Ek Saḍayantra - 28 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 28

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 28

(કનિકા તે ઘર વિશે, સંદિપ વિશે પૂછે છે. પછી તે ઘર જોવાની ઈચ્છા થતાં તે હિંમત કરીને એ ઘરે પાછી જાય છે. એ ઘરમાં બધું યાદ કરતાં કરતાં તે ભાવુક થઈ જાય છે. તે ઘરમાં એક એક ખૂણો દેખવા મિતાની પરમિશન માંગે છે. હવે આગળ....)
“શું હું ઘર જોઈ શકું છું?”
“હા કેમ નહીં. તમે કહો તો હું તમને દેખાડું કે તમે જાતે દેખશો?”
મિતાએ પૂછતાં જ તે,
“ના.....ના, તમે તમારું કામ કરો, મારા કારણે તમારું કામ ખોટી ના કરો. હું જાતે જ ઘરને દેખી લઈશ. મને બધું યાદ છે એટલે મને કંઈ વાંધો નહીં આવે ને. તમને કંઈ વાંધો નથી ને....”
“ના....ના, બિલકુલ નહીં અને મારે કોઈ એવું કામ પણ નથી. પણ તમારે જ્યાં જોવું હોય ત્યાં જોઈ શકો છો?” એમ કહેતાં જ કનિકાએ પહેલી જ કિચન તરફ નજર કરી, તો ફરી પાછું તેને એ જ પ્લેટફોર્મ દેખાયું. જેના પર તે હંમેશા ઊભી ઊભી કામ કરતી હતી અને એની કઈ કેટલી વાનગીઓ બનાવીને, અને એને એના સ્વાદથી કહો કે તેના સ્વાદથી ખુશ કર્યા હતા.
પ્લેટફોર્મની બાજુમાં દિવાલ અને એની પાછળ નાની એવી ચોકડી, જેને ચારેકોરથી જાળીથી બાંધી જ્યાંથી કોઈ કબુતર ના આવી જાય. તેને ધીમા પગલે આગળ વધતી કિચનની બાજુમાં નજર કરી તો ત્યાં એક કબાટ અને કબાટની અંદર એ લોકો શું મૂકતા હશે, એ તો ખબર નહોતી, પણ બસ એની નજર સામે જોઈ જ રહી કે તેને કેટલો સમય આ જ સ્ટોર રૂમમાં જઈને તેની અનાજ ભર્યું હશે. અને એને કેટલી મહેનત અને લગનથી, જવાબદારી વચ્ચે પણ તેને કામ કરી અને ગોઠવેલું હતું.
એ સ્ટોરરૂમની બાજુમાં સીડી હતી, એ સીડી ઉપર ચડતા જ બીજા બે રૂમમાં આવી જાય, એ તેને યાદ હતું એટલે એ સીડી ધીમે ધીમે ચડવા લાગી. એ કઠેડા પર હાથ ફેરવતા તેને લાગે કે જાણે કેટલાય વર્ષો પછી એના ઉપર હાથ ફેરવ્યો ના હોય. આ એ જ કઠેડો છે જ્યાં તે નાની હતી ત્યારે લપસણી ખાધેલી.
પોતાના બાળપણ મળી ગયું હોય તેવો અનુભવ કર્યો. અને જાણે પોતે નાની બાળકી હોય એને એવો જ અનુભવ થવા લાગ્યો, એની આંખમાં પાણી આવી ગયા. એ પાણી ના પડી જાય એની તકેદારી કરતા કરતા, તે ઉપર ચડી ઉપર એમ જ બધું જૂનું હતા. એ ભીની આંખે બે રૂમ જોયા પછી તો તેને આંખમાં જ આંસુ આવી ગયા અને એક રૂમ ખુલ્યો તો ત્યાં ડબલ બેડ, ડ્રેસિંગ ટેબલ બધું જોઈ તે રૂમનો દરવાજો બંધ કર્યો.
માંડ માંડ તેને બીજા રૂમનો દરવાજો ખોલ્યો તો ત્યાં એક છોકરી ભણતી હતી, એ પણ એના જ હિંચકા ઉપર બેસીને. એ છોકરી એને જોઈ પૂછયું કે,
“તમે કોણ છો?”
“હું ને... એ તો હું અહીં પહેલા રહેતી હતી ને, એટલે હું આ ઘર જોવા આવી છું.”
“સારું... સારું.”
કનિકાએ તેની સામે જોઈને કહ્યું કે,
“આ મારો ફેવરિટ હિંચકો હતો. તને બહુ ગમે છે? શું નામ તારું?”
“મારું નામ વિધિ છે. અને હા દીદી, મને આ હિંચકો બહુ જ ગમે છે અને તે ખુબ સુંદર પણ છે. તમે પણ આના પર બેસતા હતા?”
“હા હું આના પર જ બેસતી હતી અને બીજા કોઈને પણ આના પર બેસવાનો હક નહોતો.”
એમ બોલી તેને ચારે કોર નજર ફેરવવા લાગી. તેને તેનો બેડ, ડ્રેસિંગ ટેબલ, સ્ટડી ટેબલ, અને બેડની સામે જ અંદર એટેચ સંડાસ બાથરૂમમાં જોતી જોતી આગળ વધી અને બહારની ગેલેરીમાં જઈ પહોંચી. તેને ગેલેરીમાં જઈ નીચે જોયુંને તો બસ સરસ મજાના ફૂલો લહેરાતા દેખાયા, ફુલ ઝાડ લહેરાતા દેખાયા. તેને એ જોવાની મજા આવતી હતી, આ જ જગ્યાએ તે કલાકોને કલાકો ઊભી રહેતી અને ફૂલ છોડને લહેરાતી જોયા કરતી. અહીંથી જ તે....
એ જગ્યા જોઈને તેના સારી યાદોની સાથે ખરાબ યાદો પણ તેના મન પર સવાર થઈ ગઈ અને તેની આંખમાંથી આંસુ પડું પડું થતા પડી ગયા. ખૂબ વાર એને રડવું હતું પણ એ બીજા કોઈના ઘરમાં ઊભી છે, એ યાદ આવતાં જ એના આસુંના પ્રવાહને રોકી લીધો. તે પાછી એ રૂમમાં આવી તો એ છોકરીએ કહ્યું કે,
“દીદી આ તમારો ફેવરિટ હિંચકો હતો?”
“હા બેટા...”
“તો શું તમારે આમાં બેસવું છે?”
“હા કેમ નહીં, મને બહુ જ ઈચ્છા તો છે...”
“તો લો દીદી, હું હમણાં થોડીવાર માટે ઊભી થઈ જાવ છું, આમ પણ પછી તો હું અહીં જ બેસી રહું છું ને. તમે થોડીવાર બેસો, એમાં શું વાંધો.”
કેહતી તે ઊભી થઈ ગઈ અને કનિકા એના પર હાથ ફેરવતી ફેરવતી એના પર બેસીને જ્યારે કેટલી એ બાળપણની યાદો હોય અને પોતાના ભૂતકાળથી વાગળોતી અને યાદ કરતા કરતા તેની આંખમાં અનરાધાર આંસુ વહેવા લાગ્યા. એ જોઈ એ તે છોકરીએ પૂછ્યું કે,
“દીદી શું થયું તમને?”
“બસ કંઈ નહી... મને એ યાદ આવી ગયું કે હું કેવી રીતે આના પર બેસીને ભણતી હતી. બિલકુલ તારી જેમ જ.... તો પણ બહુ સરસ ભણજે બેટા.”
“હા દીદી...”
કનિકા આટલું બોલીને બહાર નીકળી ગઈ, નીચે આવીને મિતાને કહ્યું કે,
“થેન્ક યુ... મારી બહુ ઈચ્છા હતી, આ ઘરને જોવાની... પણ મેં તમે હેરાન કર્યા બદલ સોરી.”
“કંઈ વાંધો નહીં.”
એમ કહેતા જ કનિકા ત્યાંથી જતી રહી, ઘરની બહાર નીકળ્યા પછી અને ઘરનો દરવાજો બંધ થયા બાદ તેને રોકેલા આસુંનો પ્રવાહ વહેવા લાગ્યો અને એમ જ ખાસી વાર સુધી ઘરને જોઈ રહી અને તે યાદ કરતી રહી કે,
‘કેવી જિંદગી હતી અને જેનો હસતો ખેલતો પરિવાર અને એના મમ્મી પપ્પા બધા જ... અને કેવી મારી હાલત થઈ.... પણ મેં મારી જાતે પ્રોમિસ આપ્યું હતું કે એવા લોકોને જેમને મારા જેવી હાલત થાય છે, એ કરનારની ખરાબમાં ખરાબ હાલત કરી દઈશ. એ લોકોને બસ આ જીવનમાં દોજખની યાદ કરાવી દઈશ. જેની આ અત્યાચાર સહન કરનારને ઉગારીશ. એમને ઉગારીશ એટલું જ નહીં, પણ એમને સાચા જીવનની રાહ બતાવીશ. એટલે જ મેં જે કર્યું હતું ને, એનું પ્રાયશ્ચિત થશે.
બાકી મારું પાપ તો ધોવા લાયક છે જ નહીં, એ એવું પાપ છે કે જે ને અહીંયા તો શું, ક્યાંય પણ જાવ ને તો પણ છૂટી ના શકે. આમ પણ મા બાપનો દગો કરનારનો ગુનાની સજા કોઈ આપી ના શકે, ખુદ ભગવાન પણ નહીં... પણ હું મારું પ્રોમિસ ચોક્કસ પાળીશ...”
એમ વિચારી તે રસ્તા ઉપર આવી ગઈ અને ફરી એના મનમાં નવી વિચારમાળા ચાલવા લાગી કે,
‘આ એક એવી જગ્ય છે, જ્યાંથી મને અને મારા નિર્ણયને મજબૂત કરે છે. મને મારું પ્રોમિસ પુરું કરવા જ્યાંથી એનર્જી આપો આપ જ મળી જાય. મારા ડામાડોળ મનને ઢીલું પડતો રોકીને, એ મજબૂત બનાવી દે છે. બસ હવે આગળની રાહ પર જ ચાલવું છે, જે મારા ઈરાદા અને મારું મન બંને મજબૂત કરવા માટે આના જેવું એક પણ સ્થાન નથી.
(કનિકા ની કહાની શું છે? શું એ જ આ ઘરની સભ્ય છે? એ કેમ આ ઘર સાથે લગાવ અનુભવે છે? એ શું તે સંદીપભાઈને મળવા એમના ગામ જશે? એ જશે તો એ લોકો એને ઓળખેશે? એ એને અપનાવશે? કનિકાએ એવું તો શું કર્યું છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૯)