BHAV BHINA HAIYA - 47 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 47

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 47

શશાંકના હાથમાંથી પોતાનો હાથ છોડાવી અભિલાષા ઊભી થઈ અને આકાશ તરફ ઈશારો કરતાં બોલી, " આસમાનમાં ઉડતાં પંખી દેખાય છે ? ઠંડી હોય કે ગરમી, પંખી ઉડવાનું છોડી દે છે ?"

" નહીં..!"

" સુરજ ક્યારેય ઉગવાનું છોડી દે છે ? "

" કદી નહીં..!"

" તો હું તને પ્રેમ કરવાનું કેવી રીતે છોડી દઉં..? "

" મતલબ, તુ હજુય મને પ્રેમ કરે છે ?"

" હજુય મતલબ શું ? મારું હૃદય તારા સિવાય કોઈને સ્વીકારી જ નથી શક્યું."

" તો તું મારી સાથે લગ્ન કરીશ..! હવે પછી હું ક્યારેય તને એકલી છોડીને નહીં જાઉં..!"

" મારી સાથે.. લગ્ન..! તું શું બોલે છે તેનું તને ભાન તો છે ને ?"

" હા, હું તારી સાથે જન્મો જનમના બંધનમાં બંધાવા ઈચ્છું છું. હું તને હવેે ક્યારેય દુઃખ નહીં આપું."

" મને લાગે છે કે તું સાવ ભાન શાન ભૂલી ગયો લાગે છે. તું એ વાત ભૂલી ગયો છે કે તારા લગ્ન થઈ ગયાં છે. પણ હું એ સત્યને ક્યારેય ન ભૂલી શકું. બીજી વાત હું મારા સ્વાર્થને ખાતર કોઈ બીજી સ્ત્રીની જિંદગી બરબાદ ન કરી શકું."

" અભિ.. મારું સત્ય એ છે કે મેં કોઈ લગ્ન નથી કર્યા. સોરી હું જૂઠું બોલ્યો હતો. મને એમ કે તારા લગ્ન થઈ ગયા છે જો તને ખબર પડશે કે હું હજુય કુંવારો છું તારી યાદમાં... તો તને દુઃખ થશે. બસ એટલે જ ખોટું બોલ્યો."

" તું ખરેખર સાચું બોલે છે ? તારા લગ્ન નથી થયા..! "

" ના, મારી વ્હાલી અભિ..! આજ પણ તારો શશી..માત્ર ને માત્ર તારો જ છે..! " બન્ને હાથથી અભિને પકડીને શશાંકે કહ્યું.

" તો તું મને છોડીને ચાલ્યો કેમ ગયો હતો ?"

" મને ખબર મળી હતી કે તારા લગ્ન ફિક્સ થઈ ગયાં છે. તારો મોબાઈલ પણ બંધ આવતો હતો. આથી મને થયું તારાથી દૂર જવું જ હવે ઠીક છે. "

" હા, હું તને એ જ કહેવા આવી હતી તને મળવા. પણ તું આવ્યો જ નહીં. મારે લગ્ન નહોતા કરવા પણ પપ્પાની ઈચ્છા વિરુદ્ઘ હું જઈ શકું તેમ નહોતું."

" તારે કોઈ જ એક્સક્યુઝ આપવાની જરુર નથી. હું બધું જ જાણું છું. હું વાકેફ હતો તારી સ્થિતિથી. તારી મુશ્કેલીઓ ઓછી કરવા હું તારાથી દૂર ગયેલો. પણ મારા ગયાં પછી તારી મુશ્કેલીઓ તો વધી ગઈ. મને માફ કરજે અભિ..! સોરી યાર..! મારે આમ ન ચાલ્યું જવાય." ઘૂંટણે બેસીને અભિનો હાથ પકડીને શશીએ માફી માંગતા કહ્યું.

" તારે માફી માંગવાની જરૂર નથી..શશી..!" શાશંકના હાથમાંથી પોતાનો હાથ છોડાવતાં અભિલાષાએ કહ્યું.

" તો તુ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે હે ને..?"

" ના..હવે હું લગ્ન ન કરી શકું..!"

" વોટ..? બટ વાય..?"

" લગ્ન ન કરવાના બે કારણો છે. પહેલું કારણ તો એ છે કે હવે મને મારી કિસ્મત પર વિશ્વાસ રહ્યો નથી. એક એક કરીને તે મારા પોતાઓને જ મારાથી દૂર કરી દે છે. તારી સાથે લગ્ન કરું ને ન કરે નારાયણ તને કંઈક થઈ જાય તો..?"

" અરે પગલી..! એવું કાઈ જ ન હોય..! બનવાનું હતું તે બની ગયું. પણ ભવિષ્યમાં પણ એવું જ થશે તે જરૂરી નથી. હવે હું તને છોડીને ક્યારેય નહીં જાઉં..ઉપરથી યમરાજ આવશેને મને લેવા....તો પણ તેઓને ડરાવી ધમકાવીને પાછા મોકલીશ. તારું પહેલું કારણ મારા મતે વ્યાજબી નથી. આ તારો એક વ્હેમ છે જે તારો ભય બની ગયો છે. ચાલ, આ વાતને તુ ભૂલી જા અને ફટાફટ બીજું કારણ બતાવ..!" અભિલાષાની પાસે બેસીને તેના માથે હાથ ફેરવી શશાંકે તેને ઘણાં પ્રેમથી સમજાવતાં કહ્યું. અભિલાષા શશાંકની વાત સાંભળી થોડી મળાકાઈ ને પછી બોલી.

To be continue