(ધીરુભાઈ સિયાને કોલેજ જવા માટે સમજાવી રહ્યા છે. એવામાં તેમના મિત્ર આવતાં તે વાત અધૂરી રહે છે. તે બંને વાત વાતમાં એક યુવક જે મંદિરે આવી ઘરડાની સેવા અને માની ભક્તિ વિશે વાત કરે છે. હવે આગળ....)
“કેમ નહી, એકવાર મળવું તો મારે પણ છે. અરે એના વિચારો વિશે જેટલી વાર મેં બીજાના મોઢે ખૂબ સાંભળ્યા છે અને જેટલા વખાણ સાંભળ્યા છે કે મને પોતાને જ મળવાનું મન થયું છે. ચાલ તો...”
એટલે ધીરુભાઈએ એમની પત્ની સુધાબેનને કહ્યું કે,
“તું અહીંયા બેસ, હું થોડીવારમાં એકને મળીને આવું.”
“હા જઈ આવોને તમે. હું આ બેઠી. આમ પણ તમને તમારા મિત્ર મળી ગયા પછી હું થોડી યાદ આવવાની હતી?”
“એમ તો તને તારી બહેનપણી મળે પછી હું યાદ આવું છું?”
“હાસ્તો તમને જ યાદ કર્યા કરું છું.”
“એ તો તું મારી બુરાઈ કરતી હોઈશ એટલે.”
“તમારે જે સમજવું હોય તે સમજો, આમ પણ તમને હું મજાક કરવા માટે જો મળી છું.”
ધીરુભાઈ અને સોમાભાઈ એમની વાત સાંભળી હસતાં હસતાં એ બંને એ યુવકની નજીક પહોંચ્યા તો તે વડીલોને સહારો આપી અને હાથ પકડી એમને મંદિરના પગથિયા જાળવીને ઉતારી રહ્યો હતો. એને એ કામ કરતો જોઈ જ રહ્યા બાદ ધીરુભાઈ અને સોમાભાઈ એની પાસે ગયા તો,
‘પાંચ ફૂટ આઠ ઈંચ જેટલી હાઈટ, રંગે ઘઉવર્ણો અને દેખાવે સોહામણો. તેને એક પીળા કલરનો કુર્તો અને નીચે ઓફ વ્હાઇટ કલરનો પાયજામો પહેરેલો હતો. ગળામાં રુદ્રાક્ષની માળા અને હાથમાં પણ રુદ્રાક્ષનું બ્રેસલેટ પહેરેલું. પગમાં બ્રાન્ડેડ ચંપલ અને બિલકુલ દેખાવે સિમ્પલ. તેનો ચહેરો જોઈને તો એક તેજસ્વી આભા દેખાઈ રહી હતી. તેની આંખો એની નમ્રતા અને સૌમ્યપણું દર્શાવી રહ્યું હતું.’
એને જોયા પછી ભગવાન પરની શ્રદ્ધા અને ધર્મ પ્રત્યેનો અગાધ વિશ્વાસનો સમન્વય દેખાઈ રહ્યો હતો. તેની આંખો જોયા બાદ એમ લાગતું કે આખી દુનિયાનું કરુણા પણ એનામાં જ ભરાઈ ગઈ ના હોય એવો ભાસ થઈ રહ્યો હતો. એની હાથમાં વડીલનો હાથ પકડેલો જોઈ અને તે બીજા બધા માટે કેટલું આદર સત્કાર ધરાવતો હશે તે દેખાઈ રહ્યું છે.”
બસ એ જોઈને જ અમને ખુશી થઈ ગઈ એમ થયું કે, ‘આજના જમાનામાં આજકાલ આવા છોકરા પણ જોવા મળે, એ તો નસીબની જ વાત છે. આજ સુધી મને મારી દીકરી પર જ ગર્વ થતો હતો પણ આજે આ છોકરાને જોઈને પણ ખૂબ ખુશી થઈ.’
મારો મિત્રને મનમાં શું આવ્યું કે તો તેને મને કહ્યું કે, “ધીરુ આવો જ આપણને જમાઈ મળી જાય તો...”
“તો આપણા નસીબ ખુલી જાય, પણ હાલ તો હવે આપણા નસીબ ખૂલે એવું લાગતું નથી. માટે આ બધા મનઘડત વિચાર કર્યા વગર ચાલ, હવે એની પાસે જઈએ.”
“સારું...”
એમ કહીને એમને અને ધીરુભાઈએ પોતાની વાત પૂરી કરી અનૈ એની પાસે ગયા તો એ યુવકે એમની સામું જોયું અને પગે લાગીને કહ્યું કે,
“શું થયું અંકલ? તમને હું કોઈ મદદ કરી શકું?”
“ના બેટા બસ તારા વિશે ખૂબ જ અમને સાંભળવા મળ્યું હતું, એટલે તને મળવા આવ્યા છે. શું નામ તારું બેટા?”
“અંકલ મારું નામ તો માનવ છેડા છે.
“નામ તો ખુબ સરસ છે. બિલકુલ તારા સ્વભાવ જેવો.”
“હા દાદા, એ તો બધા જેટલા મારું નામ સાંભળે તે પણ આમ જ કહે છે કે મારું નામ ખુબ સરસ છે.”
“હા કહે જ ને કેમ કે તારા નામ સાંભળ્યા કરતાં પણ વધારે તારું નેચર જોઈ જ એમ થાય કે તું એક સારો વ્યકિત છે.”
“દાદા તમે મારા ખોટા વખાણ કરી રહ્યા છો. પણ તમે મારું નામ કેમ પૂછ્યું?”
“બસ, એમ જ બેટા જેમ જેમ તને આ વૃદ્ધોની સેવા કરતો જોયો, ભક્તિ કરતા જોયો, પ્રવચન એટલું સાંભળતા જોયો એટલે મને ખૂબ ખુશી થાય છે. આવા છોકરા મે પહેલીવાર જોયા પછી થયું કે એકવાર તારો પરિચય કેળવવો જોઈએ, એટલે.”
“એવું કંઈ હોતું નથી દાદા, એમાં એવું હોય છે કે પિતાની ભક્તિ કરવી, માની ભક્તિ કરવી એ તો જ આ દુનિયામાં તો સફળ થવાય, આપણો જન્મ લીધો પણ સફળ થાય, નહિંતર તો તો ખાલી આ દુનિયાનો ફોગટ ફેરો કર્યો હોય એવું લાગે.”
“બેટા તારા વિચારો તો ખૂબ ખૂબ ઉત્તમ છે. ધન્યવાદ તને આવા વિચારો આપનાર ને અને છે કોણ આવા શુદ્ધ વિચારો જે તારા મનમાં રોપી રહ્યા છે?”
“હા, એ તો ધન્ય જ હશે, એમને તો વંદન કરવા મળે એ પણ અમારા માટે ઘણું કહેવાય.”
સોમાભાઈ બોલ્યા એટલે માનવ બોલ્યો કે,
“ના....ના દાદાજી એ તો ફક્ત મારો દાદાએ જ હતા, જેમને મારામાં આવી આવી વાત શિખાવડી છે.”
“ધન્ય છે તારા દાદા અને તારા જન્મદાતાને પણ.”
“શું ભણેલો છું તું બેટા?”
“હું તો બસ કોલેજના છેલ્લા વર્ષમાં છું અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ પણ કરી રહ્યો છું.”
“વાહ આટલું સરસ પણ બે બે કોર્સ કેમ?”
“એમાં એવું છે ને કે પહેલા તો હું કોલેજ જ કરતો હતો પણ જ્યારે એમ ખબર પડી કે કોમ્પ્યુટરમાં બહુ સારી તકો મળી રહે છે એટલે મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ કરવાનું ચાલુ કર્યું.”
“સરસ સરસ બેટા, આ કામ દરરોજ કરવા આવે છે કે પછી રજાના સમયે જ.”
“ના દાદા, હું તો દરરોજ આવું છું અને ઘરડા લોકોની સેવા કરવા માટેનો તો મને મોકો જોઈ છે તે મળી જાય એટલે એ કરવાની તક ઝડપી લઉં છું.”
“અરે વાહ, આ જગતમાં જ જો તારા જેવા દીકરાઓ હોય ને તો જ આ દુનિયામાં ધર્મ રહેશે. ધર્મના નામના રહેશે નહિંતર અહીં તો ધર્મના નામે કોઈ સમજવા વાળો તો ઠીક આમાંથી અમારા જેવા વૃદ્ધોની લાગણી સમજવા પણ કોઈ તૈયાર નથી.”
“ના દાદા... તમને ખાલી એવું લાગે છે, બાકી આ દુનિયામાં ઘણા બધા લોકો સારા છે. જો તમે જ જુઓ ને તમે મારી પાસે વાત કરવા આવ્યા કે નહીં? આની જગ્યાએ બીજું કોઈ હોત તો મારી ઠેકડી ઉડાવતા કે શું આ ઉંમરે બાળકોને એન્જોય કરવા મોકલવાના હોય એની જગ્યાએ ઘરડાઓની સેવા કરે છે. અને આવું જ કહ્યું હોત તો ખરું, પણતમારી છોકરી અમને આપો પણ નહીં. અમને વેદિયા જ સમજો.”
“ના બેટા, હું તો અલગ વિચાર જ ધરાવું છું. મારી દીકરીને આવી વ્યક્તિ મળતી હોય તો તો ખરેખર એને જ પહેલાં પોતાની દીકરી આપું. જેથી સંસ્કાર પણ સચવાય અને દીકરી પણ સચવાય. એટલું જ નહીં એને માન, સન્માન અને આદર બધું જ મળે. અને એક સ્વસ્થ જીવન એ પણ સારી રીતે જવી શકે.”
“હા દાદા તમે જ આવું કહો છો. બાકી તમારા જેવા બહુ ઓછા લોકો દુનિયામાં હોય છે.”
“ના ના બેટા, અમારા જેવા ઘણા લોકો છે પણ તારા જેવા આ દુનિયામાં બહુ ઓછા લોકો છે. તમારા જેવા યુવકો જો આ દુનિયામાં હોતને તો કોઈ મા બાપ દીકરીની ચિંતા ના કરે કે ના જન્મ આપતાં ખચકાય. તું આટલો સારો છે, એમાં તારા વડીલો અને જન્મદાતાનો મોટો હાથ છે. એમને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેજે.”
(માનવ શું કહેશે? એ શું જવાબ આપશે? સોમાભાઈ શું કહેશે? શું આ લોકો તેના મા બાપને મળશે? એમને મળ્યા બાદ તે શું વાતો કરશે? આવા છોકરો પણ આ દુનિયામાં છે એવી વાત ધીરુભાઈ તેના દીકરાને કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮)