(સિયાના મનમાં ગિલ્ટ થાય છે કે તે તેના મમ્મી પપ્પા અને ઘરના બધાથી વાત છુપાવી રહી છે. હેંમત કનિકાને કાદિલ કેટલા દિવસથી કોલેજ નથી આવતો અને કયાંય નથી મળી રહ્યો, તે જણાવતાં જ તેના ફ્રેન્ડને ઉઠાવી ઓકાવે છે કે કાદિલ કયાં છે? હવે આગળ....)
એમ.એલ.નો જમણો હાથ બની જતા જ એના બધા જ આડાઅવળા કામો પર પડદા પડવા લાગ્યા હતા. એમ.એલેને સીટ મેળવવા જરૂરી હતું કે તે આવા ગુંડા પાળવા પડે. એટલે એને જ શેહ મળી હતી. તે સામાન્ય લોકો જે કામ ના કરે તે કરતો પછી તે મારપીટ હોય કે ધમકી આપવી હોય કે ડરાવવા હોય. તે ઉઘરાણી પણ કરી લાવતો. એટલે એમ.એલે એના પર હાથ નાંખવા ના દીધો.
એમાં તે કોઈ છોકરી એસિડ ફેંકી દે તો પણ અને કોઈ છોકરીનું મર્ડર કહી દેતો તો પણ એના પર કોઈ હાથ નહોતું નાખતું. તે છોકરીઓને ગમે તેટલી હેરાન કરે કે છોકરાઓને ગમે તેટલા પણ રેગિંગ કરે તો પણ તેની વિરુદ્ધ કોઈ જ ફરિયાદ કરવા તૈયાર પણ નહોતું.”
“હવે એવું નહીં બને, યાદ રાખી લેજો.”
“એ તો મેડમ તમે કહો છો, પણ તમે હજી ખબર નથી કે તે હાલ કોનો હાથ છે?”
“ખબર છે મને કે એ કોનો હાથ છે. પણ એ એમએલએ ઉપર પણ હું હાથ નાખવાની વાત કરી શકું છું, તો પછી તારો આ કાદિલની કોઈ ઔકાત જ નથી. હા, હું વાત કરતાં મારવામાં જ વધારે રસ ધરાવું છું, એ અહીં આવે એટલે જણાવી દેજે. એટલે તો તારી ચામડી ઉધેડી નાખી પણ તને જીવતો રહેવા દીધો છે. હવે માથાકૂટ કર્યા વગર ચુપચાપ પડ્યો રહે.”
“પણ મેડમ, હવે તો મને જવા દો...”
“મેં કીધુંને તને કે ચૂપચાપ પડ્યો રહે એટલે પડ્યો રહે...”
હેમંતે,
“મેડમ હવે તો જવા દઈશું ને આપણે આ છોકરા ને?”
“હેમંતજી આ લોકોને જ્યાં સુધી કાદિલ આપણા હાથમાં આવી જાય ત્યાં સુધી આ લોકઅપમાં જ રાખજો. જોજો એક પણ વ્યક્તિ ફૂટવો ના જોઈએ. મને કોઈપ
હાલતમાં કાદિલ જોઈએ જ છે.”
“જી મેડમ...”
એના ભાઈબંધે જે એડ્રેસ આપ્યું હતું, એ એડ્રેસ પર જ, એ હોટલમાં જ રેડ પડી અને એના રૂમમાં થઈ શોધખ કાઢીને પકડી લીધો. પોલીસ સ્ટેશન લાવી સીધો લોકઅપમાં નાખી દીધો. કાદિલ બૂમો પાડી રહ્યો હતો કે,
“આ સારું તે નથી કર્યું મને લોકઅપમાં નાંખીને તે? તને ખબર નથી હું કોણ છું?”
એ બૂમાબૂમ સાંભળી કનિકા ત્યાં આવી અને બોલી કે, “એય શું છે તારે, ખબર છે મને કે તું બહુ વગવાળો છે. તને એ ખબર છે ખરા કે હું કોણ છું? તારી પાછળ બહુ મોટા મોટા લોકોના હાથ હશે, પણ મારી પાછળ કોઈનો હાથ નથી, મારી પાછળ કોઈ રડનારું પણ નથી એટલે હું તને અહીંયાને અહીંયા જ જમીનમાં ગાડી દઉં ને તો પણ કોઈને નહીં ખબર પડે. સમજી ગયો એટલે ચૂપચાપ પડ્યો રહે, નહિંતર તારા ભાઈબંધ જેવી હાલત મને કરતાં જરા પણ વાર નહીં લાગે. સમજયો કે અલગ ભાષામાં સમજાવું.’
“અને તું ચૂપચાપ હવે બકવા માંડ કે તે કેમ એ ઝલક જોડે આવું કર્યું?”
“કર્યું તો કર્યું અને એમાં શું થઈ ગયું? એને મારી વાત માનવી જોઈએ કે નહીં, એટલી એને ખબર નથી પડતી હું કોણ છું?”
તરત જ કનિકા એના પેટમાં લાત ઝીંકી દીધી અને,
“હું કોણ વાળા.... સીધી રીતે વાતચીત કર એ છોકરી છે. તારા મનગમતી બજારમાં મળતી કોઈ વસ્તુ નથી, જેને તો બજારમાં ઈચ્છા થાય એટલે પૈસા ખર્ચી અને તું લેતો આવે. એના પૈસા ના ચૂકવવાના હોય, સમજયો. આગળ બક ચલ....”
કાદિલ ડઘાઈ ગયો અને તે ફટાફટ બોલવા લાગ્યો કે,
“એકચ્યુલી મને ઝલક ગમતી હતી, પણ ઝલક મને ભાવ નહોતી આપતી. મને ચીડવવા માટે હવે તે નમનની આગળ પાછળ ફર્યા કરતી હતી, એ જોઈ મને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં મેં એને કેટલી વાર સમજાવી કે તે મને આમ ગુસ્સો ના અપાવ. પણ તે મારી વાત જ સાંભળવા તૈયાર નહોતી એટલે આ વખતે મેં નક્કી જ કરી દીધું કે,
‘હવે મારે એને સબક શીખવાડો જ પડશે અને એ નક્કી કરવા મેં એને છેલ્લો ચાન્સ પણ આપ્યો અને બહુ બધી વાર પૂછ્યું પણ ખરા. પણ તે મારી વાત માનવા તૈયાર જ નહોતી. તે ટસની મસ ના થતાં એટલે પછી મેં છેલ્લા ઉપાય તરીકે એના પર એસિડ ફેંકી દીધો.”
“પણ એસીડ ફેંકી દેવાથી તને શું ફાયદો?”
“બસ એક જ વસ્તુ કે જો એ મારી ના થાય તો બીજા કોઈની પણ ના થવી જોઈએ.”
“એક નંબરનો હરામખોર....”
કનિકા ફરીથી જોશથી બે ત્રણ લાત પેટ પર ઝીંકી અને તે ત્યાંથી નીકળી ગઈ. એનો ગુસ્સો એટલો બધો હતો ને, એ જોઈને જ હેમંત પણ ટેન્શનમાં આવી ગયો પણ તે જતી રહી અને એના જતા રહેતા રાહતનો શ્વાસ લીધો.
કનિકા સીધી તે કેબિનમાં જઈને, પહેલા તો તેને પોતાનો પાણીનો ગ્લાસ જ ફેકી દીધો અને મનમાં ને મનમાં જ કદાચ બે ત્રણ ગાળો આપી દીધી હશે. તેનું મગજ બરાબરનું તપી ગયું હતું, એના મનમાં તો હાલ જો કોઈ તેના હાથમાં ચડી જાય કે કોઈ આવી જાય ને તો હાલ એનું કચુંબર બનાવી દે. અને એની શું હાલત થાય એ તો કદાચ ખુદ કનિકાને પણ ખબર નહોતી. તેને માંડ માંડ પોતાનો ગુસ્સો કંટ્રોલ કર્યોં.
એ સાંજે ડિનર બાદ દિપક, સંગીતા, ધીરુભાઈ અને સુધાબેન બધા ટીવી પર ન્યુઝ જોઈ રહ્યા હતા. એમાં એક ન્યુઝ ચેનલમાં એક સીન દેખાડી રહ્યા હતા. જેમાં કેવી રીતે એક છોકરો છોકરીને ભોળવી અને પોતાના પ્રેમમાં ફસાવી દીધી. અને પછી તેનો ઉપયોગ કરી, લગ્ન કરવા મજબૂર કરી. લગ્ન બાદ દહેજની માંગણી કરતાં તે છોકરી ના લાવી શકી તો તેને ધક્કા મારી કાઢી મૂકી.
એ છોકરી કગરીને એ ઘરમાં પાછી આવી એટલે એને ખૂબ માર મારવામાં આવતો. તેની જ સામે બીજી છોકરી લાવીને બીજી બેસાડી દીધી અને જ્યારે આ છોકરી એનો વિરોધ કર્યો એટલે એને બાળી નાંખી. તેના પતિને તેના મા બાપ પણ સાથ આપતાં હતાં.
એ જોઈ સંગીતા બોલી કે,
“હું પણ એનજીઓમાં જોડાયેલી છું, મને ખબર છે કે આવી છોકરીઓને હાલત ખૂબ ખરાબ હોય છે. પહેલા મા-બાપનું ક્યારે સાંભળી નહીં અને પછી પેટ ભરીનૈ પસ્તાય.”
દિપક બોલ્યો કે,
“આવા તો ઘણા કિસ્સા હોય છે, મારી નજરમાં આવા તો ઘણી વખતે આવે. એ વખતે જો એ છોકરીની હાલત જોઈને તો એરારટી આવી જાય. પણ શું થાય પહેલાં છોકરાઓ જવાનીના જોશમાં સમજતા નથી કે સાચું શું અને ખોટું શું? એમને તો એ વખતે મા બાપ દુશ્મન લાગે છે, પછી જ્યારે એમના પર વીતે ત્યારે ખબર પડે કે એના મા-બાપ ખોટા નહોતા, પણ એ ખોટા હતા.’
દિપક આવું બોલતાં જ સંગીતા બોલી કે,
“સાચે જ આવા છોકરા હોય એના કરતાં ના હોય તો પણ સારું. આ ઝંઝટ જ ના રહે.”
એટલે ધીરુભાઈ....
(ધીરુભાઈ શું કહેશે? એ વાત દિપક અને સંગીતાની વાત સ્વીકારશે? આ સાંભળી સિયા કયું પગલું ભરશે? તે તેના મમ્મી પપ્પાને તેના પ્રેમ વિશે વાત કરશે? કે પછી માનવ સાથ મેળવવા ખોટું પગલું ભરી લેશે? કનિકા કાદિલનું હવે શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૩)