(સિયા ઘરે પહોંચી દાદાને મળે છે. બીજા દિવસે તે મંદિરે જતાં માનવ તેને ત્યાં મળે છે, અને તેને મળવા માટે કોફી શોપમાં આવવા વિનંતી કરે છે. સિયા રૂડલી વાત કરે છે, છતાં તે જાય છે, પણ એનું બિહેવિયર બદલાતું નથી. હવે આગળ....)
“હું કેવી રીતે અને કોને સમજાવું કે મારા મનમાં શું ચાલી રહ્યું છે? એમાં પણ માનવને કહું કે પહેલાં મારી જાતને એ તો મને ખબર પડવી જોઈએ ને? જયારે હું મારા મનની લાગણીઓ પર જ વિશ્વાસ નથી. મને બધે જ માનવ વિશેના જ વિચાર આવે છે. આ બધી લાગણી કોને કહેવી? કહેવી કે નહીં, એ પણ ખબર નથી પડી રહી.”
સિયા એના વિચારોમાં ખોવાઈ ગઈ. સમય થતા તે ઘરે પહોંચે છે, તો દાદા તેને કહે છે કે, “બેટા આજે તું કોલેજ, મંદિર મને મૂકીને ગઈ ને?”
“હા દાદા તો તમને હાલ તો ડોક્ટર ના પાડી છે, તો તમને કેવી રીતે લઈ જતી. મારે તો તમારા માટે પ્રાર્થના તો કરવાની જ હતી. પછી શું થાય?”
“હા સમજી ગયો મને તો તારી લાગણીભર્યા શબ્દો જ સાંભળવા હતા, હજી એવા ને એવા જ છે. અને ડોકટરની વાત માનવી જ પડે ને, નહીંતર મારે પણ તારું અને તારા પપ્પાની વાત માનવા મજબૂર થઈ જવું પડે.”
“મારી વાત માનો છો, એ તો સમજયા પણ પપ્પાની શું કામ?”
“એટલા માટે કે તે મને બહુ પ્રેમ કરે છે.”
“એ અને પ્રેમ? તે તો તમને વઢવઢ જ કરે છે.”
“એ તો તને એવું લાગે છે, બાકી એ જ તો મારા માટેનો પ્રેમ છે. જો તે નથી ઈચ્છતો કે આ ઉંમરે હું મારી જાતને થકવી દઉં. એટલે તે મને બોલે છે, સમજી?”
“હા... દાદા આ પ્રેમ એ શું છે?”
“બેટા એક ખૂબસૂરત અનુભૂતિ જેના માટે થાય ને એના માટે કંઈ પણ કરી ચૂકવાની ઈચ્છા થાય. જેના માટે થાય એના માટે આપણે આપણા જાતને જોખમમાં મુકતા પણ ના વિચારીએ એને કહેવાય. જેની સાથે વાતો કરવાની જેટલી જ ગમે, એટલી જ એની વાતો સાંભળવી ગમે. જેનું મૌન પણ આપણને ગમે અને જેની અવાજ પણ આપણને ગમે. આવો હોય પ્રેમ.
જિંદગી જીવવા માટે બેટા પ્રેમ જેટલો જરૂરી છે, એટલો જ જરૂરી છે એ પ્રેમ પર વિશ્વાસ રાખવાનું. તું આમ પણ હવે કોલેજમાં આવી તો બેટા હંમેશા એ વાતનું ધ્યાન રાખજે કે તારા મનમાં પ્રેમ જાગે, તે પ્રેમ પર વિશ્વાસ રાખજે. દુનિયામાં ક્યારે પ્રેમ બદલવાની વસ્તુ નથી, એના માટે ના કોઈના કહેવાની જરૂર છે કે ના કોઈની વાત માનવાની જરૂર છે.”
“પણ દાદા પ્રેમ એટલે શું છે, તે આપણને દુનિયાના વાતોની અસર કરે છે?”
“હા બેટા પ્રેમ ખૂબ પવિત્ર છે, ભલે આપણે બધા એને ગમે તે નામને જોઈએ અને ગમે તે સંબંધ શોધી દઈએ છે. પણ પ્રેમ એ કેવી અભિવ્યક્તિ છે, જેના માટે થઈ આપણે એ વ્યક્તિની ચિંતા કરતા થઈ જઈએ, એવી વ્યક્તિની એક સોય ભાગ વાગેને છતાં એના માટે દર્દ થાય એને પ્રેમ કહેવાય. જેની એક વાત ના સાંભળો દુઃખ થાય એને પ્રેમ કહેવાય, જેને જોયો ના હોય અને જો આપણને અજંપો થાય એને પ્રેમ કહેવાય. જેના માટે આપણે દુનિયા સાથે લડવા તૈયાર છીએ એને પ્રેમ કહેવાય અને આપણને તે મળતાં જ મસ્ત બની જઈએ. દુનિયા શું કહે તેનાથી ફરક નથી પડતો. આવો છે પ્રેમ... જેમ તારી દાદી તારા દાદાને અને તારી મમ્મી તારા પપ્પાને. મને એટેક આવ્યો તો તારી દાદી ઘરે આવી હતી. કેમ એમને મારી ચિંતા હતી. પણ તું કેમ પૂછે છે તારા મનમાં કંઈ છે કે પછી?”
“શું દાદા તમે પણ આ તો તમે કહ્યું કે ‘તારો મારો પ્રેમ એવો છે’ એટલે તું મારા પાસે આવ્યા વગર રહી ના શકે અને મને તારી ચિંતા કર્યા વગરના રહી શકે’ એટલા માટે મેં પૂછ્યું. હવે હું નોટસ બનાવવા જાવ, નહીં તો તમારી વાતોમાં વાતો મારી નોટ પણ રહી જશે.”
“સારું જા...”
હવે સિયા પોતાના મનને સમજી ગઈ તી કે તેના મનમાં શું ચાલી રહ્યું છે અને તે શું કરવા માંગી રહી છે. તેને નક્કી કરી લીધું કે આ વખતે હવે તે માનવને એની લાગણીઓ વિશે જણાવીને જ રહેશે, એના મનમાં ચાલતી ગડમથલ પણ કહી દેશે. માનવને એ પણ કહી દેશે કે તેને માનવથી પ્રેમ થઇ ગયો છે. તેના માટે લાગણીઓ એના મનમાં જન્મી ગઈ છે, આ લાગણીને હવે તૈ જીવવા માંગે છે, ખોવા નથી માગતી.
બીજા દિવસે તે કોલેજ પહોંચી તેઓની રાહ જોવા લાગી અને એને આવેલો જોઈ તેને એકદમ જ એને હાથ પકડી અને કહ્યું કે,
“તમે ચાલો ગાર્ડનમાં...”
માનવ કંઈ બોલે પહેલા જ તેને ખેંચી ગાર્ડન તરફ જવા લાગી અને તે બંને જણા ગાર્ડનમાં પહોંચી ગયા.
“તે મને કેમ એકદમ જ ગાર્ડનમાં કેમ લાવી?”
“બસ મારે તમારી સાથે વાત કરવી છે.”
“હું પણ એ તો કહી રહ્યો હતો, પણ તું તો એ વખતે તૈયાર જ નહોતી.”
“હવે છું...”
એમ કહી તે તેના ઘૂંટણ પર બેસી ગઈ અને કહ્યું કે,
“શું તું મારો પ્રેમ એકસેપ્ટ કરીશ? શું તું મને પસંદ કરે છે? તું મને તારા સાથે જીવવા મરવાના કોલ આપી શકીશ?”
અને આ સાંભળીને જ માનવને વિશ્વાસ જ ના આવ્યો કે,
‘એક ભોલી ભોળી છોકરી, જે સાવ કબૂતર જેવી હતી. જે મને ગઈકાલ સુધીફ્રેન્ડ બનાવવાની પણ ના પાડતી હતી, તે અચાનક જ એને ફ્રેન્ડ બનવાની જગ્યાએ તેને પ્રેમ કરવા લાગી. જે તે ઇચ્છતો હતો તે તો થઈ ગયું એટલે તેને તો ખુશીમાં ને ખુશીમાં જ
“યસ... યસ, હું પણ તને પ્રેમ કરું છું, આઇ લવ યુ...” કહીને તેને ઘૂંટણ પર બેસેલી સિયાને ઉભી કરીને લગાડી દીધી. તે પણ એના આલિંગનમાં સમાઈ ગઈ. સિયા ખુશ હતી કે તેના જીવનમાં એક નવી જ સફર શરૂ થઈ ગઈ.
કનિકા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. સૌથી પહેલાં તેને પોતાનું ચાર્જ લઈ લીધો અને પછી સબ ઇન્સ્પેક્ટરને બોલાવીને કહ્યું કે,
“શું નામ તમારું?”
“જી હેમંત... હેમંત પટેલ.”
“ઓકે હેમંતજી ગઈકાલ વાળી એફઆઈઆર બતાવો.”
“જી મેડમ...”
એમ કહીને તેમને બતાવી અને કનિકાએ એફઆઈઆર ચેક કરી અને પછી કહ્યું કે,
“એસિડ વેચનારાને ભેગા કરો?”
“પણ એમ કેમ કરી શકાય?”
“કેમ ના કરાય, હું કહું છું એટલે કરો.”
“ઓકે મેડમ... મેડમ હવે આગળ શું કરવાનું છે?”
“આગળ કંઈ કરવું નથી, જે કરવું છે, એ હું કરી લઈશ. જાવ તમે. અને મેં જે કહ્યું તે કરજો, પણ કોઈને ખબર ના પડે તેમ.”
કહીને ત્યાંથી ઊભી થઈ હોસ્પિટલ પહોંચી અને ઝલકને મમતાથી પૂછયું કે,
“કેવું છે તને હવે?”
ઝલક કંઈ બોલી નહીં પણ તેની આંખના આંસુ તેના દર્દને બયાન કરી દેતા હતા. એ જોઈ તે પણ છળી ઊઠી, એટલે ચૂપ થઈ ગઈ. થોડીવારે કનિકાએ તેને પૂછ્યું કે,
“હું તને એક વાત તો પૂછવાની ભૂલી ગઈ. બેટા તારા પર જેને એસીડ ફેંકનાર હતો, એનું નામ શું હતું?”
(એનું નામ શું હશે? એ કહી શકશે? એને કનિકા શોધી કાઢશે? પછી એની હાલત શું થશે? એ કેમ એસિડ વેચનારાને ભેગા કરી રહી છે? એનાથી શું થશે? આમાં ઝલકને ન્યાય મળશે? સિયાના મનની વાત ઘરમાં ખબર પડશે તો શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૯)