(દિપકને કનિકા હિંમત રાખવાનું કહેતાં તે જતાં રહે છે,એ પણ નિરાશ થઈને. માનવના ઘરનું એડ્રેસ મળી જાય છે એટલે કનિકા એના ઘર પર રેડ પાડવા ઉતાવળી થાય છે. પણ એમ રેડ પાડવાની પરમિશન નહીં મળે કહી રાણા તેને સમજાવે છે. કનિકા શોક થઈ જાય કેમ ત્યાં કોઈ જવા તૈયાર નથી. હવે આગળ....)
સિયા જેમ તેમ કરી અને ઘરના કામ કરી કરીને દિવસો કાઢી રહી હોય છે. તેને કયારે પણ આવું કામ કરવાની આદત નથી એટલે તે થાકી જતી, છતાં તે કરે જાય છે. ઘણીવાર તેના મમ્મી પપ્પાની યાદ આવી જતી હોય છે, પણ તે એના વિશે કંઈ પણ અને કોઈને પણ કહેવા જાય તો તરત જ તેને ટોન્ટ મારવામાં આવતા, જમવાનું ના આપી ભૂખી રાખવામાં આવતી. એ રાતે માનવ રૂમના દરવાજા બંધ કરી દેતો, અને કોઈ કાળે ખોલતો જ નહીં. તે કગરતી અને આખું ઘર એની મજા લૂંટતું.
તેને ગમે તેમ બોલવામાં આવતું, અને તેને હેરાન કરવામાં કોઈ કમી રાખવામાં નહોતી આવતી. તેને ઘરે પાછી જવાની હિંમત નથી કરી શકતી એટલે તેને વધારો પરેશાન કરવામાં આવતી. તેને રોવું આવતું હતું, પણ અહીં તો તે રડી પણ ના શકતી. તેને મમ્મી પપ્પાની વાતો પણ યાદ આવતી હતી કે એમની કેટલી વાર મને સમજાવી હતી કે,
‘સિયા બેટા, જે કંઈ પણ કરે વિચારી કરજે. આ દુનિયા પડયા પર ડામ દે એવી જ છે.”
પણ... અને મને પણ એ સમજતા વાર લાગી, કરવું તો શું કરવું એ ખબર નથી પડી રહી. મારે મમ્મી પપ્પાને મળવું છે, એકવાર દાદા દાદીને બધાને દેખવા છે.
પણ હું જેટલી વાર માનવને એ વિશે વાત કરું છું, એટલી વાર માનવ મને ધમકાવીને કાઢી મૂકે છે. અને એ દિવસે કામ વધારે કરવાનું અને રાત પડે એટલે રાતે ઘરની બહાર પસાર કરવી પડે છે. એ વખતે આજુબાજુના લોકોની જે ખરાબ નજર મારા તરફ ફરતી હોય છે, એ જોઈને જ મને બહુ ડર લાગે છે. ફક્ત તે મને ઘરના કામના ઢસરડા કરાવે છે, માનવ પણ મારી સાથે પ્રેમથી વાત કોઈ કરતો નથી કે નથી મારા માટે થઈ એના પરિવારને સમજાવતો નથી.
આજ સુધી મેં ક્યારે મારા ઘરે તો આવું કોઈ કામ જ નથી કર્યું. હંમેશા રાજકુમારીના જેમ રહી છું અને રાજકુમારીના જેમ મને મમ્મી પપ્પા એ પાળી પણ હતી અને હવે મારી શું હાલત થઈ ગઈ? કહેવાય છે ને કે ‘ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો’ આજે દેખી પણ લીધું મેં કરેલા દગાની સજા મને અહીં જ મળી ગઈ. માતા પિતાને અંધારામાં રાખવો એ આ દુનિયાનો સૌથી મોટો ગુનો... મને સજા મળી ગઈ.
સિયાને ઘર અને પરિવાર ખૂબ યાદ આવતાં, જ તે રડી પડી અને તેની આંખમાં અનારાધાર આંસુઓ તેને ભીંજવવા લાગ્યા.
‘મમ્મી જેને હું સોનુ સમજતી હતી, એ તો કથીર નીકળ્યો. આ વખતે તો મારા દાદાની વાત સાચી પડી કે અમારી જેવી છોકરીઓને પોતાની કોઈ સમજ હોતી નથી, એટલે જ અમને આવા છોકરાઓ ભોળવી જાય છે. અને એમના કારણે અમારા જેવી છોકરી ફસાઈ પણ જાય છે. અને જે પણ કેટલા વાયદા કર્યા હતા પણ હવે તો એમાંનું મને કંઈ કરતા કંઈ દેખાતો નથી. ના તેના મનમાં મારા માટે પ્રેમ છે કે ના મારા માટે લાગણી તો પછી પરિવાર વિશે તો શું વિચારવાનું?’
‘હું જાવ તો કોની જોડે જ જાવ, મારી ફ્રેન્ડ રોમાને પણ ફોન કરીને જાણવું છે, કે મારા મમ્મી બધાને મળવું છે કાં તો એમના વિશે જાણવું છે? પણ ફોન જ નથી મારી પાસે તો પછી કરવું જ કેવી રીતે? શું કરું?...’
તો તેની બાજુમાં રહેતી વહિદા કરીને એક સ્ત્રી પાસ થઈ તો તેને પૂછયું કે,
“તમારી પાસે ફોન છે?”
“હા છે ને, તો મને આપશો... મને મારા ઘરે વાત કરવી છે.”
“ના... એવી રીતે કોઈ ફોન ના મળે.”
એમ કહીને તેમને બૂમ પાડી કે,
“બબીતા... બબીતા, જો આ તારી ભાભી, મારી પાસે ફોન માંગે છે, તો તારો ફોન આપે એમને.”
આ સાંભળી સિયા બોલી પડી કે,
“ના... તમે નીકળો, અને કોઈને ના કહેશો. નહીં તો એ લોકો મારી ખેર નહીં રહે. તમે મને ફોન નહીં આપો તો ચાલશે, પણ તમે એમને કંઈ ના કહો, પ્લીઝ.”
તો તે પણ મોઢું પિચકાવીને જતી રહી, એટલામાં જ માનવની અમ્મી આવી અને ખૂબ બધા કપડાં આપીને કહ્યું કે,
“કેટલી બધી વાર લાગે છે, ફટાફટ કપડાં ધો. આ મોટા બાપની ઘરના છોકરાને કામ કરતા શીખવાડયું જ નથી, કે શીખતી પણ નથી હોતી. અમારા ઘરની બેટી જો, એને પોતાના ઘરે કામ કરવામાં ક્યારે પોતાને નાની નથ સમજતી. જયારે તારા જેવીમાં તૌ કોઈ આવડત પણ હોતી નથી. પણ યાદ રાખજે, અહીંયા તેવું નહીં ચાલે. કામ કરીશ તો જ ખાવા મળશે.”
આ સાંભળી સિયા કપડાં ધોતી જાય અને રડતી જાય છે. એક બાજુ તે કામ કરતી જાય છે. એની આંખમાં વહેતા આંસુ અને નળમાં થી પણ વહેતું પાણી બંને એક સરખા જેવા હતા, જે ચૂપચાપ કામ કરે જાય અને વહે જતા હોય. સિયા પોતાના નસીબને ફરીથી રોવા લાગી કે,
‘હું કેવા ઘરમાં આવી ગઈ અને કેવી જગ્યાએ ફસાઈ ગઈ કે ના તો મને અહીંયા કોઈ પ્રેમ મળે છે, ના કોઈ મારી સાથે સીધી રીતે વાત કર છે. મને તો હું અહીંની નોકરાણી હોય એવું લાગી રહ્યું છે. મારી જિંદગી આવી બદતર થઈ જશે, એવી જો મને ખબર હોત ને તો હું ક્યારે ય અહી ના આવતી. કયારે માનવ સાથે લગ્ન ના કરતી અને એમાં પણ એ મુસલમાન હશે એવી ખબર હોત ને તો હું ક્યારેય લગ્ન ના કરતી.
મેં જ સમજ્યા વિચાર્યા વગરનું ખોટું એવું પગલું ભરી દીધું છે, જેની પાછળથી કોઈ જ હિસાબ નથી. જેને કંઈ કહેવાનો કોઈ મતલબ પણ નથી. જેમ આ લૌકો રાખે તેમ મારે આ જીવન આમ જ પસાર કરવું પડશે. મમ્મી પપ્પા, દાદા દાદી તમે ખૂબ યાદ આવો છો. કદાચ જો હું હવે તમે ક્યારે ના મળું ને તો એમ સમજજો કે તમારી દીકરી આ દુનિયામાં નથી રહી. બાકી બીજું તો હું કંઈક કરી શકવાની નથી. કાશ મેં પહેલા તમારી વાત સાંભળી લીધી હોય અને તેને સમજી ગઈ હોત તો આ બધું બનતું જ નહીં. તમે તો કહ્યું હતું કે દુનિયા આટલી બધી પણ ખરાબ હોય છે, આટલી બધી દુનિયા ખરાબ બનતી પણ કેમ હશે? જીવનમાં બધું જીવવા જેવું છે, છતાં બસ દરેકને પોતાની વાતને પોતાનો જ કક્કો સીધો કરવો છે, એ કેવું?...
પણ માનવ જો મારી વાત સાંભળવાથી રહ્યો, તો બીજાની સુધા શું રાખવી.’
ત્યાં જ બબીતા આવી અને એને કહ્યું કે,
“એ મહારાણી કામ પત્યું કે નહીં? એક કામ કરવામાં કેટલી વાર લાગે છે, તને? સાવ કામચોર... ચાલ બધા તને અંદર બોલાવે છે...”
“પણ અંદર મારું શું કામ?...
(સિયાને કેમ અંદર બોલાવી રહ્યા છે? તેને કંઈ ફરીથી હેરાન કરવાનાં હશે?સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૫)