(સિયા માનવને ફરિયાદ કરે છે પણ ઊલટાનું માનવે તેને ડરાવી એના ઘરના લોકો જેમ કહે તેમ કરવાનું જ કહે છે. સિયાને પરેશાન કરવામાં એ લોકો કંઈ બાકી નથી રાખતા એટલે સિયા તેનો પરિવાર યાદ આવે છે અને તેમને મળવા એકવાર લઈ જવા તે માનવને કહે છે. હવે આગળ....)
માનવે પોતાના આંખો મોટી કરી દેખાડીને કહ્યું તો એ સાંભળી અને જોઈ સિયાએ ડરતાં કહ્યું કે,
“તમે આવું ના કહો, મને લઈ જાઓ. બસ હું તમને પગે પડું છું. મને મારા મમ્મી પપ્પા એકવાર દેખાડો, દાદા દાદી દેખી લેવા દો અને એમની સાથે થોડીવાર વાત કરાવી દો. પછી હું કંઈ જ નહીં માગું અને તમે કહેશો એટલા ઘરના કામ પણ કરીશ. હું મારા ઘરે જઈ ફરિયાદ પણ નહીં કરું બસ.”
“તને એક વાર કહ્યું સમજ નથી આવતી, કે પછી મગજમાં તો નથી જતી. પણ યાદ રાખી લેજે કે તને ખાવાનું પણ નહીં મળે.”
કનિકા કોલેજની આજુબાજુ ફરતા તેની નજર એક પાર્લર વાળા પર પડી અને એની પાસે જઈ, પૂછ્યું કે “આ છોકરી તમે કોલેજ આગળ જોઈ છે?”
કોમનો ફોટો બતાવીને પૂછ્યું તો એ,
“ના મેડમ.”
“અંકલ મેં એમ પૂછ્યું છે કે આ છોકરીને તમે જોઈ છે? એ પણ હમણાં ની વાત નથી કરતી. થોડા સમય પહેલાંની વાત કરું છું?”
“એટલે કે થોડા દિવસ પહેલાની વાત ને..... થોડા દિવસ પહેલા હા... હા આ છોકરી તો ઉભી હતી. અહીંયા જ ગેટ સામે જ ઉભી હતી અને પછી એને એક બાઈક વાળો લેવા આવ્યો અને તે એ બાઇક પર બેસીને જતી રહી.”
તેમને યાદ કરતાં કહ્યું.
“એ બાઈકસવારની પાછળ બેસી ગઈ, પછી શું થયું?”
“એ મને ખબર નથી...”
“હા, એ તો ખબર છે પણ ગઈ કંઈ બાજુ હતી?”
“એ બાઇક તો ગયું હતું તો દુર્ગા માતાના મંદિર બાજુ, પણ ત્યાં ગયા હતા કે નહીં તે મને ખબર નથી.”
“એ પાછું... હા એ બાજુ જ પણ કેટલા વાગે?”
“લગભગ 10 કે 11 વાગ્યાની આસપાસનો સમય હશે, એકદમ તો મને પણ યાદ હોય નહીં. એ છોકરી વિશે બાકીની તો મને ખબર નથી, પણ એટલી ખબર છે કે તે ત્યાં જ ઊભી હતી અને આ છોકરીને એ છોકરો એટલે કે માનવ ઈરાની તેને લઈ ગયો હતો.”
“સારું કંઈ વાંધો નહીં. હું જોઉં છું કે શું થઈ શકે? તમને કદાચ ક્યાંય પણ આ માનવ ઈરાની કે સિયા દેખાય તો મને જણાવશો.”
એમ કહી એને નંબર આપી તે આગળ તરફ ગઈ અને ત્યાંથી દુર્ગા માતાના મંદિર પહોંચી ગઈ. જોયું તો દુર્ગા માતાના મંદિરમાં ખૂબ બધી ભીડ હતી, તેને માતાજીને હાથ જોડ્યા અને ત્યાંથી જ નજર દોડાવીને તે પંડિતને શોધવા લાગી. એકાદ જણને પૂછ્યું પણ ખરા કે, “પૂજારી છે અહીંયા?”
“એ તો આજે આવ્યા નથી, પણ પેલી બાજુ બેઠેલા પંડિતજીએ આજે મંદિરના કાર્ય કર્યા છે.”
એ પંડિતજીની પાસે જઈ પૂછ્યું કે,
“તો પંડિતજી તમે આ છોકરાને દેખ્યો છે, અહીંયા એ પણ થોડા દિવસ પહેલાં? “
એમને પણ એમ જ કહ્યું કે,
“કોઈ છોકરાને દેખ્યો નથી.”
“અને તમે તો આ છોકરી ક્યારે જોઈ હતી?”
આ છોકરી કે આ છોકરાને મેં તો ક્યારે જોયા પણ નથી.”
કનિકા નિરાશ થઈ પાછી વળી ત્યાં એકદમ જ પંડિતજીને યાદ આવ્યું અને કહ્યું કે,
“એક મિનિટ આ છોકરી પણ અહીંયા ઘણી વખત આવતી હતી દાદાજી જોડે અને આ છોકરો યાદ નથી. પણ તમે એકવાર બાજુની ગલીમાં રહેતો બ્રાહ્મણને પૂછો કેમ કે તે ઘણીવાર અહીં લગ્નની વિધિ કરાવતો હોય છે. કદાચ એની કોઈ જોયું હોય તો... અમને ખબર નથી તમે એકવાર એને જ પૂછતાછ કરી જુઓ.”
“એ બ્રાહ્મણ ક્યાં મળશે?”
“બાજુની ગલીમાં સાતમા નંબરની ખોલી છે. બેન બાકી મને ખાસ કંઈ ખબર નથી એ વિશે.”
“થેન્ક યુ પંડિતજી...”
કનિકા રાણાની લઈ અને એ ગલીમાં પહોંચે છે અને એ ગલીમાં પહોંચીને બ્રાહ્મણનું ઘર પણ શોધી લે છે. બ્રાહ્મણ જેવો કનિકાની જોવે છે, તે ડઘાઈ જાય છે. છતાં પોતાની સ્વસ્થ છે એમબતાવતો કહે છે કે,
“બોલે મેડમ શું કામ હતું?”
“બસ એટલું જ પૂછવું છે કે આ છોકરીને ઓળખે છે?” એમ કહીને એનો ફોટો બતાવ્યો એટલે તેના ગળામાં કોઈએ માર્યું હોય તેમ ચૂપ રહ્યો. એટલે કનિકાએ ફરીથી પૂછયું કે,
“આ છોકરીને ઓળખે છે કે નહીં?”
તે ફરીથી ના બોલ્યો એટલે,
“બોલો...”
“મેડમ એકવાર એમને જોયા છે, પણ એ બંનેમાં થી કોઈને ઓળખતો નથી.”
“કેમ ઓળખતા નથી એટલે?”
“એટલે ઓળખતો નથી... મેડમ.”
તેને પરાણે થૂંક ગળે ઊતારતા કહ્યું.
“ઓળખતા નથી કે ઓળખવા માંગતા નથી?”
“એવું કંઈ નથી, હું સાચું કહું છું.”
“ચૂપચાપ બોલશો હવે કે પછી તમે બોલો એના માટે કંઈ મારે વ્યવસ્થા બીજી કરવાની છે.”
“હું ખરેખર કહું છું, મેડમ. હું કોઈને....”
“રાણા જરા થોડી ઘણી ખાતરદારી કરવાનું શરૂ કરો તો...”
“હા, મેડમ... પણ મેડમ એમનો પરિવાર છે. એના કરતાં પોલીસ સ્ટેશન લઈ જઈએ તો...”
“તો શું થઈ ગયું? એમના પરિવારને પણ ખબર પડે કે તે કેવા ખોટા ખોટા કામ કરે છે. છોકરા છોકરીને એના પરિવાર વિરુદ્ધ લગ્ન કરવા હોય એટલે લગ્ન કરાવી દે છે. આવું તો કયા ધર્મમાં કહ્યું છે અને આવું બ્રાહ્મણ થઈને કરતા શરમ પણ નથી આવતી. ચૂપચાપ લગન કરાવે છે એને પાછા કબૂલ પણ નથી કરતાં, તમારી દીકરી જો આવું કરે તો તમને ખબર પડે દીકરીના મા બાપ પર શું વીતે? પણ તમે બોલશો તો નહીં એટલે જ તો રાણા એમની ખાતરદારી કરો એટલે ખબર પડે કે આવું કામ ના કરાય.”
તેમનો પરિવાર ચૂપચાપ સાંભળી રહ્યો. રાણાએ જેવો હાથ ઉપાડે ત્યાં જ એ બ્રાહ્મણ ડરીને કહ્યું કે,
“ના... ના, મને ના મારતાં. હું કહું છું કે આ છોકરીને મેં ક્યાં જોઈ છે?”
એમ સાંભળતાં જ કનિકાએ હાથ ઊંચો કરીને રાણાને રોકવા કહી દીધું અને બ્રાહ્મણની સામે જોઈને કહ્યું કે, “બોલો હવે આ છોકરીના કેટલા દિવસ પહેલા એના લગ્ન કરાવ્યા હતા? કરાવ્યા હતા તો કોની સાથે?”
“નામ તો છોકરાનું ખબર નથી કે નથી ખબર છોકરીનું. એ બંનેના પરિવાર વિશે પણ નથી ખબર. મને પણ એ છોકરો જ લઈ ગયો હતો અને એને મને કંઈ જ ના પૂછવા માટે 5000 રૂપિયા પણ આપ્યા હતા અને એ પૈસા ઉપર મને એને બીજી બક્ષિસ દક્ષિણા રૂપે પણ આપી હતી. એટલે મેં લગ્ન કરાવી આપ્યા. મેં એ બંનેને એમનું નામને એવું કંઈ જ એ લોકોને પૂછ્યું ન હતું.’
“બસ એટલી ખબર પડી ગઈ હતી કે બંને પ્રેમી પંખીડા છો અને પરિવારના લોકો વિરોધ કરે છે. એટલે તેમને લગ્ન કરવા હતા તો મેં લગ્ન કરાવી આપ્યા અને મારે પણ મારી દક્ષિણાથી મળે એનાથી મતલબ, તો મેં પૂછતાછ વગર કરાવી દીધા.”
“પરિવાર વિરોધ પર લગ્નના કરાવી શકાય, પણ તમે તો કરાવી દીધા, એ પણ દક્ષિણા માટે...
(પંડિત પાસેથી સિયા અને માનવના લગ્ન વિશે ખબર પડી, પણ જયારે સિયાના ઘરે ખબર પડશે તો એમના પર શું વીતશે? કનિકા સિયાને શોધી શકશે ખરી? સિયાનું આગળના જીવનમાં કંઈ અને કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૧)