(સવિતા વિશે વાત કરતાં જ માસી ભાવુક થઈ જાય છે. અને તે કેવી રીતે પોતાની દીકરીને સાથ આપી ના શક્યા. કનિકા પ્રત્યે લાગણી કેવી રીતે માસીને જાગી એ વિશે વાત કરતાં જ કનિકા પોતાના ઈરાદા વિશે જાણી અને તે મદદ કરે છે. હવે આગળ....)
“તું બિલકુલ સવિતા જેવી હતી એટલે મને તારા માટે એમ થતું કે હું મારાથી થાય એટલું તારી માટે કરી શકું એટલું ઓછું છે. મેં કર્યું બેટા? મને એમ જ સંતોષ થયો કે મારી સવિતાના સપનાં મેં પૂરા કરી દીધા. એને જ મેં એક મોટી ઓફિસર બનાવી દીધી. મારા સપનાં પણ પૂરા થઈ ગયા.”
માસી આવું બોલ્યા તો કનિકાએ ભાવુક થતાં કહ્યું કે,
“હા માસી, પણ હવે જ્યારે તમે આ કામ છોડો ત્યારે તમારી એક દીકરી પણ છે, જેને હજી તમારી જરૂર છે. બસ તો હવે મારી જોડે રહેવા આવશો કે નહીં બીજે કયાંય ફરો.”
“હા બેટા, તારા સિવાય મારું દુનિયામાં કોઈ નથી કે મને સમજે એવું પણ નથી એટલે હવે હું તારી જોડે જ રહેવા આવીશ. પણ એ પહેલા હું તારા જેવા બીજા કેટલાક પોલીસોને ટ્રેનિંગ લેતા જોવા માગું છું. એટલે મને અહીં જ રહેવાનું ફાવશે.”
“બરાબર પણ એ પછી મારી જોડે રહેવાનું નક્કી? મારે પણ તમારા લાડ જોઈએ છે.”
“એ તો પછીની વાત છે, પણ હવે તું કરીશ શું?”
“મારી પોસ્ટિંગ જોધપુર બાજુ થઈ છે, પણ એ પહેલાં હું વિજયનગર ચોક્કસ ફરવા જઈશ.”
“વિજયનગર જ કેમ બેટા?”
“માસી બસ એ શહેર સાથે મારો પુરાણો સંબંધ છે. એની સાથે મારા ઘા પણ ત્યાં જઈને તાજા થશે. એકવાર હું જઈશ એ મારી બાળપણની યાદો, મારી જુવાનીનું રૂપ અને મારી બરબાદીની જગ્યાએ જઈ ફરવા માગું છું.”
“કેમ બેટા? અને આવું કેમ બોલી રહી છે?”
“બસ મારી જાતને યાદ અપાવવા કે આ રસ્તા પર હું કેમ આવી?”
“સારું ક્યારે જવાની છે, બેટા?”
“બસ બે દિવસ પછી મારી ફલાઈટ છે.”
માસી બોલ્યા કે,
“તો તું બે દિવસ સુધી મારી જોડે છે.”
સિયા બે ત્રણ દિવસ કોલેજ વર્કમાં બીઝી રહી એટલે કે તે મંદિરે જતી પણ જલ્દી કોલેજમાં પહોંચી જત એ કારણે તેને માનવ સાથે કેટલા દિવસથી મુલાકાત નથી થઈ.
એક વખત સિયા સાંજના સમયે મંદિર દર્શન કરવા પહોંચી તો માનવ પણ ત્યાં જ ધ્યાન કરતો બેઠેલો હતો. એને જોઈ સિયા દર્શન કરી તેને મળવાના ઈરાદે બાંકડા પર બેસી રહી. થોડી વારે એનું ધ્યાન પૂરું કરી અને માનવ બહાર આવ્યો તો સિયાને જોઈ તે પણ બાંકડાં પર બેસીને કહ્યું કે,
“બહુ દિવસ દેખાણા તમે?”
“હા, તો બહુ દિવસે જ દેખાવને? તમને તો ખબર છે, હમણાં કોલેજ વાળા બહુ કામ જો કરાવી રહ્યા છો.”
“હા, તમે પાછું મહિના બાદ જો એડમિશન લીધું છે, તો પછી એવું જ થાય ને?”
“શું કરું પહેલા મારે કોલેજ કરવી જ નહોતી અને હવે કરવી પડે છે એટલે મોડું એડમિશન લીધું.”
“આ પહેલા કેમ કોલેજ નહોતી કરવી?”
“બસ મારું મન કોલેજ કરવા માટે ઈચ્છા ઓછી હતી, પણ પપ્પાને ખૂબ ઈચ્છા હતી એટલે ના છૂટકે મારે કોલેજ જોઈન્ટ કરવી પડી.”
“તેમાં કોલેજ કરવાથી શું ખરાબ થવાનું હતું?”
“કોલેજ કરવામાં કંઈ જ ખરાબ નહોતું, પણ મારું મન જ નહોતું, એ માટે.”
“તો શું તમારે બીજો કોઈ કોર્સ કરવો હતો કે?”
“ના બીજો કોઈ કોર્સ નહોતો કરવો.”
“તમે કોલેજ કરવાનું પસંદ નથી કરતા તમને ભણવાનું નથી ગમતું એટલે?”
“તમને કેમ એવું લાગે છે કે મને નથી ગમતું.”
“બસ એમ જ, તમે મારી વાતનો જવાબ તો આપો?”
“એવું જ કંઈ નથી, મને ભણવાનું ગમે છે.”
“તો પછી આવું કેમ કોલેજ નથી પસંદ? અને તમને ભણવાનું ગમે છે?”
“હા અને એમાં પણ અધ્યાત્મિક બુકસ વાંચવાની વધારે ગમે છે. મારું કોલેજ જવાનું કારણ પણ એ જ છે કે મને અધ્યાત્મિક બુકો વાંચવાની મજા આવે છે અને તે મળે છે.”
“એ બધી વાતો છોડો અને શું નવા જૂની ચાલે છે?”
“બસ કંઈ જ નહીં, આજકાલ ભણવાનું બહુ ચાલે છે, એ જ નવા જુની.”
“તમને ભણવા પ્રત્યે આટલો અણગમો કેમ લાગે છે? બાકી વિધા સરસ્વતી માતાનો એક પ્રકાર છે, એ એક જાતનું માતાના આશીર્વાદ મેળવવાની મંજિલ છે. આ વિધા જ છે જે આપણને શીખવાડે છે કે આપણી સ્કીલ એટલે કે આવડત. એ આવડત એ જ આપણને આગળ જતા તારી પણ છે અને આપણને આકાશને આંબવા સપનાં દેખાડે પણ છે. અરે ઉડવા માટે પાંખો પણ એ જ આપે છે, એ પાંખો આપો આપનાર જ સરસ્વતી માતા છે.’
“બસ બસ તમે તો પ્રવચન આપવા જ બેસી ગયા.”
“સારું જવા દો, એ કહો કે તમને કોલેજમાં શું ગમે છે અને ના ગમે, તે કહો?”
“મને કોલેજમાં તો બધું જ ગમ્યું. એમાં ભણવા માટે લાયબ્રેરી, ક્લાસ અને ટીચરો. આ બધું મને પહેલેથી પસંદ આવ્યું.”
“પછી તો તમને શું પસંદ ના આવ્યું?”
“બસ જો મને પસંદ ન આવ્યું હોય ને, તો બસ મને આ કોલેજનો માહોલ.”
“હે... માહોલમાં શું ખરાબ હતી?”
“ખરાબી ને, જે રીતે કોલેજના સ્ટુડન્ટ્સ ફરતા હતા. મને ખબર નહિ કેમ પણ કદાચ મને ઓછું પસંદ આવ્યું.”
“એમ તો એનો મતલબ એ જ થયો કે તમે આજ સુધી ક્યારે દુનિયાનો વાતાવરણ જોયું જ નથી લાગતું. તમે ઘરની બહાર ક્યારે ગયા જ નથી લાગતાં.”
“હા, મેં ક્યારેય નથી જોયું. હું હંમેશા ઘર અને મંદિર જ કર્યું છે. આજ સુધી મેં ક્યારેય ઘરની બહાર પગ મૂક્યો જ નથી. મારી એક જ બહેનપણી રહી છે.”
“રોમા બરાબરને એ જ નામ છે તમારી બહેનપણીને?”
“હા, પણ તમને એનું નામ કેવી રીતે ખબર?”
“હું પણ એ જ કોલેજમાં છું, યાદ છે ને? પછી તમારા મિત્રો વિશે મને માહિતી મળી જ જાયને, એમાં શું નવાઈ?’
“પણ હવે આગળ શું? તમને દુનિયા જોવાનું મન નથી થતું?”
“થાય છે પણ મને ખબર જ નથી પડતી કે મારે ક્યાં જવું? તો મને ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છું? જ્યાં થી આ દુનિયાના ચલણ વિશે ખબર પડી શકે.”
“હમમમ.. હાલ તો આપણે ગાર્ડનથી શરૂઆત કરીએ. તો આજે ગાર્ડનમાં જવું છે?”
“ના આજે નહિ, પણ કાલે આપણે ચોક્કસ જઈશું. હું સાંજે પાંચ વાગ્યે અહીંયા આવી જઈશ. તમે પણ આવી જજો, અહીંથી આપણે બંને ગાર્ડન જઈશું. તો ફાવશે?”
“ચોક્કસ... ફાવશે જ ને.”
“બસ તો પછી આપણે કાલે મળીએ, હું આવી જઈશ.”
એમ કહીને તે તો જતી રહી. બીજા દિવસે સાંજે પાંચ વાગે એ લોકો મળ્યા તો અનિશે કહ્યું કે,
“સિયા તમે ચાલો મારી સાથે આપણે બંને ગાયત્રી પાર્ક જઈએ?”
“એ તો બરાબર છે, પણ જઈશું કેવી રીતે? રીક્ષામાં જઈએ?”
“આમ તો ગાર્ડન નજીક જ છે, ચાલીને પણ જઈ શકાશે? અને મારા બાઈક ઉપર બેસીને જવું હોય તો, જો તેમને વાંધો ના હોય તો....”
(સિયા જશે ખરા? ગાર્ડનમાં જઈ તેમને શું શું જોવા મળશે? એ જોતાં જોતાં સિયાના વિચારોમાં શું આવશે? કનિકા વિજયનગર કેમ આવી રહી છે? તે અહીંની છે તો તેનો પરિવાર કયાં છે? એ શું કરે છે અને કનિકા કેમ નથી ત્યાં?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૬)