Ek Saḍayantra - 77 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 77

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 77

(સિયા મજહબ બદલવા અને નવું નામ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. હવે તેની હાલત પહેલાં કરતાં પણ બદતર થઈ જાય છે. તે એક નોકરાણી બની જીવન ગુજારી રહી છે. એક દિવસ રોમા બજારમાં સિયાને મળી જાય છે અને તે તેના પરિવાર વિશે પૂછવા લાગે છે. હવે આગળ....)
“સૌથી પહેલા તારા દાદા. એમને એમ હતું કે એમની લાડલી છે તું, જેને આટલી મોટી હસ્તી રમતી કરી હતી. જેને આંગળી પકડીને ચાલતા શીખવાડયું હતું. એ અચાનક જ એમની આંગળી છોડી, અને ખબર નહીં ક્યાં જતી રહી. અને હવે તો એમના શોધવા છતાંય મળી નથી રહી.”
રોમાની આ વાત સાંભળી સિયાની આંખમાં આંસુ આવી ગયા અને તે બોલી કે,
“તને ખબર છે, મને બહુ દુઃખ થાય છે કે મારા લીધે મારા પરિવારની આવી હાલત થઈ ગઈ છે, પણ હું શું કરું, મને જ ખબર નથી પડી રહી. રહી રહી મારા મનમાં એ જ વાત ઉઠે છે કે મેં શું કરી લીધું છે? અને હવે હું કોઈને કહી શકું એવી હાલત પણ નથી.”
“હા એ તો મને તારા પહેરવેશ જોઈને જ લાગી રહ્યું છે કે તું ઘણી બધી બદલાઈ ગઈ છે, છતાં પણ હજી કહું છું, તો થોડીક વાર માટે પણ તારા ઘરના લોકોને મળે તો...”
“ના જો હું એકવાર પણ એમને નહીં મળી શકું. આ રૂપમાં જોઈને તો મારા ઘરના લોકો મને જોઈ પણ નહીં શકે. માટે રહેવા દે, બસ મને તારા જ જોડે એટલું જ જાણવું હતું કે મારા ઘરના લોકો સહી સલામત છે ને? એ લોકોની તબિયત સારી છે ને? બસ તું કોક વાર આવી રીતે અચાનક મળી જાય ને, તો મારી જોડે વાત કરજે. બાકી મારી પાસે તારા સિવાય કોઈ એવો આશરો નથી કે હું મારો પરિવાર વિશે જાણી શકું. બસ તું જ એક એવી કડી છે, જેને દ્રારા હું જાણી શકું છું અને તું એમને જોઈને મને જણાવી શકે છે.”
“કંઈ વાંધો નહીં, હું એમને જોતી રહીશ, ફકત એ પણ કરીશ તારા માટે... એક કામ કર તારો નંબર તો આપ, એવું હશે તો હું તારી મમ્મીને જઈને વાત કરું છું અને આન્ટીની તારી સાથે વાત કરાવીશ.”
“ના તું એ લોકોને ક્યારે મારા વિશે કંઈ જ નહીં કહે, નહીંતર તે લોકો ખૂબ દુઃખી થઈ જશે. બસ તું મળજે. “
“એક વાત પૂછું, તને જોઈને એવું લાગે છે કે તે તારો ધર્મ બદલી કાઢ્યો છે?....
“એવું કંઈ નથી, બસ મેં એમનો પહેરવેશ જ પહેર્યો છે કેમ કે મારી પાસે કોઈ બીજો ઓપ્શન જ નહોતું. અને મારે એ લોકોની એટલી વાત માનવી જ પડે, ગમે તેમ પણ મેં માનવ જોડે શાદી કરી છે. નહીંતર એ લોકો ઘરમાંથી પણ કાઢી મૂકે, અને મમ્મી પપ્પાના ઘરે જવાના જવા લાયક કે મ્હોં બતાવવા લાયક હું રહી નથી અને આ લોકો પણ મને કાઢી મૂકે તો હું અને માનવ જઈએ ક્યાં? તું જ કહે?”
“આ ખોટું થઈ રહ્યું છે... પણ, છોડ એ વાતને એવું હોય તો તું એકવાર દુરથી પણ, તો તું એ લોકોને દેખી જા.”
“મારે ઘરના બધાને દેખાવા તો છે અને મારી ઈચ્છા પણ ખૂબ છે. પણ જો હું ત્યાં જાવ અને... અને જો ઘરમાં એ વાતની કોઈને પણ ખબર પડી ગઈ ને તો એ લોકો મને એમની ઘેર ના રહેવા દે તો... બસ તું બહું ના વિચાર, એટલું જ વિચારજે કે મને ક્યારેક મળે તો મારી જોડે વાત કરજે. મારા મમ્મી પપ્પા મળી જાય ને તો તેમને કહેજે કે તેમની દીકરી સહીસલામત છે, બસ એ લોકોને આટલા સમાચાર આપી દેજે. એનાથી વધારે તારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતી.”
સિયા આવું બોલી તો રોમા,
“તો તું ખરેખર તારા ઘરના ને નથી જોવા માંગતી.”
“ના હું નહિ જઈ શકું, મને જોઈ એ લોકો વધારે દુઃખી થઈ જશે. મેં આટલા દુઃખ એમને દીધા છે અને હવે એમની તરફ જોવાની તાકાત મારામાં નથી. હું મારું દુઃખ તો સહન કરી લે પણ એમની તરફ નહીં દેખી શકું. માટે તે બધી વાત બંધ કર. બસ હું જાવ છું.”
એકદમ જ તે દોડી એના કામે લાગી ગઈ. રોમા જાય તે પહેલાં જ એક લેડીઝ આવી અને સિયા સાથે વાત કરવા લાગી. એ જોઈ રોમા સિયાને જોઈ રહી પણ એની જોડે ના જઈ શકી.
બબિતાએ એની પાસે જઈ કહ્યું કે,
“એ જલ્દી કામ પતાવ. સાવ કામચોર છે.”
સિયાએ ઝડપથી શાક લીધું અને આવનાર સ્ત્રી જોડે જતી રહી અને રોમા ફક્ત તેને તાકતી જ રહી. સિયાની આંખમાં આંસુ આવી જાય છે, છતાં રોમા દેખી ના શકે તેથી છુપાવી દે છે. તેને આજે નક્કી કર્યું કે તે હવે માનવ સાથે વાત કરશે. અને તે માનવને કહે છે કે, “માનવ મને એક વાર મારા મમ્મી પપ્પા પાસે લઈ જાવ, પ્લીઝ. એમની ફક્ત દેખી જ લઈશ, અને એમની સાથે વાત પણ નહીં કરું.”
“તને કેટલી વાર કહું છું કે, આ બધી વાત મારી જોડે નહીં કરવાની... તને સમજ કેમ નથી પડતી.”
અનિશે આવું કહ્યું, એટલામાં જ બબીતા અવાજ સાંભળી ત્યાં આવી અને બોલી કે,
“મને હતું જ કે તું કંઈક આવું કરશે? ભાઈજાન હમણાં જ અમે ખરીદી કરવા બજારમાં ગયા હતા તો કોઈ છોકરી એને મળી હતી અને આ રાજકુમારી રોમા રોમા કરીને એની સાથે વાત કરી રહી હતી. એના પરિવાર વિશે પણ પૂછી રહી હતી. આટલી તો રહેમ કરીને કરવા દીધી પણ આપણા ઘર વિશે પૂછે, એ પહેલા જ મેં બોલાવી દીધી અને અહીં લઈ આવી. લાગે છે તો તેને જ કંઈક ચઢવણી કરી હશે.”
“મેં તને કહ્યું છે ને કે, કોઈની જોડે વાત નહીં કરવાની, તો તે કેમ એની જોડે વાત કરી, અને શું શું વાત કરી. મારી નાની એવી વાત પણ તારા મગજમાં એક પણ કેમ નથી ઉતરતી.”
આમ બોલતાં બોલતાં તેને એક હાથમાં દંડો લીધો અને તેના પીઠ ઉપર મારવા લાગ્યો. અમ્મી અને બબીતા બંને જણા આરામથી જોઈ રહ્યા હતા કે કેવો તેને માર પાડે છે અને કેવી રીતે તે ચીસાચીસ કરે છે. સિયાથી ચીસો પડી ગઈ અને તેની ચીસો સાંભળી એ લોકો મજા લૂંટવા લાગ્યા. ખૂબ બધી વાર માર્યા પછી અનિશે ડંડો ફેંકી દીધો અને એના પેટ ઉપર લાત મારી અને કહ્યું કે,
“પડી રહે આખો દિવસ, ભૂખી તરસી. પછી પણ જવું હોય ને, તો સમજી લેજે આનાથી પણ બદતર હાલત તારી હું કરી દઈશ. વધારે નાટક કર્યા વગર કે ચીસો પાડયા વગર પડી રહે. અમ્મી ખાણું ના દેતી, એકવાર ભૂખી તરસી પડી રહેશે એટલે અક્કલ ઢેકાણે આવી જશે.”
“હા બેટા, આ એના લાયક જ છે.”
સિયાને પણ આ સાંભળી વિચાર આવ્યો કે,
‘મારી મમ્મી અને મારા પપ્પા બધાએ મને કહ્યું હતું કે...
(તેના મમ્મી પપ્પાએ શું કીધું હશે? સિયાને આ દર્દ હિંમત આપશે ખરા? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલત ખબર પડશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૮)