને તે તકલીફ થશે તો અમે કહી શકીએ એવી જગ્યા હશે અમારી પાસે.’
‘તેને યાદ છે કે તેના દાદા તેને વારેવારે એક જ કહેતા હતા કે બેટા ક્યારેય લવમેરેજ કરનારા સુખી થતા નથી, એ હંમેશા દુઃખી થાય છે કેમ કે તેમાં તેમને મા બાપના આશીર્વાદ નથી મળતા અને જયારે મા બાપના આશીર્વાદ ના મળે તો ક્યારેક પણ એમના લગ્ન ફળતાં પણ નથી. બસ તે દુઃખી જ થાય છે, એની પાસે કોઈ આરા નથી. બસ દાદા આ વખતે પણ મારી સાથે આવું જ બન્યું છે, તમારી લાડલીને તમારી વાતો ના સમજવાની સજા હવે જો ભોગવી રહી છે. હજી જોઈએ એવી સમજ જ નથી આવી ને એટલે જ આવું મારી સાથે થયું.’
“ખબર નહિ કે હું એ વખતે કેમ કરીને ભોળવાઈ ગઈ અને આને પણ મને આગળ પાછળ, દરેક પળે મીઠું મીઠું બોલી મને ભોળવી દીધી અને હવે પછી મારા કેવા હાલ થઈ ગયા. એ પણ કેવા જેના વિશે મને ખબર નથી કે મને કલ્પના પણ નથી. કાશ મને પહેલા થોડો ઘણો અણસાર આવી ગયો હતો ને હું ક્યારે એની સાથે લગ્ન કરતી નહીં અને એની સાથે આમ ના રહેતી. મને અહીંથી નીકળવાનો કંઈક કરીને તો રસ્તો બતાવો, ભગવાન તમે કોઈ રસ્તો બતાવો.’
ફરીદા બનેલી સિયાની હાલત હવે વધારે કફોડી થવા લાગી હતી. તેને શું કરવું એ સમજ નહોતી આવી રહ્યું. હવે તો તેનો રૂમમાં, દરરોજ રાતે એની સાથે વારેવારે રેપ થઈ રહ્યો હતો. એક દિવસ સિયા સૂઈ રહી હતી
(સિયા શું કરશે? એનો આ આનંદ લાંબો ટકશે ખરા?માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલત ખબર પડશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૯