Blank... in Gujarati Women Focused by Heena Hariyani books and stories PDF | ખાલીપો....

Featured Books
Categories
Share

ખાલીપો....

..અંજના કેનેડામાં રહે.કેનેડામાં જ તેના પતિનો મોટો બિઝનેસ. દિલ્લીમાં બન્ને સાથે ભણતા હતાં અને ત્યારે પ્રેમ થયો.અંજના થોડા સમયબાદ કેનેડા જતી રહી હતી.ત્રણ વર્ષ કેનેડા ભણીને મેરેજ કરવા પાછી ઇન્ડીયા આવી હતી.ઈન્ડીયામાં પાથૅ સાથે મેરેજ કરી તેને પણ કેનેડા જ બોલાવી લીધો. બન્ને ને પરદેશ જવુઅને અઢળક પૈસા કમાવા એ જ જીંદગીની મોટી અચિવમેન્ટ સમજે છે. પાથૅના અને અંજના ના મેરેજ ને વીસ વર્ષ થવા આવ્યા છે.હવે મોટુ હાઉસ,બંનેની જુદી જુદી ગાડીઓ,બાળકો માટે પણ તમામ પ્રકારની ભૌતીક સુખ સાહ્યબીમાં જીવે છે.
છતાં અંજનાને જીંદગીમાં કશુંક ખૂટતુ હોય તેવુ જ લાગ્યા કરે છે. એ કેનેડા જેવા દેશ માં રહે છે. એટલે ખલીપો વધારે સતાવે.એ જ્યારે ભારત આવે ત્યારે ખૂબ શોપિંગ કરે તેની સખીઓને મળે અને એવુ જતાવાની કોશીશ કરે કે તેણીએ કેનેડા જઈ ખૂબ બધા પૈસા બનાવ્યા છે અને તેણી ખૂબ જ ખુશ છે,પણ આ દેખાડો કોશીશ થી વધારે કશુ જ હોતુ નથી.હવે કેનેડા જેવા દેશમાં લગ્ન ના વીસ વષૅ પછી જ્યારે અંજના એકલી પડે છે ત્યારે તેનો એક જ પ્રશ્ન હોય છે કે હુ શું કરૂ?? મારી પાસે કોઇ કામ નથી.વીસ વર્ષ મે ખુદને ભૂલીને ઘરનાં સૌનુ ધ્યાન રાખ્યુ અને હવે તેને મારી સામે પણ જોવાનો સમય નથી.હવે જ્યારે અંજના તેના પરદેશી મિત્રોને મળે છે ત્ત્યારે તેને ઈન્ડિયા યાદ આવે છે તેવો ફરિયાદીભાવ મિત્રો સાથે શેર કરે છે,પણ આ ફરીયાદ ખરેખર તો અંજનાએ તેની જાતને કરવાની હતી, કે આજ સુધી પોતાની ખુશીનો વિચાર ન કરતા પરિવાર ની ખુશીનો વિચાર કયૉ છે,કે હવે હુ મારી જાતને ખુશ કરવાના પ્રયત્ન કરૂ તો એમાં કઈ જ ખોટુ નથી.
પણ અમુક મનોવૃતિ એટલી હદે જીવનના પાસા સાથે વણાય જાય છે કે પછી તેનો છેડો ક્યાય જડતો નથી. લગ્ન ના અમુક વર્ષો પછી જીવનમાં ઊભા થતા ગયેલા ખાલીપાને ભરવા નાના મોટા સોશિયલ ફંકશન અટેન્ટ કરી,કીટી પાર્ટી, ક્યારેક શોપિંગ કરી પોતાની જાતને ખુશ કરવા મથતી આવી ગૃહીણી વિતેલા વર્ષો સાથે ધીમે ધીમે ખાલી થતી જાય છે.કારણ કે વિતેલા સમય પણ એવુ કોઈ કામ કર્યુ જ ન હોય જે પોતાની જાત માટે યુનિક કહી શકાય.ધીમે ધીમે તે એવા સમય તરફ સરકી રહી હોય છે,જ્યાં તે પોતાની અંદરની એકલતા જ પામે છે.તે દિવસે અનહદ અફસોસ સિવાય કશું જ હાથ લાગતુ નથી.એવા સમયે પણ જો કોઈ એવુ કહેવા વાળુ હોય કે જાગ્યા ત્યારથી સવાર, તો ક્યાંક ઉજાસ નુ કિરણ ઊગે,નહીતર સ્મશાનવત્ ખાલીપા સાથે ઉમર કાઢવાની.બાળકોનુ પોત પોતાનુ આકાશ છે,તેમા મશગુલ છે.હવે બાળકોને પણ પોતાની રીતે સ્વતંત્ર છે.
.ખાલીપો એટલી હદે વિસ્તરી જાય છે કે પછી છેલ્લે ખાલી પડેલો આ સમય તેમના માટે મોટુ પ્રશ્નાથૅ ચિન્હ બની જાય છે.શા માટે?
એકછત નીચે રહેતા બન્ને જણાં સાવ જૂદી જૂદી દિશામાં ફરતા હતાં,સુખ દુઃખ માં સાથ આપવાના વચનથી બંધાયેલા બંને આ સમયે ખુલ્લા મને વાતચીત પણ કરે તેવી પપરિસ્થિતી પણ નથી.એક તરફી વ્યસ્તતા એટલી વધી ગઇ હતી કે બન્ને તરફી સંવાદ રચવાનો સમય જ ન રહ્યો.અને જ્યારે સમજાય ત્યારે એકબીજા વચ્ચેનુ અંતર ખાઈ બની ચુક્યુ હોય છે. પછીના સંવાદો માત્ર ફોરમાલીટી હોય છે.જે ભૌતીક સુખ સગવડો જીદગી ખર્ચ ને ઉભી કરી હતી ,તે સુખ સગવડ હવે યંત્રવત લાગે છે.સંતોષનો ભાવ લાગતો નથી.ભૌતીક સુખ સગવડ પાછળ ભાગતો માણસ સંબંધની મીઠાશ ખોઈ બેસે છે.
પછી ના જીવન માં સર્જાતો આ ખાલીપો...શ્વાસ ને પણ સોઈની જેમ ખૂચતા હોય તેવુ દર્દમય બની જાય છે.

- હીના રામકબીર હરીયાણી