BHAV BHINA HAIYA - 43 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 43

The Author
Featured Books
  • तिलिस्मी कमल - भाग 22

    इस भाग को समझने के लिए इसके पहले से प्रकाशित सभी भाग अवश्य प...

  • आई कैन सी यू - 20

    अब तक कहानी में हम ने पढ़ा की दुलाल ने लूसी को अपने बारे में...

  • रूहानियत - भाग 4

    Chapter -4पहली मुलाकात#Scene_1 #Next_Day.... एक कॉन्सर्ट हॉल...

  • Devils Passionate Love - 10

    आयान के गाड़ी में,आयान गाड़ी चलाते हुए बस गाड़ी के रियर व्यू...

  • हीर रांझा - 4

    दिन में तीसरे पहर जब सूरज पश्चिम दिशा में ढ़लने के लिए चल पड...

Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 43

" બાળકો તેનાં જ છે. જે તેના આસારે આવ્યું તેને સહર્ષ પોતાના બનાવી દીધાં. કોઈ બાળક તેને ભીખ માંગતું મળ્યું..! કોઈ કચરાના ડબ્બામાંથી મળ્યું. કોઈ અનાથ બાળક કામની શોધમાં તેની પાસે આવ્યું. કોઈ દુનિયાની આક્રમક નજરથી બચવા આવ્યું. તો કોઈ નિઃસહાયને અભિલાષાએ સહાય અર્થે પોતાની પાસે જ રાખી લીધું.આમ, આજે અભિલાષા પાસે નાના મોટા, જુદા જુદા ધર્મના, જુદી જુદી જાતિના પાંચ બાળકો છે. પહેલાં તો પાંચેયના સ્વભાવમાં રાત દિવસનું અંતર હતું. પણ અભિલાષાએ તેઓને એવા તે કેળવ્યા છે કે આજે પાંચેય ખુબ સંપીને રહે છે. અભિલાષાએ બધા બાળકોને પોતાના જ બાળકો હોય તેમ પ્રેમ અને ઘણા ભાવથી ઉછેર્યા છે. મને તો નવાઈ એ વાતની લાગે કે આ દીકરી માં નથી બની પણ અનાથ ને નિઃસહાયને જોઈને તેની મમતા કેવી રીતે છલકાઈ જાય છે...? કદાચ તેનાં જેટલો પ્રેમ તો મેં મારા સગા બાળકોને પણ નહીં કર્યો હોય..! મમતાની સાક્ષાત દેવી છે આ દીકરી..!" અભિલાષાના માથે હાથ ફેરવતાં દાદીએ કહ્યું. દાદીની વાત સાંભળીને શશાંક ભાવુક થઈ ગયો ને અભિલાષાના હાથને પંપાળતો તેને ચૂમી લીધોને બોલ્યો,

" મારી અભિ..! છે જ નિરાલી..! સૌથી અનોખી..સૌથી સાવ જુદી..! દાદી..! હુ તેને બહુ જ પ્રેમ કરતો હતો.. ને આજે પણ તેને હુ ખુબ..!" આટલુ બોલતાં તેને ડૂમો ભરાઈ ગયો.

" એટલો જ પ્રેમ કરતો હતો તો તેની સાથે લગ્ન કેમ ન કર્યા..? બિચારીને એકલી મુકી ચાલ્યો ગયો ને હવે કહે છે હુ તેને પ્રેમ કરતો હતો..! આયો મોટો પ્રેમ વાળો..! પ્રેમનો મતલબ સમજે છે ?"

" દાદી..! હુ મજબૂર હતો..?"

" તો અત્યારે ક્યાં ગઈ તારી મજબૂરી..? અત્યારે આટલો વર્ષો બાદ કેમ આવ્યો ?"

" બસ તેનાં પિતાને આપેલું વચન પાળવા તેનાથી દૂર જવા હું મજબૂર હતો. "

" અભિલાષાના પિતા..! તેઓને તે શું વચન આપેલું..?"

" હું તમને કહું..! પણ દાદી..! તમે મને પ્રોમિસ આપો કે આ વાત તમે અભિને નહીં કહો..! " દાદીનો હાથ પકડીને શશાંક બોલ્યો. દાદીએ હકારમાં માથું ધુણાવ્યું.

" હું ને અભિ અમારા લગ્નની વાત કરવા તેનાં પિતા પાસે જવાના હતા. પણ અમે અમારા લગ્નની વાત કરીએ તે પહેલા અભિના પિતાએ તેમનાં મિત્રના દીકરા સાથે અભિનું માંગુ નક્કી કરીને આવેલા. પિતા પાસેથી આ વાત સાંભળી તથા તેઓની ખુશી જોઈને અભિ તેઓને અમારા પ્રેમસંબધ વિશે કંઈ જ ન કહીં શકી. આ વિશે હું અજાણ હતો. મેં ફોર્સફુલી અભિને ગામનાં મંદિર પાસેના બગીચામાં બોલાવી હતી. મને વિશ્વાસ હતો કે તે જરૂર આવશે. હું અડધાં કલાક પહેલાં જ ત્યાં પહોંચી ગયેલો. એવામાં મારા મોબાઇલમાં રિંગ વાગી. મેં ફોન ઉઠાવ્યો.

" હેલો..! હું અભિલાષાના પિતા બોલુ છું."

" જી અંકલ..! કેમ છો ?"

" મારી દીકરીને તારા પ્રેમમાં ફસાવીને તે ઠીક નથી કર્યું..!"

" સોરી અંકલ..! તમને ગેરસમજ થાય છે. હું ખરેખર તેને પ્રેમ કરું છું ને તે પણ મને કરે છે. અમે તો અમારા લગ્નની વાત પણ તમને કરવાનાં હતાં. પણ ખબર નહીં અભિને શું થઈ ગયું છે..? બે દીવસથી તેનો મોબાઇલ જ બંધ આવે છે."

" મારી કોઈ જ ગેરસમજ થતી નથી. પણ તારી થાય છે. તેના લગ્ન મારા મિત્રનાં દીકરા સાથે નક્કિ થઈ ગયા છે. તો તું હવે અભિને ભૂલી જા."

" સોરી અંકલ..! પણ તમે આવું ન કરી શકો..! અભિને પૂછ્યાં વિના જ તેનાં લગ્ન ફિક્સ કરી લીધા..! આ ખોટું છે. તે પુરેપુરી સ્વતંત્ર છે તેનાં જીવન સાથીની પસંદગી કરવા માટે. "

" તેને કઈ સ્વતંત્રતા આપવી ને કઈ નહીં..! તે તારે નહીં મારે નક્કી કરવાનું છે."

To be continue