(રોહિત પર પાંચેક માણસો હમલો કરી અને તેને જખ્મી બનાવી દે છે. બે કલાક બાદ એક વ્હીકલ ચાલકની નજર પડતાં તે પોલીસ બોલાવે છે અને હોસ્પિટલ લઈ જાય છે. આ ખબર પડતાં દિપક ઘરમાં એમાં પણ ખાસ કરીને સિયાને જણાવે છે. હવે આગળ...)
“પપ્પા તમે બહુ ચિંતા ના કરો. આવા તો કેટલાય લોકો કોલેજની બહાર ફરતા હોય છે. અને આ રોહિત પણ કદાચ એવો ગુંડો જ હોય તો આપણને આમાં કંઈ ખબર હોય નહીં. અને હું તો હંમેશા તમે શીખવાડ્યું છે એમ જ કોલેજ થી ઘરે અને ઘરે થી કોલેજ જ જોઉં છું.”
“વેરી ગુડ બેટા.... બસ મને આ જ સુધા હતી. ચાલો હવે હું જાવ.”
એમ કહી તેમને વાત પડતી મૂકી અને દિપક ઓફિસ જવાનો સમય થતાં તે ત્યાં જવા નીકળી ગયા. સિયા રોહિત અને એના વિશે સાંભળી તેને થયું કે તેને આ રોહિત વિશે કે આ બધા વિશે મને ખાસ ખબર નથી. તો જાણવા શું કરું? એક કામ કરું હું રોમાને પૂછું....
કદાચ રોમાને ખબર હોય, તે રોમાને ફોન લગાવ છે પણ રોમાનો ફોન એન્ગેજ આવતા તેને ત્યાં જ એ વાત છોડી દીધી. એ તો મનમાં ને મનમાં ખુશ થઈ રહી છે કે હવે આજનો દિવસ અને કાલનો દિવસ પરમ દિવસે તો હું માનવની જોડે લગ્ન કરી લઈશ. બાકી રોહિતનું શું થયું કે પેલો માનવ ઈરાની કોણ છે, એ બધી વાતો સાથે મારે શું લેવા દેવા? છતાં તેના મનમાં થોડો ઘણો ડર લાગે છે કે આ માનવ ઈરાની કોણ છે હું તો ઓળખતી જ નથી.
મને સાવચેત રહેવા માટે વારેઘડી ઘરના લોકો કહે છે, પણ આ બધામાં આપણને શું ખબર પડે અને એમાં આવી બધી વાતો છોકરીઓમાં બહુ ઓછી થાય, આ બધું તો ગુંડા જેવા છોકરાઓ ના જ ઉધામા હોય, પણ બાકીના તે વધારે કરે કંઈ નહિ. આ વાત હું માનવને તો નહિં કરું. ના ના હું કરું કદાચ તેને કંઈ ખબર હોય, એમ કરી તને માનવને ફોન લગાવ્યો.
“બોલ જાનેમન...”
તેને માનવને પૂછે છે કે,
“રોહિત કોણ છે?”
“કેમ એવું પૂછ્યું છે?”
“અરે એ આપણી કોલેજમાં જ ભણે છે અને એના પર કોઈએ ઘા ઝીંકી દેવામાં આવ્યા છે. મારા પપ્પા મને હું એને ઓળખું છું કે નહીં, એની મને સમજ નથી પડી રહી એટલે મેં કહ્યું કે હું એને ઓળખતી પણ નથી. પણ મને યાદ નથી કે તે આપણા ફ્રેન્ડ સર્કલમાં છે કે નહીં એટલે હુંતને પૂછી રહી છું.”
“મને યાદ છે ત્યાં સુધી હું તો આવી નામવાળી વ્યકિતને નથી ઓળખતો. પણ આવું બન્યું તો ક્યારે બન્યું?”
“ક્યારે બન્યું વાળા શું? એ તો મને પણ નથી ખબર. મને તો પપ્પાએ કહ્યું અને એ વાત બધા ન્યુઝ પેપરમાં અને બધે સોશિયલ મિડિયા પર આવી રહી છે. એટલે એમને મને કહ્યું કે તું સાવચેત રહેજે, એને મારનાર કોઈ ગુંડો છે.”
“હમમમ... જેને માર્યું એની તો ખબર નથી. પણ જેને વાગ્યું એની હાલત શું હશે? જો કે એને શું હું કે આપણે એ બંનેમાં થી કોઈ ઓળખીએ છીએ અને ના તો હું કોઈ ગુંડાને ઓળખું છું કે ના તો રોહિત ને ઓળખું છું. તો આપણે ક્યાં એ બધામાં પડવાની જરૂર છે?”
“હા એ વાત તો છે, આપણા બધા પડવાની કોઈ જરૂર નથી. ચાલ પરમ દિવસે મળીએ.”
“હા કેમ નહીં મળીએ, પણ મને નવાઈ લાગે છે કે માનવ, બધાનું કવરેજ આ વાત પર ચાલુ જ છે, બધી જગ્યાએ ન્યુઝ ચાલુ જ છે. મેં પણ હમણાં જોયા અને એની પર હુમલો થયો છે. એનો મિત્ર સર્કલ પણ ત્યાં આવી ગયું છે અને એમને જ આ બધી વાત કરી છે કે તેની કોઈ છોકરા સાથે દુશ્મની હતી અને બંને વચ્ચે ગઈકાલે કોલેજમાં જોરદાર ઝઘડો પણ થયો હતો.”
સંગીતા દૂધ લઈને એના રૂમમાં આવતી હોય છે, અને તેના કાને સિયાની આ વાત સાંભળીને જ તે શોક થઈ જાય છે. એ કરતાં પણ તે શોક ‘મારી દીકરી કોઈ છોકરા સાથે વાતો કરે છે અને હજી મને એ વિશે ખબર પણ નથી’ પર થાય છે. એટલે તે ત્યાંથી જ પાછા વળીને દિપક જોડે પહોંચી જાય છે.
આ બાજુ સિયા એ વાત થી સાવ અજાણ તે અને માનવ સુધી હજી વાતો કરી જ રહી હોય છે. જેમાં માનવ,
“બાપ રે, પણ આપણે તો ગઈકાલે કોલેજમાં જ નહોતા ગયા એટલે આપણે મને થોડી ખબર હોય.”
“હા, એ વાત તે સાચી છે આપણે બંને ક્યાં કોલેજમાં ગયા હતા, હું પણ ખોટી ચિંતા કરું છું. ચલ બાય.” એમ કહીને તેને ફોન મુક્યો એટલામાં જ કેશવે તેને બૂમ પાડી અને પોતાની જોડે બોલાવી કે,
“સિયા, સિયા કયાં છે? અહીં આવી જા.”
સિયા નીચે આવીને એ એમની જોડે ગઈ તો તેમને પૂછ્યું કે,
“આ માનવ કોણ છે? તમે એની સાથે ફોન કરીને વાત કરે છે?”
“માનવ... હા એ તો મારો મિત્ર છે અને તમે કેમ આવું પૂછો છો?”
“અરે તને પૂછ્યું એટલો જવાબ આપ. આ માનવ જ છે કોણ?”
“અરે, માનવની તો ઓળખાણ દાદાએ તો મારી સાથે જ કરાવી હતી. મંદિરમાં એમનો કોઈ મિત્ર હતો અને એની સાથે ફક્ત મારી મિત્રતા જ છે. આમ તો હું તેની પાસે દર વખતે મારી બાકી રેહલી નોટ્સ લેવા માટે ફોન કરું છું.”
એટલે એના દાદાએ પણ તે સાંભળી કહ્યું કે,
“સિયાની વાત સાચી છે, માનવની સિયા સાથે ઓળખાણ તો મેં તો જ કરાવી હતી. તે એક સારો અને સંસ્કારી છોકરો છે.”
“અને માનવની અટક શું છે?”
“એ તો મને પણ નથી ખબર, બસ તે સારો છે. મેં તેને હંમેશા મારી જેવા બીજા બધા સાથે અને ખાસ કરીને દાદા દાદીઓને બધાની તો ખૂબ સેવા કરે છે. એ આવો સંસ્કારી અને સેવાભાવી તો હિન્દુ જ હશે ને.”
“એટલે બસ હું એની સાથે કોકવાર આવી નોટ્સ આપ લે કરવા માટે વાતચીત કરું છું.”
“તો ખૂબ જ સારું અને કંઈ વાંધો નહિ બેટા, દાદાએ સાથે ઓળખાણ કરાવી હશે તો કંઈ એમાં સારું હશે, તો જ એમને કરાવી હશે. છતાંય બેટા આ દુનિયાનો કે સમાજનો કે કોઈ પણ વ્યક્તિનો ભરોસો રખાય નહીં એટલે તારે સાવધાન રહેવું જરૂરી છે અને તું સાવધાન રહીશ, એ પ્રોમિસ કર.”
સંગીતા બોલી કે,
“હા બેટા, છતાં જો આવી બધી વાતોને ક્યારે નજરઅંદાજ પણ ના કરતી અને તારી નજર ચારે કોર ચાલવી જોઈએ. તને ખબર પડવી જોઈએ કે તારી સાથે કોઈ છે, તારો મિત્ર બનવાનો દાવો કરે છે, તો તે તને પરેશાન તો નથી કરી રહ્યો ને? તારો ઉપયોગ ના કરે કે તારા મિત્રતાનો ખોટો અર્થ ના કાઢે?”
“હા મમ્મી પપ્પા, હું બધી બાજુ ધ્યાન રાખીશ અને સાવધાન પણ રહીશ કે મને કંઈ જ ના થાય....
(સિયા તેમને આશ્વસાન આપી શકશે? એની વાત ઘરના લોકો માનશે? આગળ ત્યાં શું વાતચીત થશે? એ તેના વિચારને બદલી શકશે કે એ એમના વિચારને? માનવ એ જ રોહિત પર હમલો કરનાર વ્યક્તિ છે, એ ખબર પડશે? એ ખબર પડે એ પહેલાં લગ્ન થઈ જશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૮)