Ek Saḍayantra - 18 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 18

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 18

(સિયાની નજરમાં ગાર્ડનની અદર બેસેલા લવબર્ડસ પર નજર પડે છે. અને એ વાત પર માનવ ઉદાહરણ સાથે સમજાવે છે. પણ આ બાબતે સિયા એ બંનેનું ઓબ્ઝર્વ કરતાં કહે છે કે તે આ પ્રેમના લીધે જ ડરે છે. હવે આગળ......)
“જબરું છે નહીં? આવું પણ હોય?”
સિયાએ તે પ્રેમી પંખીડા વિશે કરેલું ઓબ્ઝર્વ જોઈ હસી પડ્યો પછી,
“એટલે તો આ દુનિયા કીધી છે. આનાથી પણ વધારે નવા નવા રંગો જોવા મળશે. એકવાર તમારા સેઈફ ઝોનમાંથી બહાર તો નીકળો એટલે ખબર પડે કે દુનિયા કેવી છે?”
“તમે કહ્યું છે એટલે આ દુનિયા કંઈક અટપટી તો હશે જ એ તો હું પણ સમજી ગઈ છું. પણ આટલી બધી અટપટી હશે એની તો મને ખબર જ નહોતી.”
સિયાએ આવું બોલી તો અનિશે કહ્યું કે,
“હજી તો આ દુનિયા ઘણી અટપટી અને અજીબ છે, અને રહસ્યમય પણ એટલી જ છે. એનાથી વધારે રહસ્યમય આ દુનિયામાં રહેતા લોકો છે અને હજી તો તમારે આમાં સમજવાનું ઘણું બાકી છે.”
“એવું છે, તો તમે બધું મને સમજાવશો ને?”
“હા કેમ નહીં, હું સમજાવીશ જ ને, એ માટે તો આ બંદા રેડી જ છે.”
“થેન્ક યુ...”
બંને વચ્ચે ચૂપી થઈ ગઈ અને તે ખાસ્સી વાર એમ બેસ્યા બાદ એ ગાર્ડન અને એનું વાતાવરણ માણવા લાગ્યા. એ ઠંડક, હસતું રમતું વાતાવરણ, આહ્લાદક અનુભવ લેતાં લેતાં સાંજના સાત વાગવા આવ્યા. સમય જોઈ અનિશે કહ્યું કે,
“ચાલો હવે તમને મૂકી જાવ. રાતનો સમય ખાસ્સો એવો થઈ ગયો છે.”
“હા... હા, મૂકી જાવ ને. નેકી ઔર પૂછ પૂછ.”
માનવ એ સાંભળીને હસી પડયો અને એની બાઈક ઉપર સિયાને એના ઘર આગળ ઉતારી ગયો. સિયાને મોડું થઈ ગયું જ હતું. પણ તેના પપ્પા હંમેશાં મોડા આવતા એટલે તે બેફિકર થઈ ઘરમાં એન્ટર થઈ તો એના પપ્પા સોફા પર બેઠેલા હતા એટલે એમને જોઈને તે શોક થઈ ગઈ. પણ તરત જ પોતાની જાતને સંભાળી ફ્રેશ થવા ગઈ તો તેના પપ્પાએ રોકીને તેમને પૂછ્યું કે, “ક્યાંથી આવી તું?”
“પપ્પા હું તો ગાર્ડનમાં ગઈ હતી.”
“પણ કોની સાથે?”
“માનવ સાથે.”
સિયા સાચું બોલી જતાં જ તેમને પૂછ્યું કે,
“આ માનવ કોણ છે?”
“આ માનવને દાદા પણ ઓળખે છે, એમને જ મારી ઓળખાણ એમની સાથે કરાવી હતી.”
એટલે સિયાના દાદા બોલ્યા કે,
“હા બેટા, હું ઓળખું છું એને, એ એક સારો છોકરો છે.”
“હા એ વાત સાચી પપ્પા, પણ મેં તને કોલેજ કરવા જવાનું કહ્યું હતું તો આ બધે ક્યાં જવાનું આવતું હતું?”
“તેમાં ના જવા જેવું શું છે? અને હું ગાર્ડન જ ગઈ હતી ને?”
“હા તો, પણ તું અહીં કે બીજે કયાંય જવાનું આવતું હતું. આ સમય ગાળો ભણવામાં નહીં કે ફરવામાં, આ બધું ક્યાં કરવાનું આવવાનું છે?”
“તમે મને પહેલા એમ કહેતા હતા કે કોલેજ નથી જવાનું તારે, કોલેજ જ... કોલેજ જા... એ વખતે મેં ના પાડી દીધી તો તમારે એ વખતે મને મોકલવી હતી અને હવે...”
તેને થોડા ગુસ્સામાં જવાબ આપ્યો એટલે એના પપ્પા, “મારી સાથે આટલી રૂડલી વાત નહીં કરવાની. હું તારો બાપ છું. તું મારી બાપ નથી અને અને તું મને પૂછે છે કે
મેં તને કોલેજ કરવા જવાનું કેમ કહ્યું હતું?’
“આજ સુધી તું મારા બંનેના બિઝીનેસ ના કારણે તું દાદા દાદી સાથે જ રહે છે. અને દાદા દાદી સાથે રહીને તે ફક્ત ઘરનો અને મંદિરનો માહોલ જ જોયો છે. એટલે હું તને દુનિયા સાથે ઓળખાણ થાય એ માટે કોલેજ જોવાનું કહેતો હતો.”
“તો હું દુનિયાને સમજી તો રહી છું.”
“પણ આ રીતે પારકા સાથે જઈને, તને ખબર છે અત્યારે કેવા કેવા કિસ્સા બની રહ્યા છે.”
“એ બધાનો કોઈ મતલબ જ નથી ને, તમે મને એક બાજુ દુનિયા ઓળખવાનો કહો છો, પણ દુનિયા ઓળખવા માટે કોલેજ સિવાય પણ, બીજા ઘણી બધી જગ્યા છે. એ બધી જગ્યાએ તો મને જોવા નથી દેતા.”
“તું મારી સામે ખોટી ભાષામાં વાત કરી રહી છે. તને હજી ખબર જ શું છે કે તું આ બધું શું કરી રહી છે? અને તને શું થઈ રહ્યું છે કે મને કહી શું કરી રહી છે? અને આમ પણ હું તમારી જોડે વાત કરવા તૈયાર નથી. તમે દાદા દાદી જોડે પણ રૂડલી વાત કરો છો, અને મારી સાથે પણ રૂડલી વાત કરો છો. તમે અને મમ્મી મારી પાસે ક્યારે બેસીને મને પૂછ્યું છે કે મારે શું કરવું છે? કહો તો કેવી રીતે કહો છો, પાછા પૂછશો કે કેવી રીતે પૂછું?’
“બસ તમે નક્કી કરી લો છો કે મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે. તો પછી...”
“હું ના નક્કી કરું તો શું કરું? બારમા ધોરણમાં જે છોકરીને 90 ટકા આવ્યા, અરે એ લાવવા માટે આટલી સરસ કરી, આટલું સરસ ભણી એ હવે કોલેજ જવાની ના પાડે છે કેમ? મને પહેલેથી ખબર હતી કે તું એકવાર ભણવા બેસે તો ભણવામાં ધ્યાન હોય, જે તું નક્કી કરી લે પછી તું મેળવીને જ જંપે. બારમા ધોરણનું ભણવાનું પૂરું થયું પછી તું દાદ દાદી સાથે મંદિર શું ગઈ કે હાલ તને ભણવું પણ ગમતું નથી અને આ બધી વાત શું કહેવાય?’
“બસ હું એટલું જ ઈચ્છતો હતો કે તું મારી જેમ એક મોટી ઓફિસર બને પણ, એ ના કરવું હોય તો ગ્રેજ્યુએશન તો કર. બાકી મને એટલી તો ખબર જ છે કે તું એકવાર તારા જીવનમાં જે કરીશ ને એ બેસ્ટ હશે. આ વેસ્ટ શું પકડયું છે?”
“તો પછી બસ તમે મને વેસ્ટ જ રહેવા દો ને, શું કામ તમે માથાકૂટ કરો છો અને મારે બેસ્ટ બનવું પણ નથી.”
“તું શું બોલે છે, તને એનું ભાન છે ને?”
“મને તો ભાન જ છે, પણ તમને નથી. હું તો ઠીક પણ તમે દાદી દાદા જોડે પણ કેવી રીતે વાત કરે છે. આજ પછી હું તમારી સાથે ક્યારે વાત નહીં કરું?”
“મારો હાથ ઉપડી જશે, હું એક વાર પણ તને ના મારવા મારી પોતાની જાતને સમજાવું છું કે, 18 19 વર્ષની છોકરીને લાફો મારો એ પસંદ ના આવે અને યોગ્ય પણ નથી. એટલે હું ક્યારનો તારી બધા જ વાતો અને રૂડલી બીહેવ સહન કરી રહ્યો છુંવ હવે આગળ નહીં કરું.”
એટલામાં જ સિયાના દાદા બોલ્યા કે,
“દિપક શાંતિ રાખ અને રહેવા દે, તું આમ ગમે તેમ ગુસ્સે થઈને બોલે છે, તો તને ખબર નહીં પડે કે તું સાચું બોલું છું કે ખોટું બોલે છે?”
“અને એવું કોને કહ્યું કે શાંત થઈને જ વાત કરવી પડે. બાકી આ રીતે વાત કરનાર પછી તે છોકરી જ ના હોય તેને સીધી કરવા માટે આજ કરવું પડે. તમે તો બોલશો જ નહીં, તમારા કારણે જ આના મગજમાં ભણવાની જગ્યાએ માતાજી અને આ બધું ચાલુ થઈ ગયું છે.”
“તેમાં ખોટું શું છે બેટા....
(સિયાના પપ્પા શું બોલશે? એ હવે શું કરશે? એ માનવને પકડી ઠમઠોરશે કે જવા દેશે? માનવના મનમાં શું ચાલશે? સિયા શું વિચારશે? આ વાતચીતમાં સિયા પોતાની જીદ મનાવી શકશે કે પછી એ પોતાની વાત જવા દઈ અને તે છોડી દેશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૯)