(સિયા શિમલા મનાલી માનવ સાથે ખૂબ એન્જોય કરે છે અને એમાં એનો પરિવાર યાદ આવે છે પણ પ્રેમ મળ્યાની ખુશીમાં એટલો બધો નહીં. માનવ જ્યારે ઘરે જવાની વાત કરે છે તો સિયા ‘કોના ઘરે?’ પૂછે છે. કનિકાની ટ્રાન્સફર થતાં તે ગુસ્સે થાય છે અને તે ત્યાં નાછૂટકે આવે છે. હવે આગળ....)
“હું હાલ ને હાલ અને પહેલાં, સૌથી પહેલા અહીંના કલેક્ટરને મળવા માગું છું.”
“કેમ મેડમ, તમારી તમને કંઈ એમને?...”
“મને કંઈ નહી... બસ મને એટલી ખબર પડે છે કે મારી ટ્રાન્સફર કરાવવા માટે એમને જ પોતાની વગનો ઉપયોગ કર્યો છે, એટલે મારે એમને જ મળવું છે.”
“સારું મેડમ, હું કોન્સ્ટેબલને કહી દઉં છું કે તે તમને ત્યાં લઈ જશે, હું બહાર જાવ છું.”
“ઓકે, અને તમે હાલ ક્યાં જાવ છો?”
“મેડમ એક કેસની ઇન્વેસ્ટિગેશન કરવા.”
“એ તો હું સમજી ગઈ પણ કેસની ડિટેલ્સ શું છે?”
“એક છોકરી ખોવાઈ ગઈ છે, એની તપાસ કરવા.”
“ઓકે તો, હજી પણ આવા જ કેસનો સિલસિલો ચાલું છે, એમ ને?”
અશ્વિન રાણાને આ સાંભળીને શોક લાગ્યો તેને તો પોતાના કાન પર વિશ્વાસ ના આવતો હોય તેમ,
“શું કહ્યું મેડમ તમે?”
“કંઈ નહીં, તમે પહેલા ત્યાં જઈ આવો. હું મારી રીતે હેન્ડલ કરી લઈશ.”
કનિકા કલેકટરની ઓફિસે પહોંચી અને સીધી જ કલેકટરની પાસે જઈ ધમકી અને કહ્યું કે,
“તમે મને અહીંયા બોલાવી જ કેમ? મારે વિજયનગર નહોતું આવું? તમે ક્યારે વિચાર્યું છે કે તમે મને પૂછયા વગર કે મારી મરજી જાણ્યા વગર કેવી રીતે તમે મારી ટ્રાન્સફર કરાવી? શું તમને તમારા હોદ્દાનું આટલું બધું અભિમાન આવી ગયું છે, એટલું યાદ રાખજો આ પદ એક જવાબદારી સાથે મળે છે નહીં કે આમ કોઈના પર નિર્ણય થોપવા નહીં.”
“એમાં અભિમાનની વાત જ ક્યાં આવી બેટા?”
દિપક થોડા ગળગળા અવાજે કહ્યું.
“હું કંઈ તમારી બેટા નથી. તમે તમારી વગનો ઉપયોગ કરો એ માટે તો તમને આ બધી વગ નથી આપવામાં આવી કે નથી હોદ્દો આપવામાં આવ્યો. આટલી મોટી પોસ્ટ પર આવીને સાવ નાની વાત માટે ઉપયોગ કરવી પડે, એ કેવું?”
“મેં કંઈ એવું નથી કર્યું?”
“હેં, સાચે જ તમે ઉપયોગ નથી કર્યો. પોસ્ટનો ઉપયોગ નથી કર્યો તો આ શું કર્યું છે? મારી તો હમણાં જ જયપુર પોસ્ટિંગ થઈ છે, હજી તો મને એક મહિનો પરાણે થયો છે. ત્યાં તો તમે મને તમારી ઈચ્છા મુજબ મારી ટ્રાન્સફર કરાવી દીધી તો એ કેવી રીતે બની શકે? આમ પણ પાંચ વર્ષ સુધી કોઈ જગ્યાએ પોસ્ટિંગ મળ્યા પછી ટ્રાન્સફર નથી થતી તો પછી આ કેવી રીતે બન્યું? તમે તમારા નામ બચાવવા માટે ગમે તેનો ઉપયોગ કરો છો? અહીંયા છોકરીઓને મિસ યુસ થાય છે, છોકરીઓને બધા પ્રોબ્લેમ સહન કરવા પડે છે એટલા માટે તે બધા ઠીકરા મારા પર ફોડવા મને અહીંયા બોલાવી. તમે તમારા નામને બચાવી શકો, બરાબર ને?”
દિપકના ગળામાં થી પરાણે શબ્દો કાઢયા અને,
“એમ કહીશ ના... બેટા...’
થોડીવાર રહીને તેમને ગળું સાફ કરીને એટલું જ કીધું કે,
“મેં તને મારા માટે અહીં નથી બોલાવ્યો, પણ મારી દીકરી માટે બોલાવી છે. અને મેં એટલે જ મારી વગનો ઉપયોગ કરી તારી ટ્રાન્સફર કરાવી છે.”
“તમને ખબર પણ પડે છે કે તમે શું કર્યું છે? તમે તમારા સ્વાર્થ માટે, તમારી દીકરી માટે મને અહીંયા બોલાવી દીધી. હું શું કરું મેં કંઈ તમારી દીકરીનો ઠેકો લઈ રાખ્યો છે.”
“ના, બસ તું મારી દીકરીને શોધી આપ.”
“અને એને એવું તો શું થયું છે કે તમે કહો છો કે મારી દીકરીને શોધી આપ. તમારી દીકરી કંઈ લાખોમાં એક છે કે મારે તેની બોડીગાર્ડ બનવાનું છે. એટલું યાદ રાખજો આ પોસ્ટ ઉપર મારે કોઈની બોડીગાર્ડ બનવાનું હોય જ નહીં અને તે મારી રિસ્પોન્સિબલીટી પણ નથી.”
દિપક ભાઈ સાંભળી રહ્યા અને કહ્યું કે,
“બેટા, તું બોલી લે પહેલાં પછી હું તને મારી વાત કરું. અને તું બોલ મને વાંધો નથી, પણ એકવાર શાંતિથી ખુરશી પર બેસીને જેટલું બોલવું હોય તે બોલ, હું સાંભળું છું.”
“મને હતું જ તમે એવું કહેશો, ગમે તેમ તમે આટલી મોટી પોસ્ટ પર એમ થોડીના પહોંચ્યા હોવ.”
કહેતાં કહેતાં તે ખુરશી પર બેસી ગઈ. કેશવે તેની સામે પાણીનો ગ્લાસ ધર્યો અને તે એકીશ્વાસે જ પી લીધું. કનિકા શાંત પડી એ ખબર પડ્યા પછી તેમને સિયાનો ફોટો બતાવીને કહ્યું કે,
“તું એકવાર આના વિષય મારી સાંભળી લે, પછી તું નક્કી કરજે કે મેં તને બોલાવી એ સારું કર્યું કે ખોટું કર્યું? જો તારી નજરોમાં મેં ખોટું જ કર્યું છે, તો હા તારી નજરોમાં કર્યું છે, અને તું જો કહીશ તો તારી પોસ્ટિંગ પણ પાછી તને ગમતી જગ્યાએ કરી આપીશ.”
કનિકા ચૂપચાપ સાંભળી રહી, પણ તેની આંખમાં ફોટાવાળી છોકરી વિશે જાણવાની ઉત્સુકતા દેખાઈ રહી હતી.
“આ મારી દીકરી સિયા છે, જેને એક યુવકે ભોળવી ભગાડી ગયો છે, બસ તું એને શોધી પાછી લાવી આપ.”
“પણ એ કામ કોઈપણ કરી શકે, એમાં મારી શું જરૂર?”
“હા, પણ તું આખો કેસ હજી સમજી નથી. પણ તારા વિશે કહું તો જ્યારે મેં તારા વિશે તપાસ કરાવીને એમાં જ ઝલકના કેસમાં ત્યાં તે જે રીતે હેન્ડલ કરે એ ખરેખર દાદ માંગી લે એવો હતો. એ જાણ્યા પછી તો મને એમ જ થયું કે, ‘મારી દીકરીને તું જ પાછી લાવી શકીશ.”
કનિકા સાંભળી રહી પછી,
“તમારી દીકરીને પાછી લાવી શકીશ એટલે એવું તો શું થયું છે એની સાથે?”
“એની સાથે તો કંઈ થયું છે કે નહીં, તે મને ખબર નથી. મને એટલી ખબર છે કે એને માનવ ઈરાની કરીને કોઈ છોકરો સાથે જતી રહી છે. તું નામ પરથી સમજી જ ગઈ હોઈશ કે હું આવું કેમ કહી રહ્યો છું? બસ તું તેને શોધી લાવ.”
“એને શોધી લાવે એટલે તમે આવું કેવી રીતે કેમ કરી કહી શકો છો. હું કંઈ તમારી વાત માનવા થોડી આ પોસ્ટ પર છું.”
“હા પણ બસ હું તને અમુક માહિતી આપું? કેવી રીતે મેં એની કોલેજમાં તપાસ કરાવી એને કોલેજમાં થી સ્ટડી ટુર માટે મોકલે છે, સ્ટડી ટુર માટે જવાની છે એમ કહીને તે બે દિવસ માટે ઘરેથી નીકળી હતી અને બે દિવસ બાદ તે ઘરે ના આવી એટલે અમે તપાસ કરી. એટલે અમને આવું જાણવા મળ્યું હતું.’
“અમે ખૂબ બધી વખત શોધી, પણ એ અમને મળી નથી રહી. મારા ડિટેક્ટિવ રૉયને ફોન કરીને તેની મદદ માંગી એટલે તેને પણ તારું નામ સજેસ્ટ કર્યું કે, ‘આપણી દીકરીને જો પાછી લાવવી હોય ને તો આ જ છોકરી અને આ જ આઈપીએસ લાવી શકશે, નહીં તો બીજું કોઈ નહીં લાવી શકે. અને એટલે જ મારે તને અહીં લાવવી પડી. સોરી બેટા, હું પણ મારી વગ વાપરવા નહોતો માંગતો પણ હું મારી દીકરી માટે એ કરતાં મારી જાતને રોકી ના શકયો....
(કનિકા શું કરશે? એ કામ કરવા તૈયાર થશે? એ સિયાને પાછી લાવી શકશે? એ પાછી આવશે ખરી? દિપકની સુધા પર ખરી ઉતરશે? અશ્વિન રાણા કોણ છોકરીને શોધવા નીકળ્યા છે? એ એમને મળશે ખરા? સિયા ઘરે પાછી આવશે તો શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૨)