Ek Saḍayantra - 34 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 34

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 34

(સિયાના દાદા ઘરે આવી જતાં સિયાનો ચહેરો નારાજગી જોઈ તેને પૂછે છે કે શું થયું? તે તેની નારાજગી કેમ છે એ કહી દીધી. ધીરુભાઈ તેને સમજાવી કે કેમ તે આવું કહી રહ્યા છે. તે તેના વેલવિશર છે. હવે આગળ.....)
“જેથી એના વ્હાલમાં મનફાવે તેમ તેનું બાળપણ માણી શકીએ. એટલે તો કહેવાય છે ને ‘દીકરી એટલે વ્હાલનો દરિયો’ અને વ્હાલના દરિયામાં તો ડૂબકી મારવી પડે ને?”
“હાસ્તો મારે તો મારા વગર કંઈ છૂટકો છે. નહીંતર મારું શું થશે? એ તને ખબર છે.”
ધીરુભાઈ એમ કહ્યું એટલે સુધાબેન અને તે બંને હસી પડ્યા.
સુધા હવે એને કહ્યું કે,
“સારું હવે તમે આરામ કરો, નહી તો પાછી ક્યાંક તમારી તબિયત બગડશે અને વધારે બોલશો તો તમને થોડી તકલીફ થશે. પાછું અમારે સાંભળવું પડશે, એ અલગ.”
“બધાએ ભેગા થઈને મને બીમાર બનાવી દેશો, હું એવો તો કેટલો આરામ કરું. ક્યાંક તો બહાર ફરવા જવાની છૂટ્ટી હોવી જોઈએ ને?”
“મને ખબર છે, તમને ઘરમાં ક્યારેય ટકવું ગમતું જ નથી, પણ આ વખતે તમારી આવી મનમાની નહીં ચાલે. આટલી નાનકડી ભૂલના બદલામાં આટલું હેરાન થયા પછી પણ તમારે બાર ફરવુ છે.’
ધીરુભાઈનું દયામણું મ્હોં જોઈ સુધાબેન પાછા બોલ્યા કે,
“તમારે ફરવું હોય તો આપણા ઘરના ગાર્ડનમાં ફરી લેવાનું, એટલું ચાલશે ને?”
“જો હુકમ મહારાણીસા.”
“હા હવે ચૂપચાપ ખીચડી ખાઈ લેજો, સમજયા.”
“જી....”
એમ કહી ધીરુભાઈ એમની વાત માની લીધી. એટલામાં સિયા ખીચડીનો બાઉલ લઈને આવી અને ખીચડી જોઈ ધીરુભાઈએ મ્હોં બનાવીને જમી લીધું. એ જોઈ સુધાબેન અને સિયા બંને મ્હોં દબાવીને હસે જતા હતા. ધીરુભાઈ ખાધા પછી કહ્યું કે,
“સંતોષ થઈ ગયો કે બાકી છે, તમને બંને જણને મને ખીચડી ખવડાવવાની મજા પડી ગઈ એટલે...”
સિયાએ લાડ કરતા તેમને કહ્યું કે,
“દાદા મને તો બહુ મજા આવી ગઈ, પણ તમે તો મને ખવડાવી જ નહીં.”
“ચાલ હવે નાટક કર્યા વગરની...’
સિયા તેમને બાઉલ લઈને જવા લાગી તો દાદાએ કહ્યું કે,
“સિયા બેટા પપ્પા અને મમ્મીને તારે સોરી કહી દેવાનું છે. એમને સોરી કહી દેવાથી કોઈ દિવસ આપણે નાના નથી જોઈએ. હા પણ તારું મન હળવું ફૂલ થઈ જશે અને સાથે સાથે મમ્મી પપ્પાનું પણ. સૌથી વધારે એમની ચિંતા પણ ઓછી થશે.”
“દાદા પણ મારે એમની સાથે વાત નથી કરવી. તે બંને જણા તો...”
“લે મમ્મી પપ્પા સાથે વાત નહીં કરે તો કોની સાથે વાત કરીશ?”
“તમે છો જ ને?”
“નહીં... હું તો છું જ, સાથે સાથે મમ્મી પપ્પા પણ છે અને એ જ પહેલા તારી જોડે આવશે. અમે તો ખર્યું પાન કહેવાઈ, જે આજે છે તો કાલે નહીં હોઈએ. પછી મમ્મી પપ્પા જ તારી જોડે રહેવાના છે. તો હવે તું કાલે સોરી કહીશ, કહીશ ને, બેટા?”
“હા કહી દઈશ એમને....”
તે મ્હોં ફુલાવીને જતી રહી. દાદી એને જતી જોઈને હસી પડયા. એના ગયા પછી દાદાએ દાદીને કહ્યું કે, “સિયા બિલકુલ દિપક જેવી છે, નહીં?”
“હોય જ ને, એનામાં રૂપ, ગુણ જો એના આવ્યા હોય તો પછી પ્રકૃતિ પણ એની જ આવવાની હતી ને. સારું હવે તમે આરામ કરો, આમ તો ચાલ્યા કરશે. પણ આમાં ને આમાં તમારી તબિયત બગડશે તો તમને તકલીફ પડશે.”
“સારું ચાલો લાઈટ બંધ કરી દો, જેથી હું સુઈ શકું.”
સિયા પણ ડિનર પતાવીને પોતાના રૂમમાં ગઈ, તે આજે દાદા જોડે વાત કરીને સમજી ગઈ હતી કે મમ્મી પપ્પા કે દાદા દાદી જે કંઈ પણ કહે કરવામાં જ મારી ભલાઈ હશે અને તે મને ભણવા માટે જ તો કહે છે. એટલે તેને નક્કી કરી લીધું કે
‘કાલે સવારે ઉઠીને, તે તેના મમ્મી પપ્પાને સોરી પણ કહેશે અને એમની સાથે રૂડલી વાત પણ નહીં કરે. માનવ સાથે પણ વાતચીત બંધ કરી અને તે ભણવા પર ધ્યાન આપશે.’
એમ વિચારી તે રાતે નિરાંત મનથી સૂઈ ગઈ. બીજા દિવસે સવાર પડતા જ સિયા પોતાનું રૂટિન કામ પતાવી એના રૂમની બહાર આવી તો દાદા દાદી એમના જ રૂમમાં હતા અને મમ્મી પપ્પા ડાઇનિંગ ટેબલ પર બેસી અને નાસ્તો કરી રહ્યા હતા. તે એમની પાસે જઈને તે બેસી એટલે જ તે બંને નવાઈ પામ્યા અને એમાં ઉપરથી તે બોલી કે,
“સોરી મમ્મી પપ્પા, હું તમારી વાત નથી સાંભળતી. પણ સાચું કહું તો મને અહીં સમજ ના પડી કે તમે જે કહો છો, તે મારા સારા માટે કહેતા હો છો. એટલે જ સોરી.”
“સોરી બેટા, અમે પણ તને આ બધું સમજાવી ના શક્યા. પણ મારી આ વ્હાલી દીકરીને કોને સમજાવ્યું, બેટા?”
સંગીતા બોલી કે,
“તેને તેના દાદા સિવાય તે કોઈનું સાંભળે છે, ખરી?”
“એ વાત સાચી...”
દિપક હવે તેના માથા પર હાથ ફેરવીને કહ્યું કે,
“બેટા તું કોલેજ જાય, એમાં પણ ના નથી. બેટા તું ફરવા જાય, મૂવી જોવા જાય એમાં પણ ના નથી. પણ બેટા બસ માનવ સાથે ના જા અને એમાં વારેવારે તો બિલકુલ નહીં. તારે કોઈ પણ મદદ જોઈતી હોય તો મને કહેને, હું તને પ્રોવાઇડ કરીશ. પણ એ માટે તું બીજા પાસે શું કામ જાય છે.”
સંગીતા પણ બોલી કે,
“બેટા વાત સાચી છે પપ્પાની.”
“હા મમ્મી... પણ મારે આ દુનિયાને, અત્યારના માહોલને મારે મારા નજરથી જોવું છે. અને જો મારા નજરથી જોવો હોય કે મારા ફ્રેન્ડની જરૂર પડે. તેમાં તમારી જ જરૂર ના જ પડે.”
“તો હું કયાં ના પાડું છું, લઈ જા તારી ફ્રેન્ડ રોમાને કે બીજું કોઈ ફ્રેન્ડ અને બધા સાથે ફર, એન્જોય કર. અરે હું તો કહું છું કે તું જે લોકોને પાર્ટી આપ કે ટ્રીટ આપ. એક દિવસ કે બે ત્રણ દિવસ ફરવા જા, મજા જ મજા કર. સાથે સાથે ભણ પણ ખરા પણ એ માટે થઈને તું પારકા જોડે મદદ ના લે. તું તારા જે ઓળખીતા છે, ને એની આજુબાજુમાં રાખી અને તારું કામ કર બેટા.’
દિપક થોડીવાર રોક્યા પાછા બોલ્યા કે,
“હું ઈચ્છું છું કે બસ તું એક સેફ ઝોનમાં રહે, બાકી મારી કોઈ ઈચ્છા નથી કે હું તને બંધનમાં રાખો અને હું તને બંધનમાં રાખવા માનતો પણ નથી. બસ તું એકવાર કેપેબલ થઈ જાય પછી તો મને કોઈ તારી ચિંતા નથી.”
સિયા ચૂપચાપ સાંભળી રહી અને પછી બ્રેકફાસ્ટ પતાવીને કહ્યું કે,
“મમ્મી હું આજે કોલેજ જોવાની છું, તો હું જાવ ને? મારે આટલા સાત દિવસનું અને બીજું વર્ક બાકી ભેગું થઈ ગયું હશે.”
“હા બેટા જા ને, પછી તેની નોટ્સમાં પ્રોબ્લેમ થશે તો તને ભણવામાં પણ ઈસ્યુ થશે.”
“હા મમ્મી...”
એમ કહી તે તૈયાર થવા પોતાની રૂમમાં ગઈ, તે તૈયાર થઈ નીચે આવી. તેને યલો કલરનો ડૉટવાળો ડ્રેસ પહેરેલો, તેના લાંબા વાળને બટરફ્લાયથી બાંધી દીધા હતા અને એ યલો ડ્રેસની અંદર એની કાળી કાળી અણીયાળી આંખો અને તેનું રૂપ વધારે ખીલ્યું રહ્યું હતું.
(સિયા કોલેજમાં જશે તો શું થશે? તે તેની વાત પર મક્કમ રહી શકશે? માનવ એની સાથે વાત કરશે અને તે કરશે? શું તે હવે ભણવા પર ધ્યાન આપશે? એના દાદાની તબિયત બગડશે તો નહીં ને? સિયા બધાની વાત માની તો રહી છે, પણ તેનું મન માનશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૫