Ek Saḍayantra - 29 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 29

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 29

(કનિકા સંતરામ સોસાયટીમાં જઈ તે પહેલાં અહીં જ રહેતી હતી કંઈ ઘર જોવે છે. પોતાની જુની યાદો વાગળોતા તો હિંચકા પર પણ બેસે છે. તે ત્યાંથી નીકળીને મનને પોતાના નિર્ણય માટે મકક્મ બનાવે છે. હવે આગળ.....)
“આ એક એવી જગ્યા છે, જ્યાંથી મને અને મારા નિર્ણયને મજબૂત કરે છે. મને મારું પ્રોમિસ પુરું કરવા માટે અહીંથી એર્નજી આપો આપ મળી જાય છે. મારા ડામાડોળ મનને ઢીલું પડતું રોકીને, એને સ્થિર બનાવી દે છે. બસ હવે મારે આગળની રાહ પર જ ચાલવાનું છે,
જેથી ફરી કોઈ બીજી કનિકા બને નહીં. જે મારા ઈરાદા અને મારા મનને મજબૂત કરવા માટે આના જેવું એકપણ સ્થાન નથી.”
બસ... બસ હવે હું મારી ડ્યુટી પર પહોંચી જવા માંગું છું, એ જ મારી ઈચ્છા છે. આમ પણ હવે મારું અહીંયા કોઈ નથી. તો અહીં રહીને શું મતલબ?....
એમ વિચારી તેને બીજા દિવસે હોટલમાં ચેક આઉટ કરી અને જોધપુર જવા માટેની બસ પકડી લીધી.
કનિકા જોધપુર પહોંચી તેને પોતાની ડ્યુટી પર જોઈન થાય તે પહેલાં તૈયારી કરવા માંગતી હતી અને એ માટે જ તે પહેલા જે જગ્યાએ તેનું પોસ્ટિંગ થયું હતું એ, સિટી અને આજુબાજુનો માહોલ બધું ઓબ્ઝર્વ કરવા માંગતી હતી એટલે જ એ હોટલમાં રોકાઈ ગઈ. દરરોજ સવાર પડે અને સીટીમાં આમતેમ ફરવા નીકળી પડે. તે જે જોવા માગતી હતી, એ જોયા બાદ મગજમાં નોટ કરી દેતી અને હોટલ પર જઈ એની ડાયરીમાં.
અહીં આવ્યાને બે દિવસ થઈ ગયા હતા. આજે તેનો ત્રીજો દિવસ હતો અને આજે તે મ્યુઝીયમ જોવા જવાની હતી. એ માટે તે ફરતી ફરતી એક પીકઅપ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી. એની સામે ઊભા રહેલા બે છોકરા પીકઅપ સ્ટેન્ડને જ ઘૂરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. તેનું મગજ એમની નજર અજુગતી લાગતાં જ સતર્ક થઈ ગયું. તે પણ તેમની સામે જોઈએ રહેતા તેને લાગ્યું કે એ બંને બાઈકર્સ કોઈને ઘૂરી રહ્યા છે?
તેઓ કોને ઘૂરી રહ્યા છે, એ વિચાર સાથે જ તેને આજુબાજુ નજર કરી તો સુંદર છોકરી તેનાથી થોડે દૂર ઊભી હતી. જેની હાઈટ લગભગ હશે 5’ 6” ઈંચ. તેના વાળ લાંબા અને એકદમ ઘુંઘરાળું જાણે કાળા ભમ્મર નાગ જેવા, તેને જીન્સ ટોપ પહેરેલું, ચહેરા ઉપર લાઈટ મેકઅપ કરેલો, લાઈટ લિપસ્ટીક લગાવેલી. તેને શૂઝ પહેરેલા અને પાછળ બેગ ભરાવેલી. તે સીધી કોલેજમાં થી આવેલી હશે અને કદાચ તે તેના ઘરે જતી હશે, એટલે જ એની નજર આમતેમ ફરી રહી હતી અને એની નજરમાં સામે ઊભયેલા છોકરા આવતાં જ તેના ચહેરા પર ગભરાહટ છવાઈ ગયો. તેને તેના ગળા પર સ્કાર્ફ વીંટાળી દીધો અને એમને જોઈ તે થોડી આઘીપાછી પણ થઈ ગઈ.
‘શું વાત છે? કે જેનાથી આ છોકરી પેલા છોકરાઓથી ગભરાય છે?’
એ પૂછવા જવા માગતી હતી પણ અજાણી છોકરીને એકદમ એમ પૂછવું તેને યોગ્ય ના લાગ્યું એટલે તે ચૂપચાપ એ બંનેની ઓબ્ઝર્વ કરતી રહી. એટલામાં એ બંને છોકરાઓ એકદમ જ બાઈક લઈને ત્યાંથી નીકળ્યા તો કનિકાને લાગ્યું કે,
‘હાશ, હવે આ છોકરાઓ નહીં આવે.’
પણ એ તો ચાર રસ્તા ઉપરથી ટર્ન મારી પાછા આ બાજુ જ આવ્યા અને કનિકા બરાબર એ બાઇકને જોઈ લીધી. બાઇકની પાછળ બેઠેલા છોકરાની હાથમાં એક નાની બોટલ જેવું લાગતા તેને અંદાજ આવ્યો કે એ બોટલમાં કંઈક ગડબડ છે, તે આગળ કંઈ કરે તે પહેલાં જ તે છોકરાએ તે છોકરી નજીક બાઈક ઉભી રાખી અને કહ્યું કે,
“તને મારી પ્રપોઝલ વિશે શું વિચાર્યું? હા પાડવી છે કે ના?”
“નહીં... હું તને હા પાડવા નથી માંગતી. હું તારી સાથે પ્રેમમાં પણ પડવા માગતી નથી.”
એ છોકરી આવું કહેતા તે છોકરાએ ફરીથી કહ્યું કે,
“તને મારાથી શું પ્રોબ્લેમ છે?”
“મને તારાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. મને તો તારા ચહેરાથી જ ડર લાગે છે. મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી, તું તો એક નંબરનો ગુંડો છે, બદમાશ છે અને એવા વ્યક્તિની ગર્લફ્રેન્ડ બનવું મને મંજૂર નથી. અરે, હું તારી ફ્રેન્ડ બનવા પણ તૈયાર નથી તો ગર્લફ્રેન્ડ બનવાની તો વાત જ અલગ છે.”
તે છોકરીએ હિંમત કરીને કહ્યું તો તે છોકરા કહે કે,
“તું આ બરાબર નથી કરી રહી, એ પણ મારા વિશે ગમે તેમ બોલીને?”
“કેમ ના બોલું? મેં તને કહ્યું તો ખરા મારી ના છે, છતાં તો તું મારી પાછળ પડ્યો છે. મેં તને કેટલી વાર કહ્યું કે હું તારી પ્રપોઝલ એક્સેપ્ટ કરવા જ તૈયાર નથી. તો પછી તું શું કરવા દરરોજ આવીને મને એક જ બાબત પર હેરાન કર્યા કરે છે. આ તો મારા મનની વાત છે, થોડી કઈ તું કહે એને એમ કરવાનું હોય, એ વસ્તુ થોડી છે.”
“હું તને હજી પણ કરી રહ્યો છું, તું બરાબર બોલી નથી રહી. વિચારીને બોલ.”
“આમાં મારે વિચારવાની જરૂર નથી, વિચારવાની જરૂર તારે છે. તો તું ચૂપચાપ બાઈક પર બેસીને જતો રહે.”
“તું આ બરાબર નથી કરી રહી. હું જે કંઈ કરી રહી છું તે બરાબર જ કરી રહી છું. તું મને શું કોઈ પણ છોકરીને જઈ પૂછી શકે છે, એ પણ તો તને ના જ પાડશે. તે એકવાર પણ તારું મોઢું કે તારું સ્વભાવ ચેક કર્યો છે? પછી બીજા જોડે પ્રપોઝલ મુકતા વિચાર કર...”
તે છોકરા થોડો ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો કે, “વિચારી લે જે... પછી આનું પરિણામ સારું નહીં આવે. હું તને આ છેલ્લી વાર પૂછું છું કે તારો મારા પ્રપોઝલ વિશે શું વિચાર છે? તું મારી સાથે અને મારી ગર્લફ્રેન્ડ બનવા તૈયાર છે કે નહીં? એકવાર કહી દે હા, પછી હું તને હેરાન નહીં કરું.”
“તો પછી તું મને હેરાન કરવાનું છોડી દઈશ. અને જો મેં તને કહ્યું તો ખરા કે મારી ધરાહર ના છે.”
“ના... ના... એક વારની ના પાડી છે, તો પછી તું આનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય. જો તું મને પ્રેમ નહીં કરે તો હું તને કોઈના પ્રેમ કરવા લાયક નહીં રાખું.’
એમ કહેતાં જ તેને હાથમાં રહેલી બોટલ પર એની પકડ મજબૂત કરી અને આંગળીથી જ તેનું ઢાંકણું ખોલ્યું. કયારની આ જોઈ રહેલી કનિકા કંઈ કરે તે પહેલાં જ કે એ છોકરીને કંઈક કહેવા જાય એ પહેલાં જ, એ છોકરાએ એ છોકરીના ચહેરા ઉપર બોટલમાં નું પ્રવાહી એના ચહેરા પર ફેંકી દીધું.
અને એ પ્રવાહી એના પર પડતાં જ એ છોકરીએ રાડારાડ કરતી, પોતાનું મોઢું છુપાવવા લાગી અને જેટલું જેટલું એ બચવા મથવા લાગી, એમ એન એની વેદના ત્રાસદાયક થવા લાગી. એ બંને છોકરાઓ આ જોઈ પહેલાં એક સેકન્ડ માટે હસ્યા અને ત્યાંથી તો જતા રહ્યા. કનિકા એમની પાછળ દોડવા લાગી, પણ તે બાઇકની સ્પીડ કેચ ના કરી શકી અને એ જતા રહ્યા.
કનિકા પાછી એ છોકરી તરફ વળી અને એની નજીક જવા ગઈ તો.....
(આ છોકરી કોણ છે. આ બાઈકર્સ કોણ છે? કોલેજના છે કે લફંગા? એ આ રીતે કરવા બદલ પકડાઈ જશે? કે પછી તે બચી જશે? પોલીસ એકશન લેશે ખરી? તેને હોસ્પિટલ કોણ લઈ જશે? એની હાલત શું હશે? કનિકા હવે આ બાઈકર્સને શોધવા શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૦)