Ek Saḍayantra - 69 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 69

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 69

(માનવની અમ્મી સિયાને દરવાજો ખટખટાવવા માટે ધમકાવે છે અને એક ખૂણામાં પડી રહેવા કહે છે. બીજા દિવસે માનવની બહેન તેને ધમકાવે છે અને કામ કરવા કહે છે. માનવ આગળ સિયા ફરિયાદ કરે છે. હવે આગળ....)
“ફરિયાદ બાકી છે... એટલે તમે એવું મને કંઈ ના કહી શકો. તમને એ પણ ખબર છે ને કે મેં આખી રાત બહાર ગુજારી છે. ઉપરથી તમારા મમ્મી પણ મને એમ કહેતા કે
‘સારી બીબી ક્યારે શૌહરના કમરાની બહાર નથી હોતી. એ સારા લક્ષણ નથી.’
હું જ અબૂધ હતી કે તારી સારાઈ દેખી, પણ તારો અસલી ચહેરો જ ના દેખી શકી. તમને એટલું પણ ના થયું કે મને અંદરની રૂમમાં લઈ જઈએ, મને ભાનમાં લાવીએ. એક ઈન્સાન્યિત જેવું તો હતું જ ને કે નહીં?”
“એમાં હું શું કરું? મેં તો તને ઉતાવળ કરવાની ના જ પાડી હતી, પણ તું નહોતી માની રહી. રહી વાત ગઈકાલની તો મેં તને કેટલી વખત તને કહ્યું હતું ને કે આ ખાઈ લે... ખાઈ લે પણ જો તું એ ખાય નહીં તો પછી બેહોશ થઈ જાય. બેહોશ તારા કારણે થાય અને નામ મારું આપે કે તેમાં મેં તને ભૂખી રાખી, પણ મેં થોડી રાખી હતી. ભૂખ્યા રહીએ એટલે આવું જ થાય અને તે તારે સમજવાની જરૂર છે કે આ રીતે જીવ ના ખા.
કામની વાતમાં પણ કહી દઉં અને આ ઘરના રૂલ્સ પણ મમ્મી કહે એમ જ કરવું પડશે, જો... તારે આ ઘરમાં રહેવું હોય તો. આમ જ મારા ઘરના લોકોના કહ્યા પ્રમાણે જ કરવું પડશે, એમાં હું કંઈ ના કરી શકું. આમ કે હવે બીજામાં બીજીવાર તારી કોઈ ફરિયાદ ના હોવી કે આવી જોઈએ છે. આમ પણ તારે ઘરમાં જે કામ કરીએ છીએ એ કામ કરે જવાનું. યાદ રાખ આ બધું જ અને પરિવાર પણ તારો છે અને કામ પણ તારું છે, તો એ સમજીને જ કામ કરીશ તો તું અહીંયા રહી શકીશ.
અમ્મી ખૂબ કડક છે, એ યાદ રાખી લેજે અને મારી અમ્મીને દુઃખ થાય ને તો હું પણ ખરાબ થતાં વાર નહીં કરું.”
માનવનું આવું બોલવું સાંભળી સિયા ઠરી ગઈ તેને આગળ શું કહેવું, શું બોલવું એ એની સમજની બહાર હતું એટલે પોતાની જાતને ફરી પાછી એ કામ કરવા તૈયાર કરીને અને તે રૂમની બહાર આવી. તે જેવી આવી એને કામ કરવા પર લગાડી દીધી, પહેલા તેને કપડાં ધોવાનું આપવામાં આવ્યું એટલે તેને કપડાં ધોયા, પછી તેને વાસણ ધોવાનું અને આખા ઘરના કચરા પોતા કરવાના એમ એક કામ પછી બીજું કરવાનું આપે જતા હતા.
જો થોડાક કામ ચૂક થઈ જાય તો એને ફરીથી એનું એ જ કામ કરવું પડતું હતું. જો એક કપડું બરાબર ના ધોવાય તો એમાં બીજા બધા કપડા પણ ફરીથી ધોવા નાખી દેવામાં આવતા હતા. ધીમે ધીમે તે લોકો એને હેરાન કરવા માટે વારંવાર કામ માં કમી કાઢતા કે આટલી મહેનત બાદ તેને ગમેતેમ કરી બગાડી દેતા. અને પછી કમી છે, બરાબર નથી કહીને એ જ કામ ફરીથી કરાવવાનું કહેતા. આ બધું જ જોઈ સિયા વધારે દુઃખી થવા લાગી.
તેને તેના ઘરની પણ યાદ ખૂબ આવતી હતી કેમ કે આજ સુધી તો તેને તેના ઘરમાં કેવી તે રાજ કરતી હતી એને આજ સુધી એક પાણીનો ગ્લાસ પણ જે છોકરીએ ઊંચો નહોતો કર્યો. એ આજે ઘરના બધા કામ કરતી થઈ ગઈ. તેના મમ્મી પપ્પાએ હંમેશા તે રાજકુમારીના જેવું જ જીવન જીવે એવી ગોઠવણ કરી હતી અને હવે... હવે તે કેવું જીવન જીવી રહી છે.’
એ વિચાર કરતા કરતા જ તેનાથી નિસાસો નાખી દેતી કે આ શું થઈ ગયું.
એને થયું કે, હું માનવને કહું કે તેને તો તેનો પરિવાર મળી ગયો છે, તો મને પણ મારા ઘરના લોકોને મળવા લઈ જાય.’
તે માનવ પાસે ગઈ અને માનવને કહ્યું કે,
“મને ઘરે લઈ જાવ ને.”
અનિશે કહ્યું કે,
“તને એકવાર ના તો પાડી દીધી. હવે ઘર ઘર શું કર્યા કરે છે. એ ઘર તારું નથી આ ઘર તારું છે અને તારે અહીં જ રહેવાનું છે.”
“હું ક્યાં ના પાડુ છું, આ જ ઘર મારું છે, મારે તો ફકત મમ્મી પપ્પા દાદા દાદી જોવા છે. એકવાર તો મને લઈ જાવ, ત્યાં દાદા દાદી જોઈ લેવા દો. પપ્પા અને મમ્મી પણ જોવા છે.”
“આ ઘરમાં રહે છે પછી તને એ લોકો કેમ યાદ આવે છે. વારે વારે એમને યાદ કરવાની કોઈ જરૂર નથી, એકવાર તને કહ્યા પછી તો તારે ક્યાં એ બધાની યાદ આવે છે. ચૂપચાપ ઘરના કામ પર અને અહીંયા પડી રહે.”
અનિશે આમ ધમકાવતાં જ સિયા,
“તમે આ કેવી વાત કરો છો, એ મારા મમ્મી પપ્પા છે, એ મારો પરિવાર છે. જો હું એકવાર એ બધાને જોઈશ તો મને શાંતિથી થઈ જશે. મને પણ આનંદ થશે કે બધા આપણા લગ્નને તમારી સાથે થયા છે એ ખબર પડ્યા પછી આપણને સ્વીકારી લેશે. આ પરિવારની જેમ પછી મને ખૂબ ખુશી થશે. લઈ જાવ ને... આવું કેમ કરો છો?”
“એક મિનિટ મારા પરિવારે તને સ્વીકારી નથી, તો એ પહેલાં તું એમની પરીક્ષામાં થી ખરી તો ઉતર, પછીની વાત છે કે મને તારો પરિવાર અપનાવે છે કે નહીં? અને તને એકવાર કંઈ ખબર કેમ નથી પડી રહી કે હું કોઈ જગ્યાએ તને લઈ નથી જવાનો અને તારે ક્યાં જવાનું પણ નથી. જો આ ઘરની પગ મુક્યો છે કે તારા પરિવાર તરફ ગઈ છે ને, તો તારા પગ તોડી નાખતા વાર નહીં કરું. અને તું આને ધમકી સમજે કે ચેતાવણી, જે તારે સમજવું હોય એ સમજી લે.” પણ એવું કંઈ જ કરતી નહિ સમજી ગઈ.”
“આવું તમે કેવી રીતે કહી શકો છો? એ મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી છે. મારે એમની સાથે વાતો કરવી છે અને રિસાઈ જશે તો મારા પર ગુસ્સો કરશે. એમનો ગુસ્સો પણ, એમની રીસ પણ મારા પર કાઢે પણ મને એક વાર દેખવા તો લઈ જાવ ને તમે.”
“તને ના પાડું છું તો પણ તને સમજણ પડી નથી રહી એટલે તું મને કેમ મજબૂર કરી રહી છે કે હું તને એકની એક જ વાત ધમકાવતો રહું. હું ધમકાવું નહીં ત્યાં સુધી તારા મગજમાં કંઈ વાત સીધી રીતે આવતી નથી.”
એને પોતાના આંખો મોટી કરી દેખાડી કહ્યું, એ સાંભળી અને જોઈ સિયાએ ડરતાં કહ્યું કે,
“તમે આવું ના કહો, મને લઈ જાઓ. બસ હું તમને પગે પડું છું. મને મારા મમ્મી પપ્પા એકવાર દેખાડો, દાદા દાદી દેખી લેવા દો અને એમની સાથે થોડીવાર વાત કરાવી દો. પછી હું કંઈ જ નહીં માગું અને તમે કહેશો એટલા ઘરના કામ પણ કરીશ. હું મારા ઘરે જઈ ફરિયાદ પણ નહીં કરું બસ.”
(માનવ સિયાની વાત માનશે કે સિયા હજી કગરશે? આ સાંભળી ઘરના લોકો શું કહેશે? કનિકા સિયાને શોધી શકશે ખરી? સિયાનું આગળના જીવનમાં કંઈ અને કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૦)