(કનિકા એ રિપોર્ટ વાંચી દિપકનું અહીં બોલાવવાનું કારણ સમજી ગઈ અને તેને આ કેસ પર શોધખોળ ચાલુ કરી દીધી. અશ્વિન રાણાએ કલેકટર વિશે પૂછતાછ કરી તો તેને પણ સણસણતો જવાબ આપી સિયાની કોલેજ પહોંચી. હવે આગળ....)
ગાર્ડનના કોઈ ખૂણામાં રોમા એના બોયફ્રેન્ડ સાથે ગાર્ડનમાં બેસી અને વાતો કરી હતી. ત્યાં જ કનિકા પહોંચી અને પેલા છોકરાને કહ્યું કે,
“ચાલ ફટાફટ જતો રહે. બાકીનું ગૂટરગુ પછી કરજે.”
“એ મેડમ તમે છો કોણ? હું શું કામ જાઉં તમે જતા રહો. તમે અમને ડિસ્ટર્બ કરો છો.”
“હું કોણ છું વાળા, જો હું એક વાર મારી આદત પર આવી જઈશ ને તો તને કોઈ નહીં બચાવી શકે, માટે જતો રહે.”
“આમ ધમકી નહીં આપવાની નહીંતર હું...”
“એ ધમકીવાળા, હું એક ઝાપટ પણ આપી શકું છું અને પછી તને ખબર પડશે કે હું કોણ છું અને હું કેમ તને ડિસ્ટર્બ કરી રહી છું. એટલે ચૂપચાપ ઊભો થા ને જા હવે...”
આ સાંભળી તે તો નો દો ગ્યારહ થઈ ગયો. અશ્વિન રાણા પણ કનિકાનું આવું રૂપ જોઈ શોક થઈ ગયા. કયાં આવી એટલે અહીં કેમ ટ્રાન્સફર થઈ એ વાત પર ગુસ્સે થયેલી અને કયાં એકદમ એકશનમાં...
કનિકાએ રોમાની પહેલા પ્રેમથી પૂછયું કે,
“સાચું કહે સિયા ક્યાં ગઈ છે અને સિયા વિશે તને શું શું ખબર છે?”
“મને કંઈ જ ખબર નથી.”
“એટલું યાદ રાખજે કે તું જો સીધી રીતે સાચું નહીં બોલી શકે ને, તો પછી મને બે ઝાપટ મારતા પણ આવડે છે અને મને જેલમાં પૂરતા પણ આવડશે. સમજી...’
તે થોડાક ગુસ્સામાં ધમકી આપી.
“અહીંયા કોઈપણ તારી વાતનો ઉપયોગ નહીં થાય એટલે ચૂપચાપ કહેવા લાગ કે વાત શું છે?”
“મને ખરેખર કંઈ ખબર નથી.”
એટલામાં જ કનિકાએ એક ઝાપટ એના ગાલ પર આપી દીધી અને પછી કહ્યું કે,
“હવે એ કહે....”
રોમાના ગાલ પર જોરદાર ઝાપટ પડતાં જ તેની આંખમાંથી આંસુ આવી ગયા અને તે ગાલ પડવા લાગી કે. તે ગભરાયેલી નજરથી તેની સામે જોઈ રહ્યા એટલે ફરિથી કનિકાએ કહ્યું કે,
“તારે મને જોવી હોય તો જોઈ લે, પછી જોવા નહીં મળું. એક લપડાક લાગ્યા પછી ખબર પડી જ ગઈ ને કે એકવાર જેલમાં ગયા બાદ એના કરતાં પણ વધારે માર પડશે. એટલે એના કરતાં જેલમાં ના જવું હોય તો હું જે પૂછું તેનો જવાબ આપવા લાગ.”
કનિકા બોલી રહી અને રોમા ચૂપ થઈ ગઈ અને એની સામે જોઈ રહી. પછી,
“તમે છો કોણ? કલેક્ટર છો કે...”
“હું તો આઈપીએસ છું તો હવે તું બોલવા લાગીશ કે એના માટે મારે આજે બીજો કોઈ ઉપાય કરવો પડશે?”
“હું કહું છું, પણ મને જે ખબર છે,એ હું તમને કહું પણ મને ફક્ત થોડી ઘણી જ ખબર છે. બાકીની કંઈ ખબર નથી.”
“સારું જેટલી ખબર હોય એટલું કહેવા લાગ...”
એટલે એને માનવ સાથે તેની ફ્રેન્ડશીપ થઈ, કેવી રીતે એ બંને ફરવા લાગ્યા અને પછી કેવી રીતે બંને વચ્ચે પ્રેમ થયો એ વિશે કહ્યું અને પછી કહ્યું કે,
“અમે છેલ્લા બંને જણા અમે અમારા બોયફ્રેન્ડ સાથે એક દિવસ સીટીની બહાર ફરવા ગયા હતા. એ ફરીને આવ્યા પછી ક્યારે તે મને મળી જ નથી. સિયા પણ મારી સાથે વાત પણ આટલા દિવસથી કરી નથી. મને એના વિશે આગળ શું થયું કઈ જ ખબર નથી. મને ખબર હતી એટલું કહી દીધું.”
“સારું એ તો હું શોધી લઈશ. પણ મને જો ખબર પડી ને કે તું ખોટું બોલે છે, તો તારી ખેર નહીં રહે.”
“હું સાચું કહું છું મેડમ...”
“સારું ચાલ હવે જા... આ વાત કોઈને કરતી નહીં જેથી તને કોઈ પ્રોબ્લેમ ના થાય અને જો ક્યાંય થી પણ સિયા તારો કોન્ટેક્ટ કરે તો સૌથી પહેલા તું મને જણાવીશ. આ લઈ લે મારો નંબર છે.”
એમ કહી અને તેને જવાનું કહી દીધું.
સિયા ઘરે આવા એ દિવસે, તે બંને એરપોર્ટ પર પહોંચ્યા અને એરપોર્ટ પરથી સીધી ઉતરીને માનવના ઘરે જાય છે. ઘર જોઈ તે ખુશ થઈ ગઈ કે એકદમ મોટો મહેલ જેવું હતું અને જૂની સ્ટાઇલનું હતું પણ, એનો ભપકો રાજવી લાગી રહ્યો હતો. થોડું જર્જરિત હતું, છતાં તેને આ પોતાનું સાસરી અને જીવનસાથીનું ઘર હોવાથી તેને એક એક ખૂણા ધ્યાનથી જોયા અને તેને આનંદ પણ થયો અને કહ્યું કે,
“માનવ આ ઘર તો ખૂબ સુંદર છે.”
“ખુબ સુંદર છે, પણ તારા કરતાં તો નથી એટલે હું આ ઘરમાં જ નહોતો રહેતો. હવે તું આવી ગઈ છે તો હવે આપણે આ જ ઘરમાં રહીશું.”
“થેન્ક યુ, આજ સુધી મને એમ હતું કે તું હોસ્ટેલમાં રહે છે તો તું કદાચ રેન્ટવાળા ઘરમાં લઈ જઈશ. એની જગ્યાએ આપણું આટલું સરસ ઘર જોઈને જ નવાઈ લાગે જ ને.”
“હા એ તો છે જ નહીં, પણ હું ઘરમાં રહું કોના માટે, ઘરમાં કોઈ છે જ નહીં તો બસ હવે હું પણ નહોતો રહેતો.”
“બસ તો હવે આ ઘરને હું મારી રીતે સજાવીશ. આપણે બહુ બધી ખરીદી કરી છે અને અંદર ઘણું બધું સમજાવવા માટે પણ છે.”
“બસ બસ... એ પહેલા તારે કમાવવું પડશે, મારે નહીં. તો જ ઘર સજાવવાનો, ચલાવવાનો સામાન આવશે.”
“એ તો છે જ, જેવો તમારો હુકમ, બેગમ સાહિબ. તો હવે કંઈ નહીં હાલ તો જમવા માટે વિચારવું પડશે.”
“ભૂખ લાગી છે તો, કંઈક રસોઈની વ્યવસ્થા કરીશું ને તો ઘરમાં કંઈ બનાવી લઉં છું.”
“ના રહેવા દે, હોટલમાં થી મંગાવી લઉં છું ને, આજે આરામ થઈ જાય પછી તું ઘરે કામ કરજે ને હું નોકરી શોધવા જઈશ.”
“સારું...”
એમ કહી. અનિશે હોટલમાંથી ડિનર આવતા બંને જણા ડિનર કરી અને સુઈ ગયા.
બીજા દિવસે સિયાએ ઘરમાં બધા ઝાળા સાફ કરી અને ધૂળ પાડવા લાગી, એને જે રીતે સૂઝ પડે એમ ઘર સજાવવા લાગી હતી. એને કામ કરવામાં થોડું હાર્ડ લાગ્યું, પણ છતાંય પોતાનું ઘર છે તો પોતાનું ઘર પોતાને જ સજાવવું પડે, એમ વિચારી તે ખુશી ખુશી એ ઘરમાં કામ કરી રહી હતી. માનવ સાંજે ઘરે આવ્યો તો તેને સિયાએ પૂછ્યું કે,
“માનવ આપણે મારા ઘરે ક્યારે જોઈશું?”
“જઈશું હાલ થોડી ના જવાય... મને થાક લાગ્યો છે.”
“એ વાત સાચી, પણ મારે મળવું છે. એકવાર આપણે મળવા જઈએ, પણ હાલ જ... મને ખબર છે તે કદાચ ગુસ્સો કરશે પણ આપણે એમને આપણી વાત સમજાવવાનો પ્રયત્ન કરીશું.”
“અને નહીં સમજે તો...”
“કંઈ નહિં, નહીં સમજે તો છેવટે મને એ લોકો દેખાવા તો મળશે ને. એમને દેખી મને તો સંતોષ થશે.”
“એ બધું હાલ કંઈ કરવાનું નથી. શાંતિ રાખ મને થાક લાગ્યો છે. જમવાનું તૈયાર થઈ ગયું હોય તો ચાલ જમી લઈએ. મને ખૂબ થાક લાગ્યો છે. આપણે આજે થોડા દિવસ પછી જઈશું, બસ. તું હાલ થોડી રાહ જો, પછી વિચારીશું કે આપણે કેવી રીતે એમને મનાવી શકીએ.”
(સિયા માનવની વાત માનશે અને માનવ સિયાને એના ઘરે લઈ જશે ખરો? એને એના ઘરનો ભેટો થશે? સિયાના પરિવારને માનવ અને સિયા વિશેની ખબર પડશે? કનિકા આ કેસ સિયા મળતાં જ બંધ કરી દેશે? સિયા શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૪)