BHAV BHINA HAIYA - 32 in Gujarati Love Stories by Mausam books and stories PDF | ભાવ ભીનાં હૈયાં - 32

The Author
Featured Books
Categories
Share

ભાવ ભીનાં હૈયાં - 32

આમ, હલ્દીની વિધિ પૂરી થઈ. નાહી ધોઈને સૌ તૈયાર થવા લાગ્યા. અભિલાષા પણ તેના રૂમમાં આવી નાહી લીધું. તે કીર્તિનાં લગ્ન માટે તૈયાર થવા અરીસા સામે ઊભી રહી. હેર ડ્રાયરથી પોતાના વાળ કોરાં કરી રહી હતી ત્યારે તેની નજર પોતાના જ હાથ પર પડી. તેના હાથ પર લાગેલી મહેંદીનો રંગ સવાર કરતાં વધુ ઘાટો લાગી રહ્યો હતો.

" મારી સાથે આવું કેમ થાય છે ? અજાણતાં મહેંદી લાગી ગઈ ને આજ અજાણતાં જ હલ્દી પણ લાગી ગઈ." ત્યાં જ તેનાં મોબાઈલમાં રીંગ વાગી.

" હેલો..! અભિલાષા સ્પીકિંગ..!" બિઝનેસ કૉલ હોવાથી અભિલાષા થોડી સભાન થઈ ગઈ.

" હેલો મૅમ..! ગુડ મૉર્નિંગ..! મૅમ, આપણે હમણાં જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ તે અંગે જરૂરી વાત કરવી છે. થોડો પ્રોબ્લેમ થયો છે."

" ડોન્ટ વરી..! હું આવતીકાલે જ અમદાવાદ આવું છું. પ્રોજેક્ટ બાબતે જે કંઇ પ્રોબ્લેમ હશે તે સોલ્વ કરી દઈશ."

"પણ મૅમ..! પ્રોબ્લેમ તો સાંભળો..!"

" જે પાર્ટી સાથે મોટી ડીલ કરી છે તેનાં શેરની વેલ્યુ માર્કેટમાં સાવ ડાઉન થઈ ગયું છે ને પાર્ટી આપણી સાથે ડીલ કૅન્સલ કરવાનું વિચારી રહી છે."

" મૅમ..! તમને કેવીરીતે ખબર પડી..?"

" એ બધું છોડ..! પહેલાં એ કહે કે પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું ?"

" મૅમ..! મને એ નથી સમજાતું કે પાર્ટી ગમે ત્યારે ડીલ કૅન્સલ કરી શકે છે. તો તે પ્રોજેક્ટ પર કામ કરવું કે નહીં ?"

" અફકોર્સ કરવાનું..! સામેની પાર્ટી આપણી સાથે ડીલ કૅન્સલ કરવાનું વિચારી રહી છે. હજુ ડીલ કૅન્સલ કરી નથી. તો આપણે અગાઉથી કેવીરીતે નક્કી કરી લઈએ કે ડીલ કૅન્સલ થશે જ..!"

" જી મૅમ..!"

" ડીલ કૅન્સલ નહિ થાય. તમે લોકો ચિંતા કર્યા વિના પ્રોજેક્ટ પર કામ કરો. પછી જે થશે તે હું સંભાળી દઈશ."

આટલું કહીને અભિલાષાએ ફૉન મુક્યો. ત્યારે જ મોટા મોટા અવાજે સ્પીકરમાં ગીત વાગવા લાગ્યું. જેનાં શબ્દો હતા,

" પલ પલ દિલ કે પાસ..તુમ રહેતી હો..
જીવન મીઠી પ્યાસ યહ કહેતી હો.."

ગીતનાં શબ્દો સાંભળીને અભિલાષા વ્યાકુળ થઈ ગઈ અને ખોવાઈ ગઈ તેના વાલમની યાદોમાં.
અભિલાષા શશાંકની યાદોમાં ખોવાયેલી હતી ત્યાં કોઈએ આવીને દરવાજા ખટખટાવ્યો.અભિલાષા ઝબકીને તેનાં અતીતમાંથી બહાર આવી. ઉભી થઇ તેણે દરવાજો ખોલ્યો.
સામે ગુલાબનાં ફૂલોનો ગુલસ્તો લઈ કોઈ ઊભું હતું. તેનો ચહેરો દેખાતો નહોતો પણ ઊંચાઈ પરથી અંદાજ આવતો હતો કે તે બાર તેર વર્ષનું બાળક હશે. અભિલાષા થોડી નીચી નમી અને કહ્યું, " બોલો..! શું કામ છે ?"

" આ તમારાં માટે છે." આટલું બોલી તેણે ગુલદસ્તો થોડો અભિલાષા તરફ ધર્યો. અભિલાષાએ થેંક યુ કહી ગુલદસ્તો સ્વીકાર્યો.

" પણ આ ગુલસ્તો લઈ તમને કોણે મોકલ્યાં બેટા !" આટલું કહેતાં તે છોકરાએ ઈશારો કરી પાસે બોલાવ્યાં. અભિલાષાને એમ કે તે કાનમાં કંઈક કહેવા માંગે છે. અભિલાષાએ તેની પાસે જઈ કાન ધર્યો.

" તમે બહુ જ બ્યુટીફૂલ છો..!" કહી તેણે અભિલાષાના ગાલને પપ્પી કરી તેની સામે મીઠી સ્માઈલ કરી. ક્ષણભર તો અભિલાષાની આંખો પહોળી થઇ ગઇ. તે કંઈ બોલે કે પૂછે ત્યાં સુધીમાં તો તે છોકરો ત્યાંથી ભાગી ગયો.

" શેતાન સાલા..! બહુ શરારતી નીકળ્યો તું તો..!" કહી અભિલાષા મનમાં જ મલકાઈ ગઈ. ફૂલોનો ગુલદસ્તો લઈ તે રૂમમાં ગઈ ને દરવાજો બંધ કર્યો. દરવાજાની બિલકુલ બાજુમાં પડેલ ટેબલ પર તેણે ગુલદસ્તો મુક્યો ને કીર્તિના મેરેજ માટે તૈયાર થવા લાગી. તે જ સમયે ગુલદસ્તામાંથી એક ચિઠ્ઠી ઊડીને નીચે પડી પણ અભિલાષાનું તે તરફ ધ્યાન નહોતું. તેને કોઈ જ ફરક નહોતો પડતો કે આ ગુલદસ્તો કોણે અને શા માટે મોકલ્યો હતો કેમકે તે સારી રીતે જાણતી હતી કે આવાં કામ તેને પસંદ કરનાર લોકો જ કરી શકે. જ્યારે અભિલાષાનાં મનમાં, દિલો દિમાગમાં બસ શશાંક જ હતો. તેનાં દિલમાં શશાંક સિવાય બીજા કોઈ માટે જગ્યા નહોતી. આમ, બીજા દ્વારા મળતી ગિફ્ટને સહર્ષ સ્વીકાર તો કરતી પણ કોઈ સાથે દોસ્તીથી ક્યારેય આગળ નહોતી વધતી. હા, આ શશાંક માટેનો તેનો પ્રેમ જ હતો. તેને વિશ્વાસ હતો કે એક દિવસે તેને શશાંક જરૂર મળશે. બસ આ જ ઇન્તજારમાં તે હજુયે કુંવારી હતી. તેના જિદ્દી સ્વભાવને કારણે વર્ષો થયા બાદ પણ શશાંકની યાદોને તેણે ભૂલવા નહોતી દીધી.

આસમાની રંગની ચોલી તેણે પહેરી હતી. તેના બ્રાઉન રંગના વાળ ખુલ્લા હોવાથી હવામાં લહેરાતા હતાં. કાનમાં પહેરેલ આસમાની રંગના મોતીથી બનેલા ઝૂમખાં તેનાં ખુલ્લા વાળ સાથે જાણે સંતાકૂકડી રમી રહ્યાં હતાં. તેની કાળી ભમ્મર આંખોમાં કાજળ શોભતું હતું. તેના આછા ગુલાબી હોઠોની લાલી મલકાતી હતી. કોણ જાણે કેમ ? આજ અભિલાષા વધુ સુંદર અને પ્યારી લાગતી હતી. તેને જોનાર દરેકના ચહેરા પર મીઠી સ્માઈલ આવી જતી.

To be continue

😊મૌસમ😊