Ek Saḍayantra - 76 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 76

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 76

(સિયા એના પરિવારને યાદ કરી ખૂબ રડી રહી છે, આ બાજુ માનવની મમ્મી તેને ટોન્ટ ઉપર ટોન્ટ મારી રહી છે. થોડીવાર રહી સિયાને અંદર બોલાવી મજહબ અને નામ બદલી કાઢવાનું કહેવામાં આવે છે. એ માટે પહેલા શામ, દામ અને દંડ અપનાવી એની વાત મનાવી રહ્યા છે. હવે આગળ....)
“હા, તું અમારો મજહબ સ્વીકારીશ પછી તો હું તને રાણીની જેમ રાખીશ. બાકી જો તું આ નામથી તો મારા ઘરની નોકરાણી માટે જ બરાબર છે, અને જો તું અમારો મજહબ સ્વીકારી, અમારું કહેલું નામ અપનાવીશ ને, તો માનવ સાથે ફરીથી નિકાહ કરાવી દઈશું.”
માનવની અમ્મી આવું કહેતાં જ સિયા આ સાંભળી બે મિનિટ વિચારવા લાગી કે કરવું શું પણ પછી કંઈક સૂઝયું અને ખાસ્સી વિચાર્યા બાદ, તેને ખબર નહીં અને મનમાં શું વિચાર આવ્યો અને તેને કીધું કે....
“ભલે હું મજહબ બદલવા અને તમે આપેલું નામ રાખવા પણ તૈયાર... તો મને મારા ઘરે એકવાર જવા દેશો તો ખરા ને?”
“એ તો અપનાવીશું જ ને, તે કહ્યું એ પણ કરીએ એ તો બધી વાત પછીની છે.”
સિયાએ એ જ આશા સાથે હામી ભરી એટલે મૌલવી હવે કલમ બોલવા લાગ્યા, પછી તેના પર કંઈક ફુંકી અને તેના પર મોરપીંછ જેવી ઝુંડ એના પર મારી કહ્યું કે,
“આ છોકરીનો મજહબ પણ બદલાઈ ગયો છે અને એનું નામ પણ આપણે નવું રાખી દઈએ.”
મૌલવી સાહેબે પણ આ મુસ્લિમ થઈ ગઈ છે, એમ કહી અને તેને નમાજ કેવી રીતે પડવી, રોઝા કેવી રીતે રાખવા એમ બધું શીખવાડી દીધું.
પછી એમને ઘરના લોકોને કહ્યું કે,
“મેં તો ફક્ત તેને થોડું જ નોલેજ આપ્યું છે. હવે બાકીનું બધું તમે એને શીખવાડી દેજો.”
“કેમ નહીં ચોક્કસ શીખવાડી દઈશ.”
તેમને માનવ તરફ જોઈને કહ્યું કે,
“મોહસીન અબ કબ મદરેસામેં આ રહે હો... અબ વાપિસ ટ્રેનિંગ દેને આ જાવ.”
“જી મૌલવી સાહેબ... દૂસરે મિશન પે જાને સે પહેલે હી આ જાઉંગા.”
એમના ગયા બાદ મમ્મી એ કહ્યું કે,
“માનવ હવે એ વિચારી લો કે આનું નામ કયું રાખીશું?”
“હા, અમ્મી પણ મને તો કોઈ નામ યાદ નથી આવતું. પણ તમે જ કહો ને શું રાખીશું?”
“એક કામ કરીએ એનું નામ ફરીદા રાખીએ તો?...”
“નામ તો બહુ સરસ છે...”
“પણ મને આ નામ નથી ગમતું. એના કરતાં કોઈ બીજું...”
સિયા બોલવા ગઈ તો,
“એ બીજું વાળી... અહીંયા અમે જે આપીએ એ નામ જ રાખવાનું છે.”
એમ બબીતા એ કહેતા જ સિયા ચુપ થઈ જાય છે અને માનવ પણ એન આંખો મોટી કરીને તેને ડરાવે છે. આ જોયા બાદ સિયાએ પણ એક નિસાસો નાખ્યો અને તેને કહેવામાં આવે છે કે,
“આજથી હવે તારું નામ ફરીદા છે. અમે તને બધા ફરીદા જ કહીશું... તારે પણ બધાને એમ જ કહેવાનું કે તું ફરીદા છું.”
તો એને માથું લાવીને હામી ભરી દીધી. તેના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા, એ કરતા વધારે તો એ વાતનું દુઃખ હતું કે, ‘એને એના મમ્મી પપ્પા એ આપેલું નામ હવે બદલી કાઢ્યું. કેટલું સરસ નામ હતું સિયા અંગો વાળી કોમાલાંગી જેવી સિયા. તેના નાની, મામા, મામી તેને કોમલાંગી જ કહેતા હતા. જ્યારે તેનો જન્મ થયો એની નાજુક નમણી કાયા જોઈને દાદા એનું નામ લખ્યું હતું. આજ સુધી તે નાજુક નમણી કાયાની ધની હતી, સિયા જ હતી. રાજકુમારી જેવી સિયા જેને ઘરના લોકોએ કામ તો દૂરની વાત છે. પણ પાણીની બદલે દૂધ આપેલું. જેની એક આંખનું આસું આખા ઘરમાં આફત આવી હોય એવો માહોલ હતો. અને હવે આ સિયા કાયા જેવી આ ઘરમાં આવી, અને કામ કરી કરીને તેના હાથમાં છાલા પડી ગયા છે. જેના ઉપર કોઈ રંગ રૂપ તો નથી રહ્યા પણ એના પોતાના હાલ જોઈ ના શકે એવા થઈ ગયા છે.
‘સોરી મમ્મી, પપ્પા, દાદા દાદી મેં તમને તો છોડ્યા હતા, પણ તમારું આપેલો પ્રેમ અને તમારે આપેલી અનામત જે નામ પણ આજે છોડી દીધું. આજે હું ખરેખર પિયર વગરની થઈ, આજે મારું મા-બાપનું ઘર અને મા બાપની યાદોથી પણ હાથ ધોઈ દીધા.’
એની આંખમાં આસું હતા, જ્યારે બીજા બધાના મોઢા ઉપર હસી હતી કે ચાલો હવે તો આ ફરીદા બની ગઈ. માનવ બોલ્યો કે,
“અમ્મીજાન આ માટે તો હવે આપણા ઘરમાં ઘોશ જ બનવું જોઈએ.”
“હા કેમ નહીં, હું તે જ કરું છું. તારી અમ્મીનો હાથનો જાદુ જો, એવું સરસ મજાનું બનાવીશ કે તું ખાતો રહી જઈશ.”
ફરીદા બનેલી સિયાને કોઈ પૂછ્યું પણ નહીં કે તેના મન પર શું વીતી રહી છે અને શું તે વિચારી રહી છે?
સિયા પણ હવે તો ફરીદા બનીને બિલકુલ ઘરમાં કામ કરતી નોકરાણી બની ગઈ હતી. જેમાં કંઈ જ કરતા કંઈ એને ખાવા મળે કે ના મળે, એને કોઈ ફરિયાદ કરવાનું કોઈ હક નહોતો રહ્યો. જો તે કંઈ પણ કહેવા જતી તો તને એમ જ કેહવામાં આવતું કે,
“બોલીશ નહીં તું તો, અમારા નામ આપેલી છે જિંદગી જીવી છે, અમારા ટુકડા ઉપર નભવું છે. અને અમે પણ તને સ્વીકારી એટલે તો તને આ દુનિયામાં રહેવાનો હક છે ને, નહીં તો તને કોણ સ્વીકારતું? બીજા બધા છોડ તારા મા-બાપ પાસે તું ગઈ હોત તો તેઓ તને સ્વીકાર કરતા.”
આમ વારંવાર એને બોલવામાં આવતું હતું અને સિયાના મનમાં એક ટીસ ઉઠતી અને શમી જતી હતી. એક વખતે બબિતા સાથે તેને બજાર જવા માટે કહેવામાં આવ્યું. જ્યાં જઈને બબિતાએ કહ્યું કે,
“બજારમાં શાકભાજી લઈ લો જાવ... હું હમણાં આવું છું.”
એમ કહી તે બજારમાં મૂકી, ત્યાંથી આગળ નીકળી ગઈ. સિયા તો શાક ખરીદી કરવા લાગી અને એકદમ જ તેને રોમાને જોઈ થાય તો એને એનું કામ મૂકી અને તે સીધી રોમા જોડે ગઈ. રોમાને બોલાવી કે,
“રોમા...”
“સિયા તું... અહીંયા જ છે. પણ તું છે કયાં અને તું શું કરી રહી છે? કેમ કોઈને મળી નથી રહી. તારા ઘરના લોકો પણ તારા વિશે કેટલી ચિંતા કરે છે.”
તે તો સિયાને જોઈ એકીશ્વાસે જ બોલી ગઈ. એટલે સિયાએ પણ તેને ગળે લાગી ગઈ.
“બસ બસ, ફરિયાદ ના કર. મને બધી જ ખબર છે. પણ તું મને કહે કે મારા ઘરના લોકો કેમ છે? બધા મજામાં છે ને?”
“તારા ઘરના લોકો મજામાં નથી, તારા વિશે ખબર પડ્યા પછી તે લોકો બિલકુલ મનથી ભાંગી ગયા છે, એમાં સૌથી પહેલા તારા દાદા. એમને એમ હતું કે એમની લાડલી છે તું, જેને આટલી મોટી હસ્તી રમતી કરી હતી. જેને આંગળી પકડીને ચાલતા શીખવાડયું હતું. એ અચાનક જ એમની આંગળી છોડી, અને ખબર નહીં ક્યાં જતી રહી. અને હવે તો એમના શોધવા છતાંય મળી નથી રહી.”
આ સાંભળી તેની આંખમાં આંસુ આવી ગયા અને તે બોલી કે,
“તને ખબર છે, મને બહુ દુઃખ થાય છે કે મારા લીધે...
(સિયા શું કહેશે? માનવ અને એના ઘરના લોકો શું માનશે? સિયા એમની વાત માની ફસાઈ તો નહીં જાય ને? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૭)