પ્રેમ સમાધિ -67
બંગલામાં નિરવ શાંતિ હતી. દમણમાં આવેલાં વિશાળ અને લક્ઝુરીયસ બંગલામાં એનો સ્ટાફ સવારનું કામ પરવારી રહેલો. ગાર્ડનમાં પક્ષીઓનાં ચહેકવાનો અવાજ આવી રહેલો. કમ્પાઉન્ડમાં નાળીયેર, ચીકુ, હાફુસ કેશરનાં આંબાનાં ઝાડ ખુબ લીલોતરી… અમી આંખોને ઠંડક આપી રહેલાં. નીતનવા ફૂલછોડ પર ખુબ સુંદર ફૂલો જાણે ખીલીને હસી રહેલાં...
કાવ્યા વહેલી ઉઠી ગઈ હતી મોડી રાત સુધી કલરવ સાથે પ્રેમસંગત પળો વિતાવી હતી શરીરમાં - ના થાક હતો ના ઊંઘવાની ઈચ્છા સવારે વહેલી ફ્રેશ મૂડ સાથે ઉઠી ગઈ હતી એ હીંચકા પર બેઠી બેઠી રાતની સુંદર પળો મનમાં ને મનમાં માણી રહી હતી.
કાવ્યાએ વિચાર્યું પાપા પણ આવી ગયાં છે એમની ગાડી જોઈનેજ સમજી ગઈ હતી... એમનાં રૂમનો દરવાજો બંધ હતો... એ ખુબ મોડાં થાકીને આવ્યાં હશે એટલે ડીસ્ટર્બ નથી કરવા. એ ગીત ગણગણતી રહી હતી ત્યાં મહારાજે આવીને પૂછ્યું "બહેન ચા નાસ્તો બનાવી આપું ? કે પાપા સાથે ? સર મોડી રાત્રે આવી ગયાં છે... “
કાવ્યાએ કહ્યું "ના બધાની સાથેજ લઈશ. પાપા આવી ગયા છે ખબર છે મને અને કલરવ... " મહારાજે કહ્યું "ભલે ભલે કાવ્યાએ પછી લાગલું પૂછ્યું "મહારાજ પેલા રેખાબેન ક્યાં ગયાં ? ઉઠ્યા નથી ? દેખાતાં નથી.. "
મહારાજે કહ્યું "એતો વહેલી સવારે પેલાં ભુપતભાઇ સાથે શીપ પર જવા નીકળી ગયાં હતાં. ભાઉ પણ રાત્રે જતાં રહેલાં બધાં પોતાની ડ્યુટી પર લાગી ગયાં”.. પછી હસીને બોલ્યાં "સર આવી ગયાં બધાં એમનાં કામમાં ગોઠવાઈ ગયાં".
કાવ્યાએ કહ્યું "હમ્મ... ઓકે..”. પછી મનમાં વિચાર કરવા લાગી કે એ રેખાબેન જતાં રહ્યાં ? હવે પાપાને એ કોઈ... ભલેને જતી રહી અને પાપાને ગમે ત્યારે કહે શું ફરક પડે છે ? એ કંઈ પાપાને કહે એ પહેલાં હુંજ પાપાને કહી દઈશ...પછી આ વિચાર સાથેજ થોડીક થથરી ગઈ પાપા શું રીએક્ટ કરશે ? પાપા સ્વીકારશે ?
"હેય બેબી માય કાવ્યા...” ઉપર બેડરૂમની બારીમાંથી વિજયે કાવ્યાને બૂમ પાડી... “ઉઠી ગઈ છે દીકરા ?આવી જા મારી પાસે...” કાવ્યાએ આનંદ આશ્ચર્યથી પાપા તરફ જોઈને બૂમ પાડી "ઓહ પાપા ઉઠી ગયા ? હું આવીજ...” એમ કહીને હીંચકા પરથી ઝડપથી ઉતરીને ઉપર જવા દોડી.
કાવ્યા વિજયનાં રૂમમાં આવી વિજયને વળગી ગઈ “પાપા ... પાપા... તમે તો ખુબ લેટ આવ્યાં હશો... કેમ તમે વહેલાં ઉઠી ગયાં ? આરામ કરવો જોઈએને ?”
વિજયે કહ્યું “અરે તું અને સુમન અહીં આવી ગયાં એ મને ખબર હતી હમણાં સુમન ઉઠીને મને મળીને ગયો એ ન્હાઈને સીધો નીચે આવે છે અને પેલો શંકરનાથ છોકરો કલરવ પણ છે તું એને મળીને ? કેવો છે ?”
કાવ્યાએ કહ્યું “ઓહ સુમન ઉઠી ગયો ? હા હા હું કલરવને મળી છું કેવો લાગ્યો એટલે ? સારો છે... અમે કાલે ખુબ વાતો કરી એની સાથે ખુબ મોટી ટ્રેજેડી થઇ ગઈ હે ને પાપા ?”
વિજયે કહ્યું “હા દીકરા... હા ચાલ હવે બીજી વાતો પછી કરીશું હું ફ્રેશ થઈને નીચે આવું છું સુમન કલરવ બધાને નીચે બોલાવી લઉં છું પછી શાંતિથી વાતો કરીએ. ગાર્ડનમાં ટેબલ ગોઠવવા કહી દે બધાં ત્યાં બેસીનેજ વાતો કરીશું હું ઉઠું ફ્રેશ થઇ આવું હું નીચે જઈને બધી એરેન્જમેન્ટ કરાવ... પછી આપણે.”..
કાવ્યા પાપાને સડસડાટ બોલતાં સાંભળી રહી હતી પછી છેલ્લે ગંભીર થતાં થતાં બોલ્યાં પછી આપણે... કાવ્યા પણ ગંભીર થઇ ગઈ પછી વળગીને બોલી “પાપા પછી આપણે શાંતિથી ઘણી વાતો કરીશું મારે કરવી છે. “
વિજયે કહ્યું "હું સમજી ગયો... એજ કહેવા માંગતો હતો" કંઈ નહીં... ત્યાં કાવ્યાએ ગંભીરતા ખંખેરીને કહ્યું "જાવ પાપા ફ્રેશ થઈને નીચે આવો હું તૈયાર કરાવું છું . "
વિજય ઓકે દીકરા કહીને વોશરૂમમાં ઘુસ્યો કાવ્યા બહાર નીકળી સુમનનાં રૂમ તરફ જોયું એનાં દરવાજા ખુલ્લાં હતાં અને કલરવનાં રૂમનાં દરવાજા પણ ખુલ્લાં હતાં એ કલરવનાં રૂમ તરફ ગઈ.
કાવ્યાએ કલરવનાં રૂમમાં જઈને જોયું સુમન પણ ત્યાંજ હતો કલરવ ઉઠીને ફ્રેશ થઈને તૈયારજ ઉભો હતો. કાવ્યા અને કલરવની આંખો મળી એકબીજા સામે ખાસ ભાવથી જોયું પછી બંન્નેએ સુમન તરફ જોયું... સુમને કહ્યું "તમે લોકો મારી સામે શું આમ જોયા કરો છો ? ચલો નીચે જઈએ મામા આવી ગયાં છે મામા પણ નીચેજ આવે છે.”
કાવ્યાએ કહ્યું "હાં પાપા ફ્રેશ થઈને નીચેજ આવે છે હું બગીચામાં ટેબલ એરેન્જ કરાવી તૈયારી કરાવું તમે લોકો પણ પછી આવો” એમ કહી કલરવ તરફ ખાસ દ્રષ્ટિથી જોયું કલરવ સમજી ગયો હોય એમ મલકાયો.
કાવ્યા ત્યાંથી દોડીને નીચે જતી રહી. સુમને કહ્યું “દોસ્ત આજે મામા સાથે બધી વાત કરીને બધું નક્કી કરી લઈશ. હું તો શીપ પર ક્યારે જઉં એની રાહ જોઉં છું... તારો શું પ્લાન છે ? ગઈકાલે રાતનાં ક્યારે સુઈ ગયો ખબરજ નાં પડી તે ઉઠાડ્યો રૂમમાં ગયો ક્યારે એ પણ નથી યાદ .”
કલરવ કહે “મારો શું પ્લાન હોય ?” પછી એનો ચેહરો નિરાશાથી પડી ગયો. બોલ્યો "વિજય અંકલ જે કહેશે એ મારું મન... હું પોતે મારાં માટે કશું વિચારીજ નથી શકતો. પ્રારબ્ધ જે તરફ લઇ જાય એ કરીશ પણ હું અહીં નહીં રહું મારે કોઈનાં માથે બોજ નથી બનવું...”
ત્યાં રૂમમાં વિજયે એન્ટ્રી લીધી... અને કલરવનાં છેલ્લાં શબ્દો સાંભળ્યાં હતાં એ બોલ્યો “બેટા કલરવ તારે કોનાં બોજ નથી બનવું ? તું અહીં છે એ મારાં માટે બોજ નથી..”. ચાલો પહેલાં નીચે જઈએ શાંતિથી વાત કરીશું...
વિજયનાં ચહેરાનાં ભાવ બદલાઈ ગયાં હતાં. સુમન બોલ્યો “મામા મેં એને એમજ કીધું કે હવે નિર્ણય લેવાં પડશે શીપ પર જઈને... હું તૈયારજ છું”. વિજયે કહ્યું "તારો તો ગોલ નક્કીજ છે. કલરવને તો આગળ ભણવું.”.. કલરવે કહ્યું “અંકલ તમે કહેશો એમ કરીશ . હવે મારાં વિચાર બદલાઈ ગયાં છે. “
રાહ જોઈ થાકેલી કાવ્યાનો મોટો અવાજ આવ્યો “બધાં આવો છો ને નીચે ? બધી તૈયારીઓ થઇ ગઈ છે આવી જાવ ચા ઠંડી થઇ જશે...”.
વધુ આવતા અંકે - પ્રકરણ 68