Ek Saḍayantra - 26 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 26

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 26

(ધીરુભાઈને છાતીમાં દુખાવો થતાં તે સુધાબેનને બૂમ પાડે છે. સુધાબેન દિપકને બોલાવી હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં તેમની ટ્રીટમેન્ટ શરૂ થાય છે. સિયા પણ બોંતેર કલાક માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. હવે આગળ.....)
“હું પણ ક્યારે ઘરે જવા મળે એની જ રાહ જોઉં છું?”
ધીરુભાઈ એવું કહેતાં જ દિપક બોલ્યો કે,
“ચાર પાંચ દિવસ પછી બાપુજી, આપણને ઘરે જવાની રજા આપવાનું કહ્યું છે. તો તમારી અહીં જ આરામ કરવો પડશે ને.”
કેશવે ઠપકાભરી નજરે જોતાં કહ્યું તો તે બોલ્યા કે,
“એવું છે એમ ને, આરામ માટેના સાત આઠ દિવસ થઈ ગયા નહીં, હું તો ત્રણ ચાર દિવસ માટે જ આવ્યો હતો.”
ધીરુભાઈ આટલું બોલી હસી પડ્યા.
આ બાજુ સંગીતા દિપકનો ફોન આવતાંજ સિયાને જાપમાં થી ઉઠાડીને કહે છે કે,
“બેટા, જાપમાં થી ઊઠ, તારા દાદાને હવે સારું થઈ ગયું છે. તો સાંભળ...”
હરખના માર્યા સંગીતા આગળ બોલી ના શકી, પણ આટલું જ સાંભળીને સિયા ખુશ થઈ ગઈ અને તે ભગવાનને પગે લાગી. પછી તે તેની મમ્મીના ગળે વળગી પડીઅને કહ્યું કે,
“સાચે જ, દાદાને બરાબર થઈ ગયું?”
“હા, બેટા દાદાને સારું થઈ ગયું અને તેમને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરી દીધા છે. હવે આપણે પણ એમને મળી શકીશું તો તું પહેલા કંઈક ખાઈ પી લે, તે પણ હોસ્પિટલથી આવ્યા પછી કંઈ જ ખાધુંપીધું નથી. પછી હું અને તું.... આપણે બંને જઈ દાદાને મળવા જઈએ.”
“ચોક્કસ હાલ જ મમ્મી....”
એમ કહીને તે પાણી પીવા લાગી, તો સંગીતા બોલી કે, “બેટા એક વાત કરું, કેમ બેટા તું કોઈ છોકરા સાથે ફરે છે?”
“ના તને આવું કોણે કહ્યું?”
“કોઈ એ નહીં, બસ એમ જ.”
“મને ખબર છે કે આ બધું તને પપ્પાએ કહ્યું. પણ મમ્મી મારી વાત માન એ કોઈ નથી, ફક્ત મારી અને એની ઓળખાણ છે, જે દાદાએ જ કરાવી છે.”
“એવું હશે તો પણ એક વાત સમજ બેટા, તારા પપ્પા તારા ભલા માટે કહે છે. એની અને તારી ઓળખાણ જ છે કે નહિ, એ પછીની વાત છે પણ બેટા અત્યારે તારી ઉંમર કેરીયર બનાવવાની છે. જો તું આ બધામાં ઈન્વોલ થઈશ કે આ બધાની સાથે ફરીશ અને આમ રખડયા કરીશ, તો તારી કેરિયરનું શું?”
“પણ મમ્મી કેરિયર જ ઈમ્પોર્ટન્ટ છે, શું દુનિયા સાથે કેમ કરીને જીવવું, આગળ વધવું તે શીખવું શું ઈમ્પોર્ટન્ટ નથી?”
“ઈમ્પોર્ટન્ટ તો બધું જ છે, પણ બેટા કેરિયર બન્યા પછી પણ આ તો થઈ શકે છે. તારી જિંદગીમાં કંઈક બની જા, પછી તારે જે કરવું એ કરજે અને એ પણ છોકરો કેવો છે કે જે તારી સાથે મુવી જોવા આવે છે, ગાર્ડનમાં જાય છે. તે ક્યારેય વિચાર્યું છે કે સંસ્કારી છોકરો આવા હોય ખરા? આજ સુધી તું ક્યારે ગઈ છે? તને દાદા શું કહેતા હતા કે મુવી જોવું, એમાં પણ આજકાલના મૂવી જોવું તો એ તો બિલકુલ બકવાસ છે. જેમાં ના તો કોઈ સંસ્કાર ભરેલા હોય છે કે ના તો કોઈ નોલેજવાળું કંઈ હોય છે. માટે જ કહું છું કે બેટા તું આ બધી વાતોમાં પડીશ નહીં અને હાલ તું ફક્ત ને ફક્ત અત્યારે કેરિયર બનાવ્યા પર ધ્યાન આપ.”
એમ કહી તેના માથે હાથ ફેરવીને સંગીતા જતી રહે છે. જયારે સિયા આ સાંભળી વધારે ઢીલી પડી જાય છે કે, “એવું તો હું શું કરી રહી છું કે બધા મને જ સમજાવી રહ્યા છે. હું તો ફક્ત જે મુવી જોવા ગયેલી, ગાર્ડનમાં જ ગઈ છું.
મેં તો હજી સુધી પેલા ગાડીમાં જોયા હતા એવા લોકોની જેમ બેસીને કોઈ એવું વર્તન પણ નથી કર્યું, બસ નોર્મલી એની સાથે વાતો કરી રહી છું અને નોર્મલી તેની સાથે ફરી રહી છું. અને પાછું એ પણ બધાની વચમાં છતાં મમ્મી પપ્પાને એવું લાગે છે કે હું કંઈક ખોટું કરી રહી છું. તો જો આ જ ખોટું હોય તો એ શું છે? મારી સમજમાં તો કંઈ જ નથી આવી રહ્યું.’
“દાદા તમે કેમ હોસ્પિટલમાં જતા રહ્યા.... તમારા વગર મને સાચું શું અને ખોટું શું, એ પણ કોણ સમજાવશે? હું તો બિલકુલ એકલી થઈ ગઈ છું.... દાદા તમારા વગર આ ઘર જ અધૂરું છે, મને ના તો મારા મમ્મી પપ્પા સમજે છે કે ના મને મમ્મી પપ્પાની વાત સમજમાં આવે છે. દાદા પ્લીઝ જલ્દી ઘરે આવી જાઓ ને....”
એમ વિચારતી તે રડી પડી, એના આંખમાંથી નીકળતા વહેવા લાગ્યા. એ કયાં સુધી રડતી રહી, એટલામાં સંગીતાબેન આવતા તેને ફટાફટ આસું લૂછીને તૈયાર થવા માટે મોઢું ધોવા બાથરૂમમાં જતી રહી. થોડીવારમાં તૈયાર થઈ ફટાફટથી દાદાને મળવા ઉપડી.
કનિકા વિજયનગરના બસ સ્ટેન્ડમાં થી બહાર આવી, તો એને આખું વિજયનગર બદલાયેલું બદલાયું લાગતું હતું. જાણે તે કોઈ અલગ જ વિજયનગરમાં આવી ના ગયો એવો ફેરફાર થઈ ગયો હતો, એ જોઈ તેના પગ ભારે થઈ ગયા. છતાંય ધીમે પગલે તે એક જગ્યાએ પહોંચવા માટે રીક્ષાવાળાને પૂછ્યું કે,
“ભાઈ સંતરામ સોસાયટી આવું છે?”
રિક્ષાવાળાએ કહ્યું કે,
“બેસી જાવ બહેન, પણ ત્યાં જવાનું ભાડું ₹50 લઈશ.”
“ભલે...”
એમ કહીને કનિકા રીક્ષામાં બેસી ગઈ, એને જે કહી એ જગ્યાએ રિક્ષાવાળો તેને ત્યાં લઈ ગયો અને કહ્યું કે,
“બહેન, તમારી જગ્યા આવી ગઈ છે.”
“સાચે આ એ જ જગ્યા છે....”
“હા, બેન એ જગ્યા છે. તમે પહેલીવાર જ આવ્યા છો કે શું? તમને નથી ખબર બહેન કે શું?”
“ના ભાઈ, એવું કંઈ નથી. બસ જગ્યા બહુ બદલાઈ ગઈ છે એટલે પૂછયું...”
“બહુ દિવસે આવ્યા લાગો છો અહીં તમે? બહેન મને મારું ભાડું આપો.”
એ ચકળવકળ જોવા લાગી, એને કોઈ પોતાની ઓળખીતી જગ્યા ના લાગી. છતાં તેને એ રીક્ષા જવા દીધી અને તે ચારેકોર જોઈ જ રહી. તેને કયાં જવું એ સમજ ના આવતાં જે જગ્યા એના પગ ઉપાડ્યા અને પગ જા લઈ ગયા ત્યાં તે પહોંચી. અને ત્યાં પહોંચી એના માટે બધું જ અજાણ્યું જ હતું. તેની નજર કંઈક શોધવા લાગી પણ કોઈને પૂછી શકે એમ તો હતી નહીં કે ના તો કોઈ તેને ઓળખીતું નજરમાં આવી રહ્યું હતું.
છતાં તેને હિંમત કરીને એક વ્યક્તિને તેને પૂછ્યું કે, “ભાઈ અહીં સંદીપભાઈ રહેતા હતા, એ ક્યાં રહે છે?”
“સંદીપભાઈને... તે તો તેમના ગામડે જતા રહ્યા છે.”
“કેમ?”
“બસ એમની દીકરી જે રીતે એમને દગો આપીને જતી રહી, એ પછી તે દુઃખી તો રહેતા જ હતા. અને એમાં એની સાથે જે થયા એ સાંભળ્યા પછી સમાજના લોકો એમની એટલી બધી રીતે હેરાન કરતા હતા, એમને એમનો પરિવાર સલામત ના લાગતાં એટલે નાછૂટકે તે અહીંથી નીકળી ગયા અને ગામડે જતા રહ્યા. પણ તમે કોણ?”
“બસ એ તો હું અહીં ફરવા આવી હતી અને એમનું નામ બહુ સાંભળ્યું છે એટલે હું એમને વિશે પૂછી રહી છું. કેમ કે મને એમનું એડ્રેસ પ્રમાણે ઘર મળી નહોતું રહ્યું એટલે....”
(તે ભાઈ કનિકાની વાત માનશે? કનિકા સંદીપને શોધશે ખરા? તે ભાઈને કનિકા પોતાની સાચી ઓળખ આપશે? સંદીપભાઈ કનિકા સાથે શો સંબંધ હશે? સિયા તેના દાદાને જોઈ તે પોતાની જાતને રોકી શકશે? તે સંગીતાની વાત સાંભળી સિયા શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૭)