Shankhnad - 10 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શંખનાદ - 10

હમિદ જે પણ કઈ બોલી રહ્યો હતો એનાથી પેલા માણસ ના શરીર માં જાણે ધગધગતો લાવા ઉઠતો હોય એટલી ગરમી ચડતી હતી ..એને એવું થતું હતું કે એના હાથ માં રહેલી રિવોલ્વર ની છ એ છ ગોળી હમિદ ને એવી જગ્યા માં મારી દે કે દુનિયા માં હજી કોઈએ એવી જગ્યા એ કોઈ ને ગોળી ના મારી હોય ....હમિદ ની લાશ ને એવી ભયંકર બનાવી દે કે સરકાર એની લાશ ના ફોટા બીજા કોઈ ને ના બતાવી શકે ... કારણ કે હિન્દુસ્તાન વિરુદ્ધ એ એક પણ અક્ષર કોઈ ના પણ મોઢે થી સાંભળી શકતો ન હતો .. એ હમિદ અને ફાતિમા નું ખૂન કરવાજ આવ્યો હતો .. અને એ પણ જાણતો હતો કે હાજી હમિદ કે ફાતિમા ને મારી નાખવાની જગ્યા આવી નથી .. એટલે અત્યારે ગુસ્સા માં કાબુ રાખવો જરૂરી હતો . એ પૂરો પ્લાન બનાવી ને ગાડી માં આવ્યો હતો
હમિદ અને ફાતિમા ના મોતની હવે મિનિટો ગણાતી હતી .. હમિદ જે સ્પીડ થી ગાડી ચલાવતો હતો એ સ્પીડ થી પેલા માણસે ગણતરી કરી લીધી હતી કે ૨ મિનિટ પછી હમિદ નું રામ નયમ સત્ય કરવાનું છે
હમિદ પોતાની બક બક કરતો હતો .. તેના મગજ માં જુદી રમત ચાલતી હતી હમીદે વિચાર્યું હતું કે ગમે તેમ કરીને ૯ મિનિટ કાઢી નાખું ..પછી આ માણસ નો ખેલ ખતમ થઇ જશે બરાબર ૯ મિનિટ પછી બધી ગાડી ઓ ઉભી રહેવાની હતી એટલે હમીદે વિચાર્યું કે જયારે ૯ મિનિટ પતશે ત્યારે અચાનક જ બ્રેક વાગશે અને બરાબર એક સમયે પેલો માણસ ચોકી જશે અને એ તક નો લાભ લઈને પોતે રિવોલ્વર લઇ લેશે ... પણ હમિદ ને ક્યાં ખબર હતી કે ૯ મિનિટ પહેલા જ એનો ખેમ ખતમ થઇ જવાનો છે ..!!!!
ગાડી એની સરેરાશ સ્પીડ થી ભાગતી હતી ... હમિદ એવું વિચારતા મુસ્તાક હતો કે હવે તેના બચવા ની જગ્યા નજીક આવી રહી છે .. ફાતિમા પણ શું થશે એ મનમાં ને મનમાં વિચારતી ખુદા નું નામ લેતી હતી .. અને પાછળ બેઠેલો માણસ અટેંશન માં આવી ગયો હવે બરાબર ચાલીસ સેકન્ડ બાકી .. એટલે એને પોતાના જેકેટ માં છુપાયેલી પેટ્રોલ ની બે કોથળીયો કાઢી ને ગાડી ની ફર્શ પર ફોડી .. બરાબર આ જ સમયે ગાડી એક નદી પરના પુલ પર પ્રવેશી .. હમિદ અને ફાતિમા ના નાક માં પેટ્રોલ ની વાસ પ્રવેશી ... " પેટ્રોલ ની વાસ ક્યાંથી આવી ..". હમિદ ના મન માં એક ઝબકારો થયો .. તે પણ હોશિયાર હતો .. તેને જોયું કે ગાડી અત્યારે નદી પરના પુલ પરથી પસાર થઇ રહી છે .. બરાબર તેજ સમયે એ પાછળ બેઠેલા માણસ નો પ્લાન સમજી ગયો અને તરત જ તેના ચહેરા પર Dr ના હાવભાવ આવી ગયા " ના તું આમ ના કરીશકે " હમીદે જોરથી બૂમ પડી. અને પાછળ બેઠેલો માણસ જોરથી હસવા લાગ્યો
" અલવિદા હમિદ ..હિન્દુસ્તાં સાથે પંગો લેવા ની સજા ભોગવ " એટલું કહી એને ફૂલ સ્પીડ થી ચાલતી ગાડી નો પાછળ નો દરવાજો ખોલ્યો અને એક જમ્પરયો કે જેથી એ ઉછળી ને સીધો નદી માં પડે અને જમ્પ મારતી વખતે એના હાથ માં રહેલી રિવોલ્વર ની બધી જ ગોળીયો એને જ્યાં પેટ્રોલ ઢોળાયું હતું ત્યાં ખાલી કરી નાખી ....
સી.બી.આઈ ઇન્સ્પેક્ટર વિક્રમ સાન્યાલ એક બાજુ નદી માં પડ્યો ત્યારે હમિદ અને ફાતિમા ની ગાડી આગની જ્વાળા નો માં બળીને રાખ થતી હતી .. તેની આગળ પાછળ રહેલી ગાડી ઓ ના કમાન્ડોઝ એ નદીમાં અંધ ધૂંધ ગોળોબાર કર્યો .. પણ સી.બી.આઈ ઇન્સ્પેક્ટર વિક્રમ ત્યાંથી આબાદ છટકી ગયો. ...!!!!!
 
********.
વાચક મિત્રો .. આપણા દેશ ના હોનહાર ગૃહ મંત્રી શ્રી સતીશ શાહ સાહેબેસી.બી.આઈ ની આ ટીમ ને ૨ કરોડ ની સાડી એક આબાદ પ્લાન બનાવી ને આપી એ માટે તમે ૧ થી ૮ પ્રકરણ વાંચ્યા છે .. હવે પ્રશ્ન એ થાય કે ગૃહમંત્રી શ્રી સતીશ શાહ સાહેબે વંદેમાતરમ મિશન માટે સી.બી આઈ ની આજ ટીમ કેમ પસંદ કરી .. તો એ માટે મેં અહીં એક કિસ્સો કહેવાની શરૂઆત કરી છે .... સી.બી.આઈ ટીમે પાર પડેલું એ ખતરનાક અને દિલધડક મિશન તમે વાંચશો પછી જ તમને ખ્યાલ આવશે કે હિન્દુસ્તાન ની રક્ષા ફક્ત સૈન્ય દળો જ નથી કરતા .. હિન્દુસ્તાન ની રક્ષા છુપી રીતે પણ કરવા માં આવે છે
 
અને એટલે જ મિશન વંદેમાતરમ ની શરૂઆત કરતા પહેલા આપડે સીબીઆઈ ની આ ટીમે એક ખતરનાક મિશન પાર પડ્યું એ વાંચવાની તમને માજા આવશે .. પછી જ આપડે મિશન વંદેમાતરમ શરુ કરીશું ...
 
આ વાર્તા નો પ્રવાહ આગળ વધારીએ એ પહેલા એક કિસ્સો જોયો કે ..ઝ પ્લસ સુરક્ષા વચ્ચે પણ . સીબીઆઈ ઇન્સ્પેક્ટર વિક્રમ સન્યાલે હમિદ અને ફાતિમા ને કેવી રીતે મોટ ને ઘાટ ઉતાર્યા ,,,!!!
આ વાંચ્યા પછી તમને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે કે કોણ હતા હમિદ અને ફાતિમા ? એમની આટલી સિક્યુરિટી શા માટે ? મેકડોનાલ્ડે શા માટે એમને મારવાની જાહેર ધમકી આપી હતી ? સીબીઆઈ ઇન્સ્પેક્ટર વિક્રમ સન્યાલે શા માટે એને ખતમ કરી નાખ્યા .? આ બધા પ્રશ્નો ના જવાબ મેળવવા માટે તમે આગળ ના દિલ ધડાક પ્રકરણો વાંચવા નું ચાલુ રાખો ..