(એ એનજીઓ વાળી લેડીઝ આવી એમને વેઠેલી વેદના જણાવી હિંમત આપે છે કે તે આમ હિંમત ના હારે? તેમને તો કોઈ ભાઈના ગુનાની સજાના ભાગ રૂપે તો કોઈએ પતિની વાત ના માની એની સજા મળી હતી. એ સાંભળી ઝલકમાં પણ હિંમત આવે છે. અને તે લડવા તૈયાર થઈ જાય છે. હવે આગળ....)
“આ છોકરીને સ્ટડી કરવા મોકલજો અને એના કોલેજમાં પણ કહેજો કે એ લોકો આને સપોર્ટ કરે. એની હિંમત બનજો.”
કનિકાએ આવું કહ્યું તો, પેલા એનજીઓ વાળા બહેને પણ કહ્યું કે,
“મારા એનજીઓના દરવાજો તારા માટે હંમેશા ખુલ્લા છે અને રહેશે, જ્યારે પણ તારું મન ડગુમગુ થાય કે હિંમત તૂટી જાય ને તો તું મારી જોડે આવજે. અમે તારી મદદ કરવા બિલકુલ તૈયાર હોઈશું.”
ઝલક બોલી કે,
“હું મારા જીવનનો અંત લાવવા વિશે કયારે નહીં વિચાર કરું અને જો એવો વિચાર મારા મનમાં આવશે ને તો પણ હું તમને જ યાદ કરીશ.”
એ લોકો જેવા બહાર નીકળ્યા તો કનિકા એમના પાછળ આવી અને કહ્યું કે,
“શું હું આ એનજીઓ નો પાર્ટ બની શકું?”
“બિલકુલ મેડમ, તમારી જેવા ઓફિસર જો અમારી આ લડાઈમાં જોડાશે તો અમારું પણ મનોબળ વધશે.”
સિયા અને માનવના લગ્ન તો થઈ ગયા અને એ રાત પછી અનિશે કહ્યું કે,
“સિયા આપણે અહીંથી નીકળી જવું પડશે, નહિંતર આપણા વિશે તારા ઘરનાને ખબર પડતાં વાર નહીં લાગે. કદાચ ખબર પણ પડી ગઈ હશે, તો એ લોકો આપણું સર્ટી પણ નહીં બનવા દે અને આપણને પ્રોબ્લેમ પણ કરશે.”
સિયા પણ એની વાત સાથે એગ્રી થતાં કહ્યું કે,
“પણ હવે આપણે ક્યાં જઈશું?”
“મેં આપણું શિમલા માંનાલીનું બુકિંગ કરાવી દીધું છે, એ પણ પંદર દિવસ માટે.”
“તું.... આટલી પ્લાનિંગ કરી રાખ્યું છે, વાઉ....”
“અરે યાર, એટલી તો મને ખબર પડે છે અને આ બુકિંગ મારા મિત્ર એ કરી આપેલું છે.”
“મને તો શું ખબર કે આવું પણ હોઈ શકે. કંઈ નહીં હું ઝડપથી બસ તૈયાર થઈ જાઉં છું.”
અનિશે પણ સિયાની વાતમાં હામી ભરતાં,
“હા તો તૈયાર જલ્દી થઈ જાય, હમણાં એટલે કે 12:00 વાગ્યાની ફ્લાઈટ છે. તારા મમ્મી પપ્પાના ઘરમાં જાણ થાય પહેલા આપણે અહીંથી રવાના થઈ જઈએ, જેથી મેરેજ સર્ટી ના બને ત્યાં સુધી કોઈ આપણને શોધી ન શકે.”
“હા એ છે, હાલ તો એ વિશે મારા ઘરના લોકો વિચારશે પણ નહીં.”
“કેમ?...”
માનવ એની સામે જોઈ રહ્યો એટલે સિયા,
“અરે બાબા, તેઓ મને શોધવા વિશે વિચાર નહીં કરે કારણ કે મેં બે દિવસ તો હું સ્ટડી ટ્રીપ માટે ગઈ છું, એવું કીધેલું છે, એટલે એ લોકો હાલ તો મને નહીં શોધે પણ પછી ચોક્કસ શોધશે. એ પહેલા આપણે અહીંથી નીકળી જઈશું તો તે આપણને શોધી પણ નહીં શકે અને આપણને જુદા પણ નહીં કરી શકે.”
“એટલે તો હું કહું છું કે આપણું મેરેજ સર્ટી બની જાય પછી જ અહીં આવીશું?”
“પણ તે કોણ લાવશે?”
“એમાં વિચારવાની જરૂર ક્યાં છે, મારો ફ્રેન્ડ છે ને એ લેતો આવશે.”
“સારું હું હમણાં જ ફ્રેશ થઈ આવું છું.”
એમ કહી તે બાથરૂમમાં જવા ગઈ તો,
“એક મિનિટ, હું આવું છું અંદર. મારે પણ તૈયાર થવું છે.”
“તો પણ તું અંદર નહીં આવે....”
અને સિયા ઝડપથી દરવાજો બંધ કરી દીધો. એ જોયા પછી માનવ હસી પડયો અને સિયા પણ માનવની આવી હરકતોથી ખુશ થઈ જાય છે. અને શિમલા મનાલી ફરવા જવાના, હનીમૂનના સપના જોવા લાગી. સમય થતાં તે બંને એરપોર્ટ પર પહોંચી અને પ્લેનમાં બેસી માનવ અને સિયા શિમલા મનાલી પણ પહોંચી ગયા.
હનીમૂન પર આવ્યા હોવાથી તે બંને વધારે ખુશી ખુશી ફરી રહ્યા હતા. તેને એ વાતની પણ યાદ નથી કે,
‘એ ઘરે નહીં પહોંચે તો એના ઘરમાં લોકો પર શું વીતશે?’
આ બાજુ બે દિવસ પૂરા થઈ દિપક અને ઘરના બધા જ લોકો સિયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારેક સિયા ઘરે આવશે... કયારે સિયા ઘરે આવે. તે સમય થયા મૂજબ ના આવી એટલે બધાને નવાઈ લાગી. એટલે સંગીતા બોલી કે,
“મને તો તે એવું કહી ગયેલી કે તે સાંજના સાત વાગ્યે આવી જશે.”
“થોડું આઘું પાછું થાય, કંઈ નહીં તે હમણાં આવી જશે.”
બધાના મનમાં એમ કે કદાચ હમણાં થોડીવારમાં આવી જશે, પણ રાતના નવ વાગી ગયા. છેવટે સંગીતાએ સિયાની ફ્રેન્ડ રોમાને ફોન કર્યો અને પૂછ્યું કે,
“રોમા આવી ગઈ?”
તો સામેથી એમ બોલી કે,
“તમે કોણ, હું જ રોમા છું. તમે કોણ?”
“અરે હું સિયાની મમ્મી સંગીતા...”
“હા આન્ટી, હમણાંથી સિયા કેમ કોલેજ નથી આવતી?”
“કેમ તમે બંને સ્ટડી ટ્રીપમાં નહોતા ગયા અને તું આવી ગઈ?”
“હું ક્યાંથી આવું, આન્ટી અને હું ક્યાં ગઈ હતી?”
“તું ક્યાં ગઈ હતી એટલે તું અને સિયા સ્ટડી ટ્રીપ માટે નહોતા ગયેલા. કોલેજ તમને મોકલ્યા હતા ને?”
“કયા કોલેજે અમને મોકલ્યા હતા, અમને તો કોઈ કોલેજમાંથી સ્ટડી ટ્રીપ ઓફર નથી થઈ અને અમને કોઈ એવી જગ્યાએ મોકલો પણ નથી.”
“ના એવું નથી, બેટા તો તારી જ ભૂલ થતી લાગે છે...”
“ના આન્ટી અમે બંને કયાંય નથી ગયા.”
“તું સાચું કહે છે, કારણ કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તો સિયા એવું જ કહેતી કે,
‘કોલેજે તને અને એને એમ બંને જણાના સ્ટડી ટ્રીપ માટે કોલેજમાં મોકલી રહ્યા છે.”
“સાચું કહું છું આંટી, અમને કોઈ જ કોલેજવાળાએ આવી સ્ટડી ટ્રીપ ઓફર આપવામાં નથી આવી અને અમે ક્યાં ગયા પણ નથી. હું તો બે દિવસથી ઘરે જ છું, તમે એવું હોય તો મમ્મી પર ફોન પર વાત કરાવું. મારી મમ્મીને આપું આન્ટી.”
“ના... ના બેટા, કોઈ જરૂર નથી. મને ખબર છે કે તું સાચું બોલતી હોઈશ.”
એમ કહી તેમને ફોન મૂક્યો. એમના ચહેરા જોઈને જ દિપકને અને ધીરુભાઈને, સુધાબેનના એમ બધાના પેટ પર ધ્રાસકો પડે કે, કંઈક ખોટું બની ગયું છે. એ બધાએ સવાલ નજરથી એની સામે જોયું અને કહ્યું કે, “શું વાત છે, સિયા ક્યાં છે? રોમાએ શું કહ્યું?”
સંગીતા રોવા લાગી અને બોલી રહી હતી કે,
“મને ખબર નથી, પણ રોમાને કહેવું છે કે કોલેજવાળા એ બંનેની કોઈ સ્ટડી ટુર પર નથી મોકલ્યા તો....”
“તો...”
“રોમા બે દિવસથી ઘરે જ છે. અને તે ક્યાંય નથી ગઈ.”
“શું બોલે છે, તું? ગમે તેમ ન બોલ કર. આપણી દીકરી આપણી સાથે થોડી દગો કરે? એ સ્ટડી ટુર માટે જ ગઈ હશે.”
“તમને વિશ્વાસ નહીં આવતો હોય તો તમને જ એવું હોય તો વાત કરી લો. મેં હાલ જ રોમા સાથે વાત કરી અને રોમાનું કહેવું પણ એવું જ છે કે...”
“કે શું?”
“મારું મન કહે છે કે આપણી દીકરી આપણી સાથે નથી રહી અને તે હવે આપણી નહીં રહે.”
(આ સાંભળી ઘરના લોકો સંગીતાને શું કહેશે? સંગીતા કેમ આવું કહી રહી છે, એ કહેશે ખરા? સિયા એના સપનાઓ માં ખોવાઈ ગઈ છે, પણ તેના પરિવાર પર શું વીતશે એને ભનક લાગશે ખરા? સિયા ઘરે પાછી આવશે ત્યારે શું થશે? સિયાના લગ્ન વિશે ખબર પડ્યા બાદ એમને શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫