Ek Saḍayantra - 6 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 6

Featured Books
Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 6

(મૌલવી એક વ્યકિતને બોલાવે છે. એ વ્યકિત બીજા બધાને ઈસ્લામના અનુયાયીની આબાદી વધારવાનું કહે છે અને સાથે સાથે કેવી રીતે પણ સમજાવે છે. સિયા તેના દાદા દાદી સાથે મંદિર જાય છે અને પ્રવચન સાંભળે છે. હવે આગળ....)
“માં ના પ્રેમ અને મમતાની સરવાણીમાં તો આખી દુનિયાના જીવે છે. એ સરવાણી જ આ જગતને જીવતું રાખે છે....”
પંડિતજીનું પ્રવચન હજી ચાલી જ રહ્યું હતું. દાદાજીએ સિયાને ત્યાંથી ઉઠાડી અને બાંકડા પર પોતાની પાસે બેસાડીને કહ્યું કે....
“જોયું બેટા, તે ક્યારેય વિચાર્યું છે કે અમે આટલું બધું સમજાવી છીએ કેમ? એટલા માટે કે તે તારા સારા માટે છે અને અમને તારા માટે લગાવ છે. અને જયારે પંડિતજી સમજાવે છે કેમ? એટલા માટે કે તે દુર્ગા માતાના ભકત છે અને તેમને તેમના માટે લગાવ છે.
પણ આ બધામાં તને કોના માટે લગાવ છે, એ તારે નક્કી કરવાનું છે? એક વાત સમજી લે કે અમને તારા માટે પ્રેમ, લગાવ છે, પણ પ્રેમ એ ક્યારેય કોઈને બાંધતો નથી. એમ તારો જે આધ્યાત્મિક પ્રેમ છે ને, એ ક્યારે તને બાંધવાનો નથી અને એને તારે. આ લગાવ જ છે, જેને ઉડવા દે એને દરેકે દરેક પળે પળે ચકાસ, એને પરીક્ષામાં ઉતાર, પછી તને ખબર પડશે કે સાચો પ્રેમ છે કે ખોટો?
મેં ગઈકાલે તો તને પહેલા પણ સમજાવી હતી અને આજે પણ એ જ કહી રહ્યો છે કે આધ્યાત્મિકતા કેળવવા કે આ માતાના ભક્ત બનતાં પહેલાં માટે કંઈક તો જાણવું પડે. એ પહેલા આપણે એક એક પળે પણ એ બધું ચકાસવું પડે. બરાબર ને બેટા?”
દાદા હજી સિયાને આમ સમજાવી રહ્યા હતા, ત્યાં જ દાદાજીના ફ્રેન્ડ આવ્યા અને બોલ્યા કે,
“ધીરુ શું સમજાવી રહ્યો છે દિકરી ને? અરે, તારી દીકરી તો કેટલી ડાહી છે. આટલી સુંદર પૌત્રી મળવા બદલ ખરેખર ખુશ નસીબ છે તું.”
“બેટા કોલેજ જા અને એડમિશન ફોર્મ ભરી કોલેજની ફોર્મલાટી પતાવી આવ. અમે ઘરે પહોંચી જઈશું.”
“ભલે દાદા...”
એમ કહીને તે ધીરુભાઈ અને તેમના મિત્રને પગે લાગી કોલેજ જવા નીકળી ગઈ. પછી ધીરુભાઈ તેમના મિત્રને કહ્યું કે,
“ધીરુભાઈ એ તો હું છું જ, ઓળખે તો છે ને?”
“હા સોમાભાઈ કેમ ના ઓળખું, આ તો સિયાને કોલેજ જવા માટો સમજાવવું છું. એ નાની છે, તો થોડી સમજ આપવી પડી.”
“એમાં શું સમજાવું પડે?
“એ તારી જાડી બુદ્ધિમાં થોડું પણ આવશે નહીં? બસ એ નાની છે એટલે એને આ દુનિયાની સમજ આપી રહ્યો છું, આ દુનિયાની ઓળખાણ કરાવી રહ્યો છું.”
“લે તું સમજ આપવા બેઠો છું તારે તો તારી દીકરી ને સમજ આપવાની કોઈ જરૂર જ નથી. આવી છોકરી મળવી જ મુશ્કેલ છે.”
‘એ તો તને એવું લાગે છે, પણ મારા દીકરાને એવું નથી લાગતું. મારા દીકરાને તો બસ એવું જ લાગે છે કે હું એને આ બધામાં વધારે પડતી ઈન્વોલ કરું છું, કોલેજ ભણવાની ના પાડું છું.”
“એનાથી તને શું ફાયદો?”
“એ જ તો એ સમજતો નથી ને, જો કે એનો પણ વાંક નથી એને પણ સિયા આ દુનિયામાં ભળે એવું જ ઈચ્છે છે, આ જીવન જીવે, દુનિયાને ઓળખે એટલું જ ઈચ્છે છે. તેને આ ભજન કીર્તનમાં કંઈ રસ જ નથી એટલે સિયાને પણ આમાં ઈન્વોલ નથી કરવા માંગતો.”
“તો પછી તને અને ભાભીને પણ ના નથી પાડતો?”
“ના કેમ કે તેને અમે બંને કરીએ એમાં વાંધો નથી, તે તો કહે છે કે આ ઉંમરે ભજન કીર્તન કરો, અત્યાર સુધી બહુ કામ કર્યું બસ હવે આરામથી જીવો. બસ તેને તો સિયા આ બધું કરે એમાં જ પ્રોબ્લેમ છે.”
“આજકાલના છોકરાઓ આપણી વાત ક્યારેય સમજતા નથી. મારા ઘરે પણ આ જ પ્રોબ્લેમ છે, જ્યારે જુઓ ત્યારે દીકરો મને જુનવાણી છો... જૂનવાણી છો, કહ્યા કરે અને સમજે નહીં કે હું સમજાવા શું માગી રહ્યો છું. આપણે જમનાના ખાધેલા છે, પણ એમને સમજમાં એ નથી આવતું અને આપણા અનુભવો વિશે જાણવું કે સમજવું નથી.”
“હા, એમને તો તેમ જ લાગે છે, અત્યારે જે છે એ સાચું છે અને એ સિવાય બીજું કંઈ નહી. હશે પણ એ જ કદાચ આપણા અને એમના વચ્ચેની જનરેશન ગેપ હશે?”
ધીરુભાઈ એવું કહેતા જ તેમના મિત્ર બોલ્યા કે,
“હા એ તો છે જ ને.”
“કંઈ નહીં ચલ આ બધું ચાલ્યા જ કરવાનું. સોમાભાઈ શું ચાલે છે, આજકાલ પેન્શનવાળી જીંદગી અને તબિયત?”
“એ જ ને તબિયત તો સારી અને બધા રિપોર્ટ બધું બરાબર આવે છે, પેન્શન આવે છે એ મેળવવાની લાલચમાં ઘરમાં જેમ તેમ આપણો ગુજરો ચાલે છે.”
“ભાઈ બધી જગ્યાએ એવું જ હોય છે. અને આપણે જેને આપણાં જ લોહીથી સિંચ્યા હોય તે આપણી વાત કે લાગણીઓ ને સમજતા નથી. એ માટે ક્યારેક ને ક્યારેક આપણે તકલીફમાં ગુજરવું જ પડે છે.”
“હા ભાઈ હા, એ તો છે જ નહીં. ખબર નહીં આપણા દીકરા ક્યારે આપણી લાગણીઓ જ્યારે આપણા જેટલી ઉંમરના થશે, ત્યારે સમજશે કે શું.’
“પણ જો કે તારે તો સારું છે, આપણા દીકરાઓ આપણને નથી સમજતા પણ આજે જમનાની પૌત્રી તારી વાતો બધી માને છે કે દરેકની બધી જ વાતો તને કહે છે. અને પંડિતજી પ્રવચન છે એવું સુંદર તન્મયતાથી સાંભળે છે કે આપણે તો જોતા જ રહી જઈએ.”
“હા ભાઈ ભગવાનની એટલી મારા પર કૃપા.”
“હા, એ તો છે જ, તારા જેવા પૌત્રી મેળવવી એ પણ નસીબની વાત છે. કેટલા દિવસથી જ હું આવો છોકરો જોવું છું, બિલકુલ તારી પૌત્રી જેવો જ આબેહૂબ.”
“શું વાત છે, એવો કોઈ છોકરો પણ હોઈ શકે?”
“હા કેમ ના હોય, હું તને બતાવું ને, જો પેલો વૃદ્ધોને જે હાથ પકડી પકડીને સીડી નીચે ઉતારે છે એ. ખરેખર નસીબદાર હશે એના મા બાપ જેને આવા દીકરાને જન્મ આપ્યો.”
“હા એ તો નસીબદાર જ હશે એટલે જ આવા કોઈ દીકરા આટલા આજ્ઞાંકિત હોય.”
“હું તેને જ્યારે પણ જોવું ને ત્યારે એટલો પ્રવચનમાં તરબોળ થઈ ગયો હોય ને કે આપણને એમ થાય કે ભાગ્યે જ કોઈ આટલું બધું પ્રવચન સાંભળતું હશે અને મા નું ધ્યાન લગાવીને બેસે તો બાપ રે એની કંઈ આભા હોય, માં ની સુંદર ભક્તિ કરે અને વૃદ્ધોની સેવા કરે, ગરીબોને ખાવાનું આપે. એને જેટલી વાર જોવુંને તો એમ થાય કે આવો તો કોઈ છોકરો જ ના હોય.”
“આવો કોઈ હોય પણ ખરા, આવા કોઈ છોકરો જોવાના મળે, એ જ નવાઈ. આવો કોઈ હોય એ તો મેં આજે પહેલી વાર સાંભળ્યું. મને તો બહુ ખુશી છે કે આવા પણ છોકરાઓ છે, બિલકુલ મારી પૌત્રી જેવા કોઈ હોય. આ છોકરાને પણ જોવો જોઈએ? એનું નામ શું છે?”
“એ તો મને ખબર નથી, પણ બસ મેં તને કહ્યું એટલી જ ખબર છે કેમ કે હું તો હંમેશા દૂરથી જોયા કરું છું.’
“તો ચોક્કસ હવે આને મળવું જ પડશે.”
(આ છોકરો કોણ છે? એનું નામ શું છે? એ આવા સમયે સેવા કરે એનો અર્થ શું? તે આટલો સારો છે કે દંભ કરે છે? એને મળવા ધીરુભાઈ જશે ત્યારે તે કેવી કેવી વાતો કરશે? એ આવા લાગણી બદલ શું કારણ આપશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭)